TALASH - 22 in Gujarati Detective stories by Bhayani Alkesh books and stories PDF | તલાશ - 22

Featured Books
Categories
Share

તલાશ - 22

એલાર્મ વાગતા જ જીતુભા એ આંખો ખોલી, સાડા દસ વાગ્યા હતા.એકાદ મિનિટ સ્વસ્થ થયા પછી ટ્રેનના વોશરૂમમાં જઈને એ બહાર આવ્યો. સામે બેઠેલી મારવાડી ફેમિલી કંઈક નાસ્તો કરતું હતું એમણે કહ્યું અમે તમને જગાડવાના જ હતા. હવે લગભગ 20 મિનિટમાં બરોડા આવશે. જીતુભાએ "થેંક્યુ." કહ્યું એમણે જીતુભાને નાસ્તો કરવા ઓફર કરી પણ જીતુભાએ ના પાડી એટલામાં મસાલા દૂધ વેચતો ફેરિયો નીકળ્યો જીતુભાએ 2 બોટલ લઈને એ ફેમિલીના 2 રમતિયાળ બાળકોના હાથમાં પકડાવી દીધી પછી પૂછ્યું. તમે લોકો પીશો? એ મારવાડી કપલે નમ્રતાથી ના કહી. પછી એ મારવાડીની પત્ની એ પૂછ્યું "ભાઈ તમે કામ શું કરો છો"

"જી. હું ક્રાઈમ બ્રાન્ચમાં ઇન્સ્પેકટર છું."

"ઓહોહો. જોયું મને લાગ્યું જ. જોયું મેં તમને નહોતું કહ્યું કે આ ભાઈ પોલીસવાળા છે" કહીને એને પોતાના પતિ સામે જોયું.ત્યાં એનો ફોન વાગ્યો કોઈ સગાનો ફોન હતો.એ લોકો વાતોમાં પરોવાયા. જીતુભાએ ઉપરની બર્થ પર ચડીને પેલું પાઉચ તપાસ્યું.પાઉચમાં અંદર ચોરખાનું હતું એની ચેન ખુલી હતી. અંદર હાથ નાખ્યો તો એક નાનકડી પણ આધુનિક ગન એમાં હતી એને અંદર એક ચિઠ્ઠી હતી. જીતુભા એ ચિઠ્ઠી વાંચી, એમાં લખ્યું હતું કે આ ખાનાની ચેન કદી બંધ ન કરવી. જીતુભા એ મુસ્કુરાઈને પછી અંદરની વસ્તુઓ જોવા મંડી. અંદર 6-7 આઇડેન્ટિટી કાર્ડ હતા.જીતુભા એ નીચે નજર કરી મારવાડી ફેમિલી ફોનમાં વાત કરવામાં મસ્ત હતું જીતુભાએ એ કાર્ડ હાથમાં લીધા બધામાં જીતુભાનો ફોટો અને નામ હતા કોઈમાંએ મુંબઈ પોલીસ ઇન્સ્પેકટર હતો, તો કોઈમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચનો. એકમાં એ આઇબીનો ઓફિસર હતો એક માં ડોક્ટર.તરીકે એની ઓળખ હતી. જીતુભાને ગન જોઈને મજા આવી ગઈ. એણે નીચે જોયું તો મારવાડી ફેમિલી હવે અંતાક્ષરી રમવામાં મશગૂલ હતું. એણે પાઉચને એવી રીતે આડું રાખીને ખોલ્યું કે પોતે શું કરી રહ્યો છે એ ન દેખાય. પછી ફરીથી ગન હાથમાં લીધી અને ધારીને જોવા લાગ્યો. એ બારેટા 8045 એલ એ પી ડી ગન હતી, જે સ્પેશિયલી લોસ એન્જલસ પોલીસ માટે તૈયાર કરવામાં આવી હતી ગનમાં એક મેગેઝીન લગાવેલું હતું તથા એક એક્સ્ટ્રા મેગેઝિન સાથે આપેલું હતું. એક સાથે 8 ફાયર કરી શકતી આ ગન વિશે જીતુભા એ 2-3 મહિના પહેલા જ વાંચ્યું હતું અને એના મનમાં એક ઈચ્છા હતી કે આવી એકાદ ગન પોતાના માટે ખરીદે. પણ એની પરમીશન મેળવી મુશ્કેલ હતી. "આ અનોપચંદ શેઠ બહુ પહોંચેલ વ્યક્તિ છે" મનોમન જીતુભા એ વિચાર્યું પછી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનું આઇકાર્ડ પોતાના પાકીટમાં મૂક્યું પાઉચ બંધ કરીને એ નીચે ઉતર્યો ત્યારે ટ્રેને બરોડા સ્ટેશનમાં પ્રવેશ કર્યો હતો.

