Stree Sangharsh - 21 in Gujarati Fiction Stories by Fatema Chauhan Farm books and stories PDF | સ્ત્રી સંઘર્ષ...ભાગ 21

Featured Books
  • અસવાર - ભાગ 3

    ભાગ ૩: પીંજરામાં પૂરો સિંહસમય: મે, ૨૦૦૦ (અકસ્માતના એક વર્ષ પ...

  • NICE TO MEET YOU - 6

    NICE TO MEET YOU                                 પ્રકરણ - 6 ...

  • ગદરો

    અંતરની ઓથથી...​ગામડું એટલે માત્ર ધૂળિયા રસ્તા, લીલાં ખેતર કે...

  • અલખની ડાયરીનું રહસ્ય - ભાગ 16

    અલખની ડાયરીનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ ૧૬          માયાવતીના...

  • લાગણીનો સેતુ - 5

    રાત્રે ઘરે આવીને, તે ફરી તેના મૌન ફ્લેટમાં એકલો હતો. જૂની યા...

Categories
Share

સ્ત્રી સંઘર્ષ...ભાગ 21

આ બાજુ રુચા પોતાના માટે સારી એવી જોબ ગોતી રહી હતી . પરિવાર અને તેમના મીરા પ્રત્યેના વિચારોથી દૂર રહેવા માટે તે પોતે પિતા પર બોજો બનવા માંગતી ન હતી આંથી દરરોજ કોઇના દ્વારા થએલી ભલામનો અને છાપાઓમાં આંપેલી જાહેરાતોથી તે રૂબરૂ સંપર્ક કરીને પોતાને લાયક જોબ ગોતવાનો પ્રયત્ન કરી રહી હતી જેના કારણે પોતાનો નાના મોટા ખર્ચા માટે તે પિતા ઉપર નિર્ભર ન રહીને જાતે કરી શકે. આમ તે જોબ ગોતવા માટે મેહનત તો બહુ કરી રહી હતી પણ કોઈ યોગ્ય કામ તેને મળતું ન હતું

આખરે ઘણા દિવસ પછી તેણે પોતાના લાયક એક જાહેરાત જોઈ જેમાં આવેલી ખબર મુજબ એક દવાખાના ના ચિલ્ડ્રન વોર્ડમાં નર્સ ની જરૂર હતી જે બાળકોની દેખરેખ કરી શકે અને રૂચા ને પણ આ કામ પોતાને લાયક લાગતા ત્યાં જઈ રૂબરૂ તપાસ કરી કામ વિશે જાણવાનું વિચાર્યું આથી તે ત્યાં ની મુલાકાત લેવા ગઈ પણ ખરી પરંતુ તે દવાખાના ના ડૉક્ટર ના આસિસ્ટન્ટ ને મળીને અવાક બની ગઈ . કારણ કે તે આ વ્યક્તિને જાણતી હતી તેને પોતાની આંખ પર વિશ્વાસ ન આવ્યો..

" તું અહીંયા...."

" તું શું કરે છે અહી ..."

"એવું તો નથી ને કે તું મારો પીછો કરી રહ્યો છે તે દિવસ ની જેમ જ"

આ તો મારે તને પૂછવું જોઈએ

તું કોણ મને પૂછવા વાળો ??

અચાનક બંને જનાં ઝપાઝપી પર આવી ગયા આખરે આ છોકરો જે આહિયા પોતે assistant તરીકે ટ્રેનિંગ લઇ રહ્યો હતો તે પોતાની જ કોલેજનો સિનિયર વિદ્યાર્થી હતો. આની પહેલા રુચા તે છોકરાને એક પ્રોજેક્ટ માટે મળી હતી આથી બંને એકબીજાને સારી રીતે ઓળખતા હતા પરંતુ પ્રોજેક્ટ બન્યો ન બન્યો પણ બંને વચ્ચે મોટો તમાશો વધી ગયો કારણકે બંને ના વિચારો અને ઉસુલો જુદા હતા.

આ સિનિયર ભણવામાં તો હોંશિયાર હતો પરંતુ એટલો જ કોમ્પ્લિકેટ છોકરો હતો. પોતાની દુનિયામાં રહેવા વાળો અને દુનિયાથી હમેશા અલગ રહેવા વાળો પરંતુ રુચા ને જે સબ્જેક્ટ મળેલો હતો તે રિસર્ચ માટે બાકીના બધા સિનિયર વિદ્યાર્થીઓ એ તો હર્ષ નું નામ સૂચવેલું આથી રુચાને તેની સાથે જોડી બનાવી પડી. પોતે ખૂબ જ સારું કરી શકે તે માટે તેની હર્ષ પાસેથી ઘણી આશાઓ વધી હતી પરંતુ બંનેના એક મત ક્યારેય પડતાં ન હતા. બન્ને વારંવાર ઝઘડી પડ્તા અને અંતે રુચા એ તેના કારણે પ્રોજેક્ટ ગુમાવ્યો કારણ કે તે પ્રોજેક્ટ સબમિઝન સમયે ટાઈમે કોલેજ પોહચી જ ન શક્યો. અને રૂચા ને લાગ્યું કે તેણે તેની વાત ન માની તેનો બદલો લીધો છે જેથી તેનો પ્રોજેક્ટ અધુરો રહી જાય

