The Author Dr. Damyanti H. Bhatt Follow Current Read નારી શક્તિ - પ્રકરણ-11(ઈન્દ્રાણી-3) By Dr. Damyanti H. Bhatt Gujarati Women Focused Share Facebook Twitter Whatsapp Featured Books आहि चली नॉवेल वल्ड मै - 2 हेल्लो फ्रेड्स आप सभी कैसे है मेरा नाम पायल है ओर ये कहानी ए... वनवास: डर का दोहन या एक नई बात ? - फिल्म समीक्षा फिल्म समीक्षा : वनवास: डर का दोहन या एक नई बात ? ___________... लव एंड ट्रेजडी - 15 सब लोग सो रहे थे। खिड़की से आ रही सूरज की रोशनी जब हंशित की... अपराध ही अपराध - भाग 29 अध्याय 29 पिछला सारांश कार्तिका इंडस्ट्रीज के संस्थापक... कुछ पलों का प्यार क्या है ये दो पल का प्यार ??क्या हो सकता है किसी को दो पल मे... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Dr. Damyanti H. Bhatt in Gujarati Women Focused Total Episodes : 31 Share નારી શક્તિ - પ્રકરણ-11(ઈન્દ્રાણી-3) (2) 1.8k 3.9k નારી શક્તિ- પ્રકરણ 11( ઈન્દ્રાણી ભાગ 3)[ હેલ્લો વાચક મિત્રો ! નમસ્કાર , આ એપિસોડમાં નારી શક્તિ પ્રકરણ 11 માં ઈન્દ્રાણી ભાગ -3, હું આપની સમક્ષ સહર્ષ રજુ કરું છું. ઈન્દ્રાણી પ્રાચીનકાળમાં નહીં કે માત્ર કવયિત્રી તરીકેનું સ્થાન પ્રાપ્ત કરે છે પરંતુ એક આદર્શ પત્ની આદર્શ માતા અને આદર્શ સમાજની રચનામાં તેનો મહત્વપૂર્ણ ફાળો છે, જે અહીં તેની કહાની દ્વારા પ્રગટ થાય છે, તેના વ્યક્તિત્વનો નિખાર જોવા મળે છે. સમાજ ઘડતરમાં નારીનું શું યોગદાન છે તે પણ અહીં ચરિતાર્થ થાય છે. તો જરૂરથી વાંચશો અને આપનો પ્રતિભાવ આપશો. આપના સૂચનો આવકાર્ય છે.આપનો તથા માતૃભારતી નો ખૂબ ખૂબ આભાર .....]ઋગ્વેદમાં ઈન્દ્રાણી નું જ એક અન્ય સૂક્ત (10. 86) સમાજ પર પ્રભુત્વ સંપન્ન નારીઓની સ્થિતિ પર પ્રકાશ પાડે છે. જે પોતાની મહત્ત્વાકાંક્ષા અને સર્વાભિભાવથી જ નહિ કેવળ પોતાના પતિ પર એકાધિકાર રાખે છે .પરંતુ સામાજિક વ્યવસ્થાઓની નિયામિકાના રૂપમાં માન્યતા પ્રાપ્ત કરે છે. મરુત સખા ઈન્દ્રાણી એટલે કે ઇન્દ્ર ની પત્ની અનેક સામાજીક વિધાનો ની જનની છે. અહીં મરુત સખા ઈન્દ્રની સખીના રૂપમાં ઈન્દ્રાણીને દર્શાવેલ છે.ઋગ્વેદના દસમાં મંડળમાં સંકલિત 83મુ સૂક્ત ઇન્દ્ર ,ઈન્દ્રાણી અને વૃષાકપિના સંવાદના રૂપમાં આવે છે. આ સૂક્તમાં 2 થી 6 ,9 થી 10 અને 15 16 18 મંત્રની ઋષિ ઈન્દ્રાણી છે. આ સૂક્તમાં ઈન્દ્રાણી પોતાના સૌંદર્ય અને સૌભાગ્યની શ્લાધા એટલે કે પ્રશંસા કરે છે. આ સૂક્ત ઇન્દ્ર, ઈન્દ્રાણી અને સંભવતઃ પુત્રવત્ પાળવામાં આવેલ હરિત રંગના મૃગ સાથેનો સંવાદ વ્યક્ત થયો છે. જેનું નામ છે વૃષાકપિ. વૃષકપિ નામનું હરણ છે.