xxx

"સરલાબેન, પ્લીઝ તમે પૃથ્વી ભાઈ સાથે વાત કરો એ મને મારી નખાવશે." હાથ જોડતા શેખરે રડતા રડતા વિનવણી કરી. છેલ્લા એક કલાકથી એ સરલાબેનને વિનવણી કરતો હતો. પણ સરલાબેન આજે અંદરથી ડરી ગયા હતા. છેલ્લા 2-3 વર્ષમાં તેમણે એવા એવા કામ કર્યા હતા તેમણે પોતાની જિંદગીના આગળ 30-32 વર્ષમાં નહોતા કર્યા.પણ હમેશા દિલમાં એ ધરપત રહેતી કે પૃથ્વી કે અનોપચંદે મોકલેલ કોઈ પણ માણસ એને ફસાવા નહીં દે. અરે એકવાર તો 4 મવાલીઓ એને ઘેર્યા હતા અને હાથમાં રહેલા ખંજરથી બસ એના ઉપર વાર થવાનો જ હતો કે એ જ વખતે અનોપચંદની 'બેકઅપ ટીમ' આવી પહોંચી હતી. પણ .. પણ આજે પરિસ્થિતિ અલગ હતી એમને પોતાના કરતા પોતાના આવનાર બાળકની ચિંતા હતી અને આજે એમને મુસીબતમાં મુકનાર બીજું કોઈ નહીં શેખર હતો. જો શેખર સમયસર આવ્યો હોતતો આ મુશીબત જ ન થાત.એવું એમને લાગતું હતું.

"હું કઈ નથી જાણતી પૃથ્વીએ તને શું ધમકી આપી છે. પણ એટલું સમજી લે શેખર કે પૃથ્વી પોતાનું બોલેલું પાળે છે." તેમણે શેખર ને ઓર ગભરાવ્યો.

"બહેન આ વખતે માફી અપાવી દો. જીવનમાં કદી આવી ભૂલ નહીં થાય મારા 2 મહિનામાં લગ્ન છે. મારા માબાપ મારા આઘાતમાં મરી જશે. મારી થનાર પત્ની લગ્ન પહેલાં વિધવા થઈ જશે." શેખરે પોક મુકતા કહ્યું.

"જીવન રહેશે તો બીજીવાર ભૂલ થશે ને." સહેજ હસીને સરલાબેને કહ્યું. તને ખબર છે હું કોણ છું. શેઠ અનોપચંદની દીકરી છું. અને પૃથ્વીની બહેન. અને તારું કઈ કામ પડે કે ન પડે તને દર મહિને તારો પૂરો પગાર તારી પહેલાની મહિનાની કમાણી કરતા વધારે મળી જાય છે તો તું મહિનાની 4-5 વર્ધીમાં પણ ટાઈમે ન પહોંચે તો શું કામનો?"

"બહેન તમેં મને માફી નહીં આપો તો મારે અત્યારે જ આપઘાત કરવો પડશે. મારે કુતરાના મોતે નથી મરવું પ્લીઝ."

