Prem Pariksha - 1 in Gujarati Drama by PANKAJ BHATT books and stories PDF | પ્રેમ પરીક્ષા - ભાગ ૧

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

પ્રેમ પરીક્ષા - ભાગ ૧

પ્રેમ પરીક્ષા (નાટક) ભાગ ૧

કથા સાર

આ કથા છે આણંદ મા રેહતા પ્રોફેસર મોહન પંડયા અને એમના પરિવાર ની.
મોહન પડંયા એમની પત્ની ઉર્મિલા ,દિકરી શ્રેયા અને દિકરો નિખિલ સાથે સુખે થી રહે છે.
સુખ અને શાંતિ થી ચાલતા એમ ના જીવન મા હલચલ મચી જાય છે જ્યારે એમની દિકરી એક મરાઠી છોકરા ના પ્રેમ મા પડે છે અને એની સાથે લગ્ન કરવા ની જીદ પકડે છે.
મોહનભાઇ આ વાત માટે તૈયાર નથી પણ છોકરી ને સમજાવવા એનો વિરોધ કરવા ને બદલે એક નવો રસ્તો શોધે છે અને શુરુ થાય છે "પરિક્ષા પ્રેમ ની".

પ્રેમ પરીક્ષા

પાત્રો

મોહનલાલ ઈશ્વરલાલ પંડયા - ૫૦ વર્ષ
ઉર્મિલા મોહનલાલ પંડયા -૪૭ વર્ષ
શ્રેયા મોહનલાલ પંડયા -૨૦ વર્ષ
નિખિલ મોહનલાલ પંડયા -૧૬ વર્ષ
વિશાલ શાંતારામ તલપડે - ૨૧ વર્
જીગ્નેશ વિક્ર્મ રાઠોડ - ૨૧ વર્ષ

પાત્ર પરિચય

મોહન પંડયા - આણંદ મા એક કોલેજ મા પ્રોફેસર તરીકે નોકરી કરે છે.સ્વભાવે મોજીલા અને રોમાન્ટિક .પોતાના છોકરા ઓ સાથે મિત્ર બની ને રહે છે.કામ મા ખુબજ ઇમાનદાર છે.

ઉર્મિલા - મોહન પંડયા ના પત્ની. ઉચુ સાભંળે છે.હાઉસ વાઇફ છે, ઓછુ ભણેલા છે.પતિ અને બાળકો બસ એજ એમની દુનિયા.ઘર મા એક દમ ચોખાઇ જોઇ એ આખો દિવસ ઘર સાફ કરતા હોય.ખુબ બોલવા જોઇ એ .ખુબ જડપ થી બોલે અને ખુબ જડપ થી ચાલે.

શ્રેયા - મોહનભાઇ ની મોટી દિકરી કોલેજ ના બિજા વર્ષ મા ભણે છે. ફેસ્નેબલ અને આખો દિવસ મોબાઇલ મા હોય છે.ભણવા મા વધારે રસ નથી .આખો દિવસ તૈયાર થઈ મિત્રો સાથે ફરવુ પાર્ટિ કરવી એ એના શોખ છે.

નિખિલ - મોહનભાઇ નો દિકરો ૧૦ મા ધોરણ મા છે.ભણવા નો ચોર આખો દિવસ મોબાઇલ મા ગેમ રમતો હોય છે.ઉમર કરતા વધારે પડતો હોશિયાર છે.શ્રેયા સાથે એને જરા પણ બનતુ નથી.

વિશાલ તલપડે - એન્જિનિયરિંગ ના ફાઇનલ વર્ષ મા છે.મહારસ્ટ્રીયન છે.ગુજરાતી બોલતા શિખી રહયો છે.ભણવા મા હોશિયાર છે.સ્વભાવે શાંત એને સમજદાર છે.દેખાવળો છે.

જીગનેશ - મોહનભાઇ ની કોલેજ મા ભણે છે.બે વર્ષ થી નાપાસ થાય છે.કોલેજ મા દાદો બની ને ફરે છે.દેખાવે દાઠી વાળો અને સ્વભાવે ગુસ્સાવાળો છે.ગુંડા જેવો છે.


ACT 1

SCENE 1

[પડદો ખૂલે છે ઘર નો હોલ છે એક મોટો સોફો , બે નાના સોફા , ટિપોઇ , ટિવી , ટેબલ , એક મધ્યમ વગૅનુ ઘર . મોહન ભાઈ બૅટિંગ કરે છે અને નિખિલ બાલિંગ કરી રહ્યો છે નિખિલ બૉલ નાખે છે મોહન ભાઈ બીટ થાય છે નિખિલ આઉટની અપીલ કરે છે ]


નિખિલ : આઉટ આઉટ પપ્પા આઉટ.... છે.


