Krupa - 27 in Gujarati Moral Stories by Arti Geriya books and stories PDF | કૃપા - 27

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

કૃપા - 27

(કૃપા અને ગનીભાઈ ની સગાઈ અમુક જ મહેમાનો ની ના વર્તન થી ખૂબ જ પરેશાન હતો.પણ બધા ની હાજરી માં કૃપા સાથે વાત કરવી શક્ય નહતી.સગાઈ ને અંતે બધા ત્યાંથી ચાલ્યા ગયા.રહ્યા તો ફક્ત કૃપા અને ગનીભાઈ હવે આગળ...)

હવે ફાર્મહાઉસ પર ફક્ત કૃપા અને ગનીભાઈ જ હતા.
કૃપા તેના રૂમ ની બારી માં ઉભી હતી.ગનીભાઈ બધા ને વિદાય આપી તે રૂમ માં આવ્યા.અને કૃપા ને જોતા જ રહ્યા.કૃપા ના ચેહરા પર એક જાત ની ખુમારી દેખાતી હતી. તેને કૃપા ને પોતાની પાસે બોલાવી અને બેસાડી.કૃપા તેમની નજીક તેમના પગ પાસે જ બેઠી.ગનીભાઈ તો તેના પર ઓળઘોળ થઈ ગયો.

"એકવાત કહેશો?"આજે ફરી કૃપા એ જ શરૂઆત કરી.

"તમે પૂછો ને હું જવાબ ના આપું? બોલો શુ જાણવું છે.મારા વિશે!"ગનીભાઈ એ કહ્યું.

"આ બધા માણસો જે અહીં ચોકી કરતા હતા એ અત્યારે ક્યાં જશે?ક્યાં રહેશે?"કૃપા એ પૂછ્યું

"એ બધા આજ તો મોજ કરશે મોજ"એમ કહી ગનીભાઈ જોરથી હસ્યાં.

કૃપા એ પ્રશ્નાર્થ નજરે તેમની સામે જોયું.એટલે તેને કહ્યું
"તને તો ખબર જ છે કે મારું કામ શુ છે,તો બધા માટે આજે વ્યવસ્થા કરી રાખી છે.ભલે આનંદ કરે."અને ગનીભાઈ ફરી હસ્યા.

કૃપા ને એ હાસ્ય ના ગમ્યું તેના ચેહરા ના ભાવ પરથી એ સ્પષ્ટ વર્તાય આવતું હતું.એટલે ગનીભાઈ બોલ્યા.

" જો કૃપા આમ તો મારા કુટુંબ માં કોઈ જ નથી. નાનપણથી અનાથ જ છું.છતાં આ જે મારા માણસો છે,એ જ મારો પરિવાર છે.અને હવે તું".ગનીભાઈ અટક્યા,અને કૃપા ના ચહેરા સામે જોવા લાગ્યા.કૃપા ખરેખર ખૂબ સુંદર લાગતી હતી,અને તેનો ચહેરો જાણે કોઈ રાજવી પરિવાર માંથી આવતું હોય તેવો લાગતો હતો.

એમને અટકેલા જોઈ કૃપા એ આંખ ના ઇશારાથી આગળ વધવાનું કહ્યું.અને ગનીભાઈ જાણે પાંછા ભાન મા આવ્યા હોય તેમ આગળ બોલવાનું ચાલુ કર્યું.

"હવે મારો સાચો પરિવાર તું જ !હું તને આ દુનિયા નું બધું સુખ આપવા માગું છું.તું જે માગે તે હાજર કરી દવ,તું જ્યાં કે ત્યાં ફરવા લઈ જાવ."..

"તો શું હું કહું તો તમે આ કામ મૂકી દેશો"?કૃપા વચ્ચે જ બોલી ઉઠી

ગનીભાઈ ના હાવભાવ જરા બદલાયા તો પણ પોતાને સાંભળી ને બોલ્યા."જો કૃપા દરેકે કોઈ ને કોઈ કામ તો કરવાનું જ રહેશે.એટલે મારા કામ બાબતે તું ના બોલે તો સારું.

"હા પણ કાલે સવારે તમારા આ કામ ને લઈ ને મને કોઈ નુકસાન થયું તો?"કૃપા એ સામે પૂછ્યું.

"હું કોઈ ગુંડો નથી.ફક્ત લોકો ની જરૂરિયાત મુજબ તેમની ઈચ્છા સંતોષવા માટે છોકરીઓ મોકલું છું.અને એ પણ જે પોતાની મરજી થી જાવા ઈચ્છે એ જ.બાકી કોઈ નહિ."ગનીભાઈ હળાહળ જૂઠું બોલ્યો.

"જો કોઈ તમારી બહેન કે દીકરી સાથે આવું વર્તન કરે તો?કે મને કોઈ ઉપાડી ને આવું કામ કરાવે તો?"કૃપા એ વેધક નજરે પ્રશ્ન પૂછ્યો.

"તારી સામે નજર બગાડનાર ની હું આંખો ફોડી નાખું. એના હાથ ભાંગી નાખું જે તને અડે."ગનીભાઈ આવેશ માં બોલી ઉઠ્યો.પછી કૃપા ને જરા જોરદાર અવાજ માં કહ્યું
"બસ આજ પછી આ વાત આપડી વચ્ચે ક્યારેય પણ નહીં થાય."આમ કહી તે રસોડા માંથી એક બોટલ લેવા ચાલ્યો ગયો.

કૃપા ફરી બારી બહાર જોતી રહી.તેને એ નહતું સમજાતું કે તે પોતાના નસીબ પર રોવે કે હસે!!તેને ફરી સવાર ની ઓલી ચકલી યાદ આવી.અને તેને મનોમન કંઈક નિર્ણય કર્યો.ત્યાંજ ગનીભાઈ એક શરાબની બોટલ લઈને આવ્યો.
સાથે બે ગ્લાસ લાવ્યો,અને કૃપા ને પીવા માટે આગ્રહ કર્યો.
કૃપા એ પહેલાં થોડી આનાકાની કરી,પણ પછી પોતે ગ્લાસ લઈ ને ગનીભાઈની નજર ચૂકવી તે બહાર ઢોળી દીધો.

આ તરફ કાનો કૃપા ની ચિંતા માં હતો.ગનીભાઈ ના આદેશ મુજબ તેને પણ એ રાતે ફાર્મહાઉસ થી દુર રહેવાનું હતું.એમ તો ગનીભાઈ એ એને પણ પોતાની કોઈ છોકરી સાથે રાત ગાળવાની ઓફર કરી હતી.પણ કાના એ તે નકારી કાઢી હતી.કેમ કે કાના ને તો કોઈ બીજા ની જ રાહ હતી...

(કૃપા ગનીભાઈ ને ઉમિ વિશે સાચું કહી દેશે?અને ગનીભાઈ એ સાંભળ્યા પછી કૃપા ને માફ કરશે ખરા!કાનો કોની રાહ મા છે?જાણવા માટે વાંચતા રહો...)

આરતી ગેરીયા...


કૃપા ને આટલો પ્રેમ આપવા બદલ આપ સહુ નો ખુબ ખુબ આભર અને સાથે જ મારી નવી કૃતિ અંશ ને વાંચી ને આપના પ્રતિભાવ આપશો..