"ઠીક છે હવેથી તને 24 કલાકનો સમય નહીં મળે. એક ભૂલ અને ડાયરેક્ટ ઉપર સમજ્યો? ચાલ હું પૃથ્વીને કહું છું. તને માફ કરી દે." કહીને સરલાબેને પૃથ્વીનો નંબર શેખરના ફોનમાંથી લગાવ્યો રિંગ પુરી થઈ પણ ફોન ન ઉંચકાયો. સરલાબેન મનમાં વિચારવા લાગ્યા. "આ પૃથ્વી આજે કેમ ફોન નથી ઉપાડતો?" પછી તેમણે મોહનલાલને ફોન કર્યો.

xxx

"આ આજે ઉપરથી આટલો અવાજ કેમ આવે છે. શેની ધમાલ થાય છે" લગભગ પાંસઠ પહોંચેલા 2જે માળે રહેતા હિંમતલાલ શાહે એની પત્નીને પૂછ્યું.

“હવે છોકરીઓ ભેગી થઇ છે એટલે થોડી મસ્તી કરે છે." કમળાગૌરીએ જવાબ આપ્યો.

"કેમ સુરેન્દ્ર સિંહ ઘરે નથી?"

"ના ઘરે સોનલ એકલી જ છે અને રિવા મોહિની અને બીજી એક છોકરી ભેગા થયા છે. ભાણુભાને અચાનક બહારગામ જવાનું થયું, એટલે એણે સોનલને ફોન કરેલો એવું મિસિસ બક્ષી કહેતા હતા."

"એ તો બરાબર છે. પણ આટલો અવાજ" કંઈક અકળાઈને હિંમતલાલે કહ્યું.

"હવે ભલેને અવાજ કરતી બિચારી છોકરી ઓ કાલે સવારે સાસરે ચાલી જશે પછી બિચારી થોડી આવી આઝાદીથી મોજ-મસ્તી કરી શકશે? અને આમેય તમે તો બી.પી.ની ગોળી અને ઊંઘવાની ગોળી ખાઈને સુઈ જશો તમને શું તકલીફ છે? બિચારી સોનલ 9 વાગ્યે મને રિક્વેસ્ટ આવેલી કે માસી આજની રાત થોડી નાચ કુદ કરવાના છીએ તો ગુસ્સો ન કરતા. મેં તો એને છૂટ આપી કે કરો તમતમારે જલસા. આતો નાની વઉ પિયર ગઈ છે નહીં તો હું તો એનેય મોકલત કે જા બેટા સવારે કામ હું પતાવી દઈશ. તો આજની રાત મોજ કર અને સવારે મોડી ઊઠજે."

xxx

જમ્યાપછી ડાઇનિંગ ટેબલ સાફ કરતા કરતા જીગ્નાએ મોહિનીને કહ્યું સોનલને ચીડવવા એક મસ્ત પ્લાન મારી પાસે છે. આજે એને રડાવીએ. મોહિનીએ જીગ્નાને, સોનલ જયારે નીચેવાળા કમળાબેન ને "આજે થોડો અવાજ થશે તો ગુસ્સો ન કરતા" કહેવા ગઈ ત્યારે સોનલ પૃથ્વી તરફ આકર્ષાઈ છે એ વાત કહી હતી. એટલે એના શાતિર દિમાગમાં આ આઈડિયા આવ્યો હતો. રિવા અને સોનલ રસોડામાં સાફ સફાઈ કરતા હતા. થોડીવાર પછી રિવાએ કહ્યું "હું જરા મમ્મીની દવાઓ વગેરે આપી અને 1-2ફોન કરીને આવું છું." કહીને પોતાના ઘરે ગઈ ત્યારે સોનલ જીગ્ના અને મોહિની એકલા જ હતા અચાનક જીગ્નાએ બૉમ્બ ફોડતી હોય એમ એનાઉન્સ કર્યું. "મોહિની તારી જેમ મારુ પણ હવે 2-4 દિવસમાં નક્કી થઇ જશે"

"વાઉ કોન્ગ્રેચ્યુલેશન.કોણ છે એ નસીબદાર આપણી કોલેજનો કોઈ?' મોહિનીએ પૂછ્યું.

