The Author krishna chauhan Follow Current Read પ્રેત સાથેનો પ્રેમ - ભાગ 1 By krishna chauhan Gujarati Love Stories Share Facebook Twitter Whatsapp Featured Books शोहरत का घमंड - 165 आर्यन इस टाइम सबसे दूर एक होटल में होता है और वहां पर बैठ कर... अंतराष्ट्रीय संगोष्ठी और प्रवासी (व्यंग्य रचना) ____________________________ अजब बात लगती है मुझे भारत में क... काठगोदाम की गर्मियाँ - 1 अध्याय 1 मैग्गी प्वाइंट्स की शाम शा म के कोई सात बजने वाले... अकड़- भौं “पानी मैं निकालती हूं, ” आंगन में लगे हैंड- पंप... टूटे हुए दिलों का अस्पताल - 36 टूटे हुए दिलों का अस्पताल – एपिसोड 36पिछले एपिसोड में:डॉ. सं... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by krishna chauhan in Gujarati Love Stories Total Episodes : 3 Share પ્રેત સાથેનો પ્રેમ - ભાગ 1 (4) 1.5k 5.7k આ એક કાલ્પનિક કથા છે.આ વાર્તાનો ઉદ્દેશ કોઈ પણ અંધશ્રદ્ધાને માન આપતી નથી.... હું આજે જ લાંબો સફર પૂરો કરી ને મારા ગામ પાછી ફરી હતી.હું મારા ગામડે જાજુ રહી નથી પણ જાણે આ ગામ સાથે મને કાંઈક અલગ જ લગાવ છે.હું આઠ વર્ષ ની હતી ત્યારે મારા મમ્મી પપ્પા એ આ ગામ મૂક્યું, પછી હું મારા ગામ ક્યારેય પાછી નથી ફરી અને આજે એકવીસ વર્ષે પછી પપ્પાનું અવસાન થયા પછી હું ફરી એક વાર મારા ગામ પાછી ફરી છુ. હું મારા માં.બાપ ની એકજ સંતાન છું .અને પપ્પા ના ગયા પછી આખા કારોબાર નો ભાર મારા પર આવી ગયો આમ આખો દિવસ કામ માં વયો જાય અને જ્યારે હું એકલી હોવ ત્યારે વિચારો માં વયો જાય. મારા ગામ ના પાદરે એક હવેલી છે વર્ષો થી બંધ પડેલી છે ત્યાં કોઈ નો પણ આવરો જાવરો નથી જ્યારે હું નાની હતી ત્યાર થી લઇ ને આજ સુધી આ હવેલી સાથે મને ઘણો લગાવ છે જ્યાં કોઈ નથી જતું ત્યાં મને વારે વારે જવાનું મન થાય છે.જાણે કોઈ મને ત્યાં બોલાવતું હોઇ એવું લાગે છે જે મને ક્યારેય એકલતાનો અનુભવ નથી થવા દેતું. એ હવેલી સમક્ષ જતા મારા હાવ ભાવ બદલાઈ જાય છે રાત ના 12 વાગે પણ એની સામે બેસી ને એ હવેલી ને નિહાળું મને ખુબ જ ગમતું .માન્યું કે આજ સુધી મને કે મારા પેરેન્સ ને એ નહીં સમજાણું કે હું આવું વર્તન શુકામ કરું છું .ગામ ના લોકો એમ કહે છે કે ત્યાં કોઈ આત્મા નો વાસ છે એ લોકો ની વાતો માની ને હું વધારે એ હવેલી ની નજીક ના જાવ એ માટે થઇ ને માં-પાપા એ શહેર જવાનું નક્કી કર્યું .ત્યાર થી લઇ ને આજ સુધી હું ત્યાંજ રહેલી . આટલા વર્ષો ગયા છતાં પણ હવેલી પ્રત્યે ની મારી ચાહત હજી એ જ છે .