મોહન : જા જા અવે સ્ટ્મ્પમાં લાગ્યો નથી જલ્દી બૅટિંગ લેવા માટે ચીટિંગ ના કર . નોટ આઉટ છુ અને તું બરાબર બોલિંગ કર પેલા.

નિખિલ : શું પપ્પા હું નઇ તમે ચીટિંગ કરો છો આઉટ હતા યાર

{નિખિલ ફરી થી બૉલ નાખે છે ને ત્યાં સુધી ઉર્મિલા કિચન માંથી શાક કાપવા બહાર થાડી લઈ આવે છે ને મોહન ભાઈ નો શોર્ટ એમની થાડી ને વાગે છે ને બધુ શાક પડી જાય છે ને ઉર્મિલા જોર થી બૂમ પાડે છે }


ઉર્મિલા : શું કરો છો તમે આ છોકરા સાથે છોકરું ના થવાય અને આ કોઈ જગા છે ક્રિકેટ રમવા ની ? આજે રવિવારે તમને તો કોઈ કામ ધંધો છે નઇ. તો મારૂ કામ કેમ વધારો છો? તમને શરમ નથી આવતી આ છોકરા ની બોર્ડ્ ની પરીક્ષા આવવાની છે. ને તમે આને રમતે ચડાવ્યો છે મને તો સમજા તું નથી તમને પ્રોફેસર બનાવ્યા કોને. કોલેજ મા પણ ભાણાવાનું બાજુ મૂકી બૅટિંગ ટિપ્સ આપતા હશો, અરે નિખીલ્યાં તું પણ ઓછો નથી. તને યાદ છે છેલ્લી પરીક્ષા મા માંડ માંડ પાસ થયો છે, આમજ ચાલશે તો કોઈ કોલેજ વાળા તને એડ્મિશન નઇ આપે સમજ્યો. હવે આ ક્રિકેટ ને મૂકો અને ક્લ્લાસ મા જવાની તૈયારિ કરો તમે શું બેટ પકડી ઊભા છો ? આવી ને જરા મદદ તો કરો { મોહન ભાઇ મદદ કરવા જાય છે }


મોહન : હા..હા..તું રેહવા દે હું કરુ છુ.

ઉર્મિલા: નિખિલ ખબરદાર જો ફોન ને પકળયો છે તો ભણવા બેશ.

નિખિલ : પણ મમ્મી છેલ્લા બે કલાક થી ભણતોજ હતો .

ઉર્મિલા: પાછો બેશરમ કે છે રમતો હતો .

નિખિલ: રમતો નઇ ભણતો.... ભણતો હતો.

ઉર્મિલા: શું જમતો હતો હજુ જમવાનું બનાવ્યુજ ક્યા છે?

{બને બાપ દીકરા સાથે માથું પછાડે છે }

મોહન : જવાદે દીકરા તારી માં ના ભાષણ અને એના ઊચા સાંભળતા કાન નું કઇ થાય એમ નથી.

ઉર્મિલા : આ તારા પાપા એ તને બગાડયો છે.

મોહન : ના વાલી મે તો ઉલટો સુધાર્યો છે .

ઉર્મિલા : હા એજ કઉ છુ કેટલો બગાડી મુક્યો છે.

મોહન: આ બધુ જવા દે શ્રેયા ક્યાં છે ઊંગે છે હજું ?

ઉર્મિલા : ના ના ક્યારની જાગી ગઈ છે પણ કલાક થી તૈયાર થાય છે.


{ આ બધી વાતો દરમિયાન નિખિલ મોબિલ લઈ ને મસ્ત સોફા પર આરામ કરે છે મોહન ભાઇ શાક ભેગુ કરી ઉર્મિલા ને આપે છે ને ઉર્મિલા કિચન મા જાય છે ને મોહન ભાઇ છાપુ લઈ ખુરસી પર બેસે છે }


મોહન: છોટુ બાબા ની કોરોડો ની મિલકત જપ્ત . પોલિસ ની તપાસ ચાલુ છે હજી સો કરોડ્ની મિલકત છુપાડી હોવા ની શંકા .આ પ્રોફેસર કરતા બાબા બની જવા મા વધારે ફાયદો છે.

નિખિલ :પપ્પા આ દસમી પછી કોઈ બાબા બનવાનો કોર્સ નથી હોતો ?

મોહન : આને શુ જવાબ આપવો ?

{ઉર્મિલા કિચન માં થી બાહાર આવે છે }

ઉર્મિલા : એ ભાઈ તું કેમ આમ પડ્યો છે ભણવાનું નથી તારે ?

