Prem Pariksha - 4 in Gujarati Drama by PANKAJ BHATT books and stories PDF | પ્રેમ પરીક્ષા. - ભાગ ૪

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

પ્રેમ પરીક્ષા. - ભાગ ૪

પ્રેમ પરીક્ષા (નાટક) ભાગ ૪


ACT - 2

Scene 4

[ પડદો ખુલે છે મોહનભાઈ પેપર વાંચી રહ્યા છે,નિખિલ મોબાઈલ રમી રહ્યો છે,શ્રેયા પણ મોબાઈલ માં વ્યસ્ત છે,ઉર્મિલા ચા લઈ ને આવે છે.]

ઉર્મિલા : આ કોઇ ને કઈ પડી છે ખરિ અરે ઘર મા મહેમાન રેહ્વવા માટે આવ્વ્વાનો છે કોઇ તૈયારી કરવાની નથી ? એ રેહ્સે કયા રૂમ માં? એના કપડા ક્યાં મુક્સે ? સુવાનો ક્યા ? આપણી પાસે બે બેડરુમ છે એક માં આપણે અને બીજા માં છોકરાઓ ઍને કયાં રાખ્શુ ? કાંઇ પણ વિચાર્યા વગર એક મહિના માટે બોલાવી લીધો . મને તો આખિ રાત ઉંગ નથી આવી અને તમરા લોકોનુ પેટનું પાણી પણ નથિ હલ્તુ અરે હુ કહુ છુ એને બોલાવ્તા પેહ્લાલા મારી સાથે ચર્ચા તો કરતા. આ કોઇ ને ઘરમા બોલાવતા પેહ્લલા વિચાર તો કરવો પડે ને. લોકો પુછ્સે તો શુ કેહશુ કોન છે આ ? આપણા ઘરમા કેમ રહે છે ? અરે મારા મગજ મા તો એટલા સવલો છે તમારી પાસે કોઇ જવાબ છે ? આરામ થી બેઠા છાપુ વાચો છો અરે કાંઇ બોલો તો ખરા

મોહન : તારુ બોલ્વાનુ પુરુ થાય તો બિજુ કોઇ બોલે. અહિંયા બાજુ મા બેસ નઈ તો પાછુ સંભળાસે નઈ ને બે બે વાર બધુ બોલ્વું પડશે .મૈ બધોજ વિચાર કરી લિધો છે .એક મહિના માટે શ્રેયા તુ અમારા રૂમ મા મમ્મી સથે રેહ્જે અને વિશાલ , નિખિલ અને હું છોકરાઓ ના રૂમ મા રેહ્શુ .

નિખિલ : અરે પપ્પા અમારો રૂમ નાનો છે એમા ઋણ જણ કેવી રીતે રેહ્શુ બેડ પણ બેજ છે એ પણ સિંગલ મને નઇ ફાવે પપ્પા.

મોહન : જો બેટા એકજ મહિના ની વાત છે. અને હા બે બેડ પર તમે સુઇ જજો હુ તો અહીં હોલ મા સુઇ જઈશ .

શ્રેયા : ઓ ..કે ..તો હુ મારો સામાન મમ્મી ના રૂમ મા શિફ્ટ કરિ દઉ છુ.

મોહન : નિખિલ શ્રેયા ને સામાન લઇ જવા મા હેલ્પ કર .

[ નિખિલ મોઢું બગાડી ને શ્રેયા સાથે રૂમ મા જાય ]

ઉર્મિલા : આ તમે જે કરી રહ્યા છો એ.. બરાબર છે ? મને તો ખુબ ચિંતા થાય છે .

મોહન : ચિંતા ના કર ઉપરવાડો બધુ બરાબર કરશે .

ઉર્મિલા : પણ એને એક મહિનો અહીંયા રાખિ ને ફાયદો શુ ?

મોહન : જો ધ્યાનથી સાંભળ, કોઇ પણ માણસ ને એક વાર મળી ને આપ્ણે નક્કી ના કરિ શક્યે કે એ કેવો છે. આજ કલ ના છોકરા છોકરિ એક બિજા ને જોવે ને પસંદ કરે તો પણ થોડો સમય સાથે ફરે ને એક્બીજા નો સ્વભાવ,પસંદ,નાપસંદ જાણે ને પછી લગ્ન માટે હા પાડે બરાબર.

