TALASH - 31 in Gujarati Detective stories by Bhayani Alkesh books and stories PDF | તલાશ - 31

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

તલાશ - 31

ભોજન પૂરું થયા પછી.બધા ટેરેસમાં ગયા. એક ખૂણામાં જીતુભા મોહિની અને સોનલ ઉભા હતા. તો એમનાથી લગભગ 10 કદમ દૂર સુરેન્દ્રસિંહ પ્રદીપભાઈ અને હેમા બહેન ઉભા હતા. મોહિનીએ જીતુભાને પૂછ્યું "તો તું સવારે જેસલમેર જઈશું કા?"
"હા લગભગ 7-8 દિવસ માટે."
"જીતુ મારું એક કામ કરીશ?" કહીને મોહિનીએ પ્રદીપભાઈ અને ત્રિલોક ચંદ્રની વાત થઇ હતી એ ટૂંકમાં કહી અને પછી કહ્યું. પપ્પા આ શની-રવીમાં ત્યાં જવાનું કહે છે. પણ મને અંદરથી ડર લાગે છે કે એ લોકો કંઈક ગરબડ કરશે. એ લોકો પેઢીઓથી ત્યાં રહે છે. કરોડોપતિ અને માથાભારે છે. અમારું ગામ 'ગોમત' પોખરણ ની બાજુમાં છે. જેસલમેરથી લગભગ 100 કિલોમીટર દૂર"
"તો પરણી જા એને. કરોડો પતિ છે તો. હું તો હજી ગઈકાલથી 40000ની નોકરીએ લાગ્યો છું.
"જીતુ એમ વ્યંગ વાક્યો ન બોલ મારે એને પરણવું હોત તો તને આ કઈ કહ્યું જ ન હોત. હું ઈચ્છું છું કે તું શનિવારે મોડી રાત સુધીમાં કોઈ બહાને મારા ગામમાં આવી જા.
"એ તો ઠીક છે. હું ત્યાં આવીશ પણ પછી મારે શું કરવાનું છે? બારતીઓનું સ્વાગત?"
"જીતુડા માર ખાઈશ હો બિચારી મોહિની સિરિયસ પ્રશ્ન પૂછે છે અને તને મજાક સૂઝે છે." સોનલે ગુસ્સાથી કહ્યું. "અને બીજી વાત જે હું તને સવારથી કહેવાની કોશિશ કરું છું. પ્લીઝ 'ફ્લોદી' ગામ જઈ ત્યાંના રાજકુમાર વિશે તપાસ કર, હું એના એટલા જ પ્રેમમાં છું જેટલી આ મોહિની તારા"
"તું રાજસ્થાનના 'ફ્લોદી ગામની વાત કરે છે?"
"હા ત્યાંના રાજકુમાર, સરલાબેનના માનેલા ભાઈ. જેના બંગલામાં અમે 2 દિવસ પહેલા રાત્રે રોકાયા હતા.જેનો બિઝનેસ દુનિયાભરમાં ફેલાયેલા છે. "
"સોનકી તને ખાત્રી છે કે એ ફ્લોદી ગામનો રાજકુમાર જ હતો?' જીતુભાનો અવાજ હવે ઊંચો થતો જતો હતો. થોડે દૂર ઉભેલા વડીલોનું ધ્યાન પણ એમના તરફ ખેંચાયું.
"હા એમણે તો આમ જ કહ્યું હતું. અને ઈનફેક્ટ હું આજે બપોરે એ ડ્રાઈવરને પણ મળી જે સરલાબેનને મુકવા એરપોર્ટ ગયો હતો. આપણા ઘરના સિગ્નલ પર મેં એને જોયો અને જબરદસ્તી ઉભો રાખ્યો અને એના ગામ વિશે પૂછીને કન્ફર્મ કર્યું.એ ફલોદીના રાજકુમાર જ છે.'
"એ કોઈ રાજકુમાર નથી ફ્રોડ છે, હલકટ" ગુસ્સાથી ત્રાડ પાડતા જીતુભા બોલ્યો વડીલો એમની પાસે ધસી આવ્યા. અને પૂછ્યું શું મામલો છે. મોહિનીએ એમને ટૂંકમાં સમજાવ્યું કે સોનલને કોઈ રાજકુમાર ગમે છે જે રાજસ્થાનના ફલોદી ગામનો છે અને આ સાંભળીને જીતુ ઉશ્કેરાઈ ગયો.
"પણ જીતુભા, જો છોકરો યોગ્ય હોય તો શું વાંધો છે?” પ્રદીપ ભાઈ એ પૂછ્યું.
"વાંધો છોકરાનો નથી. એ ગમે એવો હોત તો પણ હું મામાને ને માને સમજાવત. સોનલની ખુશી એજ મારી ખુશી પણ.."
