Chakravyuh - 13 in Gujarati Detective stories by Rupesh Gokani books and stories PDF | ચક્રવ્યુહ... - 13

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

ચક્રવ્યુહ... - 13

ભાગ-૧૩

“રોહન, જો જે કાંઇ પગલુ ભરે તે જાણી સમજીને ભરજે, કારણ કે અમે તો તારા સાહેબ કે તેની દીકરીને ઓળખતા પણ નથી અને આ ગર્ભશ્રીમંત લોકોને એમ કાંઇ આંખ બંધ કરીને ભરોસો ન કરાય, તેની સાથે લગ્ન કરાવીને અમારે તો અમારો લાડકવાયો દિકરો હંમેશાને માટે ખોવાનો જ ને?” રોહનના મમ્મીએ સલાહ આપતા કહ્યુ. દિલ્લી આવ્યા ત્યારથી લઇને અત્યારે રાત્રીના અગિયાર વાગ્યા સુધી રોહનના મમ્મીના મોઢે બસ ચિંતીત સ્વર જ નીકળી રહ્યા હતા જ્યારે તેના પિતાજી ગહન વિચારધારામાં ખુરશી પર આંખો ઢાળીને બેઠા હતા.

“મમ્મી મારે આ બાબતે એકલાને જ નિર્ણય કરઓ હોત તો હું લગ્ન બાદ જ તમને બધુ જણાવત પણ મારે એવુ કરવુ જ ન હતુ એટલે જ મે તમને બન્નેને અહી બોલાવ્યા છે, મારા જીવનના આ અતિ મહ્ત્વના પડાનો નિર્ણય તમારે જ લેવાનો છે, તમે અને પપ્પા જે કહેશો એ મને મંજુર જ છે.” રોહને તેના મમ્મીના ખોળામાં માથુ રાખી સાંત્વના આપતા કહ્યુ.   “મારો લાડકવાયો દિકરો. ખમ્મા મારા વ્હાલાને.” બોલતા રોહનના મમ્મીની આંખમાં ઝળઝળીયા આવી ગયા.

“બેટા તારા મનમાં આ સબંધ વિષે શું વિચાર ચાલે છે? તારી ઇચ્છા છે કે નહી આ લગ્ન બાબતમાં? અમે શું વિચારીએ છે તેના કરતા વધુ મહત્વનું એ છે કે તારા મનમાં આ લગ્ન બારામાં શું વિચાર ચાલે છે?” રોહનના પપ્પાએ બહુ લાંબા સમય બાદ પોતાનુ મૌન તોડ્યુ.   “પપ્પા, મનથી વિચારીને જવાબ આપુ તો આ સબંધ બાબતે મને કાંઇ હરકત સરખુ જણાતુ નથી પણ જ્યારે મગજને વચ્ચે લાવુ છું ત્યારે અનેક તર્ક વિતર્ક મનને ઘેરી લે છે એટલે જ મે તમને બન્નેને અહી તેડાવી લીધા.   “જો બેટા, લગ્નનું તો એવુ છે કે સામા પક્ષને આપણે ક્યારેય સંપુર્ણ ઓળખી શકવાના જ નથી, નજીકના સબંધીઓ અને આપણા હિતેચ્છુઓ પાસેથી આપણે પુછપરછ કરીને સગપણ કરતા હોઇએ છીએ અને આજનો જમાનો તો એવો છે કે કોઇપણ વ્યક્તિ હોય તે કોઇનું ખરાબ કહેતા જ નથી. નરો વા કુંજરો વા ની જેમ જ જવાબ આપી દે છે એટલે મારુ કહેવુ તો એમ જ છે કે જો કાશ્મીરા સાથેના તારા આજ સુધીનો અનુભવ સારો રહ્યો હોય તો તેની સાથે લગ્નજીવનમાં જોડાવાથી કોઇ સમસ્યા નથી પણ જો તારો અનુભવ જ સારો ન રહ્યો હોય તો પછી આગળ વધવાનો કોઇ પ્રશ્ન જ નથી.   “પપ્પા સાચુ કહુ તો મે ક્યારેય મેડમને એ નજરથી જોયા જ નથી, અમારા સબંધો તો એક એમ્પ્લોઇ અને માલિક જેવા જ રહ્યા છે, પણ એક વાત કહું તો મેડમ સ્વભાવે મારા જેવા જ છે, કોઇપણ કામ હોય તેને ચોક્કસ કામ જ જોઇએ. જરા પણ આડુ અવળુ ન ચલાવી લે અને નિયમિત સમય મર્યાદામાં પણ કામ થવુ જ જોઇએ. તેમનો એ સ્વભાવ એકદમ મારા જેવો જ છે.” બોલતા બોલતા રોહનની આંખોમાં ચમક ઉતરી આવી.   “જો કામ કરવામાં તારા સ્વભાવ સાથે તેમનો સ્વભાવ મળતો આએ છે તો તેના અંગત જીવનમાં પણ તારી સાથે મેળ આવી જશે, શું કહેવુ છે એ બાબતે રોહન?”   “હા પપ્પા, આઇ થીન્ક સો, પણ તમે બન્ને આ સબંધથી ખુશ તો થશોને? નહી તો મારે આગળ વધવુ જ નથી.”   “જો બેટા અમે બન્ને તો રહ્યા ખરતા પાન જેવા, બાકી આખો જન્મારો તો તમારે બન્નેને સાથે કાઢવાનો છે, એટલે સૌથી પહેલા તારે વિચારવાનુ છે કે તુ ખુશ છે કે નહી આ સબંધથી?”   “આ પ્રસ્તાવ જ્યારે ખન્ના સરે મારી સામે મૂક્યો ત્યારે મને ખુશી તો થઇ હતી પણ....”

