One unique biodata - 1 - 9 in Gujarati Motivational Stories by Priyanka Patel books and stories PDF | એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૯

Featured Books
  • خاموش جزبہ

    میں نے اسکے ساتھ ایسی زندگی تصور کی ہوئی ہے۔۔۔میں نے یہ نہیں...

  • نیا دن

    سچائی زندگی کی حقیقت کو جلد سمجھ لینا چاہیے۔ زندگی کو صحیح ط...

  • فطرت

    خزاں   خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ...

  • زندگی ایک کھلونا ہے

    زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ...

  • سدا بہار جشن

    میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا...

Categories
Share

એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૯

દેવ અને નિત્યા સલોનીને જોઈને ચોંકી ગયા અને બંને એક સાથે બોલ્યા,"સલોની તું અહીંયા?"

(સલોની મહેતા:-એક પૈસાવાળા બાપની ઘમંડી અને જિદ્દી છોકરી પૈસા તો પાણીની જેમ વાપરતી.દેખાવડી હોવાના કારણે કોલેજ ટાઈમે કોલેજના બધા જ છોકરાઓ એની આગળ-પાછળ ફરતા.એને જોઈને કોઈ સીટી મારે અને એની વાતો કરે એ એને બઉ ગમતું.ટૂંકમાં કહું તો શોઓફ કરવાનો એને બહુ જ શોખ.જિદ્દી એટલી કે એને જે ગમે એ એનું જ હોવું જોઈએ ચાહે એ વસ્તુ હોય કે વ્યક્તિ. ગમે તે રસ્તે જઈને એ એને મેળવી જ લેતી.આ બધા જ અવગુણો સાથે એનામાં એક વસ્તુ સારી હતી કે જે હોય એ બધું જ મોઢા પર કહેતી.એ જે હતી એ બધાની સામે હતી.દિલની પણ સારી જ હતી.એના આ જીદ અને ઘમંડનું કારણ એના ઘરનું વાતાવરણ હતું.એને રોકવા-ટોકવાવાળુ,સાચું-ખોટાનું જ્ઞાન આપવવાળું કોઈ હતું જ નઈ. એના મમ્મી-પપ્પા આખો દિવસ કામમાં જ વ્યસ્ત રહેતા.)

"તમે ત્રણેય એક-બીજાને ઓળખો છો?"દિપાલીએ પૂછ્યું.

"હા"સલોનીએ જવાબ આપ્યો.

"કેવી રીતે?"દિપાલીએ ફરી પૂછ્યું.

"અમે ત્રણેય કોલેજમાં સાથે હતા એક જ ક્લાસમાં"સલોની બોલી.

"પણ તું અહીંયા કેવી રીતે?"નિત્યાને સમજ ના પડતા પૂછ્યું.

"એક્ચ્યુલી,સલોની મારા માસીની છોકરી છે"દિપાલીએ કહ્યું.

"ઓહ,આજ સાબિત થઈ ગયું કે પૃથ્વી ગોળ છે"ક્યારનો ચૂપ ઉભેલો દેવ બોલ્યો.

"કેમ છે તું મજામાં ને?"સલોની દેવને હગ કરતા પૂછ્યું.

"હા,એકદમ"દેવ બોલ્યો.

(સલોની એ નિત્યાને ખાલી સ્માઈલ જ આપી અને દેવ સાથે વાત કરવા લાગી.નિત્યા અને સલોનીનું કોલેજ ટાઇમથી જ ઓછું બનતું હતું.સલોની વાત-વાતમાં નિત્યાને નીચું દેખાડવાનો પ્રયત્ન કરતી કેમ કે નિત્યા એક સિમ્પલ છોકરી જે આખો દિવસ લાઈબ્રેરી અને ક્લાસમાં જ જોવા મળતી અને સલોની એનાથી બિલકુલ ઊલટું કેન્ટીનમાં અને ક્લાસની બાર જ જોવા મળે.સલોનીનું દેવ સાથે સારું બનતું.કેમ કે એ વખતે દેવ પણ થોડો રેઢીયાર ટાઈપ સ્ટુડન્ટ હતો.દેવ સલોનીને મનોમન પસંદ કરતો હતો પણ એને એ વાત એના મનમાં જ દબાવી રાખી અને પછી કોલેજ પુરી થઈ ગઈ એટલે એ સલોનીને એના દિલની વાત કહી ના શક્યો.પણ આ વાત નિત્યાને ખબર હતી કે દેવ સલોનીને લાઈક કરતો હતો.સલોનીએ પણ કોલેજ પત્યા પછી દેવ સાથે કોન્ટેકટ ઓછો કરી દીધો હતો.કોઈ વાર મેસેજમાં હાઇ-હેલો કે જન્મદિવસ જેવું હોય તો વિશ કરતા બાકી વાત થવાની તો બંધ જ થઈ ગઈ હતી. )

