My poems part 45 in Gujarati Poems by Hiren Manharlal Vora books and stories PDF | મારો કાવ્ય ઝરૂખો ભાગ : 45

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 45

કાવ્ય 01

નવા વર્ષ ના વધામણાં....

2021 નું વર્ષ ખાટીમીઠી યાદી થી હતું ભરપૂર
લાગ્યું ક્યારેક કડવું તો લાગ્યું ક્યારેક મીઠુ મીઠુ

ભારતે મેળવી છે સફળતા ઓ ઘણી
ભરી છે હરણફાળ નવા ક્ષેત્રો મા ઘણી

કોરોના વેક્સીન છે આપણી દુનિયા મા અતિ ઉત્તમ
રેકોર્ડ તોડ્યો છે આપણે વેક્સીન લેવા નો પણ

ઓલમ્પિક મા થયું છે ભારત નું નામ રોશન
સુવર્ણ, રજત ને કાસ્ય ચંદ્રક ના કર્યા ઠગલા

લોકો નો બદલાયો છે એકબીજા માટે નજરીયો
ભાઈચારા ની ભાવના થી સંગઠન થયું છે મજબૂત

ભૂલવા જેવું છોડીને વધી જઈએ આગળ
યાદ રાખવા જેવું લઇ જઈએ સાથે આગળ

આવો સૌ ભેગા મળી લઈએ પ્રતિજ્ઞા
લઇ જઈશું ભારત ને નવી ઉંચાઈ એ આ વર્ષ પણ

નવી આશા ને ઉમંગ સાથે
આવો કરીએ નવા વર્ષ મા મંગલ પ્રવેશ

પ્રભુ ને પ્રાર્થના આવતું વર્ષ રહે શુભ મંગળ
નવા વર્ષ ના કરીએ ઉત્સાહ થી વધામણાં

Happy New Year 2022

કાવ્ય 02

એકવીસમી ની વસમી વિદાય😥

બે હાજર વિસ નું વર્ષ વાગ્યું વિષ જેવું
જીંદગી મા ભૂલી જવા જેવું

બે હજાર એકવીસમું વર્ષ આવ્યું
થયો નવી આશા તણો સંચાર

સમય પસાર થતા લાગ્યું આકરું
આવી વિપતી ઓ દરેક ને ઘણી

કોરોના જોડે મોંઘવારી એ માઝા મૂકી
લોકો પોકારી ગયા ત્રાહિમામ

વર્ષાનતે આવ્યો નવો વાઇરસ ઓમિક્રોન
લીધી અડધી દુનિયા ને બાન મા ફરી

બેહાજર વિસ ને પણ કહેરાવ્યું સારુ
એકવીસમું વર્ષ લાગ્યું ઘણું વસમું

સારુ હોય કે ખરાબ વર્ષ જલ્દી પૂરું થાય
નહી ભુલાઈ એવુ આ છે વસમું વર્ષ
થશે આ વર્ષ ની ટૂંક મા વસમી વિદાય... 😥

કાવ્ય 03

કારણ વગર...

કારણ વગર કોઇ કરે હેત
લાગે પ્યારું પ્યારું

કારણ વગર કોઇ આપે સ્મિત
લાગે ખુબ વ્હાલું વ્હાલું

કારણ વગર પૂછે કોઇ ખબર અંતર
લાગે છે કોઈ ને છે ફિકર

કારણ વગર આવે કોઇ ઘરે
લાગે હજુ કોઇ છે આપણું

કારણ વગર મળે કોઇ ભેટ સોગાદ
લાગે હજુ કદર કરે છે કોઇ

હવૅ કારણ વગર નથી આવતું કોઇ ઘેર
કારણ વગર નથી થતું જૂનું બધું

સ્વ મા છે સૌ કોઇ આજકાલ મશગુલ
કારણ વગર મળતું નથી કોઇ

કારણ વગર ના આવી ગયા કઈ દુનિયા મા
કારણ વગર સ્વાર્થી થઇ ને ફરે અહીં સૌ કોઇ...

કાવ્ય 04

શહેરી જીવન...

સૌ કોઇ છે ખુદ મા મશગુલ
નથી ફિકર કોઈ ની કોઈને અહીં

પંખી જેવું છે આજકાલ નું જીવન
પાંખો આવે એટલે છોડે સૌ કોઈ માળો

ભૂંડી છે ગામડા મા રહેતા માવતર ની હાલત
એની ક્યાં છે ખબર શહેર મા વસેલા લોકોને

શહેર ની દોડાદોડી મા સૌ કોઈ છે મશગુલ
સૌનું જીવન છે ઘડિયાળ ના કાંટા ની જોડે

શકુન ભૂલી શેની દોડાદોડી છે આ
ખબર નથી અહીં કોઈને
સૌ દોડે માયાજાળ પાછળ અંધ થઇ ને

નિરાંતે બેસી ને ક્યાં વાતો થાય છે
મૃગજળ ની દોટ પાછળ
ભુલાઈ ગયું છે જીવન જીવવા નું હવૅ

જીવાય છે થોડું જીવન
શનિ રવિ ની રજાઓ મા
બાકી ક્યાં છે સમય અહીં કોઈ જોડે

કાવ્ય 05

દિકરી....એટલે

દિકરી.... એટલે ભગવાન નો પ્રસાદ
સાક્ષાત લક્ષ્મીજી નો અવતાર

ઠંડી લહેર ને શીતળ પડછાયો
મીઠી વીરડી નું પાણી એટલે દિકરી

સવાર નું અજવાળું ને સાંજ ની ઠંડક
તો ઘર ની શોભા એટલે દિકરી

લાગણી ની ગાગર ને પ્રેમ નો સાગર
ત્યાગ ની કરુણા મૂર્તિ એટલે દિકરી

દીકરા માટે બાધા રાખે લોકો પણ
નસીબ વાળા ના ઘરે જન્મ લે દિકરી

ઘર ની દિવડી અને પ્રેમ કરતા શીખવે દિકરી
બે બે ઘર ને ઉજવાલે છે દિકરી

વંશ વધારે દીકરો ને જન્મારો સુધારે દિકરી
વૃદ્ધ મા બાપ ની લાકડી એટલે લાડકી દિકરી

જે ઘરે હોય દિકરી ત્યાં હોય રોજ ઉજવણી
જે ઘરે હોય દિકરી ત્યાં હોય દરરોજ દિવાળી

મારી આખી દુનિયા એટલે દિકરી
મારું સ્વાભિમાન અને ગર્વ છે દિકરી