Ek Pooonamni Raat - 62 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | એક પૂનમની રાત - પ્રકરણ -62

Featured Books
  • The Devil (2025) - Comprehensive Explanation Analysis

     The Devil 11 दिसंबर 2025 को रिलीज़ हुई एक कन्नड़-भाषा की पॉ...

  • बेमिसाल यारी

    बेमिसाल यारी लेखक: विजय शर्मा एरीशब्द संख्या: लगभग १५००१गाँव...

  • दिल का रिश्ता - 2

    (Raj & Anushka)बारिश थम चुकी थी,लेकिन उनके दिलों की कशिश अभी...

  • Shadows Of Love - 15

    माँ ने दोनों को देखा और मुस्कुरा कर कहा—“करन बेटा, सच्ची मोह...

  • उड़ान (1)

    तीस साल की दिव्या, श्वेत साड़ी में लिपटी एक ऐसी लड़की, जिसके क...

Categories
Share

એક પૂનમની રાત - પ્રકરણ -62

એક પૂનમની રાત પ્રકરણ -62

દેવાંશ અનિકેત અંકિત અને વ્યોમા બધા અંકિતાનાં પાપાની ઓફિસના બિલ્ડીંગ પાસે પહોંચી ગયા...અને અનિકેતે કહ્યું અંકિતા તારા પાપની ઓફિસ ક્યાં છે ? આ બિલ્ડીંગ તો ખુબ મોટું છે અને સરસ છે.
અંકિતાએ કહ્યું અહીં આગળ ગાઉન્ડ ફ્લોર પરજ છે ચાલો હું લઇ જઉં. થોડે આગળ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર વિશાળ ઓફિસ હતી ત્યાં કાચનાં મોટા ડોર હતાં. ત્યાં એક સિકયુરિટી ગાર્ડ ઉભો હતો એણે અંકિતા એટલેકે રાધિકાને જોઈને વેલકમ મેમ કહીને દરવાજો ખોલ્યો અને ચારે જણા અંદર ગયાં.
ઓફિસની રિસેપ્સ્નિસ્ટ ઉભી થઇ એણે પણ અંકિતાને વેલકમ કહ્યું અને બોલી તમે ચેમ્બરમાં જાવ તમારીજ રાહ જોવાય છે. અંકિતાએ બધાને કહ્યું ચાલો પાપા રાહજ જુવે છે અને ચારેય જણા અંકિતાનાં પાપની ચેમ્બરમાં પ્રવેશયા.
અંકિતાનાં પાપા મોબાઇલ પર કોઈની સાથે વાતમાં હતાં. અંકિતને જોઈને ફોનમાં કીધું હું તમારી સાથે પછી વાત કરું છું એમ કહી ફોન ટૂંકાવ્યો અને અંકિત પાપા પાસે ગઈ અને એમને વળગી ગઈ. એનાં પાપાએ એનાં કપાળ પર ચુમ્મી ભરીને કહ્યું આવી ગઈ દીકરા?
અંકિતાએ કીધું પાપા આ મારાં ફ્રેન્ડ્ઝ છે. આ વ્યોમા મારી સાથે ઓફિસમાં છે અને મારી ખાસ ફ્રેન્ડ છે. આ દેવાંશ જે ઓફિસમાંજ છે અને આ અનિકેત.. તમને મળવા માંગે છે. પાપા દેવાંશ અને વ્યોમા લગ્ન કરવાનાં છે એમના પેરેન્ટ્સની સંમત્તિ છે. દેવાંશના પાપા પોલીસ કમિશનર છે.
અંકિતાનાં પાપાએ કહ્યું ઓહ ઓકે વેરી ગુડ. અનિકેતે કહ્યું નમસ્તે સર. હું અંકિતાની સાથેજ છું અમારી એકજ ટિમ છે. મારાં પાપા અમરજીતસિંહ ગાયકવાડ સરકારની ઓફિસમાં છે એમનાં ખાસ માણસ છે એમની રિયલ એસ્ટેટ વગેરેનો વહીવટ જુએ છે અને ખાસ વિશ્વાસુ છે અમે મરાઠી છીએ.
અંકિતાનાં પાપાને રસ પડ્યો એમણે કહ્યું તારા પાપાનું નામ ? અનિકેતે કહ્યું પાપાનું નામ ગણપતરાવ શીંદે...અંકિતાનાં પાપાએ કહ્યું આ નામ સાંભળેલું છે. એમનાં વિશે પણ ઘણું સાંભળ્યું છે તેઓ ખુબ ઈમાનદાર છે અને મહારાજાનાં કારણે ઘણા કામમાં .... કઈ નહિ એ બધી પછી વાત તમને લોકોને મળીને આનંદ થયો.
અનિકેતે કહ્યું સર પાપા માહારાજાની બધીજ એસ્ટેટ સંભાળે છે મને પહેલેથીજ આપણી સંસ્કૃતિ ઇમારતો અને વારસામાં ખુબ રસ હતો એટલેજ આ લાઈન અને જોબ લીધી છે. પાપાએ કહ્યું છે પછી મારે એમની ઓફિસજ જોઈન કરી લેવી એમણે એનાં અંગે મહારાજાને પણ વાત કરી છે.

