ચેતન નામ એવું કે જેના માં એક ઊર્જા ભરેલી હોય. આજ નામ સાથે એક બીજું પણ નામ જોડાય છે અને શરૂ થાય છે સહજીવન જે ના માટે બંને એક થાય છે સર્જાય છે ભીન્ન વિચારો નું તુમુલ યુદ્ધ અને આકાર લે છે મારી નોવેલ નું શીર્ષક સહજીવન .
ગૂજરાત માં
વડોદરા શહેરમાં કરજણ તાલુકા નું એક નાનુ ગામ મિયાગામ આમ તો ગામ એટલે રાજપૂતો નું એ ગામ.
ગામ માં ગણ્યા ગાંઠ્યા બ્રાહ્મણ પરિવાર રહે ...
સુમંત લાલ કેશવ લાલ ભટ્ટ ના કુટુંબ ની ત્રીજી પેઢી એટલે હું ...ચેતન દિલીપ ભટ્ટ....એક નવા સપના ઓ ને પૂરા કરવા કરવા માટે મારા જીવન ની એક શરૂઆત થઇ.....
મારું શિક્ષણ શરૂ થાય છે અશોક દિલીપ પરેશ સ્મૃતિ વિદ્યાલય મિયાગામ .. મે આ સ્કૂલ માં પ્રવેશ લીધો આઠમા ધોરણ માં 1996 માં એક સામાન્ય એવરેજ વિદ્યાર્થી તરીકે ... આમાં આવ્યા પછી મે ભણવા માટે મહેનત કરવાની શરૂઆત કરી પણ મારા બદનસીબે મને સફળતા મળતી નહિ અને મારો સંઘર્ષ ચાલુ રહ્યો આખરે આઠમું ધોરણ પુરુ થયું અને હું આવ્યો નવમા ધોરણ માં જિંદગી ના સૌથી વધારે મહત્વના દિશા નક્કી કરતા ધોરણ દસ થી એક કદમ દૂર .... આ નવમુ ધોરણ સૌથી વધારે ખાસ છે મારા માટે આજ એ ધોરણ કે જેને મને મારા જીવન ની અમૂલ્ય યાદગીરી આપી.... આજ ધોરણ માં ઇંગ્લિશ ના વિષય સાથે ભણવું બધાને અઘરું લાગતું હતું પણ ખબર નઈ મને કેમ ઇંગ્લિશ ક્યારેયઅઘરું લાગતું નહિ કારણ કે મને ઇંગ્લિશ બોલવું બધા ને દેખાડવું બહુ ગમતું... આજ ધોરણ માં ભણતો ત્યાં છોકરા અને છોકરીઓ બધા સાથે જ ભણતા સમ સામે બેસતા જે ને સાથે બેસવું હોય એ સાથે બેસતા ... પહેલા થી જ અમારા ઘર માં અમે બંને ભાઇ ઓ અને અમારે કોઈ બહેન નહિ એટલે છોકરીઓ સાથે વાત કરતા આવડતું નહિ .. હા અમારા મામાં ની બંને દિકરી ઓ સ્વાતિ અને મિત્તલ અમે બહેન માનતા અને કાકા ની બંને દિકરી ઓ હેતલ અને અમિતા પણ ...
અમે દર રક્ષાબંધને મામા ના ઘરે. વડોદરા જતા ત્યાં બંને સ્વાતિ અને મિત્તલ એમને રાખડી બાંધતી અમે બંને ભાઇ ઓ બહુ જ શરમાળ જલ્દી કોઈ ની સાથે ભળતા નહિ .. એ બંને બહેનો અમે જ્યારે પણ વડોદરા જતા ત્યારે નાના નાના પ્રસંગો ઊભા કરી ને એમને બહાર લઈ જતી ...અમે તો ગામડાના ને પાછા શરમાળ .... પણ એ બંને બહેનો અમને બંને ને ખુબ સાચવતી....
નવમા ધોરણ ની પ્રથમ પરીક્ષા આવી મે આપી પણ એજ બદનસીબે હું નાપાસ થયો મારું ગણિત ખૂબ કાચું ..મને અવયવ ના જ આવડે પ્રમેયો અને બીજા બધા. માંથી માર્ક મેળવવાનો પ્રયત્ન કરું પણ નસીબ સાથ ના જ આપે .... બીજી પરીક્ષા આવી એમાં મહેનત કરી ગણિત ખુબજ ગણતરી પૂર્વક પેપર માં લખ્યું ... લાગતું હતું એ પ્રમાણે પૂછ્યું. અને લખી જ નાખ્યું ...
એજ અરસા માં કિશોરવય માં જીવન માં કોઈક ગમ્યું હવે એને પહેલી નજર નો પ્રેમ કહેવો કે વિજાતીય આકર્ષણ પણ મન ના ખૂણે કોઈ કે ચોરી છૂપી થી જગ્યા બનાવી લીધી .. એ મારાજ ક્લાસ માં સાથે જ ભણતી ક્રિષ્ણા ... ખબર નઈ ક્યારે એ મને ગમતી ગઈ એ ખબર જ ના પડી .... હળવે હળવે હું એને પ્રેમ કરવા લાગ્યો એક તરફી પ્રેમ.... મને એ ખૂબ ગમતી એની આંખો માં એક ગજબ નું જ આકર્ષણ રહેતું ..હું ક્લાસ માં ચોરીછૂપી થી એ ને જો તો મને કંઇ નું કંઇ થઈ જતું ....અને એમાંજ મારા ક્લાસ ની બીજી પરીક્ષા નું પરિણામ આવ્યું .. હવે બન્યું એવું કે અમારા ઇંગ્લિશ ના શિક્ષક રાજ સાહેબ ના ભાગે પરિણામ આપવાનું આવ્યું....એ દિવસે રાજ સાહેબ આવતાની સાથેજ ... બધા ને ડરાવી દીધા કે ક્લાસ માં બધાજ ઇંગ્લિશ માં નાપાસ છે એક ને છોડી ને ....હવે. આખા ક્લાસ ના બધા છોકરાઓ છોકરી ઓ એકબીજાના મોઢા સમુ જોઈ ને વિચાર કરતા હતા એમાંજ અમારા ક્લાસ ના પ્રિન્સીપાલ સાહેબ નું આગમન થયું સોટી સાથે બીજા પણ શિક્ષકો વિજ્ઞાન, ઇતિહાસ ,હિન્દી , ગુજરાતી ..બધા ના રોલ નંબર સાથે માર્ક બોલવાનું શરૂ થયું ....મારો રોલ નંબર હંમેશા એક થી પાંચ માં જ રહેતો ભટ્ટ સુરનેમ ને કારણે... પણ બધા ના એક પછી એક નંબર બોલતા પણ મારો નંબર આવતો નહિ આખરે મારો નંબર આવ્યો ..સાહેબ બોલ્યા આખા ક્લાસ માં આ એક નમૂનો કહો કે વીરલો ઇંગ્લિશ માં પાસ થયો અને બીજા બધા વિષય માં પણ પાસ થયો .....
ક્રમશ...