હાલ મમ્મી એ મને એ હવેલી થી દુર રહેવાનું કહ્યું છે પોતાના ના સોગંધ દઈ ને જાણે મારા પગ માં કોઈ સાંકળ બાંધેલી હોઈ એવું લાગે છે.હું સતત મારા ઘર ની બારીએ થી એ હવેલી ને જોયા કરું છું. આખી આખી રાત એને જ નિહાર્યા કરું છું, અને વિચારું છું કે હવે હું નહીં રહી શકું એક વાર મારે અંદર જય ને જોવું છે એવું શું છે જે મને એના તરફ એટલું આકર્ષિત કરે છે કે હું એકલી હોવ ત્યારે પણ મને કોઈ ના હોવા ની અનુભૂતિ થાય છે .જાણે એ મને રાત રાત ભર સુવા નથી દેતું એ કોણ છે જે અંધકાર માં પણ મને એના હોવાનો આભાસ કરાવે છે.એને એવું કેમ લાગે છે કે આ બધી વાતો નો સંબંધ આ હવેલી સાથે છે . સોગંધ આપવા છતાં પણ હું મારી જાત ને રોકી ના શકી.દાદી અને માં ને પ્રસંગોપાત બાજુ ના ગામ માં જવાનું થયું અને ફોન આવ્યો કે ત્યાં બે દિવસ ની રોકાણ થશે.અત્યાર ના મોર્ડન કલચર પ્રમાણે આવુ સમ જેવું કંઈ ન હોઇ એવું વિચારી ને મેં નક્કી કર્યું કે હું એ હવેલી માં આજે રાતે જઈશ .માન્યું કે ત્યાં લોકો દિવસે જતા પણ ડરે છે પણ મને એવુ લાગે છે કે જાણે ત્યાથી કોઈ મને બોલાવતું હોઇ વર્ષોથી, પણ લોકોની વાતો સાંભળી ને પપ્પા એ નાનપણ માં જ એ હવેલીથી દુર કરી દીધી, પણ બસ હવે નહીં રોકી શકાય મારી જાતને મારા થી એવું વિચારી ને એજ રાતે મેં ત્યાં જવાનું નક્કી કર્યું .બરાબર દસ નો ડંકો વાગ્યો ઘર ના બધા નોકોરો પોતપોતાના સ્થાન પર જય ને સુઈ ગયેલા હતા મેં જય ને ચેક કર્યું કે કોઈ જાગતું તો નથી ને!અને પછી ધીમે થી ઘર નો દરવાજો ખોલી અને હું બહાર નીકળી ગઈ.અમારા ગામ માં આઠ વાગે અડધી રાત થઈ ગઈ હોય,હું જ્યારે દસ વાગે બહાર નીકળી ત્યારે આખા ગામ માં સંનાટો છવાય ગયેલો,ખાલી કૂતરા ના રડવાનો અવાજ આવતો હતો, મેં ધીમે ધીમેં હવેલી તરફ મારા પગલાં ભર્યા અને ત્યાં જઈ ને જોયું તો જ્યાં દરરોજ એના દરવાજા પર તાળું મારેલું હોઈ એ દરવાજો આજે ખુલો હતો મને સમાજણું નહીં કે હું ખુશ થાવ કે હેરાન , જે દરવાજો હંમેશા બંધ રહેતો એ કેમ આજે ખુલો છે કે પછી મારે જ્યાં જવું છે એ રસ્તો આજે ફક્ત મારા માટે ખુલો પડ્યો છે. મેં ધીમે થી દરવાજો ખોલ્યો અને અંદર પ્રવેશ કર્યો .મને એવું લાગતુ નહોતું કે હું અહી પેહલી વાર આવું છું,પણ સાચું તો એજ હતું કે હું આ હવેલી માં પેહલી વાર આવતી હતી.હવેલી માં ઘનઘોર અંધારુ વર્ષો થી બંધ પડેલી આ હવેલી ધૂળધમાહા થઇ ગયેલી ધીમે ધીમે હું એ હવેલી ની અંદર પ્રવેશી ગઈ અને ચારેબાજુ જોતા જોતા ત્યાં એક વિશાળ ઓરડો દેખાણો અજુક્તિ વાત એ હતી કે જ્યાં વર્ષો બંધ પડેલી આ હવેલી માં ધૂળ સિવાય બીજું કાંઈ નહોતું દેખાતું ત્યાં આ ઓરડો એક દમ સાફ જાણે કોઈક આવાનું હોઈ અને ખાસ અના માટે સજાવટ કરેલી હોઈ. એ ઓરડા માં બેશકિમતી બધી વસ્તુ ઓ નો સમા વેશ થયેલો જ્યાં એક બાજુ આખી હવેલી અંધકારમય છે ત્યાં આ ઓરડાની કાંઈક અલગજ ચમક હતી.