I like you in Gujarati Human Science by वात्सल्य books and stories PDF | હું તમને ગમું છું?

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

હું તમને ગમું છું?

મનનો વહેમ કાઢી નાખો કે પરણેલા બહુ ખુશ હોય છે. "લાકડાના લાડૂ ખાય તે પસ્તાય અને ના ખાય તેય પસ્તાય."હું અપરણિત હતો ત્યારે થતું કે હું પરણીશ તો હવામાં ઉડીશ તેની જગ્યાએ હવામાં ઝૂલતો થઇ ગયો. 😄. મને એમ હતું કે આપણું કપલ દુનિયાના કપલથી અલગ હશે."પરંતુ કાગડા બધે જ કાળા".અમેં બેઉ પ્રવાસ જઈશું અને મોજ મસ્તી લૂંટશું. દિવસ્વપ્નમાં રાચતું ચિત્ત અને વિચાર કરતું મન થોડી વાર પછી બીજા વિચારે ચડે ત્યારે એમ થાય કે હું કમાતો તો કંઈ નથી. મને છોકરી કોણ આપશે?રખે ને છોકરી જ પૂછી લે કે તમેં શું ઝોબ કરો છો? તમારી પાસે બાઈક કે કાર છે? તો...? આ બંદા પાસે તૂટેલી સાઇકલ પણ નથી. આવા વિચારે ક્યારેક મન
નિરાશ થઇ જતું. સંજોગસાત નોકરી મળી ગઈ પરંતુ દૂર ના શહેર નજીક મળી જયાં જિંદગીએ પ્રથમ પગ મુક્યો. થોડા મહિના નોકરીના વિતાવી એકલતાની અનુભૂતિ થઇ. વતનથી દૂર તદ્દન અજાણ્યો વિસ્તાર! ના ખાવું ભાવે ના રહેવું ફાવે.😄 રજામાં ઘેર આવ્યો. ઘરનાં લોકોએ મારે માટે એક સારી છોકરી નું ગોઠવી રાખ્યું હતું. 'હા' કે 'ના' નો આધાર મારા પર નિર્ણય ફાઇનલ રાખ્યો હતો. નક્કી કરેલી તારીખે, તિથિએ હું અને મારા પરિવાર નાં તેમની રૂબરૂ મુલાકાતે નીકળ્યાં.ઘર માં અમારા સ્વાગત ની પુરી તૈયારી થઇ ચૂકી હતી.મારા ખાટલે બીડી, માચીસ, માવા, મસાલા, સોપારી વગેરે સેવામા હાજર હતું. (ગામડાના લોકો બહુ હોંશિયાર તે જુએ કે છોકરો વ્યસની છે?)થોડી વાર થઇ ચા આવી. વાત તો વડીલો કરતા જ હતા. મારે તો માત્ર તેમને ગમતું વર્તન કરવાનું નાટક માત્ર કરવાનું હતું 😆આમેય નાટક નો શોખીન ભજવવાનો નાનપણનો શોખ આ જગ્યાએ કામ લાગ્યો.😄કન્યા પક્ષ નાં લોકો આડી નજરે તેમના ભાવિ જમાઈ ને નીરખી રહ્યાં હતાં. મારી બધીજ હરકતો પર cctv લાગેલા હતા 😄હું પણ વિચારતો હતો કે મને કોઈ ગમાડતું ન્હોતું. અને હું ના પાડીશ તો બીજી કોઈ મને પસંદ. નહીં જ કરે એવી બીક હતી. તેમને જોવા નીરખવાની વિધિ પતિ એટલે મારે જેની સાથે ગઠબંધન કરવાનું છે 😄તેની સાથે ની રૂબરૂ મુલાકાત ની કાનાફુસી થવા લાગી.થોડા જુનવાણી લોકો મોં વકાસી ને કન્યા સાથે રૂબરૂ મુલાકાતનો મનોમન વિરોધ મોઢા ના હાવભાવ થી જણાતો હતો પરિણામે કન્યા સાથે ની મુલાકાત બંધ બારણે એક ઓરડામાં ગોઠવાઈ. અમેં અજાણ્યાં બેઉ પહેલાં શું પૂછવું બોલવું તે ના સમજાયું. પણ કોઈ એકે શરૂઆત તો કરવી પડે ને અને તે શરૂઆત પુરુષોથીજ થતી હોય છે 😆કન્યાને તેના સ્વાભિમાન ઘવાય ના તે રીતે કાચબા ની સંકોચિત વૃત્તિ થી મૌન હતી. મેં પૂછ્યું : તમારે કંઈ કહેવું છે? સામે થી કોઈ પ્રત્યુત્તર ના મળ્યો. પુનઃ પૂછ્યું :તમે બોલો કઈંક. છતાં કન્યા નીચી નજર કરી ચૂપ રહી.ત્રીજી વખત સંભળાવી દીધું તમેં બોબળાં છો? અને કન્યાએ ડોળા 😆કાઢી મનમાં વેરવૃત્તિ પ્રગટ થઇ.હું બો લું? સ્ત્રીઓ ને 'હા ' કે 'ના' બોલવાનો ક્યાં સવાલ જ છે? ☹️બસ આટલી વાત થઇ ત્યાં હું ઉઠી વડીલો બેઠા હતાં ત્યાં ગોઠવાઈ ગયો. કન્યા તેના પરિજનો ના કુંડાળામાં ગોઠવાઈ ગઈ .વડીલો એ મને પૂછ્યું " ભાઈ! તને ગમતું હોય તો આપણે આગળ વાત વધારીએ." બધાંની હાજરીમાં મારે તો માત્ર "હા મને ગમે છે " એટલુંજ કહેવાનું હતું. તરતજ વાતાવરણ 😇ગરબે ઘુમવા જેવું જામ્યું. જમવાનું બની ગયું હતું. ફરી કન્યા સાથે ભોજન પીરસવા આવી ચોથો પ્રશ્ન પૂછી નાખ્યો ."હું તમને ગમું છું?" અને સામે થી પ્રત્યુત્તતર મળ્યો. "તમને ગમતું હોય તો મારી ક્યાં ના છે?".....
. - સવદાનજી મકવાણા
. ( વાત્ત્સલ્ય )