Apshukan - 12 in Gujarati Fiction Stories by Bina Kapadia books and stories PDF | અપશુકન - ભાગ - 12

Featured Books
  • एक कब्र का रहस्य

    **“एक कब्र का रहस्य”** एक स्कूल का मासूम लड़का, एक रहस्यमय क...

  • Kurbaan Hua - Chapter 45

    अधूरी नफ़रत और अनचाहा खिंचावबारिश अब पूरी तरह थम चुकी थी, ले...

  • Nafrat e Ishq - Part 24

    फ्लैट की धुंधली रोशनी मानो रहस्यों की गवाही दे रही थी। दीवार...

  • हैप्पी बर्थडे!!

    आज नेहा अपने जन्मदिन पर बेहद खुश थी और चहक रही थी क्योंकि आज...

  • तेरा लाल इश्क - 11

    आशना और कृषभ गन लोड किए आगे बढ़ने ही वाले थे की पीछे से आवाज...

Categories
Share

અપશુકન - ભાગ - 12

છે વટાણા... હું કાલે જ લઇ આવી છું.” અંતરાએ જવાબ આપ્યો.

“ઠીક છે, તો લાવ, હું ફોલીને રાખું છું... પર્લ સ્કૂલમાંથી આવશે ત્યારે તેને ભૂખ લાગી હશે.” દાદીની પૌત્રી માટેની ફિકર સાફ સાફ દેખાતી હતી.

અંતરા- વિનીત અને પર્લ ઘરની બહાર નીકળ્યાં એટલે દાદા - દાદી બંને પર્લને લિફ્ટ સુધી ‘બાય બાય’ કહેતાં છોડવા આવ્યાં.

“ રડતી નહિ હો...” છેલ્લે માલિનીબેને ટહુકો કર્યો ત્યાં સુધીમાં લિફ્ટ ગ્રાઉન્ડ ફ્લોર પર પહોંચી ગઈ હતી...

પર્લને છોડીને વિનીત – અંતરા પાછાં આવ્યાં ત્યારે એક બે વટાણા ફોલેલા થાળીમાં પડ્યા હતા અને માલિનીબેન પોતાના બેડરૂમમાં ફોન પર મમતા સાથે વાતોના ગપાટા મારી રહ્યાં હતાં. માલિનીબેનને અનહદ ગમતી પ્રવૃત્તિઓ આમ તો ગણીગાંઠી જ હતી.. તેમાંની એક એટલે ફોન પર વાત કરવી...ગમે તે કામ કરતાં હોય, પણ જો વચ્ચે ફોન આવે તો બધુ જ બાજુ પર રહી જાય... કલાકોના કલાકો ફોન પર વાતો કરતાં તેઓ થાકે નહિ, ઊલટું તેમનું મન તરોતાજા થઈ જાય.

અંતરા પોતાના બેડરૂમમાં આવી તો ત્યાં પણ આજે એટલો જ પથારો હતો. પર્લના સ્કૂલના પહેલાં દિવસનું એકસાઈટમેન્ટ આખા રૂમમાં દેખાઇ રહ્યું હતું. તેની પાસે માત્ર અડધો કલાક હતો, એમાં રૂમ સરખો કરે કે વટાણા ફોલીને શાક વઘારે?

અંતરાએ વિનીતને કહ્યું, વિનીત, જો ને મમ્મી વટાણા ફોલતાં ફોલતાં જ રૂમમાં જતા રહ્યાં... હવે હુ રસોઈ ક્યારે કરીશ? આપણે પાછું પર્લને લેવા જવું છે.”

વિનીતે સાંભળ્યું ન સાંભળ્યું કર્યું અને અંતરાને ઊડતો જવાબ આપ્યો, “ત્યાં રૂમમાં આપી દે...

અંતરા વટાણાની થાળી લઇને રૂમમાં ગઇ, “મમ્મી, મારે પાછું અડધા કલાકમાં પર્લને લેવા જવાનુ છે...તમે ફોન પર વાત કરતાં કરતાં વટાણા ફોલી આપશો?”

માલિનીબેને ફોન પર વાત કરતાં કરતાં જ મુક સંમતિ આપી દીધી અને થાળી બેડ પર રાખવા કહ્યું...

