If you don't, your photo will work too .. in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | તું નહિ તો તારો ફોટો પણ ચાલશે..

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

તું નહિ તો તારો ફોટો પણ ચાલશે..



તું નહિ તો તારો ફોટો પણ ચાલશે..!

ફોટા વગરની દીવાલ, વિધવા લાગે. ઘરની દીવાલ ઉપર ફોટા હોય તો ચકલાઓને સરકારી આવાસ મળ્રાયું હોય એટલી રાહત થાય. ભગવાન સાથ આપે તો એને મેટરનિટી હોસ્ફોપિટલ પણ બનાવી દે..! એક વાત છે, ભલે ઘરવાળા ડોળા કાઢે, પણ એકાદ-બે ફોટા તો ઘરની દીવાલ ઉપર લટકવા જોઈએ. ખબર તો પડે કે, આ ઘરનો 'રઈસ' કેવો છે..? ફોટો ઘરમાં હોય કે, દાનવીર તરીકે કોઈ હોલમાં હોય, માત્ર પોલીસ સ્ટેશનમાં ના હોવો જોઈએ..! ફોટાઓ મૂંગા-મંતર છે, એવું તો માનતા જ નહિ. ફોટા જોઇને ઘણા બોલતા જ નહિ, અમુક તો રડતા-હસતા ને બબડતા પણ થઇ જાય..! પત્ની દેશમાં હોય, પતિ વિદેશમાં હોય, એ લોકો તો આજે પણ ફોટાઓ જોઇને કેલેન્જડરના પાનાં ફાડે છે. ફોટો જોઇને અમુકની તો ઉમરની અડધી સદી વહી ગઈ, છતાં ‘છેડા-ગાંઠી’ વગરના ફરતા હોય..! સંસારનો આ ઈમ્પોર્ટ એક્ષ્પોર્ટ પ્લાન છે. સૌ સૌના કોઈને કોઈ પ્લાન હોય, એમાં આપણાથી કલ્પનાના પ્લેન નહિ છોડાય..! હશે, બંદાની ઉમર તો ફોટો પડાવવા જેવી રહી નથી. એક સમયે ફોટજેનિક ચહેરો હતો. જેવાં તેવા નહિ, રાજેન્દ્રકુમારનો વહેમ હતો. ફોટો પડાવવાની તાલાવેલી ને જાહોજલાલી જે યુવાનીમાં હતી, એની હવા નીકળી ગઈ. માથે ફુગ્ગા જેવાં વાળ હોય, ખિસ્સામાં કાંસકો હોય, ત્યારે ફોટા પડાવતી વખતે વાંકા-ચૂકા બાવળિયા જેવાં થઇ જતાં. કોઈ ફ્દરી ફરકતી દેખાય તો, બે-ચારવાર તો વાળમાં કાંસકો ફેરવતાં. આજે તો કાંસકો પણ ગયો, વાળનો ફુગ્ગો પણ ગયો, ને બેઠાંબેઠ જ વાંકા વળી ગયા..! વાળનો જથ્થો એવો 'વોક-આઉટ' કરી ગયો કે, માથે ડામરરોડ થઇ ગયો. ભૂલમાં પણ કાંસકો ફેરવવા જઈએ તો સનમાઈકા ટાલ ઉપર કાંસકો ફેરવતાં હોય એવું ફિલ થાય. મને યાદ છે કે, હું જ્યારે “થોડોક નાનો ને થોડોક મોટો હતો” ત્યારે, બાપા કાનુડાનો વેશ પહેરાવીને ફોટો પડાવવા સ્ટુડીઓમાં લઇ જતાં. આજના યુવાન જેવી એ વખતે અમારામાં ‘ફોટો-સેન્સ’ નહિ. બાપા કહે એમ જ કરવાનું. પછી ફોટો બતાવીને બાપા જગતને કહેતાં કે, , “આ મારો કાનુડો..!” આજે જો આ ઉમરે એવાં સન્નિવેશમાં ફોટા પડાવવા ગયા તો, આર્યપત્ની જ પહેલાં તો ખંખેરી નાંખે, ને વાંહળી-વાંહળીએ ધોઈ નાંખે તે બોનસ..!
હવે તો ફોટા માટે આધાર-કાર્ડ, રેશન-કાર્ડ કે ચૂંટણી-કાર્ડ જેવા સરકારી લફરાં માટે જ સ્ટુડીઓમાં જવાનું. આઝાદીની માફક બંદાએ પણ ૭૫ વર્ષની ઉમર તાણીને ખેંચી નાંખી, છતાં પેટ છૂટી વાત કરું તો, આજે પણ મને ફોટો પડાવતાં આવડતું નથી..! ગુજરા હુઆ જમાના તો ઐસા થા કી, ફોટો પડાવતી વખતે આખું ફેમીલી ‘હાજરા-હજૂર’ થઇ જતું. પેઢીની છેલ્લામાં છેલ્લી આવૃત્તિ પણ હાજર થઇ જતી. આજે તો ફેમીલીયું શોધવું પડે, ને ઓળખવું પણ પડે. મેરેજમાં ઝાપટવા ને ફોટા પડાવવા પુરતું જ રહી ગયું..! બાર ગામના ધણીની માફક ગ્રુપ-ફોટામાં ઉભો રહે ત્યારે ખબર પડે કે, આ લોહી બળ્યો તો સગો નીકળ્યો..! બસ, એ દિવસે ફોટામાં દેખાયો એ દેખાયો, પછી ક્યારેય નહિ દેખાય. વાંક જમાનાનો છે. અમે ભણતા ત્યારે પરીક્ષામાં ‘ગુણ’ અપાતા. હવે ટકા આપવાની ફેશન શરુ થઇ. ટકાની શરૂઆત થઈ, ત્યારથી માણસ સોશ્યલમાં ‘ટકો’ થઇ ગયો. ને વગર કોરોનાએ સંબંધોમાં ‘સોશ્યલ ડિસ્ટન્સ’ આવી ગયું
બાકી, તાજમહાલની ઓથ પકડીને ફોટો પડાવો કે, ઠુંઠા બાવળિયા પાસે ફોટો પડાવો, ફોટો પડાવતાં આવડવું જોઈએ..! આજે પણ વાઈફ સાથે ફોટો પડાવતા મને ફાવતું નથી. હું રહ્યો એફિલ ટાવર જેવો, ને વાઈફ ટેબલ લેમ્પ જેવો..! છોટી હાથણ કહો તો પણ ચાલે..! ફોટોગ્રાફર મૂંઝાય જાય કે, આ બંનેનો મેળ કેમનો પાડવો..? આના કરતાં તો ભારત અને ચાઈનાને સેટ કરવું ઇઝ્ઝી પડે..! વાત પણ સાચી કે, ‘કંપની ફોલ્ટ’ હોય એમાં ફોટોગ્રાફર પણ કેટલોક તેજાનો નાંખે..! એક્ષ-રે નો ફોટો સારો નહિ આવે તો ધૂળ નાંખી, દીદારના ફોટા તો અફલાતુન હોવા જ જોઈએ. એક તો આપણા ચહેરા ‘સ્પાઈડર-મેન’ જેવાં, ચહેરા કરતાં પીઠના ફોટા સારા આવે..! પહેલાં તો ફોટોગ્રાફર ફોટો પાડતી વખતે કહેતા, કે ‘સ્માઈલ-પ્લીઝ..!' લોકોની ફાંદ એટલી વધી કે, સ્માઈલ પ્લીઝ કહેવાને બદલે, ‘ફાંદ અંદર લીજીયે સા’બ..!’ એમ કહેવું પડે.