આ પછી હર્ષ અને રુચા વધુ મળ્યા ન હતા અને જ્યારે મળે ત્યારે ઝઘડો જ કરી બેસતા. બંને એક-બીજાનું મોઢું પણ જોવા માંગતા ન હતા હર્ષ પણ રુચા ઉપર એટલો જ ગુસ્સો રાખતો હતો જે રુચા હ્ર્ષ માટે રાખતી હતી. અત્યારે પણ રુચા હર્ષ ને અહીં જોઈને ઝઘડી જ પડી હતી . હજી તો બંને નો ઝગડો ચાલી જ રહ્યો હતો ત્યાં જ બારથી રિસેપ્શનિસ્ટ અંદર આવી અને રૂચા ને અટકાવતા તેને જણાવ્યું કે આ છોકરો જે ડોક્ટર ને તુ મળવા આવી છે તેમનો assistant છે આથી જો તારે જોબ જોતી હોય તો આની સાથે લાડવાનું બંધ કર કારણ કે જો તને જોબ મળી ગઈ તો તારે આની સાથે કામ કરવાનું આવશે. અને રુચા પણ આ જાણી જાખી પડી ગઈ

જે કોલેજમાં કેટલીએ છોકરીઓ થી ઘેરાયેલો હોય એવો આં હેન્ડસમ, અમીર અને સ્માર્ટ છોકરો અહીં એક સામાન્ય ક્લિનિકમાં assistant તરીકેની જોબ કરે છે અને તે પણ શું કામ. ?? કારણકે ટોપર માટે તો કોલેજ જોબ કેમ્પસ તૈયાર કરતી હોય છે. ટ્રેનિંગ પછી પણ તેને કશું કામ ગોતવાની જરૂર હોતી નથી મોટા સર્જન કે મોટા હોસ્પિટલ ટોપર માટે સામેથી આવે છે તો પછી હર્ષ ....અહીં શું કામ તે રુંચા સમજી શકી નહીં અને તે બહાર નીકળી ગઈ પ્રોજેક્ટ માટે નો ગુસ્સો હજી તેના મગજમાં હતો તે શાંતિથી બહાર આવીને બેઠી પ્રિયા પણ તેની સાથે આવી હતી તેને બહાર આવતી જોઈ તે પણ વિસ્મય પામી રહી રુચા ગુસ્સામાં ને ગુસ્સામાં હજી બબડી રહી હતી પ્રિયાએ તેને અંદર શું થયું તે જાણવાનો પ્રયત્ન કર્યો રુચા એ પણ તેને હર્ષ સાથે બનેલી ઘટના જણાવી ને પછી પોતે અહીં જોબ નહીં કરે તેમ કહી તે નીકળવા લાગી

પરંતુ પ્રિયા એ તેને અટકાવી કારણ કે રુચા ઘણા સમયથી જોબ ગોતી રહી હતી તે પ્રિયા પણ જાણતી જ હતી આથી પ્રિયાએ તેને આ જોબ સ્વીકારી લેવા કહ્યું, " રુચા તું સમજ...; જો તું હર્ષ વિશે ન વિચારે તો આ જોબ તારા સમય અને વિષય સાથે અનુકૂળ છે આથી થોડું એડજેસ્ટ કરી ને કામ સ્વીકારી લેવું જોઈએ પછી તું વિચારી લે"...

કારણ કે પ્રિયા એ પણ જાણતી હતી કે રુચા ને અત્યારે સખત પૈસાની જરૂર છે અને જો તે જોબ નહીં કરે તો પિતા પાસે જ વળતું જવું પડશે અને જે ઋચા કરવા માંગતી ન હતી.

આખરે રુચા મજબૂરી સાથે ફરી અંદર આવી માફી માંગીને ડોક્ટર ને મળવાની ફરી અપીલ કરી. પહેલા તો રિસેપ્શનિસ્ટ એ ખૂબ જ ઠપકો આપીને ના પાડી પરંતુ તેમને પણ અત્યાર સુધી કોઈ યોગ્ય નર્સ મળી ન હતી આથી રુચા ને ચકાસી લેવાનો આગ્રહ સ્વીકાર્યો . રુચા ફરી અંદર કેબીનમાં દાખલ થઇ ડોક્ટરને અને હર્ષને મળી .તેને હર્ષની ડોક્ટર ની હાજરી માં માફી પણ માગી. અને તેના આપેલા રિસ્યુમ અને જવાબો થી ડોક્ટર પણ થોડો સંતોષ થયો અને રુચા ને જોબ માટે તેને ગોઠવી દીધી .ઋચાએ પણ અંતે આ સ્વીકાર્ય રાખ્યું હવે તેની પાસે આ કામ સ્વીકારવા સિવાય કોઈ ઉપાય પણ ન હતો જોકે હર્ષ સાથે કામ કરવું તેની માટે ઘણું કપરું થઈ આવવાનું હતું

જે કોલેજમાં છોકરીઓ સાથે વિટલાએલો અને તેમની સાથે જોડાયેલો રહેતો તેના પરથી તો રુચા ને હર્ષ બગડેલો સેહજાદો લાગતો જે પોતાના મા-બાપની દોલત પર કોલેજ માં રાજ કરતો હોય એમ દેખાય આવતું પોતે પોતાના a comfort zone માં જ જીવતો હોય તેવું તેના કપડાં અને તેની લકઝેરી વસ્તુ પરથી જ દેખાઈ આવતું પરંતુ અહીં તો તે શું કામ જોબ કરતો હશે તે વિચારી રુચા ને આશ્ચર્ય થઇ આવ્યું.