“પણ......? પણ શું?”   “પણ તે રહ્યા આટલા પૈસાદાર અને આપણે..........” વાતને વચ્ચે જ અટકાવી દીધી રોહને....   “જો બેટા, માણસ ક્યારેય પૈસાથી નહી, સસ્કારોથી અમીર બને છે અને મને મારા ઉછેર પર પૂરો ભરોસો છે કે સસ્કારોની દ્રષ્ટીએ તુ ક્યારેય તેમનાથી ઊણો નહી ઉતરે.”   “હા પપ્પા, તમે સાચા છો.”   “તો પછી એ બાબતે મુંઝવણ છોડી દે, બાકી અમે બેઠા છીએ. કોઇપણ સંજોગોમાં અમે બન્ને તારી સાથે જ છીએ.”   “થેન્ક્સ પપ્પા, મારી ચિંતા તમે દૂર કરી દીધી. તો ક્યારે ખન્ના સરને આપણા ઘરે બોલાવીએ?”   “રોહનની મા, જો છો ને તારા દિકરાને, લગ્ન કરવા કેવો ઉત્તાવળો થયો છે? બોલતા બોલતા રોહનના પપ્પા હસી પડ્યા અને તેના મમ્મી પણ હસવા લાગ્યા.**************   “નમસ્કાર ખન્ના સાહેબ, આવો આવો. બીરાજો.” સુરેશ ખન્નાને આવકાર આપતા રોહનના પપ્પાએ તેમને બેસવા માટે કહ્યુ.   “ગુડ ઇવનીંગ મિસ્ટર ઉપાધ્યાય.”   “તમારી જેમ અંગ્રેજીમાં અભીવાદન કરતા તો નહી આવડે મને.” કહેતા પ્રકાશભાઇએ હળવી રમુજ કરી લીધી.   “ના, ના એવુ ન વિચારો તમે.”   “આ મારા ધર્મપત્ની છે.” કૌશલ્યાબેન પાણી લઇને આવ્યા ત્યાં પ્રકાશભાઇએ ઓળખાણ કરાવી અને સુરેશ ખન્નાએ તેમને અભિવાદન કર્યુ.   “મારી દિકરી કાશ્મીરા માટે મે રોહનને જીવનસાથી તરીકે પસંદ કર્યો છે એ બાબતે આપ બન્નેને કોઇ પ્રોબ્લેમ નથી ને?” ચા પાણી અને હળવો નાસ્તો પતાવી સુરેશ ખન્ના મુદ્દાની વાત પર આવ્યા.

“જો રોહન અને તમારી સુપૂત્રી રાજી છે તો અમને શું તકલિફ હોવાની સાહેબ.”