ઉર્મિલા : બરાબર..

મોહન : તો જો એ છોકરો આપણી સાથે એક મહિનો રેહશે તો આપણે પણ એને બરાબર ઓળખી લેશુ .એ આપણ ને સમજસે ને આપણે એને સમજશુ. બન્નેનો પ્રેમ કેટલો સાચો છે એ પણ ખબર પડશે. અને આપણને શ્રેયા ને સમજાવ્વાનો ટાઇમ મળી જશે અને એક મહિના પછી યોગ્ય નિર્ણય લઈ શકાશે સમજી ?

ઉર્મિલા : સમજી.... તમે લાગો છો થોડા ડોબા પણ છો નહિં.તમારી પાસે દિમાગ છે.મને તો આવો વિચાર આવ્યો જ નહિં પણ લોકો પુછ્શે કે આ તમારી સાથે કોણ રહે છે તો શું કેહવાનું ?

મોહન : કેહવાનું કે મારા એક મિત્રનો છોકરો છે અહિં ભણવા આવ્યો છે.હોસ્ટેલ મા રુમ નથી મળ્યો એટલે અમારી સાથે રહે છે.મહિના મા રુમ મળશે એટલે જતો રેહશે.

ઉર્મિલા : હા આપણ મસ્ત ગોઠ્વાઇ ગયુ.ખોટુ બોલવા મા માસ્ટર થઈ ગયાછો.મને પણ આવી રીતે છેતરતા તો નથી ને ?

મોહન : શું બોલે છે ?તને કોણ છેતરી શકે ?

ઉર્મિલા : ના આતો દર બે મહિને તમે પેપર તપાસ્વા બાહરગામ જાઓછો એટ્લે પેપર તપાસ્વા જ જાઓ છો ને કે...પછી બીજુ કાંઇ...

મોહન : તને ..મારા પર વિશ્વાસ નથી ?

ઉર્મિલા : ના આમ તો.. છે પણ ક્યારેક ડાઉટ આવે છે.એ બધુ જવાદો અઠવાળીયા પછી હું અને નિખિલ અમદાવાદ મારા ભાઈ ને ત્યાં પુજા મા જવાના છીએ .તમે જશો કોલેજમા .શ્રેયા અને વિશાલ ઘરમા એકલા હશે.

મોહન : હું એક કામ કરુછુ શ્રેયા ની પણ ટિકિટ કઠાવી લઉ છું તુ એને પણ લઈજા.પછિ તો કોઇ ટેંશન નથી ને ?

ઉર્મિલા : ઓ.. હો..હો..તમારી પાસે તો બધા પ્રોબ્લમ નું સોલ્યુસન છે.એક જ જટકા મા ફેસલો .આજે પેહલીવાર લાગેછે હું ભાગ્યશાળી છું જે તમારા જેવો વર મળ્યો.

[ શ્રેયા અને નિખિલ આવે છે ]

શ્રેયા : પ્પપા all સેટ બધુજ shift થઈ ગયુ છે અને મારુ કબાટ પણ વિશાલ માટે ખાલી કરી ધીધુ છે .

મોહન : ગુડ પણ હજુ સુધી એ આવ્યો કેમ નઇ .

શ્રેયા : He is on his way આવતોજ હશે.

[ ડૉર બેલ વાગે , શ્રેયા ખુશ થાય ]

નિખિલ : શેતાન કા નામ લીયા ઓર શેતાન હાજીર.

ઉર્મિલા : હું દરવાજો ખોલુ છું.

શ્રેયા : પ્પપા આ નિખિલ્યા ને કઈ દેજો વિશાલ સાથે સિધી રીતે રે નઈ તો મારા હાથ નો માર ખાશે.

મોહન : નિખિલ બેટા મેહમાન સાથે મસ્તી ના કરતો.

[ઉર્મિલા ને વિશાલ બેગ સાથે આવે ]

મોહન : આવ બેટા બેશ.

