kaliyug ni stri - part 2 in Gujarati Detective stories by Om Guru books and stories PDF | કળિયુગની સ્ત્રી - ભાગ 2

The Author
Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

કળિયુગની સ્ત્રી - ભાગ 2






કળિયુગની સ્ત્રી

ભાગ-2

ગહેરી ચાલ


દીનુના મુખ ઉપર ચિંતાના વાદળો ઘેરાયેલા હતાં. દીનુએ ગાડીની સ્પીડ વધારી. એ ફેક્ટરી પહોંચવા માટે ઉતાવળો થયો હતો. કારણકે ફેક્ટરી જલ્દી પહોંચીને આવેલી મુસીબતથી અદિતીને માહિતગાર કરવા એ તત્પર થઇ ગયો હતો.

ફેક્ટરીના ગેટમાં પ્રવેશ કરતાં જ ગાડી તરત સિક્યોરીટીને આપી એ અદિતીની કેબીન તરફ લગભગ દોડી રહ્યો હતો. હાંફતો હાંફતો જ્યારે દીનુ અદિતીની કેબીનમાં દાખલ થયો ત્યારે અદિતી ફોન ઉપર વાત કરી રહી હતી.

ફોન ઉપર અદિતીની વાત પાંચ મિનિટ સુધી ચાલી હશે પણ એ પાંચ મિનિટ દીનુ માટે પાંચ જનમ જેવી પસાર થઇ ગઇ હતી. અદિતીએ મોબાઇલ બાજુમાં મુકી અને દીનુ તરફ જોયું હતું.

પરસેવે રેબઝેબ થયેલો દીનુ પરસેવો લૂછી રહ્યો હતો.

"દીનુ, તું આટલો બધો ટેન્શનમાં કેમ દેખાય છે? કંઇ થયું?" અદિતીએ દીનુને પૂછ્યું હતું.

"આપણા માટે ચારે દિશામાંથી મુસીબતો એક સાથે આવી છે. પહેલી મુસીબત, J.K. મોરેશીયસથી પાછો કુન્નુર આવી ગયો છે. બીજી મુસીબત, સૂર્યવીરસિંહની જગ્યાએ નીના ગુપ્તા નામની પોલીસ અધિકારીએ ચાર્જ સંભાળ્યો છે. મેં જ્યારે નીના ગુપ્તા વિશે તપાસ કરાવી ત્યારે મને ખબર પડી કે એ ખૂબ જ સખત અને ઇમાનદાર પોલીસ અધિકારી છે અને ડ્રગ્સની એ ખૂબ વિરોધી છે તેમજ એન્કાઉન્ટર સ્પેશ્યાલીસ્ટ તરીકે કુખ્યાત છે. હવે ત્રીજી મુસીબત, રશિયન ડ્રગ્સ માફીયા રઝોસ્કી સાથે આપણી ચાર દિવસ પછી મીટીંગ છે. જે મીટીંગ કોઇપણ સંજોગોમાં કેન્સલ થઇ શકે નહિ અને મુસીબત નંબર ચાર, તમે આપણી બસો એકર સિવાય બીજી બસો એકર જમીન અફીમની ખેતી માટે જે ભાડે રાખી હતી એમાં પણ અફીમનો પાક આવવાની શરૂઆત થઇ ગઇ છે. આ અફીમ આપણે રઝોસ્કી સાથે સોદો નક્કી થાય તો એને આપવાનું હતું પરંતુ કુન્નુરમાં J.K.ની હાજરી અને નીના ગુપ્તા જેવી પોલીસ અધિકારીના કારણે હવે આ બધું કઇ રીતે પાર પડશે એ ચિંતા મને કોરી ખાય છે." ફરીવાર પરસેવો લૂછતાં લૂછતાં દીનુ બોલ્યો હતો.

એ.સી.ના કારણે ખૂબ ઠંડા થયેલા રૂમમાં પણ દીનુને પરસેવો વળેલો જોઇ અદિતી થોડીવાર માટે વિચારમાં પડી ગઇ હતી.

"મેડમ, તમે કંઇક તો બોલો. મારી વાત સાંભળ્યા પછી પણ તમે પંદર મિનિટથી ચૂપ બેઠાં છો. આમાંથી બહાર નીકળવાનો કોઇ રસ્તો વિચારો." દીનુને અદિતીની ચૂપકીદી ખટકી રહી હતી.

