Sourashtrano Amar Itihas - 2 in Gujarati Book Reviews by કાળુજી મફાજી રાજપુત books and stories PDF | સૌરાષ્ટ્ર નો અમર ઇતિહાસ - ભાગ 2

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

સૌરાષ્ટ્ર નો અમર ઇતિહાસ - ભાગ 2

કટારી નુ કીર્તન

રાજકોટની રાજગાદી ઉપર મસ્તાના રાજા મેરામણજી રાજ કરે. એની જીભે અને લેખણે જાણે સરસ્વતી હાજરા હજૂર છે. કાવ્યકળાના તો પોતે સાગરઃ કચેરીમાં અમીર ઉમરાવો કરતાં પણ અદકાં આદરમાન કવિઓને આપે.પોતાની નાકડી રાજસભામાં પોતે ચારપાંચ કવિરત્નોને વસાવ્યાં હતાં: એક તો કવિ દુર્લભરામ વરસડા; બીજા જૈન જતિ જીવનવિજય; ત્રીજો જેસો લાંગો ચારણ; ચોથો પોલો ચારણ; અને પાંચમો એક બાવો. એ પાંચ અને છઠ્ઠા પોતેઃ છએ મળીને 'પ્રવીણસાગર'નો પ્રેમગ્રંથ લખ્યો.એ ગ્રંથમાં તો વ્યવહારનું ડહાપણમાત્ર વલોવી લીધું. શી કવિતા! શો વ્રજ ભાષાનો મરોડ! શી વિવિધ ભાત્યની વિદ્યા! અને શી વિજોગી નાયક-નાયિકાની હૈયાવીંધણ વાણી! ' પ્રવીણસાગર' રચીને તો કવિઓએ હાથ ધોઈ નાખ્યા છે.

એક દિવસ રાજકોટને પાદર આજીને કાંઠે એક બાવો આવ્યો; ધૂણી ચેતાવી. ધીરેધીરે માણસોનો ઘેરો થવા માંડ્યો. ગંજેડી-ભંગેડીઓ ગાંજો-ભાંગ પીબા ટોળે મળાવા માંડ્યા. રાખમાં રૂપિયા-પૈસા દાટીને બાવો ચમત્કારને નામે ચપટીમાંથી રૂપિયા કાઢવા લાગ્યો. નગરની ભોળી તેમ જ નટખટ નારીઓ દોરાધાગા કરાવવા આવતી થઈ. એક દિવસ એ બાવાએ રાજની બે વડારણોને શીખવ્યું: "તમારા પઠાણ જમાદારની નવી વહુ અને મેરામણજી ઠાકોરને હીણો વહેવાર છે એવી વાત ફેલાવો તો તમને ન્યાલ કરી આપું."

હલકી વડારણો લાલચમાં પડી ઠાકોરના માનીતા પઠાણ જમાદારના ઘરમાં જતી-આવતી થઈ ને કૂડી વાત ફેલાવવા લાગી. વાતો સાંભળીને પઠાણ જમાદારને ઝેર ચડવા લાગ્યું.

આ બાવો કોણ હતો? મૂળ સોની હતો. એની સ્ત્રીને પઠાણ જમાદારે ઘરમાં બેસાડી હતી.સોની વેર વાળવા આવ્યો હતો.

એક દિવસ ઠાકોર મેરામણજી ગામમાં ફરવા નીકળ્યા છે. ગાડીની બાજુમાં પઠાણ ઘોડે ચડીને ચાલે છે. ઓચિંતી ગાડી પઠાણના ધર પાસેથી નીકળી, પઠાણનો વહેમ વધ્યો.

વડારણો તો લાગ જોઈ પઠાણની મેડીએ પહોછી ગઈ હતી. એણે મેળ મેળવ્યો. પઠાણની વહુને પૂછ્યું: "બાપુને જોવા છે?"

"ના, બાઈ, પઠાણ જાણે તો જીવ કાઢી નાખે."

"અમે આડી ઊભી રહીએ, તમે સંતાઈને જોઈ લેજો. બાપુ તો આપણાં માવતર કહેવાય."

ગાડી નીકળી. ઊંચી બારીમાં બે વડારણો ઊભી છે. વચ્ચેથી પઠાણનિ વહુ જોવે છે. એમાં ઓચિંતાની વડારણો બેસી ગઈ. પઠાણની વહુને ભાન આવે તે પહેલાં પઠાણની નજર ઊંચી પડી. એના મનમાં ડાઘ પડી ગયો. ઠાકોર ઉપર એની ખૂની આંખ રમવા માંડી.

ગઢમાં જઈને ઠાકોરે સાંજની મશાલ વેળાની કચેરી ભરી. ભાઈબંધ પડખે જ બેઠા છે, બિરદાવેલીઓ બોલાય છે. ત્યાં પઠાણ આવ્યો. 'આવો જમાદાર!' એટલું બોલીને ઠાકોર જ્યાં આદર આપે છે, ત્યાં તો પઠાણ કશા પણ ઓસાણ વગરના નિર્દોષ ને નિઃશસ્ત્ર ઠાકોર ઉપર તલવાર ખેંચીને ધસ્યો.