"પણ કોની વાત કરે છે સોનલ જેના કારણે તું ઉશ્કેરાઈ ગયો." સુરેન્દ્રસિંહે સોનલ કોઈના પ્રેમમાં છે એ આઘાત પચાવતા પૂછ્યું.
"છે કોઈ બહુરૂપિયો ફ્રોડ કે જે એક રાજકુમારનું રૂપ લઈને સોનલ ને મળ્યો છે. પણ એણે એક ભૂલ કરી"
"જીતુ પૃથ્વીજી વિશે કંઈ આડુંઅવળું ન બોલ એ કેવી રીતે ફ્રોડ હોઈ શકે. એ બિઝનેસમેન છે. ફલોદીના રાજકુમાર છે." સોનલ હવે ઉશ્કેરાઈ હતી.
"ફલોદીનો રાજકુમાર" સહેજ ભારે કંઠે જીતુભા બોલતો હતો."ફ્લોદીનો રાજકુમાર આજથી લગભગ સાડા ચાર વર્ષ પહેલા જ ગુજરી ગયો છે. અને એ એના માં-બાપનું એક જ સંતાન હતો. મિલિટરીમાં અમે બંને એક જ યુનિટમાં હતા.એક કમાન્ડો ઓપરેશન વખતે હું ઘાયલ થયો અને મને જબરદસ્ત અમારા હેડ ક્વાર્ટર માં લઇ જવામાં આવ્યો એ ઓપરેશનમાં આપણા 3 જવાનો શહીદ થયા હતા.એમાં એક મારો મિલિટરીનો ખાસ મિત્ર અને ફ્લોદીનો રાજકુમાર હતો." વાત પૂરી કરતા જીતુભાથી ડૂસકું મુકાઈ ગયું. વાતાવરણ એકદમ ભારેખમ થઇ ગયું હતું. આજે કેમ અચાનક એની યાદ વારંવાર આવતી હતી. બપોરે મામા સાથે સોનલ ના લગ્ન વિશે વાત કરતા હતા ત્યારે પણ મામાએ એનો ઉલ્લેખ કર્યો હતો.એક્ચ્યુલીમાં લગભગ 5 વર્ષ પહેલા મિલિટરી માંથી રજા પર આવેલ જીતુભાએ એ વખતે સુરેંન્દ્રસિંહને કહેલું કે એનો એક મિત્ર છે. મિલિટરીમાં અને ખાનદાની લોકો છે. સોનલ માટે ભવિષ્યમાં એ છોકરો ધ્યાનમાં રાખવા જેવો છે. સોનલની ઉંમર એ વખતે સોળ વર્ષની હતી. એટલે 3-4 વર્ષ સુધી તો એ વાત કરવાની કોઈ મતલબ ન હતો. પણ આડકતરી રીતે એનું મન જાણવા જીતુભા જ્યારે ડ્યુટી પર પાછો ફર્યો ત્યારે કેટલાક ફેમિલી ફોટો પણ લઈ ગયો હતો. જેમાં જીતુભા એની માં ઉપરાંત સોનલ સુરેન્દ્રસિંહ પણ હતા.એક 2 ફોટા એકલી સોનલના હતા. જીતુભા એ માત્ર એને જ આ બધા ફોટા બતાવ્યા હતા.અને જીતુભાની ધારણા મુજબ જ એક અઠવાડિયા પછી એમાંથી સોનલનો એક ફોટો ચોરાઈ ગયો હતો. (એટલેજ પૃથ્વીએ સોનલને પોતાના કલ્યાણના બંગલે 'રૂ-બ-રૂ' પહેલીવાર જોઈ હતી અને એ લગભગ સ્ટેચ્યુ થઈ ગયો હતો.) વાતાવરણમાં ખામોશી ફરી વળી હતી. કોઈ કઈ બોલી શકે એમ ન હતું. જીતુભા ટેરેસના એક ખૂણે જઈને સ્વસ્થ થવાનો પ્રયાસ કરવા માંડ્યો સોનલના ડુસકા ચાલુ હતા. મોહિનીની આંખો ભરાઈ આવી હતી. આખરે સુરેન્દ્રસિંહ મૌન તોડતા કહ્યું. "જીતુ, જે થવાનું હતું એ થયું. મેં બપોરે જ એનો ઉલ્લેખ કરીને તને ડિસ્ટર્બ કરી નાખયો હતો. અને હવે આ સોનલને કોણ ભટકાઈ ગયું છે. ખેર જવા દો આ બધું. ચાલો હવે આપણે આપણે ઘરે જઈએ તારે સવારે 5 વાગ્યે ઉઠવું પડશે ફ્લાઇટ પકડવા. પ્રદીપ ભાઈ, જીતુભા એને સોંપાયેલ કામ 2-3 દિવસમાં પૂરું કરી નાખશે. મારુ માનોતો તમે ગુરુવારે જ તમારા ગામ પહોંચી જાવ. અને બધું કામ સરકારી ઓફિસોમાં પબ્લિકની હાજરીમાં જ પતી જાય."