"ના રે હવે. સાચું કહું તો એક રાજકુમાર છે જેને હું આજે જ સવારે મળી.શું સુંદર વ્યક્તિત્વ છે એનું પૂછ આ સોનલને. હું તો એને જોતાંવેંત જ પ્રેમ માં પડી ગઈ"

"ઓહો હો. તો તો આપણા સરલાબેનનો ભાઈ હતો એ જ કે? જેના સોનલ સવારથી વખાણ કરે છે." મોહિનીએ કહ્યું. હવે સોનલને આખી વાતમાં રસ પડ્યો અને અકળામણ પણ થવા લાગી એણે જીગ્ના ને પૂછ્યું."તું તો કહેતી હતી કે તારા પપ્પા બહુ સ્ટ્રીક છે તો પછી તારું એમની સાથે 2-3 દિવસમાં..."

"એમાં એવું થયું કે" સોનલની વાત કાપતા જીગ્ના એ કહ્યું. આપણે હોલ પરથી છુટા પડ્યા પછી ઘરે જતી વખતે મેં કારમાં મારા ભાભીને વાત કરી. હવે તમને બધાને ખબર છે કે મારા ભાભી અમારા મારવાડી ગ્રૂપમાં સુધરેલા અને ફેશનેબલ ગણાય છે એમણે મારા ભાઈને કન્વીન્સ કર્યા કે જીગ્નાની આવી ઈચ્છા છે ઘર પહોંચીને ભાઈએ મારા પપ્પાને હળવેકથી કાનમાં આ વાત મૂકી. પહેલા તો પપ્પા બહુ નારાજ થયા પણ પછી જયારે રાજસ્થાનના રાજકુમાર સાંભળ્યું એટલે થોડા ટાઢા પડ્યા. હવે અમારા કેટલાક બિઝનેસ રાજસ્થાનમાં સંકળાયેલા છે. પપ્પાએ બધી તપાસ કરાવી પૃથ્વીજીના ખાનદાનનું નામ બહુ મોટું છે અને બહુ પૈસાવાળા છે એટલે પપ્પાએ કહ્યું "આપણે તો મારવાડી અને રૂપિયા એ બે જ વસ્તુ જીગ્ના માટે ગોતવી હતી. એ બન્ને છે. ભલે જ્ઞાતિ અલગ છે તો શું થયું? ખૂબ ખાનદાન લોકો છે."

"અરે પણ હજી ન તો તું એમને ઓળખે છે. ન એ તને. અને એ તારા માટે શું કામ હા પાડે." સોનલે કૈક અકળામણથી પૂછ્યું.

"એજ તો કહું છું મારા પપ્પા કાલે જ રાજસ્થાન જશે. અને અમારા એક બે કુટુંબીને લઈને પૃથ્વીજીના પપ્પાને મળશે. અને બધું નક્કી કરી આવશે." જીગ્નાએ કૈક બેફિકરાઈથી કહ્યું.

"પણ તું સમજતી કેમ નથી. પૃથ્વીજીના પપ્પા એમને પૂછ્યા વગર એનું તારી સાથે કઈ રીતે ફાઇનલ કરી નાખે. પૃથ્વીજીને તો પૂછવું જ પડે ને?" સોનલ નો પારો હવે ઉપર ચડતો જતો હતો.પોતાનો પ્યાર એકરાર કર્યા પહેલા જ બીજા કોઈને મળી જાય એ એને મંજૂર ન હતું.

"હવે એમાં તને શેની આટલી તકલીફ થાય છે. મારી સગાઈ 8-10 દિવસમાં ગોઠવાશે." જીગ્નાએ છેલ્લો ઘા માર્યો અને ઉમેર્યું "જો સોનલ અમે કરોડોપતિ છીએ અને અમારા મારવાડીમાં દેવા લેવાનું બહુ જ હોય આમેય મારા પપ્પાની હું એક જ દીકરી છું. પપ્પા એમ માનસે કે 2 દીકરી હતી.દાયજો ડબ્બલ નક્કી કરશે એટલે ના પાડવાનો તો કોઈ સવાલ જ ઉભો નથી થતો."