“આ સાહેબ સંબોધન ન કરો તમે, ગમે તેટલો પૈસાદાર છું પણ આખરે તો દિકરીનો બાપ છું.” સુરેશ ખન્નાના આ શબ્દોમાં તેની ખાનદાની નજરે આવતા છાની ન રહી.   “જુવો ખન્ના સાહેબ, એવુ ન કહો કે તમે દિકરીના બાપ અને અમે દિકરાના બાપ. અમે સીધાસાદા માણસો અને અમારે મન તો આવનારી વહુ પણ દિકરી જેમ જ રહેશે, એટલે એવો વિચાર ક્યારેય મનમાં પણ ન લઇ આવજો.”   “એક વાત કહેવાની છે જે મારા મનમાં છે અને મારી ઇચ્છા છે કે આ વાતની સ્પષ્ટતા હું પહેલા જ કરી દઉ જેથી તમારા મનમાં કોઇ પ્રશ્ન ન રહે.”   “હા કહો, નિઃસંકોચ તમારા મનની વાત કહી દો.”   “મારી દિકરી લગ્ન બાદ કંપનીનું કામ છોડવા ઇચ્છતી નથી, તે લગ્ન બાદ પણ કામ કરવા ઇચ્છે છે, આઇ મીન તે મારી સાથે બીઝનેશ હેન્ડલ કરવા માંગે છે તો લગ્ન બાદ તે તમારી સાથે નહી રહી શકે. તમે મારી વાત સમજી ગયા હશો.”   “હા એ વાત હું સમજુ છું પણ આ વાત તમે કરી જ છે તો હું પણ એક વાતની સ્પષ્ટતા કરી દઉ કે મારો રોહન પણ ઘરજમાઇ બનીને તમારી સાથે નહી રહે. તે બન્ને ભલે અહી દિલ્લીમાં રહે તેનાથી અમને કોઇ રંજ નથી.”

“હા એ બાબતે હું પણ તમારી સાથે ૧૦૦% સહમત છું. આ બાબતે મને કોઇ હરકત સરખુ નથી.”

“વાહ, તો પછી કરો મીઠુ મોઢુ.” કહેતા પ્રકાશભાઇએ ગુલાબજાંબુ સુરેશ ખન્નાને ખવડાવી દીધુ અને સુરેશ ખન્નાએ પણ સામેથી પ્રકાશભાઇ અને રોહનને મીઠુ મોઢુ કરાવ્યુ અને રોહનને ભેટી પડ્યા.   “ચલો હવે હું નીકળુ અને હા, ૨૨ એપ્રિલે મારા પૂત્રનો જન્મદિવસ છે અને તે દિવસે ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ છે તે દિવસે જ હું રોહન અને કાશ્મીરાના સગાઇની એનાઉન્સમેન્ટ કરવાનો છું તો તે દિવસે તમે બધા જરૂર પધારજો. ઓફિસીયલ ઇન્વીટેશન  તો હું આપવા આવીશ જ, પણ અત્યારે કહેતો જાંઉ છું.” સુરેશ ખન્ના ખુબ હરખાઇ ગયા.   “ભલે ભલે ખન્ના સાહેબ.” પ્રકાશભાઇ તેમને ભેટી પડ્યા અને હસત ચહેરે તેમને વિદાય કર્યા.to be continued……..

શું સુરેશ ખન્નાના મનમાં કોઇ પ્લાન ચાલી રહ્યો છે તે આટલો પૈસાદાર માણસ પોતાની એક ની એક વ્હાલસોઇ પૂત્રીને એક સામાન્ય એમ્પ્લોઇ સાથે પરણાવા જઇ રહ્યો છે??? શું રોહન સુરેશ ખન્નાની મિલ્કત અને શાનમાં અંજાઇ ગયો છે કે??? આ સબંધનો અંત સુખદ રહેશે કે પછી કોઇ મસમોટી મુસિબત આવવાના એંધાણ છે??? જાણવા માટે આગળનો ભાગ આપ જરૂર વાંચજો અને જો આપને આ સ્ટોરી ગમે તો શેર જરૂરથી કરજો... આપના સારા-નરસા પ્રતિભાવ આપ કોમેન્ટ બોક્ષ અથવા મારા વ્હોટ્સ એપ નંબર (80000 21640) પર આપી શકો છો.

Written by – Rupesh Gokani