એક જ ઘડી- અને ઠાકોરના દેહ પર ઝાટકો પડત.

પણ પાંપણનો પલકારો પૂરો થાય તે પહેલાં તો એક હાથ દેખાણો. એક કટાર ઝબૂકી. અને કટાર પડી. ક્યાં? પઠાણની પહોળી છાતીમાં. પહાડ જેવો પઠાણ પડ્યો. ઝબકેલાં માણસોને જાણે ફરી વાર જીવ આવ્યો.

ઠાકોરને બચાવનારો એ કટારીદાર હાથ કોનો હતો? જેસોભાઈ ચારણનો. ઠાકોર એને ભેટી પડ્યાઃ "ગઢવી! તમે મારા પ્રાણદાતા!"

"ખમા બાપને!" ગઢવી બોલ્યાઃ"હું નહિ, જોગમાયા!"

"ગઢવી, રોણકી ગામ વંશ પરંપરા માડી આપું છું."

"શી જરૂર છે, બાપ? આ કાયા પડે જ તારે કણે બંધાણી છે."

"પણ જેસા ગઢવી! એક રોણકી દીધે જીવની હોશ પૂરી થાતી નથી. અંતરમા કાવ્યની છોળ્યું આવે છે."

એમ કહી ઠાકોરે 'કટારીનું કીર્તન" પરબારું જીભેથી ઉપાડ્યું. શબ્દો આપોઆપ આવતા ગયા અને રૂડી રચના બંધાતી ગઈઃ

[ગીત- સપાખરું]


ભલી વેંડારી કટારી, લાંગ! એના દી ફળાકા ભાણ!
સંભારી ક્યારી માંહી હોવ'તે સંગ્રામ.
હેમજરી નીસરી વનારી શાત્રવાંકા હોયા
અજાબીઆ માગે થારી દોધારી ઇનામ!



પઢ્ઢી અઢ્ઢી આખરાંકી જમ્મદઢ્ઢી કઢ્ઢા પાર
ધ્રસઢ્ઢી શાત્રવાં હૈયે રાખવા ધરમ.
બંબોળી રતમ્માં થકી કંકાળી શી કઢ્ઢી બા'ર
હોળી રમી પાદશારી નીસરી હરમ!



આષાઢી બીજલી જાણે ઊતરી શી અણી બેરે,
મણિ હીરાકણી જડી નખારે સમ્રાથ;
માળીએ હો મૃગાનેણી બેઠી છત્રશાળી માંય,
હેમરે જાળીએ કરી શાહજાદી હાથઃ



કરી વાત આખયાત, અણી ભાત ન થે કણી
જરી જાળિયામાં તરી જોવે ઝાંખ ઝાંખઃ
શાત્રવાંકા હિયા બીચ સોંસરી કરી તેં જેસા,

ઈસરી નીસરી કે ના તીસરી શી આંખ!
૧. યુધ્ધકાળમાં આતિ સમર્થ લાંગા! આટલા દિવસ તે કમરમાં કટારી બાંધી એ આજે સાર્થક થયું. આજ બરાબર સંગ્રામ વખતે જ એનેતેં ઠીક યાદ કરી. શત્રુનું હૃદય ચીરીને સોંસરી બહાર નીકળીને તારી અજબ સુવર્ણ જડિત બેધારી કટારી કેમ જાણે પોતાના પરાક્રમનું ઈનામ માગતી હોય એવો દેખાવ થયો.

૨. તારી કટારી કેવી! જાણે અઢી અક્ષરનો મારણમંત્ર! જાણે જમની દાઢ! તારો સ્વામીધર્મ સાચવવા તેં અને શત્રુની છાતીમા ઘોંચીને આરપાર કાઢી.અને પછી જ્યારે લાલ લોહીથી તરબોળ બનાવીને તેં એને પાછી બહાર કાઢી, ત્યારે એ કેવી દીસતી હતી? જાણે હોળી રમીને લાલ રંગમાં તરબોળ બનેલી બાદશાહની કોઈ હુરમની કળી!

૩. કેવી! કેવી એ કટારી! અહો, જાણે અષાઢ માસની વીજળી આકાશમા ઊતરી હોય! અને લોહીમાંથી રંગાઈને જ્યારે આરપાર દેખાઈ ત્યારે એવું લાગ્યું કે કેમ જાણે કોઈ મહેલને ઝરૂખે બેઠેલી મૃગનયની પોતાનો હાથ સોનાના જાળિયામાંથી બહાર કાઢ્યો હોય?

૪. બીજા કોઈથી ન બને તેવી વાત આજે તેં કરી. ફરી વાર કેવી લાગે છે એ કટારી? જાણે જાળિયામાં બેઠી બેઠી કો રમણી જરી જરી ઝાંખું નીરખતી હોયઃ પતિની વાટ જોતી હોય! અહો જેસા! એમાંના એકેય જેવી નહિ, પણ એ તો શંકરની ત્રીજી પ્રલયકારી આંખ જેવી મને લાગી.
લેખક કાળુજી મફાજી રાજપુત