"આપણે જે ધંધો કરી રહ્યા છીએ એ વાઘની સવારી છે. માટે નીચે ઉતરીશું તો વાઘ ખાઇ જશે. આપણે વાઘ ઉપર બેસીને દોડ્યા જ કરવું પડશે. જો ડરી જઇશું તો ચોક્કસ મરી જઇશું અને આપણને મારશે તારા મોઢા પર છવાયેલો આ ભયંકર ડર, માટે તું ડરવાનું બંધ કરી દે અને ચૂપચાપ મારી વાતને ધ્યાનથી સાંભળી લે." અદિતીએ દીનુને શિખામણ અને આદેશ બંન્ને એકસાથે આપ્યા હતાં.

અદિતી પોતાની ચેરમાંથી ઊભી થઇ અને રૂમમાં આંટા મારવા લાગી હતી.

"હવે તે કીધેલ દરેક મુસીબતોનો રસ્તો તું સાંભળ. સૌપ્રથમ તું J.K. સાથે મારી મીટીંગ નક્કી કર અને તું એનો માણસ છે એની મને ખબર પડી ગઇ છે એ વાત J.K.ને ખબર પડવી જોઇએ નહિ. આપણે એક પછી એક મુસીબતોનો રસ્તો કરીએ માટે J.K.ને ફોન કરી આજનો જ મળવાનો સમય લઇ લેજે." અદિતીએ દીનુને કહ્યું હતું.

દીનુ હજુ વિચારમાં પડેલો હતો. અદિતીની વાત સાંભળી મનમાં વિચારી રહ્યો હતો કે આ સ્ત્રી ક્યાં ખૂબ હોંશિયાર છે ક્યાં તો ખૂબ જ મૂર્ખ છે.

"મેડમ, કુહાડી હજી પગ ઉપર પડી નથી પણ તમે તો સામે ચાલીને કુહાડી પર પગ મારવા જવાની વાત કરો છો. આમાં તમારો પ્લાન શું છે એ મને સમજાતું નથી." દીનુએ માથું ખંજવાળતા કહ્યું હતું.

"કુહાડી પર પગ જાતે મારીએ તો પગમાં કેટલું વાગવા દેવું છે એ આપણે નક્કી કરી શકીએ. પણ અચાનક કુહાડી પગ પર પડે તો આખો પગ કપાઇ જાય તોય ખબર પડે નહિ. માટે તારામાં જે નથી એ બુદ્ધિ દોડાવવાનું બંધ કર અને મેં કીધેલું કામ શરૂ કર." અદિતીના હુકમભર્યા શબ્દો સાંભળી દીનુ કેબીનમાંથી બહાર નીકળી ગયો હતો.

દીનુએ અદિતીની સૂચના પ્રમાણે રહીમ જોડે વાત કરી અને અદિતી અને J.K.ની મીટીંગ સાંજના ચાર વાગે નક્કી કરી નાંખી હતી.

બરાબર સાડા ત્રણ વાગે અદિતીની મર્સીડીઝમાં બેસી દીનુ અને અદિતી J.K.ના મકાન તરફ જઇ રહ્યા હતાં. લગભગ અડધો કલાક પછી અદિતીની ગાડી J.K.ના ગેટની અંદર ઊભી હતી.

મકાનમાં દાખલ થયા ત્યારે J.K. અને રહીમ અદિતીની રાહ જોઇ રહ્યા હતાં. અદિતી J.K.ને કેમ મળવા માંગે છે એ રહીમ અને J.K. બંન્નેને સમજાતું ન હતું. અદિતી સાથે હાથ મીલાવીને J.K. અકલ્પ્ય ઘટના થઇ રહી છે એવું એના મનમાં વિચારી રહ્યો હતો.

