The Author Hemangi Follow Current Read કબ્રસ્તાન - 2 By Hemangi Gujarati Horror Stories Share Facebook Twitter Whatsapp Featured Books HAPPINESS - 114 Autumn Don't expect the withered flowers to bloom... Let me Show you How to Love - 2 The soft hum of the air conditioner mixed with the faint rus... An Untellable Secret - 25 An untellable secret (Some secrets may better remain secrets... Unfathomable Heart - 24 - 24 - Sunday being a holiday, Ramesh’s driver... HEIRS OF HEART - 17 Later that day, Roohi sent Aryan a letter explaining her pla... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Hemangi in Gujarati Horror Stories Total Episodes : 16 Share કબ્રસ્તાન - 2 (16) 2.2k 4.7k દ્રશ્ય બે - મગન ના દીકરા ના ગુનેગાર સરપંચ નો દીકરો કાળુ છે તે જાણ્યા પછી તે સરપંચ ના ઘર ની બહાર આવી ને એક ખૂણામાં સંતાઈ ગયો. એ રાત ત્યાજ સંતાઈ કાળુ બહાર આવે તેની રાહ જોવા લાગ્યો. સવાર પડતાંની સાથે તે સરપંચ ના છોકરાને ઘરની બહાર નીકળ તા જોયી ને એની પાછળ પાછળ ચાલવા લાગ્યો. તે જ્યારે સૂમસામ જગ્યા પર આવ્યો ત્યારે મોટો પત્થર લઈ ને પાછળથી મારવા ગયો. કાળુ ને તેનો હાથ પકડી ને કહ્યું " શું લાગ્યું હું એટલો મૂરખો છું કે તારા જેવા ના હાથે મારીશ...તરે પણ તારા છોકરા ની પાસે જવું છે." એમ બોલી ને પથ્થર મગન ના હાથમાંથી નીચે ફેંકી મગન ને મારવા લાગ્યો. કાળુ મગન થી વધુ બળવાન હતો મગન ને તેને બેજ માર મારી ને બેભાન કરી તેને ગામ વચ્ચે લાયી ને ફેક્યો. મગન ને એને મારવાનો પ્રયાસ કર્યો એ વાત ગામ ના પંચ આગળ મૂકી. સાથે કહ્યું " મગન ને જ જીગા ને માર્યો છે એની માનસિક સ્થિતિ હવે બગાડવા લાગી છે. કોઈ બીજા નો છોકરો મારી નાખે એની પેહલા આનો કઈક રસ્તો કરો" તેને સજા કરવાની વાત પણ કરી. મગન આ સાંભળી ને બોલ્યો " મારા જીગા ને મારી ને તે મારા પર આરોપ મૂકે છે શરમ કર...ક્યાં જયિશ આટલું પાપ લઈ ને.... આખું ગામ જાણે છે મારા જીગા ને મારવા વાળો આ કાળુ છે. કોઈ તો બોલો....મને અને મારા દીકરાને ન્યાય આપો.....શું આખ્ખા ગામ માં કોઈ એવું નથી કે જે મારા પક્ષમાં બોલે." મગન ની વિનતી કોઈ ના કાન સુધી પોહચી નઈ. બધાના મોઢા સિવાય ગયા હતા કાળુ ની બીક કોઈ ને બોલવા દેવાની નથી. સરપચ ને કાળુ નો પક્ષ લીધો અને બોલ્યો " તે તારા દીકરા ને મર્યો હવે મારા દીકરાને મારવા આવ્યો છે કાલે ગામ માં બીજા કોય ને મારવાનો પ્રયત્ન કરીશ તને તો ગામ માંથી બહાર નીકાળી દેવાની જરૂર છે. શું કેહવુ છે બધાનું..." સરપંચ ની વાત સાંભળી આખ્ખા ગામ ને હા કહ્યું અને પંચના લોકો એ મગન ને ગામ બહાર કાઢી મુકવાની વાત કરી અને ગામ માં પગ પણ મૂકવાની ના પાડી. સરપંચ ને પોતાના દીકરાને બચાવા માટે મગન ને દોશી બતાવ્યો. મગન બૂમો પાડી ને બોલવા લાગ્યો " મે મારા દીકરા ને નથી માર્યો...