Sarjak Vs Sarjan - 1 in Gujarati Moral Stories by BIMAL RAVAL books and stories PDF | સર્જક Vs સર્જન - 1

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

સર્જક Vs સર્જન - 1

ભાગ ૧

અખિલ કેબિનમાં દાખલ થયો, ઇન્ટરકોમની ઘંટડી સતત રણકી રહી હતી. "હેલો", તેણે રિસિવર ઉપાડ્યું, સામે છેડેથી એક ઠંડો, ધારદાર સ્ત્રી સ્વર સંભળાયો,, "મિસ્ટર અખિલ, શું વિચાર્યું તમે પછી?"

અખિલને પરસેવો વળી ગયો. તેની જીભ થોથવાવા લાગી, "હું પણ, હું.....શું કહેતો હતો......."

“તમે કશું ન કહો તેમાંજ તમારી ભલાઈ છે લેખક મહોદય”

"પણ ...આવું.....તમે... કેવી રીતે શક્ય છે. તમે તો વાર્તાના...પાત્ર....." અખિલ ગળચા ગળતો બોલવા પ્રયત્ન કરી રહ્યો હતો, પણ તેનું મગજ તેને સાથ નહોતું આપી રહ્યું, એટલે વાક્ય પૂરું નહોતો કરી શકતો.

ફોનમાં, સામે છેડેથી પેલી સ્ત્રી ફરી બોલી, "હું પણ એજ તો કહેવા માંગુ છે, ખાલી પાત્ર તો બદલવાનું છે અને જો તેમ નહિ થાય તો ઇન્સ્પેક્ટર રાઠોડને તો તમે જાણોજ છો."

અખિલ કશું બોલવા જઈ રહ્યો હતો પણ તે પહેલા સામે છેડેથી ફોન કટ થઇ ગયો.

કેબીનમાં એસી ફુલ હતું છત્તા અખિલને પરસેવો વળી રહ્યો હતો, મોઢું સુકાઈ રહ્યું હતું. ટેબલ પર પડેલો પાણીનો ગ્લાસ ઉપાડી એકીશ્વાસે પી ગયો. હાથરૂમાલ કાઢી માથા પરનો પરસેવો લૂછતાં લૂછતાં તે ઉભો થઇ ઓફિસમાં મુકેલા કોફી મશીન તરફ ચાલવા લાગ્યો.

કોફી મશીન પાસે પહોંચી ધૂનમાં ને ધૂનમાં તેણે કપ મુક્યા વગર મશીન પર કોફીના વિકલ્પ વાળું બટ્ટન દબાવી દીધું. મશીનની નળીમાંથી કોફી નીકળી ટ્રેમાં પડી રહી હતી. એક સહકર્મચારીએ જોયું અને તેણે પેલું બટ્ટન દબાવી કોફી નીકળતી બંધ કરતા કહ્યું, "અરે લેખક સાહેબ ક્યાં ખોવાયેલા છો, કોફીનો કપ તો મુકો."

"માફ કરજો મારુ ધ્યાન નહોતું", કહી અખીલે કોફી કપ ભરી પોતાની કેબીન તરફ ચાલતી પકડી.

પેલા સહકર્મચારીને અખિલનું વર્તન જરા અજીબ લાગ્યું, પણ પછી તેણે વિચાર્યું આ લેખકો બધા આવાજ હોય, પોતાના વિચારોમાં ખોવાયેલા રહે.

અખિલ પોતાની કેબીનમાં આવી બેસી ગયો. તેની આંખ સામે ગઈકાલે રાત્રે ઘટેલી ઘટના ફરી ચિત્રિત થઇ ગઈ. રાત્રે જમીને તે માતૃભારતી પર પ્રકાશિત પોતાની નવલકથા, "વારસદાર" નો નવો ભાગ લખવા બેસવાનું વિચારી પોતાના શયનખંડમાં ગયો અને તે જેવો રાઇટિંગ ટેબલ પર બેઠો કે અચાનક એક ભારે પણ મક્કમ અવાજ તેના કાને અથડાયો, "કેમ છો સાહેબ, ઓળખાણ પડી કે?"