ઈન્દ્રને સંબોધિત કરતા ઈન્દ્રાણી કહે છે કે:-હે ઇન્દ્ર !તમે વ્યગ્રભાવથી વ્યાકુળ થઈ ને વૃષા કપિ ની પાસે જાઓ છો, વૃષાકપિ પ્રત્યેના તમારા અનન્ય પ્રેમ ને કારણે તમે સોમની પણ ઉપેક્ષા કરો છો. સોમપાન માટે અન્યત્ર જતા નથી .આ હંમેશા યાદ રાખો કે બધા દેવોમાં ઇન્દ્ર શ્રેષ્ઠ છે (2)વળી આગળ ઈન્દ્રાણી કહે છે કે આ હરિતવર્ણ વૃષા કપિએ તમારા માટે એવું શું કર્યું છે કે તમને તે પણ યાદ રહેતું નથી કે ઈન્દ્ર બધાથી ઉત્તમ અને શ્રેષ્ઠ છે!! (મંત્ર -3 ) જ્યારે ઇન્દ્ર પર આ વચનો નો કોઈ પ્રભાવ ન પડ્યો ત્યારે ઇન્દ્રાણી ઈર્ષાવશ વૃષાકપિના અનિષ્ટ અને અમંગલ ની કામના કરતા કહે છે કે, હે ઈન્દ્ર!! તમે જે પોતાના પ્રિય પુત્રની રક્ષા કરો છો એના કાનોને વરાહ અભિલાષી કુતરાઓ કાપે. ઇન્દ્ર સર્વશ્રેષ્ઠ છે!! ( મંત્ર 4) અહીં તાત્પર્ય એ છે કે ઈન્દ્રને વૃષા કપિ માટે ઉત્કટ પ્રેમ છે તે પણ ઈન્દ્રાણી થી નથી સાખી શકાતું. મતલબ કે ઇન્દ્ર ઈન્દ્રાણીને છોડીને બીજા કોઈને પણ પ્રેમ કરે તો તે બાબત ઈન્દ્રાણી માટે અસહ્ય બની જાય છે તે વૃષાકપિ ની પણ ઈર્ષા કરે છે.આ સ્ત્રીસહજ સ્વભાવની લાક્ષણિકતા છે.વળી આગળ ઈન્દ્રાણી જણાવે છે કે મારા માટે યજમાનો દ્વારા શુદ્ધ ઘી યુક્ત પ્રિય ભોજનસામગ્રી રાખી હતી ,તેને વૃષાકપિએ દૂષિત કરી દીધી. મનમાં તો થાય છે કે આ દુષ્ટ કર્માનું માથું વાઢી લઉ. હું ક્યારેય પણ એને સુખ દેવાવાળી નહીં બની શકું ,ક્યારેય પણ મારા મનમાં તેના પ્રત્યે સારી ભાવના નહીં ઉપજે. મારા પતિ ઇન્દ્ર સર્વ શ્રેષ્ઠ છે!!પોતાની આત્મપ્રશંસા કરતા ઈન્દ્રાણી કહે છે કે મારાથી વધારે કોઈ સ્ત્રી સૌભાગ્યશાળી નથી, ના,તો, પુત્રો વાળી છે, મારાથી વધારે સુખ કર પતિને સુખ આપવાવાળી પણ બીજી કોઈ સ્ત્રી નથી, મારા પતિ ઇન્દ્ર સર્વશ્રેષ્ઠ છે!!( મંત્ર 6)ઈન્દ્રાણીની ઉપર્યુક્ત રોષપૂર્ણ વાણી સાંભળીને ઇન્દ્ર તેના ક્રોધને શાંત કરવા માટે તેના સૌંદર્યની પ્રશંસા કરતા અનુનય સ્વરમાં કહે છે કે,હે શૂરપત્ની ઈન્દ્રાણી ! તું અમારા વૃષકપિ પર ક્રોધ શા માટે કરે છે ? જેના પિતા ઇન્દ્ર સર્વશ્રેષ્ઠ છે!!જેના ઉત્તરમાં ઈન્દ્રાણી કહે છે કે,આ હિંસક વૃષાકપિ મને પતિ પુત્ર વિહીન સમજે છે ,પરંતુ હું વીરિણી ઇન્દ્ર પત્ની છું, હું મરુત સખા છું, પરાક્રમી મરુતગણ મારા સહાયક અને મિત્ર છે, મારા પતિ ઇન્દ્ર દેવોમાં સર્વોપરી છે.( મંત્ર-9 )આત્મશ્લાધા કરવામાં ઈન્દ્રાણી સ્વયં જ પોતાનો મહિમા અને પોતાના વખાણ કરતાં કહે છે કે,,જ્યારે હોત્ર એટલે કે યજ્ઞ અને સમર એટલે સંગ્રામ થાય છે ત્યારે તે સમયે હું વીરિણી ઇન્દ્ર પત્ની તેમને યજ્ઞો અને યુદ્ધોમાં સાથ આપવા માટે જાઉં છું. હું સત્ નું વિધાન કરવાવાળી ઇન્દ્ર પત્ની સ્તોત્રો વડે પૂજિત છું ,આવી ઈન્દ્રાણીનો પતિ ઇન્દ્ર સર્વશ્રેષ્ઠ છે!!