અંકિતાનાં પાપા શાંતિથી વાત સાંભળી રહેલાં એમણે બધાની સામે જોઈને પૂછ્યું છોકરાઓ તમે શું લેશો ? ચા- કોફી - જ્યુસ ? અંકિતાએ કહ્યું પાપા બધા જ્યૂસજ લેશે. પણ પાપા હું આજે ખાસ કારણે ઓફિસ તમને મળવા આવી છું તમને અનિકેતનો ઈન્ટ્રો કરાવવાનો છે.

અનિકેતની થોડી હિંમત ખુલી એણે કહ્યું સર હું અને અંકિતા એકબીજાને ખુબ પસંદ કરીએ છીએ
અને તમારી સંમતિ મળે તો અમે લગ્ન કરવા માંગ્યે છીએ. મેં મારાં ઘરે વાત કરી છે તેઓ સંમત છે આમ અનિકેત બધું એક્કી શ્વાસે બધું બોલી ગયો.

દેવાંશ અને વ્યોમા અનિકેત સામેજ જોઈ રહેલાં અને મનોમન પ્રાર્થના કરી રહેલાં કે અંકિતાનાં પાપા માની જાય તો સારું.
અંકિતાનાં પાપા થોડીવાર ચૂપ રહ્યાં. અંકિતા એમની બાજુમાંજ ઉભી હતી એમણે અંકિતાની સામે જોઈને કહ્યું તમે બધું નક્કી કરીનેજ આવ્યા છો એવું લાગે. અંકિતાએ કહ્યું પાપા ઘરે તમને વાત કરવાની હિંમત નહોતી માં શું કેહ્શે એ વિચારે અટકી હતી.
અંકિતાનાં પાપા થોડીવાર અનિકેત સામે જોઈ રહ્યાં અને બોલ્યાં કઈ નહિ તને મળ્યા પછી મને થોડો સંતોષ છે કે મારી અંકિતાએ ભૂલ નથી કરી પરંતુ મારે તારા પાપને મળવું પછી ફાઇનલ કરીશ. તમને વાંધો નથીને? હું અંકિતાની મમ્મી સાથે પણ વાત કરી લઈશ થોડો સમય આપો.

અંકિતાએ અનિકેત સામે જોયું અનિકેતે કહ્યું વાંધો નહીં સર હું પણ સમજું છું અજાણ્યું ફેમિલી છે તમે પાપને મળો વાત કરો અમારા ઘરે આવવા માટે પણ આમંત્રણ છે. માં ને અને પાપને ગમશે.

અંકિતના પાપાએ કહ્યું એતો આવીશુજ આમ તારું અને અમારું ફેમિલી મરાઠી છે એટલે બીજી ચિંતા નથી અને તે શીંદેજીની વાત કરી એટલે મારાં માટે અજાણ્યા નથી પણ એકવાર મળીને વાત કરીશું પછી આગળ નક્કી કરીએ પર્સનલી મને વાંધો નથી એટલું ચોક્કસ આશ્વાસન આપું છું.