તેણે અવાજ તરફ ફરીને જોયું તો એક ઊંચો, પડછંદ, ભરાવદાર મૂછો વાળો પોલીસ અધિકારી ત્યાં ઉભો હતો. તેની આંખોમાંથી તેના અવાજ કરતા વધારે કરડાકી ડોકાઈ રહી હતી. અખિલ તો તેને જોઈને હેબતાઈ ગયો, પહેલા તેને થયું કે આ કોણ છે, પણ બીજીજ ક્ષણે તેને થયું કે કોણ છે એ તો પછીની વાત છે પણ આ અંદર આવ્યા કેવી રીતે. તે કશું પૂછવા જાય ત્યાં એક ધારદાર સ્ત્રી અવાજ સંભળાયો, "ઓળખે તો ખરાજને, આખરે આપણા સર્જક છે તે."

અખીલે તે સ્ત્રી તરફ જોયું, વ્હાઇટ કલરના ખાદી સિલ્કના ચુડીદાર પાયજામા પર રંગીન દુપટ્ટામાંમાં સજ્જ લગભગ પચ્ચીસેક વર્ષની એક ખુબસુરત યુવતી પેલા પોલીસ અધિકારીની બાજુમાં ઉભી હતી. તેના ખુલા રેશમી લાંબા કેશ અને કપાળમાં દુપટ્ટાના રંગની મેચિંગ બિંદી તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યા હતા. જે લહેજામાં તે થોડી ક્ષણો પહેલા બોલી હતી, તે તેના સુંદર માસુમ ચહેરા સાથે બિલકુલ મેળ નહોતું ખાઈ રહ્યું.

બે ઘડી અખિલનું લેખકયું મન પેલી સ્ત્રીની સુંદરતાના અવલોકનમાં રોકાઈ ગયું પણ પછી તરતજ તેના મનમાં સવાલ ઉઠ્યો કે આ બંને જણ કોણ છે અને અહીં આવ્યા કેવી રીતે. તેને થયું કે કદાચ તે કોઈ સ્વ્પ્ન જોઈ રહ્યો છે

પેલી સ્ત્રીએ જાણે તેના મનને વાંચી લીધું હોય તેમ, "આ હકીકત છે લેખક સાહેબ, અમે બંને તમારી નવલકથા "વારસદાર" ના પાત્ર, એટલે કે તમારુંજ સર્જન છીએ. હું મંત્રીશ્રીની પુત્રી કાજલ અને આ એનકાઉન્ટર સ્પેશિયાલિસ્ટ ઇન્સ્પેક્ટર રાઠોડ."

અખિલની આંખો પહોળી થઇ ગઈ તેણે ધ્યાનથી જોયું તો તેને એ સ્ત્રીની વાતમાં તથ્ય લાગ્યું, કારણ ઇન્સ્પેક્ટર રાઠોડના કદ કાઠી, મૂછો, આંખો અને તેમનું રુઆબદાર વ્યક્તિત્વ તેની નવલકથામાં વર્ણાવ્યા પ્રમાણે બંધ બેસતું હતું. તે સ્ત્રી દેખાવે તેની નવલકથાના મંત્રીશ્રીની દીકરી કાજલના પાત્ર સાથે મળતી આવતી હતી પણ તેનું વર્તન કથાના પાત્રથી બિલકુલ વિરુદ્ધ હતું.

નવલકથામાં કાજલ સાવ સીધી સાદી, મૃદુ ભાષી સુંદર સ્ત્રી તરીકેના પાત્રમાં છે, જયારે આ સ્ત્રી અત્યારે જે રીતે અખિલની સાથે વાત કરી રહી હતી તે તો કોઈ અઠંગ રાજકારણી હોય તેવી રીતે બોલી રહી હતી. અખિલને કઈં સમજણ નહોતી પડી રહી કે આ બધું શું થઇ રહ્યું હતું.

તે ગડમથલમાં હતો ત્યાં તેને આ લોકો પ્રત્યક્ષરૂપે હાજર છે કે નહિ તેની ખાતરી કરવાની યુક્તિ સુજી. તેણે એક ખોંખારો ખાધો સ્વસ્થ દેખાવાનો પ્રયત્ન સાથે પોલીસ અધિકારી તરફ હસ્તધૂનન માટે હાથ લંબાવતા બોલ્યો, "આપને મળીને આનંદ થયો ઇન્સ્પેક્ટર સાહેબ."

પેલા પોલીસ અધિકારીએ તેની સાથે હસ્તધૂનન કરતા કહ્યું, "રાઠોડ, એન્કાઉન્ટર રાઠોડ."