હું ધીમેક થી એ ઓરડાની અંદર પડેલા પલંગ પાસે ગઈ અને હાથ ફેરવ્યો તો એકદમ નરમ જાણે હજી નવુજ લાવેલું હોઈ.મને સમજણ નોતી પડતી કે બંધ પડેલી આ હવેલી માં નવું નિર્માણ કોણ આવી ને કરી ગયું હશે,જ્યાં આવા થી પણ લોકો ડરે છે.ત્યાં આ સજાવટ કોણે કરી હશે. મને કંઇ નહોતું સમજાતું અને હું ધીમે થી એ પલંગ પર બેઠી.હાલ હું પપ્પાની ઓફિસ થી થાકેલી આવેલી અને પાછી સીધી આ હવેલી માં આવી તો મને થયું કે હું થોડી વાર અહીજ સુઈ જવું આમ પણ અહીં કોણ મને જોવા આવાનું એવું વિચારી અને હું એ પલંગ પર મારુ શરીર પાથારી ને આરામ કરવા સૂતી. હજી સૂતી અને પંદર મિનિટ જેવું થયું થયું હશે .ત્યાં અચાનક મારા શરીર પર કોઈ નો કોમળ હાથ ફરતો હોઈ એવી મને અનુભૂતિ થવા લાગી.હું પ્રયત્ન કરું છું કે હું આંખો ખોલી ને જોવ કે મને કોણ સ્પર્શ કરે છે પણ એ સ્પર્શ એટલો મીઠો અને પ્રેમાળ હતો કે મારી આંખો ખુલવાનું નામ નોતી લેતી મારુ એક એક રોમ કંપી ઉઠ્યું હૃદય ના ધબકારા જાણે આજ સુધી નોતા ધમક્યા એ એક સાથે ધબકારા મારવા લાગ્યા.એની લાગણી નો દરિયો જાણે મારા આવી ને તોફાન મચાવતો હોઈ એવું લાગવા લાગ્યું.જેની મને વર્ષો થી રાહ હોઈ એ આજ વ્યક્તિ છે એવું લાગવા લાગ્યું એક બાજુ ડર કે આ કોણ હશે? ને બીજી બાજુ આશ્ચર્ય કે હું એને જાણતી નથી જે મને સ્પર્શ કરે છે તો મને એના પ્રત્યે હકારાત્મક ભાવ કેમ પ્રગટ થઈ રહ્યો છે.એક બાજુ ભયનો હા..... હા.... કાર...અને બીજું બાજુ એના સ્પર્શ ની સંવેદના કાઈ નહોતું સમજાતું કે શું કરું ક્યાં જાવ આખો હજી બંધ પડી.ખોલવાનું મન પણ ના થાય અને ખુલશે તો સામે કોણ હશે? કેવું હશે?હું ઓળખતી હશ?ઘણા બધા સવાલ એક પળ માં મારા મન માં પથરાય ગયા. ધીમે થી મેં મારી આંખો ખોલી જોયુ તો સામે કોઈ નહીં .હું ફટ કરતી પલંગે થી ઉભી થઇ. અને તરત દરવાજા તરફ ભાગી બહાર નીકળી ને સીધો ઘર તરફ પ્રયાણ કર્યો. ને જય ને બેડ રૂમ માં મારા મન માં ડર બેસી ગયો કે ત્યાં કોઈ હતું નહીં તો એ કોણ હતું જે મારા શરીર પર પોતાના પ્રેમાળ હાથો થી મને સ્પર્શી રહિયું હતું .ઘણા બધા વિચારો મારા મન માં ફરતા હતા ને હજી હું મારા બેડ પર પડી ત્યાં તરત જ ઊંઘ આવા લાગી જાણે મન પર નો બોજ ઊતરી ગયો હોય એવું અનુભવ થવા લાગ્યું. મને સમજાતું નોહોતુ કે જે હું રાત રાત ભર જાગ્યા કરતી એના બદલે આજે કેમ મને તરત જ ઉંઘ આવે છે અને હું આ વિચાર માં ને વિચારમાં સુઈ ગઈ. લિ - ક્રિષ્ના ચૌહાણ.ભાવનગર › Next Chapter પ્રેત સાથેનો પ્રેમ - ભાગ 2 Download Our App