Gandharva-marriage. - 5 in Gujarati Horror Stories by Praveen Pithadiya books and stories PDF | ગંધર્વ-વિવાહ. - 5

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

ગંધર્વ-વિવાહ. - 5

પ્રકરણ-૫.

પ્રવીણ પીઠડીયા.

                અંકુશ રાજડા સ્તબ્ધતામાં સરી પડયો. તેના મસ્તિસ્કમાં શૂન્યતા છવાય ગઈ. વનરાજે જે કહ્યું એ તેના માન્યામાં આવ્યું નહી. આજ સુધી ન્યૂઝ-પેપરોમાં અને ટીવીમાં તેણે ઓનર કિલિંગની ઘણી ઘટનાઓ વિશે જાણ્યું, સાંભળ્યું હતું. એ સમયે પણ તેને એવા લોકો પ્રત્યે સખત ધ્રૂણા જન્મતી કારણ કે કોઈને મારી નાંખવાનો અધિકાર કુદરતે માનવીઓને ક્યારેય આપ્યો જ નથી. અને તેમા પણ પોતાના અંગત… ઓળખીતા પ્રિયજનને તો કોઈ કેમ કરીને મારી શકતું હશે..! શું એવું કરતા એક વખત પણ તેમનું કાળજું કાંપતું નહી હોય..! તેમના હાથ ધ્રૂજતા નહી હોય…! એ જંગલીયાત ભર્યા ક્રૃત્યને કોઈ કાળે યોગ્ય ઠેરવી શકાય નહી. રાજડાનું મન ખિન્નતાથી ભરાઈ ગયું. એકાએક એક અજીબ પ્રકારની ઉદાસી તેને ઘેરી વળી. જીપે મંદિર તરફનાં વળાંકે ટર્ન લીધો ત્યાં સુધી તે કંઈ બોલી ન શકયો. 

                 “બસ સાહેબ, અહીં જ.” વનરાજે સામે દેખાતી લાલ રંગની કારને જોતાં જ કહ્યું. રાજડાએ જીપને કારની સાવ નજીક લાવી ઉભી રાખી અને ધ્યાનથી નીરખી. વનરાજની વાત સાચી હતી. આવા ઘનઘોર વગડામાં કોઈ ભૂલથી પણ ન આવે એવી પરિસ્થિતિમાં આ કારનું અહીં હોવું કોઈને પણ ચોક્કસ ખટકે જ. તે નીચે ઉતરવાની હજું તૈયારી કરતો જ હતો કે અચાનક બહારનું વાતાવરણ જબરજસ્ત ઠંડકથી ભરાઈ ગયું અને એકાએક જ આકાશમાંથી વરસાદ વરસવો શરૂ થયો. અત્યાર સુધી ગોરંભાયેલું વાતાવરણ એકાએક જ પલટાયું હતું અને વાદળોનાં ભયંકર ગડગડાહટ વચ્ચે વરસાદ ખાબકવા લાગ્યો હતો. મંદ ગતીએ વહેતી હવાને જાણે કોઈએ જંગી મશીન દ્વારા ડહોળી નાંખી હોય એમ જબરજસ્ત હલચલ મચી ગઈ હતી અને ઓચિંતા જ સૂસવાટાભેર પવન ફૂંકાવો શરૂ થયો. રાજડાએ મનોમન એ ફેરફારની નોંધ લીધી. જોરથી ફૂંકાતા પવનનાં કારણે વૃક્ષો હિલોળાવા લાગ્યાં હતા. એક અજબ પ્રકારની ઠંડક ચારેકોર પ્રસરી ગઈ હતી. જીપનાં ખૂલ્લા દરવાજામાંથી આવતી વાછટ રાજડા અને વનરાજને પલાળતી હતી. રાજડા ઝડપથી નીચે ઉતર્યો અને ત્યાં ઉગેલા એક ઘેઘૂર ઝાડની નીચે દોડી ગયો. વનરાજ પણ જીપ ફરતે ગોળ ચકરાવો લઈને ઝાડ નીચે પહોંચ્યો. 

               “સાહેબ, મને ડર લાગે છે.” વનરાજનાં અવજમાં કંપન હતું. તેની બીક અચાનક શરૂ થયેલા વરસાદને કારણે ઓર વધી ગઈ હતી. ઓલરેડી તે ડરેલો હતો એમાં ઓચિંતા શરૂ થયેલા વરસાદે તેને થથરાવી મૂક્યો હતો. રાજડાએ એક નજર વનરાજ તરફ નાંખી અને પછી ફરીથી દૂર ઉભેલી સેન્ટ્રોને નિહાળવા લાગ્યો. કોણ આવ્યું હશે એ કારમાં..? આજુબાજું કોઈનાં હોવાનાં એંધાણ સુધ્ધા નજરે ચડતા નહોતાં તો કારમાં આવેલા લોકો ક્યાં ગયા હશે..? સાવ ખખડધજ જેવી દેખાતી સેન્ટ્રો તેને આશ્ચર્ય પમાડતી હતી. સવારથી આ જંગલમાં તેણે ફક્ત એક જ આદમીને જીવતો જાગતો જોયો હતો અને તે આ વનરાજ હતો. એવા માહોલમાં સામે દેખાતી સેન્ટ્રોએ તેને વિચારવા મજબૂર બનાવી દીધો હતો. તેને સમજાયું હતું કે વનરાજે જે કહાની સંભળાવી હતી એમાં થોડોઘણો સત્યનો અંશ ચોક્કસ છે જ. સેન્ટ્રો તરફથી નજર હટાવીને તેણે સામે… ઉંચે… દેખતા મંદિર ભણી દ્રષ્ટિ કરી. વરસાદનાં ફોરાઓ વચ્ચેથી ધૂંધળું દેખાતું મંદિર અને ભારે પવનને કારણે ફરફરતી તેની ફાટેલી ધજા કોઈ ડરામણી હિન્દી ફિલ્મમાં આવતા દ્રશ્ય માફક જણાતી હતી. ઘડીભર માટે રાજડા એ દ્રશ્ય જોઈ રહ્યો. મંદિરની અંદર હજ્જારો દિવાઓ ઝળહળતા હોય એવો પ્રકાશ બહાર રેળાઈ રહ્યો હતો. અત્યાર સુધી જોરથી પડઘાતો ઢોલ, નગારા અને ઝાલરનો અવાજ વરસાદનાં શોરમાં થોડો દબાયો હતો છતા તેનો પડઘમ છાતી ધ્રૂજાવી રહ્યો હતો. 