"અદિતી, તમે શું કરવા મને મળવા માંગો છો એ મને ખબર નથી પરંતુ આપણી વાતચીત ચાલુ થાય એ પહેલા હું આપને એક વાત સ્પષ્ટ કરી દેવા માંગુ છું કે આપના પતિ કુણાલની સાથે મારે ઘણાં બધાં મતભેદો હતાં પરંતુ મેં એનું ખૂન કરાવ્યું નથી. મેં જો ખૂન કરાવ્યું હોત તો એ સ્વીકારવાની મારામાં હિંમત પણ છે." J.K.એ મોઢામાં મુકેલી ચીરૂટ સળગાવતા અદિતીને કહ્યું હતું.

J.K.ની વાત સાંભળી અદિતી અને દીનુએ એકબીજાની સામે જોયું હતું. ત્યારબાદ અદિતીએ J.K. સામે જોઇ કહ્યું હતું.

"મી. J.K., હું તમારી વાત માનું કે ના માનું પરંતુ બંન્ને સંજોગોમાં મારો પતિ કુણાલ હવે પાછો આવવાનો નથી. આજે હું તમારી સાથે તમારી અને કુણાલ વચ્ચે ચાલતો અફીમનો ધંધો ફરીથી શરૂ કરવા માટેની પ્રપોઝલ લઇને આવી છું. જો તમે સાથે ધંધો કરવા માંગતા હોય તો આપણે આગળ વાત કરીએ." અદિતીએ J.K.ની આંખમાં આંખ નાંખીને કહ્યું હતું.

"ડ્રગ્સનો ધંધો હું ના કરવા માંગુ એવું બની શકે ખરું? ધંધો ફરીથી ચાલુ થાય તો મને અને તમને બંન્નેને ફાયદો થાય. પણ પહેલા કુણાલ જોડે મારી જે શરતો હતી એ જ શરતો તમને પણ કહું છું કે દવા કંપનીને તમે સપ્લાય કરો છો એ સિવાયનો બધો જ માલ તમારે મને આપી દેવાનો રહેશે. મારી વાત મંજૂર છે ખરી?" J.K.એ પોતાનું પ્રપોઝલ આપતા કહ્યું હતું.

"પહેલા કરતા અમારી પાસે ચાર ગણું ઉત્પાદન થઇ ગયું છે. એ બધો જ માલ જો તમારી તૈયારી હોય તો તમે મારી પાસેથી ખરીદી શકો છો. પણ માલના પૈસા તમારે મને એડવાન્સ આપવા પડશે. કુણાલને તમે ત્રણ મહિને પૈસા આપતા હતાં જ્યારે મારી જોડે ધંધો કરવો હોય તો બધાં જ રૂપિયા એડવાન્સ આપવા પડશે અને મારી બીજી શરત છે કે ગોડાઉનમાંથી માલ બહાર નીકળ્યા પછી માલની સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે. માલ પોલીસ પકડે કે બીજા ડ્રગ્સ માફીયા ચોરી લે એ બધી જ જવાબદારી તમારા માથે રહેશે. બોલો મંજૂર છે?" અદિતીએ J.K.ને પોતાની શરત કહી હતી.

અદિતીની વાત સાંભળી J.K. ખડખડાટ હસવા લાગ્યો હતો.

"તમારી વાત હું શું કરવા માનું? તમારે મારી સાથે ધંધો કરવાની ગરજ છે. તો તમારે મારી શરત સ્વીકારવાની હોય. હું તમારી શરત કેમ સ્વીકારું એનું કારણ મને આપશો?" J.K.એ હસતાં હસતાં અદિતીને પૂછ્યું હતું.

"હું તમારી મુલાકાત રશિયન ડ્રગ્સ માફીયા રઝોસ્કી સાથે કરાવી દઉં અને રઝોસ્કીને સંપૂર્ણ માલ તમે સપ્લાય કરો તો તમને મારી શરત મંજૂર છે?" અદિતીએ હુકમનું પત્તું ફેંક્યું હતું.

ડ્રગ્સ માફીયા રઝોસ્કીનું નામ સાંભળી J.K. ખુરશી ઉપરથી ઊભો થઇ ગયો હતો. રઝોસ્કી ડ્રગ્સની દુનિયામાં રાજાનું સ્થાન ધરાવતો હતો. ડ્રગ્સના ધંધાનો દરેક ખેલાડી રઝોસ્કી સાથે બેસવાના સપના જોતો હતો. એમાંનો એક J.K. પણ હતો. છેલ્લાં ત્રણ વરસથી J.K. રઝોસ્કીને મળવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો પરંતુ મોટા મોટા કોન્ટેક્ટ લગાડવા છતાં રઝોસ્કીને મળવામાં સફળતા મળી ન હતી અને આજે ડ્રગ્સની દુનિયામાં હજી એ.બી.સી.ડી. શીખી રહેલી છોકરી એને આ ધંધાના રાજા જોડે મીટીંગ કરાવવાની વાત કરતી હતી.