“અરે મમતા, આજે પર્લ સ્કૂલ યુનિફોર્મમાં એટલી સરસ લાગતી હતી કે વાત ન પૂછ. તારે અહિયાં હોવું જોઈતું હતુ... બહુ મજા આવત.”

અંતરા કૂકર મુકીને, લોટ બાંધીને પંદર મિનિટ પછી ફરી મમ્મીની રૂમમાં આવી તો માલિનીબેન હજુ પણ ફોન પર જ હતા...વાત કરતાં કરતાં ધીરે ધીરે વટાણા ફોલી રહ્યાં હતા. અંતે અંતરા મમ્મીની સામે જોઇને કંઈ બોલ્યા વગર ફટાફટ વટાણા ફોલવા માંડી...

માલિની બેન તો પણ ફોન પર જ લાગેલાં હતાં... અરે મમતા, આજે પર્લને વટાણાનું શાક ખાવું છે...જો વટાણા ફોલવા જ બેઠી છું. રોટલી તો પર્લ આવશે ને ત્યારે અંતરા ગરમ ગરમ ઉતારી આપશે. એ કેટલી રોટલી ખાવાની છે? માંડ એકાદ ખાશે... તારો બીજો ફોન આવે છે? હા, ઠીક છે... ચાલ, મૂકું છું.” ફોન મૂકીને અંતરાની સામે નજર મિલાવ્યા વગર માલિનીબેન વટાણા ફટાફટ ફોલવા માંડ્યાં.

*** ***

દિવસો વીતતા ગયા, ઋતુઓ બદલાતી ગઇ. પર્લ સ્કૂલમાં પણ બધી ટીચર્સ અને પ્રિન્સિપાલની લાડકી બની ગઇ. પર્લને દરેક વિષયમાં રસ પડતો. પછી એ રનિંગ કોમ્પીટીશન હોય, ફેન્સી

ડ્રેસ હોય, ડાન્સ હોય કે એલોક્યુશન... બધામાં તે ૧૦૦% આપે. ક્યારેય મહેનતમાં કોઇ કચાશ ન રાખે. હંમેશા પર્લને પ્રથમ ઇનામ જ મળતું.

એટલે જ તો પેરેન્ટ- ટીચર્સ મિટિંગમાં તેની ક્લાસ ટીચર સંધ્યા મિસ પર્લના વખાણ કરતાં થાકતી નહિ...

“પર્લ, ખૂબ જ તેજસ્વી બાળક છે. પર્લ અમારી સ્કૂલમાં છે, તેનો અમને ખૂબ જ ગર્વ છે. જીવનમાં પર્લ ખૂબ જ સફળતા મેળવશે, તેની અમને ખાતરી છે.”

પર્લની સ્કૂલમાં થતી વાહ- વાહથી માધવદાસ અને માલિનીબેન ફૂલ્યાં નહોતાં સમાતાં...સગાં વહાલાં બધાને ફોન કરી -કરીને કહેતાં, “અમારી પર્લ દોડવાની સ્પર્ધામાં ફર્સ્ટ આવી છે. અરે! બહુ મહેનતુ છે અમારી દીકરી... એને જરાય આળસ ન આવે. એમનેમ થોડી કાઇ ફળ મળે છે... દાદી પર ગઇ છે પૂરી. મનેય કોઇ કામમાં આળસ ન આવે... જે કામ કરૂ એ મનથી કરૂ.” માલિની બેન પોરસાતાં પોરસાતાં વાતો કરે... કહેવાય છે ને 'જશનો લાડવો બધાને ખાવો ગમે...'

હવે વીનીતને પણ જોબમાં પ્રમોશન મળી ગયું હતું. હવે તે મેનેજર બની ગયો હતો. તેની નીચે માણસો કામ કરતા હતા. અંતરા સંપૂર્ણપણે ઘર સાચવવામાં અને પર્લનો સારી રીતે ઉછેર કરવામા રત થઈ ગઈ હતી. પર્લનો પણ સારી રીતે વિકાસ થઇ રહ્યો હતો. સાથોસાથ માધવદાસ અને માલિનીબેન પણ પૌત્રી સાથે રમવાનો પૂરો આનંદ લઇ રહ્યાં હતાં.