અખિલ પરસેવે રેબઝેબ થઇ ગયો કારણ રાઠોડે તેની સાથે હાથ તો મિલાવ્યો પણ અખિલને તેના સ્પર્શનો કોઈ એહસાસ નહોતો થઇ રહ્યો જાણે હવામાં હાથ મિલાવતો હોય તેવું લાગી રહ્યું હતું. અખીલે વધુ ચકાસણી કરવા સહેજ આગળ આવી રાઠોડના ખભ્ભા પર હાથ મુકવા પ્રયત્ન કર્યો પણ તે તેને સ્પર્શી ન શક્યો, તેનો હાથ હવામાં ફરીને પાછો આવી ગયો.

અખિલને આ બધું કરતા જોઈ કાજલ કટાક્ષમાં બોલી, "લેખક શ્રી, મેં આપને કહ્યું કે અમે તમારી નવલકથાના પાત્ર છીએ, આ બધી ચકાસણી કરવાની રહેવા દો. તમારે તો ખુશ થવું જોઈએ કે તમારી આટલી બધી રચનાઓમાં તમે કેટલાય પાત્રોનું સર્જન કર્યું હશે પણ તેમાંથી એકેય તમને આજ દિન સુધી મળવા નથી આવ્યા પણ અમે બંને સમય કાઢીને ઉપસ્થિત થઇ ગયા છીએ અહીં."

અખિલ આકુળ વ્યાકુળ થવા લાગ્યો તેનું મગજ તેની આંખો જે જોઈ રહી હતી તે માનવા તૈયાર નહોતું.

"મિસ્ટર અખિલ, તમારી નવલકથામાં મારા પિતાશ્રી એક ગંભીર બીમારીના ઓપેરશન દરમિયાન કોમામાં જતા રહ્યા છે અને તે હવે ક્યારે ભાનમાં આવશે તે અનિશ્ચિત છે. તેમની ગેરહાજરીમાં તેમની રાજકીય ગાદીનો ઉત્તરાધિકારી તમે આપણા સમાજમાં ચાલી આવતી વર્ષો પુરાણી પ્રથા પ્રમાણે તેમના દીકરા સાહિલ એટલેકે મારા ભાઈને બનાવી રહ્યા છો, પણ કાન ખોલીને સાંભળી લો હું આમ હરગીઝ નહિ થવા દઉં" , કાજલના ધમકીભર્યા શબ્દોથી અખિલ સહેમી ગયો.

અખિલ થોથવાતા થોથવાતા બોલ્યો, "જો કાજલ.....ના કાજલબેન.., ત..તમે સમજતા નથી, આ તો વાર્તા છે અને મેં એમાં તમારા ભાઈને તમારા પિતાશ્રીના ઉત્તરાધિકારી તરીકે પહેલાથી દર્શાવેલો છે અને એટલે ......."

અખિલની વાતને અધવચ્ચેથી કાપતા કાજલે કહ્યું, "બદલવું પડશે, તમારે આ બધું, બદલવું પડશે! આજના જમાનામાં સ્ત્રી દરેક ક્ષેત્રમાં પુરુષ સમોવડી છે અને તમે ક્યાં આ બધી જૂની પ્રથા લઈને બેસી ગયા છો. કયા જમાનામાં જીવો છો તમે?” છેલ્લું વાક્ય કાજલ એકદમ જોરથી છણકો કરતી હોય તેમ બોલી.

કાજલના છણકાથી અખિલ હલી ગયો, છત્તા તેણે દલીલ કરવા પ્રયાસ કર્યો, "તમારી વાત સાચી છે બ..બ..બેન, એવું નથી કે હું સ્ત્રી શક્તિમાં નથી માનતો પણ મારી આ વાર્તાનો મુખ્ય વિષય રાજકારણ છે, નહિ કે નારીશક્તિ."

કાજલે આદેશાત્મક સ્વરમાં કહ્યું, "એ બધું હું કઈં નથી જાણતી, મારા પિતાનો રાજકીય વારસો તો હુંજ સંભાળીશ અને એના માટે મારે જે કરવું પડે તે હું કરીશ, મારા માર્ગમાંથી જેને પણ હટાવવા પડશે તેને હું હટાવી દઈશ અને જરૂર પડ્યે મિટાવી પણ દઈશ. હું આમ કરી શકીશ કારણ ઇન્સ્પેક્ટર રાઠોડ આમાં મારો સાથ આપશે અને આપ તો જાણોજ જ છો કે એમને એનકાઉન્ટર સ્પેશ્યાલીસ્ટ બનાવવા વાળા પણ તમેજ છો."