દેવ અને સલોની ઘણા દિવસો પછી મળ્યા હોવાથી એમની વાતો જ ખૂટતી ન હતી.નિત્યા એ દેવને બે વાર પૂછવાનો પ્રયત્ન કર્યો કે જઈએ હવે પણ દેવનું ધ્યાન વાતો માં જ હતું.થોડીવાર પછી દેવ એ અચાનક ઘડિયાળમાં જોયું અને બોલ્યો,"નિત્યા જઈએ હવે?,૧૧:૧૫ થઈ ગઈ છે"પણ નિત્યા આજુબાજુ ક્યાંય દેખાઈ નહીં એટલે એને માનુજ પાસે જઈને પૂછ્યું,"નિત્યાને જોઈ ક્યાંય?"

"હા,એતો ક્યારની ગઈ"માનુજે કહ્યું.

"મને કહ્યા વગર જ નીકળી ગઈ"દેવ મનમાં બોલ્યો."ચાલ હું પણ નીકળું"કહીંને દેવ પણ ઘરે જવા નીકળ્યો.એને ઘરે જઈને નિત્યાને બે વાર ફોન કર્યો પણ નિત્યાએ ફોન ના ઉપાડ્યો.દેવે નિત્યાના પપ્પાને ફોન કર્યો,"અંકલ નિત્યા સુઈ ગઈ છે?"

"હા,કદાચ.એ આવી ત્યારની રૂમમાં જ છે"જીતુભાઇ બોલ્યા.

"ઓકે,બાય અંકલ"

"બાય બેટા"

દેવે ફરી એક વાર નિત્યાને ફોન લગાવ્યો પણ નિત્યાએ ફોન ના ઉપાડ્યો.છેલ્લે દેવે એને મેસેજ કર્યો,"આઈ એમ સોરી બેસ્ટી"

આજના આખા દિવસના કામના કારણે નિત્યાને બહુ જ થાક લાગ્યો હતો એટલે એ ઘરે આવીને તરત જ સુઈ ગઈ હતી.સવારે ઉઠતાની સાથે જ એને દેવનો મેસેજ જોયો પણ લેટ ઉઠવાના કારણે કોલેજ જવાની ઉતાવળમાં એને સામે કોઈ જવાબ ના આપ્યો.નિત્યા ફટાફટ તૈયાર થઈને કોલેજ પહોંચી.કેબિનમાં એનું પર્સ મુકવા ગઈ ત્યાં દેવ પહેલેથી જ એની રાહ જોતો બેઠો હતો.

"તું અહીંયા"નિત્યાએ દેવને પૂછ્યું.

"હા,તું ફોન કે મેસેજ જોતી નથી તો આવવું જ પડે ને"દેવ બોલ્યો.

"સોરી દેવ,મારે અત્યારે લેક્ચર છે.હું હમણાં આવું ત્યાં સુધી તું આ બુક વાંચ બહુ જ મસ્ત છે"આટલું કહેતા જ નિત્યા લેક્ચર લેવા જતી રહી.

દેવને થયું કે કદાચ કાલ સલોની સાથે વાત કરવામાં એની પર ધ્યાન ના ગયું એટલે એને ખોટું લાગ્યું હશે.પણ નિત્યાના મનમાં એવું કંઈ હતું નહીં.

દેવ બુક વાંચતો હોય છે એટલામાં નિત્યા ત્યાં આવી.એની ચેર પર બેસીને માથા પરનો પરસેવો લૂછયો અને પાણી પીતા પીતા દેવને પૂછ્યું,"બોલ હવે શું કહેતો હતો?"

"કાલ મેં કેટલા ફોન કર્યા,મેસેજ પણ કર્યો હતો.એક પણ નો કોઈ જવાબ નઈ.તું મને ઇગ્નોર કરે છે?"દેવે સીધું જ પૂછી લીધું.