ઉર્મિલા : હુ પાણી લઈ આવુ .

મોહન : શ્રેયા બેટા તુ વિશાલ ની બેગ રુમ મા મુકી આવ.

શ્રેયા : હા પપ્પા...

મોહન : તુ આને મળયો નથી આ છે નિખિલ તમારી લવ સ્ટોરી નો વિલન ૧૦મા મા ભણે છે ભણવા સિવાય બધી વાત મા હોશિયાર છે.

નિખિલ : heyy welcome.

વિશાલ : thanks તુ ને actually હમારી મદદ કી હે તુ વિલન નહિં તુ તો હીરો હૈ.ઓર અપની બેહેન કા દયાન રખના વો તો હર ભાઇ કા ફર્જ હોતા હે.

નિખિલ : i know મેરી વજહ સે તુમહારા ફાયદા હો ગયા લેકિન સિર્ફ thanks સે કામ નહી ચલેગા ice cream ખિલાની પડેગી.

વિશાલ : sure budy

[ ઉર્મિલા ને શ્રેયા પાણી લઈ ને આવે ]

ઉર્મિલા : બેટા ઘર આવને મે કોઇ પ્રોબ્લમ નહી હુઆ ના ?

વિશાલ : નઇ કોઇ પ્રોબ્લેમ નઈ થયો.

ઉર્મિલા : તુમને અપને રૂમ કે દોસ્તો કો ક્યા બોલા ?

વિશાલ : વો સબ શ્રેયા કો જાંનતે હૈ તો ઉન્હે સચ પતા હે . aunty તમે ગુજરાતી બોલો મને સમજતા હૈ .

મોહન : તને આમારુ ગુજરાતી સમજા સે પણ એનુ ગુજરતી જરા ફાસ્ટ છે એટલે સમજવુ મુશ્કેલ છે. મને 22 વર્ષ થયા એની ગુજરાતી અને એને હજી સુધી સમજી નથી શક્યો .

ઉર્મિલા : તમે કાંઈ બોલ્યા?

મોહન : ના કઈ નઈ બસ તારી ગુજરાતી ના વખાણ કરુ છુ.

ઉર્મિલા : હા હા તમે tension ના લો હુ આને એક મહિના મા મારા કરતા સારુ ગુજરાતી શિખવી દઈશ અને તુ મને મરાઠિ શિખવાળ જે.

નિખિલ : તુ તો ગયો વિશાલ એક મહિને મે તુ મરાઠી,ગુજરાતી,હિંદિ,ઇંગલીશ સબ ભુલ જાયે ગા ઓર એક નઈ ભાશા બોલને લગેગા. ભગ્વાન બચાય તુજે .

ઉર્મિલા : નિખિલ મને સંભળાય ને સમજાય એવુ બોલ.

શ્રેયા : વિશાલ મારો ભાઈ વધારેજ બોલ્તો હોય છે મસ્તીખોર છે dont take him seriously.

વિશાલ : its ok મે ભી અપની બેહન કે સાથ ખુબ મસ્તી કરતા થા.

મોહન : હા તો વિશાલ અમે તારી રેહવાની સગવળ નિખિલ સાથે એના રુમ મા કરી છે તો એની મસ્તી નુ ખોટુ ના લગાળીશ,નિખિલ વિશાલ ને એનો રુમ અને બેડ બતાવી દે be comfertable.

નિખિલ : ચલ bro lets go

ઉર્મિલા : એક મિનિટ ...વિશાલ તને જમવા મા શું ભાવે છે આજે તુમારા first day હે તો તુમારા ભાવતા બનાઉ .

વિશાલ : કુછભી ચાલ શે.

ઉર્મિલા : શું ચાલ શે ??

શ્રેયા : મમ્મી એ કે છે કાંઇ પણ બનાવો એને બધુ ભાવે છે.

નિખિલ : વિશાલ તુમને કભી શ્રેયા કે હાથ કા ખાના નહિં ખાયા હોગા તો આજ તુમ ઉસ કે હાથ કા ખાના ખાઓ મજા આજાયેગા.