એટલું બોલી કાજલે અખિલ સામે એક ખંધુ સ્મિત કર્યું.

ઇન્સ્પેક્ટર રાઠોડ પોતાના બેલ્ટમાં ભરાવેલી રિવોલ્વર પર એક હાથ મૂકી બીજા હાથે મૂછોના વળ ચડાવતા બોલ્યા, "રાઠોડ, એન્કાઉન્ટર રાઠોડ."

અખિલના તો હોશકોશ ઉડી ગયા તેને થયું કે આ ક્યાં ફસાઈ ગયો, સાલું વાર્તાના કાલ્પનિક પાત્રો આવીને તેને એટલે કે તેમના સર્જકને ધમકાવી રહ્યા છે કે વાર્તામાં તે કઈ ભૂમિકા ભજવશે. વિચાર તંદ્રામાંથી જાગૃત થઇ તેણે જોયું તે શયનખંડમાં તેના સિવાય કોઈ નહોતું. તેણે આમતેમ ફાંફા માર્યા પણ કોઈ દેખાયું નહિ. તેણે લખવાનો વિચાર પડતો મૂકી પલંગમાં સુવા માટે પડતું નાખ્યું. તે ઘટના વિષે વિચારતા વિચારતા મોડે સુધી તે પથારીમાં જાગતો પડ્યો રહ્યો.

"અંદર આવું કે?" અવાજ સાંભળી અખિલ ગઈકાલ રાતના વિચારોમાંથી પાછો આવી ગયો. તેણે જોયું તે તેની ઓફિસની કેબિનમાં બેઠો છે અને બોલનાર વ્યક્તિ તેનો પરમ મિત્ર ડોક્ટર પરમ મુસ્કુરાતા ચેહરે દરવાજા પર ઉભો હતો.

અખિલ પરમને આમ અચાનક આવી ચડેલો જોઈ ખુબ ખુશ થઇ ગયો અને પોતાની ખુરશી પરથી ઉભો થતા બોલ્યો, "અરે દોસ્ત, પૂછવાનું થોડું હોય આવીજ જવાનું હોયને" અને પછી બંને દોસ્ત ગળે મળ્યા. બંને મિત્રો ઘણા સમય પછી મળી રહ્યા હતા.

ખુરશી પર બેસતા પરમે કહ્યું, 'ઑર, લેખક મહાશય આજકાલ બડી ધૂમ મચાવી રહી છે તમારી વાર્તાઓ માતૃભારતી પર.”

વાર્તાનું નામ પડતા અખિલ ટેંશનમાં આવી ગયો તેણે પોતાના ચહેરા પરના ડરના ભાવ છુપાવવાનો પ્રયાસ કર્યો પણ પરમ મનોવિજ્ઞાનનો ડોક્ટરેટ હતો, તેણે પોતાના મિત્રના ચહેરા પર એક અગમ્ય પરેશાનીના ભાવ જોઈ લીધા. અખિલને વધારે મૂંઝવણ ન થાય તે હેતુથી તેણે વાતનો દોર બદલતા કહ્યું, "અરે યાર, હું તારી ઓફિસની બાજુની હોટેલમાં બે દિવસ માટે એક પરિષદમાં હાજરી આપવા આવ્યો છું અને સાંજે સાંજે બંને દિવસ ફ્રી હોઈશ તો આજે સાંજનો તો કાર્યક્રમ મારા એક સ્નેહીને ત્યાં નક્કી થઇ ગયો છે પણ આવતીકાલની સાંજ મેં આપણી દોસ્તીના નામે બુક કરી લીધી છે. તું ઓફિસેથી છૂટીને સીધો હોટેલ પર આવી જજે અને પછી આપણે સાથે બેસીશું અને જૂની યાદો તાજા કરીશું. ચાલ દોસ્ત તને મળીને આટલું કહેવાજ આવ્યો હતો, મારી પરિષદ શરુ થવામાં હશે હું નીકળું, કાલે મળીએ." કહી પરમ નીકળી ગયો.