કોઈ તો સાચું બોલો...મને અને મારા દીકરાને ન્યાય અપાવવો...." કાળુ ના બે સાથીદારો હતા જેમાં એક વિઠ્ઠલ જેને વિઠ્ઠો કહેતા અને બીજો હતો પ્રવીણ જેને પવલો કહેતા. કાળુ નું સાચું નામ હતું કમલેશ. કાળુ ની ટુકડી મગન ને ધક્કા મારી ને ગામ ની બહાર સુધી મૂકી ને આવી અને મગન ત્યાં ગામ ની બહાર બેસી ને માથું પકડી ને પોતાના નસીબ ને કોષવા લાગ્યો. પોતાના હાથ ને માથા પર મારી ને રડી રડી ને થાકી ગયો હતો. અને ત્યાજ બેભાન થઈ ગયો. મધ્ય રાત્રિ એ મગન ને ભાન આવ્યું મગન ને આંખો ખોલી તો ઝાંખું ઝાંખું એને બધું દેખાવા લાગ્યું એને કબ્રસ્તાનની સામે જ ફેકી દેવામાં આવ્યો હતો આંખો થી જ્યારે સ્પસ્ત જોયું ત્યારે એની સામે કબ્રસ્તાન હતું. રાત્રે કોઈ વ્યક્તિ આ રસ્તા થી ભૂલથી પણ જવાનું ના વિચારે . અત્યાર સુધી તો તેને કબ્રસ્તાન થી બીક લાગતી હતી નાનો હતો ત્યારથી આ કબ્રસ્તાન ની વાતો સાંભળી હતી. આજે પરિસ્થિતિ વિપરીત હતી તેના મનમાં ભય ની ભાવના ન હતી. અને તે શા માટે ડરે કોઈ આગળ પાછળ રહ્યું નથી. મગન એ સમયે એના દીકરાની મોત નો બદલો લેવાનું જ વિચારતો હતો. એ કેવી રીતે કાળુ સાથે બદલો લઈ ને પોતાના દીકરાને ન્યાય અપાવે એજ એના મનમાં ચાલતું હતું. મગન ના મન ના વિચાર અને બદલો લેવાની ભાવના એ કબ્રસ્તાન ની એ કબર સુધી પોહચી ગયા હોય એમ ત્યાં એકા એક પવન ફૂકવા લાગ્યો. વાતાવરણ બદલાવા લાગ્યું અને વીજળી ચમક વા લાગી. કબ્રસ્તાન થી એક અવાજ મગન ના કાન ની બાજુ માં આવી ને બોલ્યો. " મને અહી થી આઝાદ કર....હું તારો બદલો લયિશ.....ઉભો થયી ને મારી પાસે આવ." પેહલા મગન ને તેની પર ધ્યાન ના આપ્યું પણ તે ફરી થી એજ શબ્દ મગન ની કાનમાં વામવર સંભાળવા લાગ્યા." મારી પાસે આવ...મને આઝાદ કરાવ...." બદલો લેવાની ભાવના ના કારણે મગન ને તે અવાજ ને પોતાની વશ માં કરી લીધો મગન લથડતા પગે ઉભો થયો. એ કબ્રસ્તાન ની અંદર ચાલ્યો ગયો. ત્યાં એના કાન માં અવાજ આવ્યો " નીચે જમીન માં હથોડી પડી છે જમીન ને ખોદ." મગન કાળી કબર ની બાજુ માં બેસી ને નીચે હાથ થી ખોદવા લાગ્યો. એની આંગળી ઓ છોલાઈ ગઈ પણ તેને હથોડી શોધવાનુ ચાલુ રાખ્યું. હથોડી મળ્યા પાછી એના લોહી ભર્યા હાથ વડે એને હથોડી ના વાર એ કબર પર માર્યા ઠક ઠક ઠક અને બોલવા લાગ્યો. " મારા દીકરા ની મોત ની બદલો આખ્ખું ગામ ચુકવ શે...કોઈ ને નઈ છોડૂ...કોઈ ને માફ નઈ કરું..." ‹ Previous Chapterકબ્રસ્તાન - 1 › Next Chapter કબ્રસ્તાન - 3 Download Our App