"અરે પણ એમ આટલું જલ્દી. હું મારુ..." સોનલે રડમસ અવાજે કહ્યું.

"હવે તું મોજ કરને. મારી સગાઈ - લગ્નમાં એકાદ મસ્ત ડાન્સ તારે કરવાનો છે. મોહિની તું ક્યાં ગીત પર ડાન્સ કરીશ." જીગ્નાએ એની વાત પર ધ્યાન ન દેતા મોહિનીને પૂછ્યું.

"આ બધું બરાબર નથી થતું જીગ્ના" સોનલે રડતા રડતા કહ્યું. "હું તો તને મારી ખાસ ફ્રેન્ડ માનતી હતી આ મોહિનીની જેટલી જ. પણ તે આ બરાબર નથી કર્યું આમ કોઈનું દિલ તોડીને તું સુખી નહિ થાય."

"પણ મેં ક્યાં કોઈનું દિલ તોડ્યું છે? રહી વાત પૃથ્વીજીના દિલની તો મેં બરાબર માર્ક કર્યું હતું રેસ્ટોરાંમાં નાસ્તો કરતી વખતે એ લગાતાર મને જ જોઈ રહ્યા હતા. મારા માટે ના નહિ જ પાડે" જીગ્નાએ કહ્યું

"જુઠ્ઠું બોલે છે તું. પૃથ્વીજી રેસ્ટોરાંમાં મારા તરફ વધારે જોતા હતા." સોનલે રડતા રડતા કહ્યું.

"એથી શું ફરક પડે છે. તું થોડી એના પ્રેમમાં પડી છે" જીગ્નાએ પૂછ્યું.

"હા હું હું એમને પ્રેમ કરું છું.પણ મારા પ્રેમમાં તું અને તારા પૈસા ફાચર મારવા આવ્યા છે." સોનલે પોક મુક્ત કહ્યું.

"પણ જીતુ જ્યારે બહાર ગયો ત્યારે મેં એને કહ્યું કે સોનલ ઓલા રાજકુમારના પ્રેમમાં પડી ગઈ છે ત્યારે તો તે એવું કહ્યું કે એવું કઈ નથી." હવે મોહિનીએ પૂછ્યું.

“મારી માં મારી ભૂલ થઈ ગઈ ત્યારે હું ખોટું બોલી એ. હું ઈચ્છું છું કે મારા લગ્ન પૃથ્વીજી સાથે થાય." સોનલે રડતા રડતા કહ્યું. અને ઉમેર્યું. "પ્લીઝ જીગ્ના તારા પપ્પાને હમણાં જ ફોન કરીને કહી દે કે કાલે રાજસ્થાન ન જાય."

“એ તો કાલે જ રાજસ્થાન જશે" હસતા હસતા જીગ્ના એ કહ્યું. “એમનું કંઈક કામ છે એ માટે. પણ તું ખોટું શું કામ બોલી એનો જવાબ દે." જીગ્નાએ અટ્ટહાસ્ય કરતા કહ્યું

"મારી ભૂલ થઈ ગઈ, મોહિની સોરી.હવેથી કોઈ દિવસ હું કોઈ વાત તમારા બન્નેથી નહીં છુપાવું. પણ મોહિની હવે જીતુડાને તારે સમજાવવો પડશે. બીજી કોઈ મારવાડી જીગ્નાડી વચ્ચે આવે એ પહેલા" સોનલે સહેજ શરમાઈને હસતા હસતા કહ્યું.

xxx

સોલ્ડર પાઉચ ખભે ભરાવીને જીતુભા સ્ટેશનની બહાર નીકળ્યો. અને થોડું ચાલ્યો. અને ત્યાં ઉભેલી ટેક્સીનું નિરીક્ષણ કરવા લાગ્યો M H -02 નંબર વળી એક ટેક્સી જોઈ અને એ ત્યાં ગયો અંદર એક લગભગ 55 વર્ષનો માથે તિલક અને પુરા સફેદ વાળવાળો ડ્રાઈવર બેઠો હતો ગળામાં કોઈ રુદ્રાક્ષ જેવા મણકાની માળા હતી. "આ ટેક્સી ક્યાંની છે? જીતુભાએ રૂવાબથી પૂછ્યું.

