College campus - 8 - Aek dilchasp premkatha in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | કૉલેજ કેમ્પસ - 8 - (એક દિલચસ્પ પ્રેમકથા)

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

કૉલેજ કેમ્પસ - 8 - (એક દિલચસ્પ પ્રેમકથા)

ભણતાં, ભણતાં અને મસ્તી કરતાં કરતાં દિવસો ક્યાં પસાર થઇ ગયા તેની ચારેયમાંથી કોઈને ખબર જ ન પડી અને એક્ઝામ પણ આવી ગઇ.

સાન્વીને રિઝલ્ટનું ખૂબ ટેન્શન હતું પણ રિઝલ્ટ આવ્યું તો તેના ફર્સ્ટક્લાસ વીથ ડિસ્ટીન્કસન માર્ક્સ હતા. અને વેદાંશ પણ દર વખતની જેમ આખા ક્લાસમાં ફર્સ્ટ આવ્યો હતો. આજે નોટિસ બોર્ડ ઉપર રિઝલ્ટ લગાવેલું હતું.

ઈશીતા અને અર્જુનનો સેકન્ડ ક્લાસ આવ્યો હતો. ચારેય જણાં રિઝલ્ટની ચર્ચા કરતાં ઉભા હતા અને સાન્વી આજે પોતાના રિઝલ્ટ ફર્સ્ટ ક્લાસ વીથ ડિસ્ટીન્કશન માર્ક્સ આવવા બદલ વેદાંશને થેંન્કયૂ કહેતા ખુશીથી તેને ભેટી પડી અને ઈશીતા બોલી પડી, "બંને એમ જ રહેજો, નાઇસ લુકીંગ બોથ ઓફ યુ, હું એક પીક લઇ લઉં તમારા બંનેનું, શું જોડી લાગે છે યાર...!!" અને સાન્વી શરમાઈ ગઈ. અને વેદાંશની ખુશીનો કોઈ પાર ન રહ્યો. વિચારવા લાગ્યો કે વરસ્યો પ્રભુ તું વરસ્યો મારી ઉપર અને મનોમન કાનજીને થેંક્સ કહેવા લાગ્યો...

એટલામાં ક્લાસનો ટાઇમ થાય છે એટલે બધા પોતપોતાના ક્લાસમાં જાય છે. આજે એન્યુઅલ ફંક્શનની ડેટનું એનાઉન્સમેન્ટ થવાનું છે એટલે
વેદાંશ અને કોલેજના બધાજ સ્ટુડન્ટ્સ હવે એન્યુઅલ ફંક્શનની રાહ જોઇ રહ્યા હતા.

તા.15,16 અને 17 ત્રણ દિવસ કોલેજમાં એન્યુઅલ ફંક્શન છે જેની તૈયારી માટે મીટીંગ રાખવામાં આવી છે તો ક્લાસના ઇલેક્ટેડ સ્ટુડન્ટ્સે સમયસર હાજરી આપવી, તેવી નોટિસ આજે દરેક ક્લાસમાં આવી જાય છે.

વેદાંશ અને તેની આખી ટીમ પ્રોગ્રામ માટે તૈયાર હતા. કોલેજના ઘણાં બધાં ટેલેન્ટેડ સ્ટુડન્ટ્સ તેમાં ભાગ લેવાના છે. બ્રેક ડાન્સ, કોમેડી પ્રોગ્રામ, સીન્ગીન્ગનો પ્રોગ્રામ અને ડ્રામા જેવા અનેક પ્રોગ્રામ સ્ટેજ ઉપર ભજવાતા.

કોલેજના દરેક સ્ટુડન્ટ માટે તે યાદગાર દિવસો બની રહેતા, એટલું બધું એન્જોયમેન્ટ તે ત્રણ દિવસના પ્રોગ્રામમાં થતું.

વેદાંશને ભાગે ડ્રામા પ્લે કરવાનું આવ્યું હતું. એક સુંદર ડ્રામા, ડ્રામાનું નામ હતું 'ઘરની વાત ઘરમાં જ રાખ' જે તેણે જાતે જ તૈયાર કર્યું હતું. તે ડ્રામામાં તેની સાથેના ફીમેઇલ કેરેક્ટરમાં ઘણી બધી છોકરીઓ તેની સાથી કેરેક્ટરનો રોલ પ્લે કરવા માટે તૈયાર હતી પણ તેને પોતાની સાથે સાન્વીને રાખવી હતી. તેથી તેણે ઈશીતાને સાન્વીને સમજાવવા કહ્યું.