ફોટો પડાવતી વખતે હસતો ચહેરો બનાવવો એ પણ એક ‘ફેઈસ એક્સપ્રેશન કોમેડી’ છે. છીંક આવે, ઉધરસ આવે કે અતરસ આવે, હેડકી કે હસવાની લહેર આવે, ત્યારે ચહેરાઓ અચાનક ‘વાઈ-ફાય’ છોડી દે..! એમાં છીંકના તો વળી પ્રકાર પણ અલગ. કૂતરા ભગાડ છીંક, નોનસ્ટોપ દાંડિયા છીંક, સાયલન્ટ છીંક, ઈંગ્લીશ છીંક. ધાર્મિક છીંક, ક્લાસિકલ છીંક..! સમજો ને જેવી જેવી છીંક તેવાં પ્રકાર..! એમાં અટકડીની તો ડીઝાઈન જ નોખી..! ગાયક ગાતો હોય ને અટકડીએ સ્પીડ પકડી તો, તબલચી પણ ગોથું ખાય જાય, કે આમાં મારે થાપ ક્યાં મારવી..? થાપ ક્યાં પડે, ને ગાયકી ક્યાં ચાલે..?

એક વાત છે, બુદ્ધિનો સ્ટોક ભલે વિપુલ હોય, પણ લગનની વિધિ અને ફોટા પડાવતી વખતે, બુદ્ધિનું બાષ્પીભવન જરૂર થઇ જાય. એવાં રમુજી લાગે કે, જોકરને જોવા સર્કસની મુલાકાત લેવી જ નહિ પડે. ભગવાનનું તો ઠીક, સગા બાપનું નહિ માનનારો વરરાજા પણ ભૂદેવ આગળ ડાહ્યો ડમરો થઇ જાય. કહેવાય છે કે, લડવામાં છેલ્લો ફાવે, જમવામાં પહેલો ફાવે પણ ફોટામાં વચલો જ ફાવે..! આજુબાજુવાળા કદાચ કપાય જાય, વચલાને કોઈ આંચ નહિ આવે..!

-------------------------------------------------------------------------------------------------------------------------