(મંત્ર-10)ઈન્દ્રાણીને પ્રસન્ન કરવા માટે ઇન્દ્ર તેના સૌભાગ્યની પ્રશંસા કરતાં કહે છે કે,,મેં નારીઓમાં ઈન્દ્રાણીને શુભાશુભગા એટલે કે સૌભાગ્ય શાલીની છો ,એમ સાંભળ્યું છે , અને અન્ય પુરુષો ના સમાન ઈન્દ્રાણીનો પતિ વૃદ્ધવસ્થા થી મરે નહીં એવો છે, તું ધન શાલિની ! ! ઉત્તમ પુત્રોવાળી ! ! અને સુંદર પુત્રવધૂઓવાળી છો!!! ઈન્દ્રની સ્તુતિથી ઈન્દ્રાણીનો ભાવ પરિવર્તન થાય છે તે પતિના ચિરંતન પૌરુષ અને સાથની કામના કરતાં કહે છે કે,,હે ઇન્દ્ર તીક્ષ્ણ શિંગડાવાળા વૃષભ ની જેમ રમણ કરતાં ઇન્દ્ર! તમે બધા લોકમાં ભ્રમણ કરી રહ્યા છો તેવી જ રીતે મારી સાથે રમણ કરો, દહીંમંથન શબ્દ તમારા હૃદય માટે કલ્યાણકારી હો!તમારા પ્રેમની અભિલાષિણી એવી હું ઈન્દ્રાણી જે સોમની અભિલાષા કરું છું, તે પણ કલ્યાણકારી હો! મારા પતિ ઇન્દ્ર સર્વોપરી છે!!(મંત્ર-15) હે ઇન્દ્ર ! શક્તિથી સંપન્ન પુરુષ જ ભોગ ભોગવવાને સમર્થ હોય છે, ઇન્દ્ર સર્વશ્રેષ્ઠ છે!! (મંત્ર 16)બીજાનું ધન ચોરી લેવા વાળા ચોર સમાન આ વૃષાકપિનો નાશ થાઓ, આ વધસ્થાન ચરૂ અને લાકડાને પ્રાપ્ત કરે, મારા પતિ ઇન્દ્ર સર્વશ્રેષ્ઠ છે!! (મંત્ર-18)પોતાના પતિની શ્રેષ્ઠતાના અભિમાનથી ભરેલી ઈન્દ્રાણીના આ મંત્રો ને શૌનકે આત્મશ્લાધા ના ઉદાહરણ રૂપ માં પ્રસ્તુત કર્યા છે, નારીના અનેક રૂપોમાં આ પણ એક રૂપ છે. જોકે આ શબ્દમાં વૃષાકપિ પ્રત્યે આસુરી ભાવ મુખ્ય છે છતાં પણ અન્ય અનેક સામાજિક સાંસ્કૃતિક સંદર્ભો ની દ્રષ્ટિથી આ સંવાદ મહત્વપૂર્ણ છે વૃષાકપિ ઈન્દ્રાણીનું સપત્નીક સંતાન છે.( આવું ઉદાહર રામાયણમાં પણ મળે છે, યુદ્ધમાં પતિનો સાથ દેવા માટેનું સૌભાગ્ય વીર પત્નીઓને જ પ્રાપ્ત થાય છે, પહેલાના યુગમાં આ સૌભાગ્ય કૈકેયી ને પ્રાપ્ત થયું હતું. કૈકેયી દેવાસુર સંગ્રામમાં મહા રાજા દશરથ ની સાથે હતી. તેણે પોતાના સાહસ અને સેવાથી મરણાસન્ન પતિની પ્રાણ રક્ષા કરી બે વરદાન મેળવ્યા હતા. જેનો ઉપયોગ તેણે પોતાની સપત્ની ના પુત્ર રામને વનમાં મોકલવા માટે કર્યો હતો. આ વાત રામાયણના અયોધ્યા કાંડમાં ૧૧, ૧૮ અને ૧૯ માં આવે છે.ઈન્દ્રાણીના મનમાં પણ ઇન્દ્ર પુત્ર વૃષાકપિ પ્રત્યે ઈર્ષા અને અસહિષ્ણુતાની ભાવના છે. ઈન્દ્રાણી અને કૈકેયી ના ચરિત્રમાં અદ્ભુત સમન્વય જોવા મળે છે. [ © & By DR.BHATT DAMYANTI H. ] ‹ Previous Chapterનારી શક્તિ - પ્રકરણ-10, (શચી પૌલોમી- ઈન્દ્રાણી ભાગ-2) › Next Chapter નારી શક્તિ - પ્રકરણ-12 (વિશ્વવારા- આત્રેયી) Download Our App