અંકિતા ખુશ થઇ ગઈ અને પાપાને વળગી ગઈ અને બોલી પાપા મને વિશ્વાશ હતો તમે વિરોધ નહીં કરો. અંકિતના પાપાએ જ્યુસ મંગાવેલો એ આવી ગયો એલોકોની જોબ અંગે ચર્ચા કરી અને પછી કીધું તમે એક ટીમમાં છો એટલે થોડી નિશ્ચિંન્તતા આવી છે પણ ન્યૂઝપેપરમાં ઘણા સમાચાર આવે છે તમારું ધ્યાન રાખજો. અને હાં અનિકેત તારાં પાપનો નંબર આપજે હું એમની સાથે વાત કરી લઈશ. અનિકેતે કહ્યું હમણાજ આપું કહીને એણે મોબાઈલ નંબર લખાવ્યો અને પોતાનો નંબર પણ આપી એમનો નંબર લઇ લીધો.
અંકિતાએ કહ્યું પાપા કાલથી ગરબા માટે અમે ચારે સાથે જવાનાં છીએ એણે સાથે સાથે એની પણ પરમિશન લઇ લઉ.
પાપાએ હસતાં હસતાં કહ્યું રાધિકા હવે લગ્ન ની પ્રસ્તાવના કરી લીધી જાઓ ગરબામાં સાથે પણ તમારું ધ્યાન રાખજો. જ્યુસ પીવાય ગયો પછી દેવાંશે કહ્યું થેન્ક યું સર અમારા ચારનું ગ્રુપ છે હવે કાયમ સાથે રહીશું અમે.
અંકિતાનાં પાપાએ કહ્યું સાથે રેહજો ધ્યાન રાખજો અને હું શીંડેસાહેબ જોડે વાત કરીને નક્કી કરીશ. આતો આખું ગ્રુપ એકબીજાની સાથે તાલમેલ કરે એવું છે એનો ફાયદો બધાને થશે એમ કહી ઊંડા વિચારોમાં પડી ગયાં ધંધાધારી મગજ કામે લાગી ગયું.
અંકિતાએ કહ્યું પાપા અમે જઈએ કાલનો પ્લાન તૈયાર કરવાનો છે એમ કહી ફરીથી પાપાને વહાલ કરી થેન્ક્સ કીધું.
દેવાંશ અંકિતાનાં પાપાનાં શબ્દો પર વિચાર કરતો થઇ ગયો પણ એણે મનમાંથી વિચાર કાઢી નાખ્યાં પછી બોલ્યો સર એક ફેમિલી, વ્યોમા અનિકેત અને તમારું ફેમિલી સાથે માળીયે ? આ નવરાત્રિમાં સારા દિવસોમાં ? એકબીજાને મળાય ઓળખતા થાય અને બધી વાતોના ખુલાસા થઈ જાય ?
હું બધાની અનુકૂળતા પ્રમાણે મિટિંગ નક્કી કરું ?
અંકિતાનાં પાપાએ કીધું હાં હાં સારો વિચાર છે હમણાં હું અહીજ છું મને નક્કી કરીને જણાવજો આપણે બધી ફેમિલી ચોક્કસ મળીએ. દેવાંશે થેન્ક્સ કીધું અને બધા ઉઠ્યા. અનિકેત અંકિતા દેવાંશ અને વ્યોમા બધા અંકિતના પાપાને પગે લાગ્યાં. અંકિતાનાં પાપાનાં ચેહરા પર હળવાશ અને આનંદ બધાએ જોયો.
એમની રજા લઈને બધા બહાર નીકળ્યાં.અંકિતાએ અનિકેતને કહ્યું હાંશ મારાં માથેથી કહેવાની ચિંતા ગઈ આજે અચાનક બધું ગોઠવાઈ ગયું હવે દેવાંશના આઈડિયા પ્રમાણે બધાં સાથે મળીશું બહુ સારું સૂચન દેવાંશે કર્યું.
દેવાંશે કહ્યું મેં સમજીને વાત કરી છે ચારે ફેમિલી એક સાથે મળે એમાં બધાં પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. ત્યાં દેવાંશને કંઈક યાદ આવ્યું. અને એણે મોબાઈલથી નંબર લગાવ્યો....

વધુ આવતા અંકે પ્રકરણ -63