બપોરે માલિનીબેન સૂઈને ઉઠે એટલે પર્લને પોતાના રૂમમાં બોલાવે.. તેની સાથે સાપ સીડી, કેરમ, લુડો, કાળીનો સત્તો, ગુલામ ચોર..આ બધું રમે.. ઘણીવાર જાણીજોઇને હારી જાય.. પર્લને ખુશીમાં કિલકિલાટ કરતી જોઇને પોતે હારી ગયા હોવા છતાં અદભૂત આનંદ અનુભવતાં.. ઘણી વાર એ પણ પર્લ સાથે નાના બાળક બની જતાં.. ખિલખિલાટ હસતાં.. ત્યારે એવું લાગતું કે નાનપણમાં જે મજ્જા તેમણે નહિ કરી હોય એ હવે કરી રહ્યા હશે.. ઇશ્વરની માયા પણ અજીબ છે.. માણસને જીવન આખું સંઘર્ષ કરાવીને બુઢાપામાં ફરી બાળક જેવો બનાવી દે છે! ૩૬૦ડિગ્રી રિવર્સ!!

દાદી- પૌત્રીનાં બંધને અંતરા અને માલિનીબેનને વધુ નજીક લાવી દીધા.. ઘણી વખત બે વ્યક્તિ વચ્ચેના સંબંધ એટલા ખાસ નથી હોતા, પણ તેમની વચ્ચે આવતી ત્રીજી વ્યક્તિ એ બંનેના સંબંધમાં સેતુ સમાન કામ કરતી હોય છે.. કદાચ માલિની બેન અને અંતરા એકબીજાને હવે વધુ સારી રીતે સમજવા લાગ્યાં હતાં.. માલિની બેન અંતરા માટે હવે થોડા કૂણાં પડ્યા હતાં.. હવે તો અંતરાને આખો દિવસ દોડતી જોઇને માલિનીબેન તેની દયા પણ ખાતાં..

બપોરે અંતરા પર્લને જમાડે, રસોડું આટોપે, બાઈ વાસણ કરીને જાય એટલીવારમાં માલિની બેને બપોરની ઉંઘ ખેંચી લીધી હોય..

“ બસ, હવે સૂઇ જા થોડી વાર.. તું પણ થાકી ગઈ હશે..હું તારો દરવાજો બંધ કરું છુ.. પર્લને ત્યાં મારી સાથે રમાડું છું એટલે તને સૂવા મળે.. પર્લને દૂધ પીવું હોય તો કેટલી ચમચી સાકર અને બોર્નવિટા નાખું? તે કહી દે...”

અંતરા આ વાક્યો જયારે સાંભળતી ત્યારે માલિનીબેન પર ખૂબ જ પ્રેમ આવતો.. ઘણી વાર ભેટી લેવાનું મન થતું.. ઘણી વાર એવુ લાગે કે માં કરતાં પણ વિશેષ લાગણી સાસુ સાથે બંધાઈ જાય છે.. ઈશ્વરે ભારતીય સ્ત્રીનો અવતાર જ કેવો ઘડ્યો છે? પહેલાં માં બાપને ત્યાં મોટી થાય..હજુ તો દુનિયાદારી ની સમજ આવે ત્યાં માં બાપ પરણાવીને સાસરે મોકલી દે.. માંની લાગણી, માં દ્વારા બનતી સ્વાદિષ્ટ વાનગીઓ, મીઠાઈઓ, તેની આદતો, સ્વભાવ... હજુ તો આ બધામાં દીકરી સેટ થાય ત્યાં તેનાં લગ્ન કરી નાખવામાં આવે છે.. ત્યાર બાદ માંના ઘરની આદતો, માંનાં ઘરની રસોઇ.. બધું ભૂલીને સાસરાની આદતોને અપનાવવાની, ત્યાંની રીતો અનુસરવાની.. ઈશ્વરે સ્ત્રીને કેટલી ફ્લેક્સિબલ બનાવી છે!! જે વાતાવરણમાં ઢાળો તેમાં ઢળી જાય...

ક્રમશઃ