Jivanshaili - 2 in Gujarati Motivational Stories by Jinal Vora books and stories PDF | જીવનશૈલી - 2 - જીવન

Featured Books
  • You Are My Choice - 41

    श्रेया अपने दोनो हाथों से आकाश का हाथ कसके पकड़कर सो रही थी।...

  • Podcast mein Comedy

    1.       Carryminati podcastकैरी     तो कैसे है आप लोग चलो श...

  • जिंदगी के रंग हजार - 16

    कोई न कोई ऐसा ही कारनामा करता रहता था।और अटक लड़ाई मोल लेना उ...

  • I Hate Love - 7

     जानवी की भी अब उठ कर वहां से जाने की हिम्मत नहीं हो रही थी,...

  • मोमल : डायरी की गहराई - 48

    पिछले भाग में हम ने देखा कि लूना के कातिल पिता का किसी ने बह...

Categories
Share

જીવનશૈલી - 2 - જીવન

જીવન જીવવાની પણ અલગ અલગ રીત હોય છે. કહેવાનો અર્થ કોઈ "દરેક પળ ને માણી ને જીવે છે,કોઈ બસ દિવસો પસાર કરતા હોય છે,કોઈ તણાવ માં જીવતા હોય છે. આમ અલગ અલગ રીતે વ્યતીત કરતા હોય છે. દરેક દિવસો તો સરખા નથી હોતા સાચું છે પણ એક જીવનનું રૂપ સમજી ને પસાર કરી દેવો. કહેવત છે ને "ખરાબ દિવસો એ નવા સારા દિવસો તરફ જવાનો માર્ગ છે." જીવન માં ક્યારેય એવું લાગે ને કોઈ માર્ગ નથી મળતો ત્યારે કુદરત ના ખોળે જતુ રહેવું તે તમને નવી દિશા તરફ જવાનો માર્ગ અવશ્ય બતાવશે.
જીવન તો આવું જ કંઇક હોય છે.એની માણવાની પદ્ધતિ વિશે ધ્યાન આપવું જોઈએ. કેવીરીતે જીવવું છે. લક્ષ્ય રાખવું જોઈએ.કોઈપણ કાર્ય કરો તો એમાં લક્ષ્ય રાખવું કે આમાં આટલે સુધી તો પહોંચવું છે.જીવન માં ઉતાર ચઢાવ તો આવશે જ એનાથી શીખવા મળશે.જેમ "અબ્દુલ કલામ" સરે એમના જીવન વિષે તો દરેક જાણતા હશે.એમના પાસે નિશાળ જવા પણ રૂપિયા નહતા.તેમ છતાં તેમણે પરિશ્રમ કર્યો અને પોતાના પગે ઊભા થયા અને દેશ ને પણ જાગૃત કર્યા અને મોટું એક ઉદાહરણ આપ્યું કે કોઈ પણ કાર્ય કરવું મુશ્કેલ નથી હોતું.પોતાના પર વિશ્વાસ હોવો જોઈએ. એમને પોતાના પર વિશ્વાસ હતો કે હું કઈ બનીશ તે તેમણે પૂરું કર્યું.તેમ તમે કોઈ એવું કાર્ય કરો કે તમને તમારા કાર્ય પરથી ઓળખ મળે.

જીવન જીવતા શીખવું હોય ને નાના બાળકો પાસે થી શીખો તે કેવી રીતે મસ્તી ભરી જીવન જીવે છે.એવું આપણે પણ મસ્તી એટલે થોડી હસી મજાક સાથે જીવવું જોઈએ,જીવન હજુ સરળ બની જશે. જીવનને જીવવું "સરળ" તો નથી અને એટલું મુશ્કેલ પણ નથી હોતું જેટલું આપણે સમજતા હોઈએ છીએ.એ પણ એક કળા જ છે.તે હોવી જોઈએ.
"મહાત્મા ગાંધી" નું જીવન કેટલું સાદગી ભર્યું હતું.તે સરળ જિંદગી જીવતા પણ એમના લક્ષ્ય મોટા હતા.એ મહત્વ નું નથી કે તમે સારી એકદમ "હાઈફાઈ" વાળું જીવન જીવો. નોર્મલ પણ જીવશો તો પણ ચાલશે. હાઈફાઈ વાળું જીવન તો ખાલી ઉપર થી બતાવવા મટે જ હોય છે, કે અમારા પાસે કેટલું છે.એ મહત્વ નથી આપતું એ તો તમારો પરિચય દેખાઈ આવે છે.કેવો છે.પણ અંદર થી કેવા છો.એ મહત્વ નું છે.તમે કેટલાં સાફ અને સારા છો એ મહત્વનું છે.લોકો ને બતાવવા માટે નહિ પણ પોતાના માટે કંઈ કરી બતાવવું જોઈએ.તો આપોઆપ દુનિયા તમારી કદર કરશે જ એમને પુરાવા આપવા ના બેસી રેહવાનું હોય,એતો સમય સાથે બધું થઈ જતુ હોય છે.તમે બસ શું આગળ કરવું છે.એના પર પૂરેપૂરું ધ્યાન આપવું જોઈએ.

આપણે પરિશ્રમ કરતા રહેવું જોઈએ ' ફળ ' ની આશા ના રાખવી જોઈએ .એ તો આપોઆપ મળી જ જશે.જેમ "આલબટ આઇન્સ્ટાઇન" એક સાયન્સ ની લાઈન પકડેલી બધી માહિતી મેળવતા અને એના પર કામ કરતા એ એમના કામ માં નિષ્ફળતા પણ આવી હશે, પણ એમણે રિસર્ચ કરવાનું બંધ કર્યું નહિ ને તે શ્રમ કરતા રહ્યા ફળ ની આશા ના રાખી કેમ કે એમને પોતાના પર વિશ્વાસ હતો કે હું રિસર્ચ માં પાસ જરૂર થઈશ. અને થયા પણ ને એમને સફરજન ના જાડ પર થી કેવી રીતે પડ્યું એના જાતે શોધી બતાવ્યું , એ ગુરુત્વાકર્ષણ થી પડ્યું એ સાબિત કરી ને બતાવ્યું ને એમ આપણે બસ પરિશ્રમ કરતા રેહવુ ભલે ને ઉતાર ચઢાવ આવે એમાંથી પણ શીખવા જ મળશે ને એ આશા એ આગળ વધતા રહેવું જોઈએ.