{નિખિલ ઊભો થાય છે }

નિખિલ : મમ્મી અહીંયા મારી પાસે આવી ને બેસ ને જરા. એટલે તને બરાબર સંભળાય.

ઉર્મિલા : બેટા જરા ભણીલે સારી રીતે .

નિખિલ : મને ભણી ને સુ મળશે?

ઉર્મિલા : બેટા સારા માર્કસ મળશે ને.

નિખિલ : સારા માર્કસ મેળવી ને શું થશે ?

ઉર્મિલા : સારી કોલેજમાં દાખલો મળશે.

નિખિલ :સારી કોલેજમાં ભણવાથી શું થશે ?

ઉર્મિલા : બેટા સારી નોકરી મળશે .

નિખિલ : નૌકરી મળી ગઈ પછી?

ઉર્મિલા : ખુબ પૈસા કમાવીશ.

નિખિલ : પૈસા કમાવ્યા પછી શું?

ઉર્મિલા : પછી તું મસ્ત આરામ થી રહી શકીશ.

નિખિલ : તો પછી મમ્મી તને શું લાગે છે હમણા હું શું કરુ છુ?

ઉર્મિલા : આરામ.

નિખિલ : તો મમ્મી આટલું કેમ ભણવું છે જ્યારે આરામ જ કરવાનો છે.

ઉર્મિલા : નાલાયક... અત્યારે તુ તારા બાપના પૈસે આરામ કરેછે, આ તમે જોવો છો ને કેવા જવાબો આપે છે તમારો છોકરો. બધુ આ મોબાઇલ ના લીધે થયું છે.

{શ્રેયા તૈયાર થઈ આવે છે }

શ્રેયા : કેવી લાગુ છુ હું? મમ્મી... પપ્પા..

નિખિલ : પોસ્ટ બોક્સ ના ડબા જેવી .

શ્રેયા : તને કોઇ એ પુછ્યું નથી.

{ શ્રેયા નિખિલ ને ઇગ્નોર કરીને મોબાઇલ મા સેલફી લે છે}

મોહન: મસ્ત તૈયાર થઈ છે ને કાઇ.

ઉર્મિલા : તમે તો કાંઇ બોલતા જ નઇ. કેમ કોના લગન મા જવાનું છે ?જે આટલું તૈયાર થવુ પડે અને આ તો રોજ નું થઈ ગયુ છે તારુ રાતના 12 12 વાગયા સુધી ફોન ને મચળ વાનો ને સવારે ગોરવાનું.

શ્રેયા : just chill momzy ! પપ્પા મારા બેસ્ટ ફ્રૈન્ડ નો બર્થડે છે . તો રાતે 12 વાગે જાગી ને વિશ કરતી હતી અને પછી અમે બધા ફ્રેન્ડસ ચેટિંગ કરતાં હતા. અને રવિવારે સવારે કેમ જલદી ઉઠવાનું . આમ પણ મે આર્ટ્સ લીધું છે એમાં ભણવા જેવુ કાઇ હોતુ નથી અને પાર્ટિ મા જવા તૈયાર તો થવુ પડે ને ?

મોહન : જો બેટા મમ્મી ની વાત સમજવા નો પર્યત્ન કર એ તારા ભલા માટે જ બોલે છે.

શ્રેયા : શું ડેડુ તમે મમ્મી ની સાઇડ લોછો.. ચાલો મને હવે લેટ થાય છે બાય મોમ બાય પોપ્સ.

મોહન: બેટા જલ્દી આવજે મોડુ ના કરતી .

ઉર્મિલા :જવાન છોકરી ને આટલી છુટ આપવી સારી નહિં.જમાનો કેટલો ખરાબ છે.

મોહન : હું સમજુ છું તારી વાત ને .માનું પણ છું પણ આજનો જમાનો બદલાયો છે.. ને આપણે પણ બદલાવુ પડે.એને બને એટલુ પ્રેમથી સમજાવવુ પડે.એમના માતા પિતા થઈ ને નહિં મિત્ર બની ને રેહવુ પડે. સમાજમા કેવા કિસ્સા ઓ બને છે તને તો ખબર જ છે.

ઉર્મિલા : તમે ખુબ સરસ બોલયા પણ એટલુ ધીમે બોલયા મને તો કાંઈ પકડાયુ નઈ.

મોહન: પાછુ બોલુ ?

ઉર્મિલા : ના... નિખિલ્યા નાલાયક પોણા ૧૨ વાગ્યા કલ્લાસ માં પરીક્ષા આપવા જવાનુ નથી ?

નિખિલ : હા મારી માં જાઉ છુ...પપ્પા રવિવારે તો કોઇ પરીક્ષા રાખતુ હશે.

મોહન : જો બેટા પરીક્ષા આપવા તો જવુ જ પડશે.

