Ruday Manthan - 5 in Gujarati Fiction Stories by Setu books and stories PDF | રુદયમંથન - 5

The Author
Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

રુદયમંથન - 5

આગળના ભાગમાં આપણે જોયું કે દેસાઈ પરિવાર રતનપુરા જવા માટે બસમાં બેસી ગયો છે, મનેકમને ધર્મસિંહની પ્રોપર્ટીની લલાસાએ સૌને મજબુર કર્યા છે!
અમદાવાદના પોશ વિસ્તારમાં વર્ષોથી રહેતો દેસાઈ પરિવાર જેઓએ કોઈ દિવસ ગામડાનો રંગ જોયો જ નહોતો તેઓ આજે એમનાં મૂળ વતન તરફ જઈ રહ્યો હતો, ગામડું ગુજરાતના કયા ખૂણે છે એની ખબર તેઓના બાળકોને જરાય ખબર નહોતી તો ગામડાનો અણસાર તેઓ કઈ રીતે લગાવે?
"હેય ગાઈઝ! લીસન ટુ મી, આપણે કંઈ સાઈડ જઈ રહ્યા છે? મેં ગૂગલમાં ચેક કર્યું પણ એમાં તો બહુ બધા રતનપુરા શો કરે છે?" - વિધાન એના મોબાઈલમાં જોતાં જોતાં બધાને પૂછી રહ્યો. બસમાં બારી પાસે બેસેલા એના વાળ એની આંખોમાં આવી રહ્યાં હતાં પરંતુ એણે રતનપુરા મોબાઈલમાં શોધવાની ઝંખનાએ એકાગ્ર કરીને બેસાડી દીધો હતો.
"ભઈલા! એ તો તારા ગુગલકાકા એ નહિ શોધી શકે! અમથો ના માથું માર એમાં!" - પવને એને કહ્યું.
"સાચી વાત! ત્યાં હજી સુધી મોબાઇલ ટાવરએ નહિ નાખયા!"- જેસંગજી એ એમાં ટાપસી પૂરતાં કહ્યું.
"શું? ત્યાં મોબાઇલ નેટવર્ક નહિ આવતાં?" - ત્રિશા બેબાકળી થઈને બોલી ઊઠી.
" હા, તમે સૌ નાહક મોબાઇલ લઈને આવી ગયા છો! સ્વીચ ઓફ જ રાખવાનો વારો આવવાનો છે" - કેસરિભાઇએ મંદ મુસ્કતા બાળકોને ચારસો વૉટનો વીજળીનો ઝટકો આપ્યો.
"વ્હોટ? હાઉ ટુ પોસીબલ લીવ વિધઆઉટ મોબાઇલ?" સ્વીટી ચિલ્લાઈ.
"એ તો ધરમદાદા અહી રહીને જ મોટા થયા છે એ પણ મોબાઇલ વગર!" આકાશ બોલ્યો.
"દાદા અઢારમી સદીના હતા અને અમે એકવીસમી! મોબાઇલ વગર તો એક મિનિટ પણ કેમ ચાલશે?" - બિરવા બોલી.
"ચાલશે નહિ ચલાવવું પડશે! નહિ તો ખબર જ છે ને!" જેસંગજી બોલ્યાં.
"જબરા ફસાયા યાર આપણે તો! એના કરતાં તો પ્રોપર્ટી ના લઈએ એ સારું! " તન્મય બોલ્યો.
"હા તો હજીય મોડું નથી થયું, હજી બસ અમદાવાદની બહાર નથી નીકળી, તું કે તો રોકું?"- કેસરીભાઈએ કટાક્ષ કર્યો.
બધાય છોકરાઓને અત્યારે મુનીમજી અને કેસરીભાઈ એક વિલનની જેમ લાગી રહ્યા હતાં, તેઓ બધાની અકળામણ વધી ગઈ.
" રહેવા દો ને કેસરીભાઈ, શું બળતામાં ઘી હોમવા બેઠાં છો?" માધવી બોલી.
"મેં ક્યાં ઘી હોમ્યું? હું તો સાચું કહું છું! વકીલ છું એટલે કડવું બોલવું એ મારો સ્વભાવ બની ગયો છે, સોરી બાળકો! બધું સારું જ થશે! તમતમારે શાંતિથી બેસીને બહારથી આવતા પવનની મજા લો! કોઈ દિવસ લીધી છે ખરી?"- કેસરિભાઈએ એમ કહેતા એમની સીટની બારી ખોલતાં કહ્યું.
"હેય, બંધ કરો વિન્ડો! મારા વાળ ઊડી જાય છે!" - શિખાએ કેસરિભાઈની જગ્યાએ જોતાં કહ્યું.