"મને લાગે છે કે સુરેન્દ્રભાઇ બિલકુલ બરાબર કહે છે. આપણે એ જ કરવું જોઈએ. હવે આપણે એમના ઘરે ઉતરવાનું જોખમ નથી લેવું." હેમા બહેને કહ્યું.

"અંકલ તમારા ગામથી ફ્લોદી કેટલું દૂર થાય?" સોનલે શાંત થતા પૂછ્યું.

"કેમ તારે શું કામ છે." સુરેન્દ્ર સિંહે કહ્યું.

"મારે એ ફ્રોડ રાજકુમારને નસીહત દેવી છે બીજી વાર કોઈ છોકરીના દિલને તોડતા પહેલા સો વાર વિચાર કરે એવી." સોનલ આ વાત મોહિનીના ટેરેસ પરથી કહી રહી હતી ત્યારે એ જેને નસીહત દેવા માંગતી હતી એ ફ્લોદીનો રાજકુમાર જીતુભાનો મિલિટરી વાળો દોસ્ત જેણે જીતુભાનાં સામાનમાંથી સોનલનો ફોટો ચોરી કર્યો હતો જે હજી એના વોલેટમાં સચવાયેલો હતો. જેના વિશે સુરેન્દ્રસિંહે બપોરે ઉલ્લેખ કરેલો સોનલનો સંબંધ કરવા એ પૃથ્વી એનાથી માંડ 2 કિલોમીટર દૂર 'અનોપચંદ એન્ડ સન્સ 'હોસ્પિટલમાં પોતાના માં બાપ સાથે ફ્લોદી ન જવા અને મુંબઈ કે બેલ્જીયમ જઈને કામ સંભાળવાની જીદ કરી રહ્યો હતો પણ એના માં સાહેબ પાસે એનું કઈ ચાલી રહ્યું ન હતું. છેવટે ભારે હૈયે એ એમની સાથે ગામ જવા તૈયાર થયો.

xxx

"મોહનલાલ જીતુભાને મેં સવારે જેસલમેર જવા કહ્યું છે. અને સુરેન્દ્રસિંહ સામેથી મને મળવા સવારે 10 વાગ્યે આપણી ઓફિસે આવે છે. ખાલી વોચ રાખજો. મારા હિસાબે તો બાકીના 3 જણાને હમણાં ટાર્ગેટ પર રાખો અને સુરેન્દ્ર સિંહનું કાલે મને મળી લે પછી નક્કી કરીશું."

"ભલે શેઠજી, અત્યારે એ લોકો જીતુભાની પ્રેમિકાના ઘરેથી જમીને નીકળ્યા છે. અને પોતાના ઘરે જઈ રહ્યા છે. જયારે મોરે અને ચઢ્ઢા પોતપોતાના ઘરે આરામ કરેછે. જયારે એનો ડ્રાઈવર ચઢ્ઢાની પાર્ટીમાંથી ચોરી લીધેલ બોટલ થી એકલો પાર્ટી કરે છે પોતાના ઘરે સવારે 9-30 વાગ્યે એ ચઢ્ઢાને લઈને ગૃહમંત્રાલય જશે."

"સારું હવે ભગવાનનું નામ લઈને સુઈ જાવ. પૃથ્વી અને એના માતા પિતા કલાક પહેલા ફ્લોદી જવા રવાના થયા છે સાથે એમનો ડ્રાઈવર છે. આમતો કોઈ પ્રોબ્લેમ નથી પૃથ્વી કેપેબલ હહે. છતાં આપણી ચેનલ ને કહેજો નજર રાખે એમની કારણો નંબર તમને મોકલ્યો છે."

xxx

"હું કહું છું ને બ્રિગેડિયર સાહેબ કે એ મારા ભરોસાનો માણસ છે એને એની રીતે કામ કરવાળો. 2 દિવસમાં એ મુશીબત જ્યાંથી આવી હતી ત્યાં પછી ભાગી જશે." અનોપચંદે બ્રિગેડિયર ને ધરપત આપતા કહ્યું.