દીનુ તો અદિતી અને J.K. વચ્ચે ચાલતા સંવાદો સાંભળીને જ આભો બની ગયો હતો. રઝોસ્કી જેવો હુકમનો એક્કો અદિતી J.K.ને કેમ આપી રહી છે? એ દીનુને જરાય સમજાયું ન હતું. દીનુને લાગવા માંડ્યું હતું કે આ સ્ત્રી ચોક્કસ મૂર્ખ છે.

"જો અદિતી, ધંધાની બાબતમાં મજાક ના કરવાની હોય. તું હજી આ ધંધામાં નવી છે. અફીમની બધી જ જાતો વિશે પણ તને પૂરી માહિતી નથી અને રઝોસ્કી જેવા બાદશાહની તું મારી જોડે મીટીંગ કરાવીશ? મને આ પ્રકારની મજાક ધંધામાં જરાપણ પસંદ નથી." પોતાની જાતને સંભાળી J.K.એ ખુરશી પર બેસી અદિતીને કહ્યું હતું.

"મી. J.K. ધંધાની બાબતમાં મજાક તો મને પણ પસંદ નથી. ચાર દિવસ પછી રઝોસ્કીની દીકરી ઇવાના રઝોસ્કી જોડે મારે મીટીંગ છે. એમાં હું તમને મારા પાર્ટનર તરીકે ઓળખાણ કરાવીશ અને તમે એની જોડે હું મારો માલ તમારા દ્વારા જ રઝોસ્કીને આપીશ એવી ચોખવટ કરી દઇશ. પછી તમે જાણો અને રઝોસ્કી જાણે. મારું કામ માલ ઉત્પાદન કરવાનું અને તમારું કામ માલ વેચવાનું. જો મંજૂર હોય તો મેં કીધેલી બંન્ને શરતો એક એડવાન્સ રૂપિયા અને બીજી ગોડાઉનમાંથી માલ નીકળે પછી જવાબદારી તમારી. મંજૂર હોય તો હા બોલો." અદિતીએ ઊભા થતાં કહ્યું હતું.

"ઇવાના રઝોસ્કી સાથે મારી મુલાકાત જો તમે કરાવી દો તો મને તમારો સોદો મંજૂર છે." J.K.એ અદિતી સામે હાથ લંબાવતા કહ્યું હતું.

અદિતીએ પણ હાથ મીલાવી અને પછી J.K.ના મકાનમાંથી બહાર નીકળી ગઇ હતી.

દીનુ ડ્રાઇવર સીટ પર બેઠો અને અદિતી એની બરાબર બાજુમાં બેઠી હતી.

અદિતી દીનુના મોઢા પર બદલાઇ રહેલા ભાવોને વાંચી રહી હતી અને મનોમન હસી રહી હતી.

દીનુના મનમાં સવાલોનો ઝંઝાવાત ઊભો થયો હતો. પોતાના મનમાં ઊભા થયેલા સવાલોના જવાબ જાણવા એણે અદિતીને પૂછ્યું હતું.

"મેડમ, રઝોસ્કી જેવો ડ્રગ્સ માફીયા તમે થાળીમાં પીરસીને J.K.ને આપી દીધો અને આપણા બધાં માલનો સપ્લાયર પણ એને બનાવી દીધો. તમારો આ પ્લાન મને સમજાયો નહિ." દીનુએ કહ્યું હતું.

"દીનુ, મારો પ્લાન સમજવા માટે મગજ બંન્ને સાઇડ બરાબર ચાલવું જોઇએ. મારી આ ખૂબ ગહેરી ચાલ છે." આટલું બોલી અદિતી એને પોતાનો પ્લાન સમજાવવા માંડી હતી.


(ક્રમશઃ....)

- ૐ ગુરુ