"કેમ શું કામ છે, તમારે? પેલા ડ્રાઈવરે ગભરાઈને જવાબ આપ્યો.જીતુભાએ કાર્ડ બતાવ્યું ક્રાઇમ બ્રાન્ચનું કાર્ડ જોઈને એ વધુ ગભરાયો. જીતુભાએ ડ્રાઇવરની બાજુવાળો દરવાજો ખોલીને અંદર પ્રવેશ કર્યો અને પૂછ્યું લાઇસન્સ અને બીજા પેપર?

ડ્રાઈવરે બધા પેપર આપ્યા. જેમાં એના ઘરનું એડ્રેસ પણ હતું પછી જીતુભાએ ડ્રાઇવિંગ લાઇસન્સ પણ જોયું ઘાટકોપરની કોઈ ચાલનું એડ્રેસ હતું. પછી એણે પૂછ્યું. "મુંબઈ ચલોગે? ઔર કિતના રૂપિયા લોગે?"

"જી સાબ મુંબઈકી તો ગાડી હે. ઓર સમજ કે દે દેના 800 રૂપિયા કે પેટ્રોલ હો જાતા હે."

“ઠીક હૈ ફિર પહેલે મુજે દુમાર ચોકડી ડ્રોપ કરો ફિર તુમ ભરૂચ ધાબે પે મેરા રાહ દેખો. મેં વહાં આઉંગા વહાં થોડા કામ હે નિપટા કે ફિર સીધા મુંબઈ." કહીને જીતુભાએ 1000 રૂપિયા એને આપ્યા.

"તો ફિર ડાયરેક્ટ ભરૂચ ધાબે પેહી જાતે હે ના" ડ્રાઈવરે રૂપિયા ખિસ્સામાં મુક્ત કહ્યું.

"જીતના બોલા હે ઉતના કરો. જ્યાદા બોલને કી જરૂરત નહીં હે. સુનો ભરૂચ મેં હાઇવે પે 2-3 ધાબા હે. મુજે છોડ કે તુમ વહા જાઓગે ઔર બાદ મેં ભરૂચસે પહેલે થોડા ગાડી ખરાબ હોને કે બહાના કર કે રોકોગે. પહ બસ xxxx નંબર કી આયેગી મેં ઉસમેં રહૂંગા. બસ જહાં રુકે વહ તુમ રુક જાના ઔર ચાય નાસ્તા કર લેના તબ તક મેં મેં તુમ્હે મીલુંગા."

“ઠીક હે સાબ.” કહીને તેણે ટેક્સી દુમાર ચોકડી તરફ ભગાવી પછી જીતુભાએ ભાવસારને ફોન લગાવ્યો.