શ્રેયા :નિખિલ તુ બસ કર હવે નહિં તો માર ખાઈશ.

મોહન : શ્રેયા બસ ...

શ્રેયા : પણ પ્પપા તમે એને કાઈ તો કો .

વિશાલ : આઇડિયા અછ્છા હે એક કામ કરો ના શ્રેયા તુમ્હે જો આતા હૈ વો બના દો .

મોહન : એને તો ખાલી maggi બનાવ તા આવળે છે ને જો બિજુ કાઈ બનાવ શે તો આપણે ઉપ્વાસ કરવો પડશે.

શ્રેયા : પ્પપા તમે પણ...

મોહન : અરે બે ગડી મસ્તી બેટા ..શું છે વિશાલ એ આખો દિવસ ભણવામા busy હોય છે એટ્લે એને રસોડા મા જવાનો ટાઇમ મળતો નથી.

વિશાલ : શ્રેયા તુમહે કુછ ભી ખાના બનાના નહી આતા ?

શ્રેયા : નહિં.

વિશાલ : તુ મને કયારે કિધુ નહિં ?

શ્રેયા : તે પણ કયારે પુછ્યુ નહિં.

મોહન : અરે બેટા તુ એક મહિનો અહિંયા છે તને શ્રેયા ની બધી ખુબીઓ ખબર પડી જશે. તમે એને રુમ મા લઈ જાઓ.

નિખિલ : come વિશાલ તારો રુમ બતા વુ.

ઉર્મિલા : તમે બધા એ શું વાતો કરી? જમવા મા શું બનાવુ ?

મોહન : દાળ,ભાત,રોટલી એને શાક ગુજરાતી.

ઉર્મિલા : શાક શું બનાવુ ?

મોહન : તારા પાસે કયા ક્યા શાક છે ?

ઉર્મિલા : મારી પાસે તો ખાલી ભિંડા છે.

મોહન : તો પછી તુ ભિંડા સિવાય બીજું કોઇ શાક બનાવી શકે ?

ઉર્મિલા : ના ના ....

મોહન : તો પછી કયુ શાક બનાવુ એમ પુછે છે શું કામ ?

ઉર્મિલા : તમને સારુ લાગે.. કે મે તમને પુછી ને રસોઈ બનાવી એટલે પુછ્યુ .પુછી ને બનાવુ એટલે જમતી વખતે પંચાત ન થાય સમજ્યા.હું રસોઇ બનાવા જાઉ છું.

મોહન : આનું કઈ નઈ થાય .તમારા ઘરમા આવુ થાય છે .

[ door bell વાગે મોહન ખોલે ને જગદીશ આવે ]

મોહન : તુ પાછો આવ્યો ?

જગદીશ: હું અહિંયા તમને નહી મારા મિત્ર ને મળવા આવ્યો છું એને please બોલાવશો ?

મોહન : કોન છે તારો મિત્ર ?

જગદીશ : વિશાલ તલપડે .

મોહન : વિશાલ તારો મિત્ર છે?

જગદીશ : હા... વિશાલ એની કોલેજ નો president છે ને હું આપણિ કોલેજ નો એ મારો મિત્ર છે, જટ્કો લાગ્યો જોર નો? જોર કા જટકા ધીરે સે લગે. હવે તો તમે મારી પોહચ અને મારા દિમાગ ને માન સો ને? મેં તમને કહ્યુ હતુ મારી વાત નઈ માનો તો તમારો સુખી પરિવાર સુખી નહિં રહે.મારી સાથે પંગો લેવા નુ તમને ખુબ મોંગુ પડ્શે. મારી વાત માનશો તો બધુ બરાબર થઈ જશે. હું પરિક્ષા ના આગલા દિવસે question paper લેવા આવીશ મને આશા છે તમે મને નિરાશ નહિં કરો. બાય સર વિશાલ ને હું સિગરેટ ની ટપરી ઉપર મળી લઈશ.TAKE CARE PROFESSOR મોહન પંડયા.જલ્દી મળશુ.

( મોહનભાઈ ચિંતા માં સોફા પર બેસે)



[ જિગનેશ જાય ..music ....... black out ]

ક્રમશઃ