નિખિલ : શું છે પપ્પા અમારા સર ની કોઇ ગર્લફેન્ડ નથી એટ્લે રવિવારે નવરા હોય છે. એટલે અમારુ લોહી પિવે છે. તમારા ધ્યાન મા કોઇ છોકરી હોય તો કેજો નવરા લોકો કામે લાગે.

મોહન : બેટા તુ ભણવા મા ધ્યાન આપ નહિં તો તુ પણ આખી જિંદગી નવરો રહિશ.જા હવે પરીક્ષા મા ટાઇમ પર પોહચવુ જોઇએ.

નિખિલ : ok.. enjoy your sunday afternoon.

મોહન : જા.. ને અવે ડોડ ડાયા.

{નિખિલ મોઢું બગાડી જાય છે ને ઉર્મિલા સફાઇ કામ મા લાગે છે }

ઉર્મિલા : આ ઘરની શું હાલત કરી છે કોઈ આવે ને જોવે તો કેવું લાગે કોઈ વસ્તુ ઠેકાણે નથી.

મોહન : હમ તુમ એક કમરે મૈ બંદ હો ઓર ચાબી ખો જાયે...

{ મોહન રોમાંટિક મૂડ મા આવે ડાંસ કરે છે ઉર્મિલા સાથે }

ઉર્મિલા : હાય હાય શરમ આવે છે તમને .શું કરો છો કોઈ આવી જાય તો કેવુ લાગે?

મોહન : અરે આજ તો મોકો છે. ઘરે ક્યાં કોઈ છે જોવા વાળુ. ને છોકરાઓ પણ બહાર ગયા છે. રવિવાર ના જ આવો ટાઇમ મળે. તને જોઈને તો મારા દિલ ની સિટી વાગે છે ને......

[કુકર ની સિટિ વાગે ]

ઉર્મિલા : અરે મારા કૂકર ની સિટી વાગી ગઈ દાળઢોકળી મુકી છે.

[ઉર્મિલા દોળી ને કિચન મા જાય ]

મોહન : હે ભગવાન તે દાળઢોકળી કેમ બનાવી.શાલુ ઉતરાણ હોય ત્યારે પવન ના હોય... અને પવન હોય ત્યારે ઉતરાણ ના હોય... આ પતંગ નું કરવાનું શું?

{ડોર બેલ વાગે ને મોહન ખોલવા જાય }

મોહન : આવ્યુ રંગ મા ભંગ પડાવા કોઇ આવ્યુ .

[ મોહન અને જિગનેશ સાથે આવે ]

મોહન :અરે જિગનેશ તુ અત્યારે અહિં કોઇ જરુરી કામ હતુ? આવ બેસ.

જિગનેશ :તમે મને ઓળખો છો?

મોહન : અરે ...તુ એક જ છોકરો છે જે મારા ક્લ્લાસમા છેલ્લા બે વર્ષ થી ફેલ થઈ રહયો છે.બોલ શું કામ હતુ.

જિગનેશ : તમે મારા પપ્પા ને ઓળખો છો ?

મોહન : ના.. કેમ ?

જિગનેશ : વિક્રમ રાઠોડ SUPRI TENDENT OF POLICE.એમણે મને ધમકી આપી છે કે જો હું આ વર્ષે ફેલ થયો તો મને ઘરે ઘુસવા નહિં દે.

મોહન: ઓ...આમા હું શું કરી શકુ ?

જિગનેશ : તમે મને પાસ કરી શકો છો .

મોહન : તુ સારુ ભણીશ ને સારું પેપર લખીશ તો જરુર પાસ થઈ જઇશ .

જિગનેશ : તમને ખબર છે એ શક્ય નથી.

મોહન : તો તારું પાસ થવુ પણ.. શકય નથી .

જિગનેશ : મને ખબર છે તમે ખુબ ઈમાનદાર માણસ છો એટલે પૈસા લઈ ને તો મને પાસ નહિં કરો. જો હું પાસ ના થયો તો હું મારા ઘરે નહિં જઇ શકું.. અને તમે પણ તમારા ઘરે પોહચી.. નહિં શકો.

{આ કહી ને જિગનેશ ચાકુ બતાવે છે }

મોહન : તું... મને ધમકી આપે છે ?

જિગનેશ : તમને જેમ સમજવું હોય તેમ.. પણ જો મારૂ કામ ના થયું તો...ને આ વાત આપણા બે સિવાય કોઈ ત્રિજા ને ખબર પળી તો હું તમારા આ ચાર જણા ના સુખી પરિવાર ને ...સમજદાર ને ઇશારો કાફી છે સર...

{ જિગનેશ જાય છે બ્લેક આઉટ!! }