"અરે સોરી,કાલ........."આગળ કઈ બોલે એ પહેલાં ત્યાં વિવેક સર આવ્યા અને બોલ્યા,"હાય,ગુડ આફટરનૂન"

"ગુડ આફટરનૂન"દેવ અને નિત્યા એક સાથે બોલ્યા.

"આજ સાંજે કોલેજ પત્યા પછી એચ.ઓ.ડી સર પાર્ટી આપે છે"વિવેકસર બોલ્યા.

"કઈ ખુશીમાં,એમના બીજા લગ્ન નક્કી થઇ ગયા કે શું?"દેવ મજાક કરતા બોલ્યો.

નિત્યા દેવ સામે ગુસ્સાથી અને પહોળી આંખે જોયું અને ઇશારાથી જ મોઢા પર આંગળી મૂકી બેસી રહેવાનું કહ્યું.

"કાલ આપણે સારી રીતે બધું જ હેન્ડલ કર્યું એટલે થેંક્યું કહેવા માટે પાર્ટી આપે છે"વિવેકસરે કહ્યું.

"ઓહ અમને તો આ પાર્ટીનું કોઈએ કહ્યું નથી"નિત્યા બોલી.

હમણાં મોહનકાકા આવતા જ હશે આટલું કહીને વિવેક સર કેબિનમાંથી બહાર નીકળતા જ હતા એટલામા મોહનકાકા આવ્યા અને એમને આ પાર્ટીની નિત્યા અને દેવને જાણ કરી અને જતા રહ્યા.

"સોરી નિત્યા"દેવ બોલ્યો.

"ફોર વોટ"

"તને કાલની વાતનું ખોટું લાગ્યું છે ને?"

"કઈ વાતનું?"

"હું સલોની સાથે........"

નિત્યા દેવ શું કહેવા મગતો હતો એ સમજી ગઈ એટલે એને દેવને વચ્ચે જ રોક્યો અને બોલી,"અરે ના એવું કંઈ નથી.એક્ચ્યુઅલી કાલે હું બહુ જ થકી ગઈ હતી.તું સલોની સાથે વાત કરતો હતો એટલે મને થયું કે વચ્ચે નથી બોલવું હું જાતે જ ઘરે જતી રહું.ઘરે જઈને સુઈ ગઈ હતી એટલે તારા ફોન આવ્યા પણ મને ખબર જ ના રહી.સવારે તારો મેસેજ જોયો પણ મોડા ઉઠવાના કારણે ઉતાવળમાં જવાબ ના આપી શકી.સોરી"

"અચ્છા,મને એમ હતું કે તને ખોટું લાગ્યું હશે"

"કેમ,મારે ખોટું લગાડવાનું હતું?"

"ના,પણ મને એ વાતની ખબર છે કે તું સલોનીને પસંદ નથી કરતી"

નિત્યા એ દેવના હાથ પર હાથ મુકતા કહ્યું,"અને હું એ વાત જાણું છું કે તું સલોનીને પસંદ કરે છે.લૂક દેવ,મને સલોની પસંદ નથી એના મારા પોતાના કારણો છે પણ એ તારી સારી ફ્રેન્ડ છે.તું ચાહે એટલી વાતો એની સાથે કરી શકે.તારે સોરી બોલવાની કોઈ જરૂર નથી.હું સમજુ છું તને"

"થેંક્યું બેસ્ટી,પણ મને એક વાતની પ્રોમિસ આપ કે બીજી વાર તું મને કહ્યા વગર આમ ક્યારેય નઈ નીકળે"

"પ્રોમિસ"

"તને ખબર છે આજ મારે ૨ વાગ્યા પછી લેકચર્સ હતા તો પણ હું જલ્દી આવી ગયો,મને લાગ્યું આ ફોન નઈ ઉપાડે મને કોલેજમાં જ મળવા જવું પડશે.આ બધું વિચારવામાં મને રાતે ઊંઘ પણ નથી આવી"

"તું શું કરવા વિચારતો હતો.કદાચ મને ખોટું લાગ્યું પણ હોય તો એ મારી પ્રોબ્લેમ હતી એમ તારે શું"

"અચ્છા બચ્ચું,મારી પ્રોબ્લેમમાં તને બધું જ જલ્દી સોલ્વ કરી દેવું હોય અને તને કઈક થાય તો કહેવું પણ નથી હોતું"

"હું એવું કંઈ નથી કરતી"

"હા,તો મને કહે કે કોલેજમાં હતા ત્યારે પેલા સિનિયર છોકરાએ એવું તો શું કહ્યું હતું કે તું ૧ અઠવાડિયા સુધી મારી સાથે નહોતી બોલી"દેવે જૂની વાત યાદ કરાવતા કહ્યું.