ઈશીતાએ સાન્વીને સમજાવી કે, "એકવાર તું રોલ પ્લે કરી જો તને ન ફાવે તો ભાગ ન લઇશ, ઓકે ?"
સાન્વી તેમ કરવા તૈયાર થઇ ગઇ.તેણે વેદાંશ સાથે નાટકનું રિહર્સલ કર્યું તો બધા જ સ્ટુડન્ટ્સ તાળીઓ પાડવા લાગ્યા. પછી તો કમ્પલસરી તેણે પાર્ટ લેવો જ રહ્યો.

એન્યુઅલ ફંક્શનની તૈયારીમાં વેદાંશ અને સાન્વી ખૂબ નજીક આવી ગયા. સાન્વીને ખબર પણ ન પડી અને તે વેદાંશને ચાહવા લાગી.

આ એક ફેમીલી ડ્રામા હતો જેમાં બંને પતિ-પત્નીનો રોલ પ્લે કરી રહ્યા હતા. ત્રણે ત્રણ દિવસનો પ્રોગ્રામ ખૂબજ સરસ રહ્યો. સાન્વીનો પ્રોગ્રામ જોવા માટે તેના મમ્મી-પપ્પા પણ આવ્યા હતા. તે પણ સાન્વીનો પ્રોગ્રામ જોઈ ખૂબ ખુશ થઇ ગયા હતા.

પ્રોગ્રામ પૂરો થયો પછીના દિવસે કોલેજમાં રજા હતી અને તેના પછીના દિવસે સન્ડે હતો એટલે બરાબર બે દિવસ પછી બધા કોલેજમાં ભેગા થયા. બસ એ દિવસે તો આખો દિવસ એન્યુઅલ ફંક્શનની જ વાતો કોલેજમાં ચાલી અને વેદાંશ અને સાન્વીના ડ્રામાને બધાએ ખૂબજ વખાણ્યો તેથી બંને ખૂબ ખુશ હતા.

આજે ઈશીતા કોલેજ આવી ન હતી અને અર્જુનને કંઇ ખાવાની ઇચ્છા ન હતી પણ સાન્વીને ખૂબ ભૂખ લાગી હતી એટલે તે વેદાંશને ક્લાસમાંથી બહાર બોલાવી લાવી અને બંને જણા બ્રેકફાસ્ટ કરવા માટે કોલેજ કેન્ટીનમાં ગયા.

વેદાંશ સાન્વી માટે ગરમાગરમ પૌંઆ અને ચા લઇને તેની સામેની ચેરમાં બેસે છે અને બોલે છે, "લીજીએ મેમ હાજીર હૈ આપકે લીએ ચાય ઔર ગરમાગરમ નાસ્તા"

સાન્વી નાસ્તો કરી રહી છે તો વેદાંશ તેની સામે એકીટશે જોઈ રહ્યો છે. સાન્વી તરત જ બોલી, "તારે નથી ખાવું લેને, કેમ આમ જોયા કરે છે ?"
વેદાંશ: મારે તને એક વાત કહેવી છે ?
સાન્વી: હા બોલ, શું થયું ?
વેદાંશ: આપણે નાટકમાં હસબન્ડ-વાઇફનો બહુ સરસ રોલ પ્લે કર્યો, નહિ ?
સાન્વી: હા, મને પણ બહુ ગમ્યું.
વેદાંશ: હું આખી જિંદગી તારા હસબન્ડનો રોલ પ્લે કરવા માંગું છું.
સાન્વી: ( ખાતા ખાતા અટકી ગઇ, ચાનો કપ ટેબલ ઉપર મૂકી વેદાંશની સામે જોવા લાગી. )
વેદાંશ: ( સાન્વીના હાથ ઉપર પ્રેમથી પોતાનો હાથ મૂકી દીધો અને સાન્વીને પૂછવા લાગ્યો ) રીઅલ લાઈફમાં તું બનીશ મારી વાઈફ ?
સાન્વી: ( વેદાંશની આંખમાં આંખ પરોવે છે અને બોલે છે ) મને પણ તું ખૂબ ગમે છે. આઇ લવ યુ. પણ મને આ સમાજ અને મારા પપ્પાનો ખૂબ ડર લાગે છે.

વેદાંશ અને સાન્વી આગળ શું વાત કરે છે હવે પછીના ભાગમાં....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ

15/9/2021