xxx

લગભગ 20 મિનિટ પછી તેઓ હાઇવે પર પહોંચ્યા. જમણી બાજુ તરફ જઈએ તો મુંબઈ અને ડાબી બાજુ જઈએ તો અમદાવાદ આવે. રોડ ક્રોસ કરી ટેક્સી ઉભી રહી. જીતુભા નીચે ઉતર્યો પછી ટેક્સી મુંબઈ તરફ આગળ વધી. જીતુભાએ સોલ્ડર પાઉચ ખભે ભરાવ્યું. પછી બધી બાજુ જોયું તો અમદાવાદ સાઈડ એટલે કે તેઓ જ્યાંથી આવ્યા હતા ત્યાંથી ડાબી બાજુ લગભગ 100 ફૂટ દૂર એકાદ કેબીન દેખાઈ અને એક બલ્બની ડીમ લાઈટ રોડ પર પડતી હતી ચારેબાજુ ભેંકાર અંધકાર હતો એમાં પેલી લાઈટ ભૂતિયા લાગતી હતી. 'ત્યાં જ ભાવસાર બસ રોકશે' જીતુભાએ મનોમન વિચાર્યું. અને પછી એ દિશામાં આગળ વધ્યો. ત્યાં એક નહીં 2 કેબીન હતી એકમાં સિગરેટ બિસ્કિટ વિગેરે મળતા હતા. જ્યારે બીજામાં પુરી ભાજી વડાપાઉં વગેરે. 10-12 ખુરશીઓ ત્યાં રાખેલી હતી 6-7 જણા ત્યાં ચા-નાસ્તો કરતા હતા. એક ટેમ્પો એક કાર અને 2 બાઈક પણ ત્યાં ઉભા હતા. જીતુભાએ ઘડિયાળમાં જોયું બારવાગ્યા હતા. જીતુભાએ એક સિગારેટનું પેકેટ ખરીદ્યું. અને એક સિગારેટ સળગાવી ત્યાં પડેલી ખુરશીમાંથી એક પર બેસીને કૈક વિચારવા લાગ્યો બીજા જે 6-7 જણા હતા એલોકો નાસ્તો કરવામાં મગ્ન હતા એક કપલ હતું 2 આધેડ અને સાથે એક 9-10 વર્ષનો છોકરો. તો એક 32-35 નો યુવાન સાથે લગભગ એના જેવો જ ચહેરો ધરાવતો 20-21નો યુવક "બન્ને ભાઈઓ લાગે છે. જીતુભાએ મનોમન વિચાર્યું. થોડીવારમાં એક મુંબઈ તરફ જતી બસ ત્યાં ઉભી બધાનું ધ્યાન એ બસ તરફ ગયું. જીતુભાએ બસની સાઈડમાં લખેલ નંબર વાંચ્યો એ કોઈ બીજી બસ હતી. 2 મિનિટમાં એ બસ ત્યાંથી રવાના થી ડ્રાઈવરને માવો ખાવો હતો એટલે બસ રોકેલી. લગભગ 10 મિનિટ પછી બીજી એક બસ ત્યાં ઉભી જીતુભાની ખુરશી એવી રીતે હતી કે અમદાવાદ તરફથી આવતી બસ બરાબર દેખાય. બસ ઉપર 'પવન ટ્રાવેલ્સ' લખેલું હતું. એક અજીબ રોમાંચ જીતુભાનાં શરીરમાં ફરી વળ્યો એ હળવેકથી ઉભો થયો. સિગારેટ બુઝાવી અને પછી બસ તરફ આગળ વધ્યો. પેલા 2 ભાઈઓ બસ તરફ તાકી રહ્યા હોય એવું એને લાગ્યું. હળવેથી બસનું બારણું ઉઘાડ્યું. જીતુભાએ ડ્રાઈવર તરફ જોઈ અને પૂછ્યું "ભાવસાર" ડ્રાઈવરે હસીને હા.કહી.જીતુભા અંદર પ્રવેશ્યો. અને મનોમન વિચાર કરતો હતો કે પેલી યુવતી મને કેવી રીતે ઓળખશે? ત્યાં બસના એટેન્ડને જીતુભાને એક ખાલી સીટ પર બેસવા ઈશારો કર્યો અને કહ્યું "250. રૂપિયા આપો સાહેબ" જીતુભા એ ચૂપચાપ એને રૂપિયા આપ્યા. બસમાં બેઠેલી એક યુવતી જીતુભા બસમાં પ્રવેશ્યો ત્યારથી એને તાકી રહી હતી. એ સલમા હતી.

આપને આ વાર્તા કેવી લાગે છે? પ્લીઝ કોમેન્ટ જરૂર કરજો તમે મને પર્સનલી વોટ્સ એપ પણ કરી શકો છો. 9619992572 પર