"આપણે આજ લંચ સાથે કરીએ.હું મારી ટિફિન લઈને આવું"નિત્યા એ વાત બદલતા કહ્યું.

નિત્યા એની પ્રોબ્લેમ્સ ક્યારેય કોઈની પણ સાથે શેર નહોતી કરતી.

"વાહ મેડમ વાત બદલતા તો કોઈ તમારી પાસેથી શીખે"દેવ કટાક્ષમાં બોલ્યો.

નિત્યા એ દેવના માથા પર ટપલી મારી અને એનું ટિફિન લેવા ગઈ.એટલામાં દેવના ફોનમાં ફોન આવ્યો.નામ જોતા જ દેવના ચહેરા પર એક મસ્ત સ્માઈલ આવી ગઈ.

"હેલો દેવ સર"સલોની બોલી.

"ઓહ,અચાનક આટલી બધી રિસ્પેક્ટ"

"હવે તું પ્રોફેસર બની ગયો છે તો આટલી તો બને જ ને"

"હમમ"દેવ આ સાંભળી એટલો ખુશ થઈ ગયો કે એનાથી બીજું કશું ના બોલી શક્યો.

"અચ્છા લીસન,આજ રાત્રે ફ્રી છે તું?"

"હા,કેમ?"

"આજે ડિનર પર જઈએ"

"કેમ અચાનક?"

"બસ એમ જ,તને કઈક કહેવું છે"

"ઓકે,ક્યાં જવું છે ડિનર માટે?"

"એ હું તને એડ્રેસ મેસેજ કરું છું"

"ઓકે"

"બાય"

બાય કહીને દેવે ફોન મુક્યો એટલામાં નિત્યા ટિફિન લઈને આવી. એ બંને એ સાથે વાતો કરતા કરતા લંચ કર્યું.દેવને થયું કે નિત્યાને પણ સાથે ડિનર પર લઈને જાય જેથી નિત્યા અને સલોનીની ફ્રેન્ડશીપ થઈ શકે.

"ઓય બેસ્ટી,ચાલ આજ આપણે ડિનર પર જઈએ"દેવે કહ્યું.

"વ્હોટ?"દેવે અચાનક પૂછ્યું એટલે નિત્યાને કઈ ખબર ના પડી.

"હમણાં સલોનીનો ફોન આવ્યો હતો.એને મને ડિનર માટે બોલાવ્યો છે"

"હા,તો તને બોલાવ્યો છે તું જઈ આવ.મારુ ત્યાં શું કામ"

"અરે ચાલને,મજા આવશે"

"ના દેવ,એને નઈ ગમે હું આવીશ તો અને સાચું કહું તો મને પણ એની સાથે ઓછું ફાવે છે"

"હું તો છું ને,મારી સાથે તો ફાવશે ને?"

"વાત ને સમજ,જીદ ના કર.જઈ આવો તમે બંને"

"તું મારા માટે આટલું પણ ના કરી શકે?"દેવે માસૂમ બનીને કહ્યું.

"હું આવીશ તો તને જ ઓકવર્ડ થશે"

"એ મારી પ્રોબ્લેમ છે,હું હેન્ડલ કરી લઈશ"

"ના કહ્યું ને યાર પ્લીઝ ફોર્સ ના કર"

"હું કરીશ ફોર્સ. મારો હક છે"

"તું મારો ફ્રેન્ડ હોય તો પ્લીઝ સમજ મારી વાતને"

"તું મારી ફ્રેન્ડ હોય તો તું પણ સમજ મારી વાતને.તું આવીશ તો જ હું જઈશ,નઈ તો હું હાલ જ સલોનીને ફોન કરીને ના કહી દઉં છું કે હું નઈ આવી શકું"દેવ જીદ કરતા બોલ્યો અને સલોનીને ફોન ડાયલ કરવા જ ગયો એટલામાં નિત્યા એના હાથમાંથી ફોન લઈ લીધો અને કહ્યું,"ઓકે ના કહેવાની કોઈ જરૂર નથી.હું વિચારીને કહીશ,પાક્કું નથી કહેતી કે આવીજ"

શું નિત્યા ડિનર પર જવા તૈયાર થશે?

શું સલોની અને નિત્યાની ફ્રેન્ડશીપ થશે?