xxx

"2 લાખ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલું વિશ્વમાં 20મુ સૌથી મોટું રણ 'થાર'નું રણ ભારત પાકિસ્તાન વચ્ચેની કુદરતી બાઉન્ડરી છે. વિશ્વનો 9મોં સૌથી ગરમ પ્રદેશ. જેનો લગભગ 15 ટકા ભાગ પાકિસ્તાનમાં છે જયારે ભરતમાં 60 % જેટલો હિસ્સો ખાલી રાજસ્થાનમાં છે ઉપરાંત હરિયાણા પંજાબ અને ગુજરાતમાં ફેલાયેલ છે. ગરમીની સીઝનમાં લગભગ 50 સેન્ટિગ્રેડ અને શિયાળાની રાત માઇન્સ 10 ડિગ્રી સેન્ટિગ્રેડ ધરાવતા આ રણમાં ભારતનો છેલ્લો સૌથી મોટો જિલ્લો જેસલમેર છે." સુમિત ફોન પર જીતુભાને સમજાવી રહ્યો હતો. "જીતુભા જેસલમેરમાં એક દુકાન છે રેડિયો રીપેરીંગ ની આપણી ફેક્ટરી ઇંદિરા ઇન્ડોર સ્ટેડિયમની બાજુમાં છે. ત્યાંથી 8 કિલોમીટર દૂર ગોલ્ડસ્ટર લેકની બાજુમાં એક નાનકડું શોપિંગ મોલ છે. એમાં 'જગતસિંહ રેડિયો એન્ડ ટીવી રીપેરીંગ સ્ટોર' છે એનો માલિક જગતસિંહ તમને ચતુરસિંહ નો નંબર આપશે શક્ય હશે તો રૂબરૂ મળાવી દેશે. એના પાસેથી આખી વાત સમજી લેજો એક યુવતી શંકાસ્પદ છે એની માહિતી મેળવીને એને આપણા રસ્તા પરથી દૂર કરવાની છે. એકાદ દિવસ એના વિષે માહિતી ભેગી કરીને મને રિપોર્ટ આપજો પછી નક્કી કરીએ એનું શું કરવુંએ."

"મારે રિપોર્ટ તમને આપવાનો છે કે શેઠજીને?" જીતુભાએ પૂછ્યું. અને ઉમેર્યું "મેં શેઠજીને કહ્યું હતું કે મારા કામ હું મારી રીતે જ કરીશ. તમને કે ફોર ધેટ મેટર કોઈને પણ દિવસમાં 2-3 વાર હું રિપોર્ટ નહીં આપું. તમે મને મુદ્દો સમજાવી દીધો છે. એ યુવતીથી આપણા બિઝનેસ હિત જોખમાય છે. ઉપરાંત દેશની સુરક્ષા સાથે સંકળાયેલા લોકોને સતત મળવું શંકાસ્પદ છે. એટલે એને કોઈ પણ ભોગે અટકાવવાની છે.બરાબર?'

"એકદમ બરાબર" સુમિતે કહ્યું.

"ઠીક છે. અત્યારે એ ક્યાં છે એ આપણને ખબર નથી જો એ કાલે જેસલમેરમાં પછી આવશે તો 2 દિવસ પછી એ જેસલમેરમાં તો શું રાજસ્થાનમાં નહીં દેખાય ઠીક છે. બાકી એની સાથે શું કરવું એ અત્યારે હું નહીં કહી શકું. જરૂર પડશે તો હું એને ઉપર પણ પહોંચાડી દઈશ, કેમ કે મારા દેશની સુરક્ષાનો મામલો છે." કાલે એક વાર સાંજે તમને ફોન કરીશ પછી કામ પૂરું થયા પછી ફોન કરીશ ગુડનાઈટ" કહીને જીતુભાએ ફોન કટ કરી નાખ્યો.

"આ તમારો નવો રીક્રુટ થોડો તોછડો છે પણ કામ તો પૂરું કરશે ને? સુમિતે બાજુમાં બેઠેલા અનોપચંદને કહ્યું.

"આ મારો નવો અભિમન્યુ છે. સુમિત, એખુબ જ હિંમતવાન અને હોશિયાર છે. પણ જો કાલે એનો મામો મારી પરીક્ષામાં પાસ નહીં થાય તો તો કાલે બપોરે મારે એને મારી નખવવો પડશે." અનોપચંદે કહ્યું. સાંભળીને સુમિત પણ ધ્રુજી ઉઠ્યો

.

આપને આ વાર્તા કેવી લાગે છે? પ્લીઝ કોમેન્ટ જરૂર કરજો તમે મને પર્સનલી વોટ્સ એપ પણ કરી શકો છો. 9619992572 પર