"તો હવે વાળ બાંધવાની ટેવ રાખો, હવે કઈ એસીની હવા નથી મળવાની! આમાં જ રહેવાનું છે!" કેસરીભાઈએ શિખાની ઠેકડી ઉડાવતા કહ્યું.શિખાની બોલતી બંધ થઈ ગઈ, એ મોઢું ફેરવીને એના વાળ સરખા કરતી રહી, એને એના રૂપનો બહુ આડંબર હતો, આખો દિવસ બ્યુટીપાર્લર અને મેકઅપના થપેડા એ જ એની જીંદગી! થોડો સમય વધે એના લોકોની ચુગલી એ એની આદત! કેસારીભાઇ એના પિયરના દૂરના ભાઈ થતાં હતાં એટલે એની દરેક વાત જાણતાં હતા. એની જોડે જીભાજોડી કરવાની એમને પહેલેથી આદત હતી, શિખા પણ એમની વાતનું બહુ ખોટું લગાડતી નહિ એટલે એમની તકરારનું નિવારણ આવી જતું.
"પણ અંકલ, આ રતનપુરા ક્યાં છે?" વિધાને એની જીજ્ઞાસા સાથે બોલ્યો.
"તું તારે રતનપુરા જવાથી મતલબ રાખને! ત્યાં જઈને તને કહી દઈશ." - કેસરીભાઈ બોલ્યાં.
"તમેય શું કેસરીભાઈ છોકરાને હેરાન કરો છો?" માધવી બોલી.
"હું તો મજાક કરું છું, રતનપુરા એ ગુજરાત અને મહારષ્ટ્રની બોર્ડર પાસેનું એક નાનું ગામડું છે, તાપી જિલ્લો લાગે છે, સાવ અંતરીયાળ છે પરંતુ રળિયામણું એવું છે કે કોઈ હિલ્સ્ટેશન પણ એની તોલે ન આવે!" - કેસરીભાઈએ રતનપુરા વિશે બે શબ્દો કહ્યા.
"તો ત્યાંથી સુરત નજીક પડે ને?" - વિધાન એના ભૂગોળના જ્ઞાન સાથે બોલી ઉઠ્યો.
"હા, ત્યાંથી દોઢસો કિલોમીટર જેવું થાય, પરંતુ દોઢસો કિલોમીટર પાર કરતાં તમને છ કલાકથી વધારે સમય લાગે એવું અંતરીયાળ છે!" કેસરીભાઈએ બધાની સુરત નજીક હોવાની આશા પર પાણી ફેરવી દીધું.
"ઓહ, શીટ...!" વિધાને નિસાસો નાખ્યો.
"કશો વાંધો નહિ, ત્યાં આપણને હિલસ્ટેશનની ફિલિંગ આવશે ને?" મહર્ષિએ સૌને એક નવી આશા આપી.
"હા, તો તો મજા પડશે!" સ્વીટીએ સુર પુરાવ્યો અને એના પડી ગયેલા ચહેરા પર એક મુસ્કાન આવી ગઈ.
"હા, એ તો હવે ત્યાં પહોંચીને ખબર પડે!" - ત્રિશા બોલી.
"પપ્પા, તમે જોયું છે રતનપુરા?" બિરવાએ એના પપ્પા પવનને પૂછ્યું.
"હા, જોયું તો છે...બહુ નાનો હતો ત્યારે આવેલો, પણ હવે કઈ ખાસ યાદ નથી." એણે જવાબ આપ્યો.
"એ તો ફુરસદ લઈને આવો ત્યારે ખબર પડે ને? કાકા કહી કહીને થાકી જાય પરંતુ બધાયને શહેરી જાહોજલાલીમાંથી ફુરસદ ક્યાં મળે?" મુનીમજીએ મોકો મળતાં ચોકો મારી દીધો.
"હમમ...પણ!" પવને મોઢું નીચું કરીને અફસોસ સાથે કહ્યું, એના મોઢા પર એના પિતાની વાતો તરવરી રહી અને એ કહ્યામાં નહોતો રહેતો એની ગ્લાનિ!
"ચાલો કશું નહિ, હવે જઈને જોઈ લેજો અને મનમાં ભરી લેજો મન મૂકીને!" મુનીમજીએ કહ્યું.
"ભલે, બહુ વાતો થઈ, રસ્તો લાંબો છે, સૌ આરામ કરો થોડી વાર!" કેસરીભાઈએ બધાને કહ્યું.
"શું આરામ? આમતો મારી નમણી કમર મચકોડાઇ જશે!" શિખા બબડી.
"રહેવા દેજો શિખાબેટા! નહિ તો ત્યાં ગાયના છાણવાછીંદા કોણ કરશે?" કેસરીભાઈ બોલ્યાં.
"વ્હોટ? છી...ગોબર??? હું ના કરું" એમ કહેતા શિખાએ મોઢું બગડ્યું ને કેસરીભાઈની અને એની નોક્ઝોખ ચાલુ રહી, બીજા બધાં એમની પોતપોતાની ધૂનમાં રતનપુરાની મુસાફરીમાં મગ્ન થઈ ગયા.
ઠંડો પવન બારીમાંથી ડોકિયું કરતો રહ્યો, માધવી આકાશ એમની સીટમાં બેસીને ઘરમાં બધાની જવાબદારીઓ પૂરી કરવાની વાતો કરતાં રહ્યાં, હવે વડીલ તરીકે તેઓ હતાં, અનાયાસે એમની વાતોમાં ચિંતા જાહેર થતી હતી, મૂળે ધર્મદાદાના સંતાન જ હતા ને તેઓ!

ક્રમશ:
આગળ જુઓ રતનપુરા ગામ!