               “તળાવ કઈ તરફ છે..?” એકાએક રાજડાએ પૂછયું. તેને વનરાજે જે કહ્યું એ બધું યાદ હતું. હજું ગયા મહિને જ વનરાજનાં ગામની બે વ્યક્તિઓ એ તળાવમાં ડૂબીને મરી ગઈ હતી. એનું અનુસંધાન અત્યારે ઘટતી ઘટના સાથે જોડી શકાય કે નહી એ તે વિચારી રહ્યો હતો.

               “મંદિરની પાછળ. આપણે ટેકરી વટીને પાછળ જવું પડશે.” વનરાજ બોલ્યો. તેનાં સ્વરમાં અધીરાઈ છલકાતી હતી. તેને ભયંકર બીક લાગતી હતી છતાં જલ્દીથી તે તળાવ સુધી પહોંચવા માંગતો હતો. કોણ જાણે કેમ પણ… તેને લાગતું હતું હતું કે આ સેન્ટ્રો કારમાં જે કોઈ પણ આવ્યું હશે એ ચોક્કસ તળાવ પાસે જ ગયું હશે. અને તે મુસીબતમાં મૂકાયું હશે અથવા મૂકાવાની તૈયારીમાં હશે. તેનો જીવ ઉડીને તળાવે પહોંચ્યો હતો. તે વિચારતો હતો કે હવે સાહેબ જલદી કરે તો સારું. 

                “હમમમ… ચાલ મારી સાથે.” રાજડા એકાએક ચાલવા લાગ્યો. વનરાજ તેની પાછળ ખેંચાયો. ઝાડ હેઠળથી તેઓ ખૂલ્લા આકાશ નીચે આવ્યા એ સાથે જ તેઓ સંપૂર્ણપણે ભિંજાઈ ગયા. વરસાદ જોરથી ખાબકતો હતો. ઉપરથી સૂસવાટાભેર વહેતો ઠંડો પવન તે બન્નેને આગળ વધવા દેવા માંગતો ન હોય એમ પાછળ ધકેલતો હતો. પરંતુ એમ હાર માને એ રાજડા નહી. તે આગળ વધ્યો અને સેન્ટ્રોની નજીક પહોંચ્યો. સેન્ટ્રોની હાલત બહારથી જેટલી ખરાબ હતી એનાથી બદતર અંદરનો નજારો હતો. કાર સાવ ભંગાર કહી શકાય એટલી જૂની જણાતી હતી. રાજડાએ એક નજરમાં બધું આવરી લીધું. આવી ખટારા કારનો માલીક અહીનાં દોઝખ જેવા રસ્તાઓ ઉપર કાર ચલાવવાનું સ્વપ્ને પણ વિચારે નહી. જો કોઈ કારણોસર તેણે અહી સુધી આવવાનું થયું હોય તો એક વખત તે ચાલીને આવે પરંતુ કાર લઈને આવવાનું સાહસ ન કરે. એનો મતલબ સાફ હતો કે તેને અહી સુધી આવવા માટે મજબૂર કરવામાં આવ્યો હોવો જોઈએ અથવા એવા સંજોગો સર્જવામાં આવ્યાં હોય કે તેણે મજબૂરીવશ અહી સુધી આવવું પડયું હોય. જો એવું થયું હશે તો ચોક્કસ અત્યારે તે મુસીબતમાં મૂકાયા વગર રહ્યા નહી હોય. રાજડા વિચારમાં પડયો. તેના મનમાં જબરજસ્ત ગડમથલ ચાલતી હતી. એક વાત એ પણ હતી કે આવી કોઈપણ દૂન્યવી બાબતોમાં તે ક્યારેય વિશ્વાસ કરતો નહી, અને બીજી તરફ અત્યારે નજરો સમક્ષ જે પરિસ્થિતિ દેખાતી હતી એનો અસ્વિકાર પણ તે કરી શકે તેમ નહોતો. એવી હાલતમાં શું કરવું જોઈએ…? ઘડીભર માટે તે એમ જ વિચારતો ઉભો રહ્યો. તેનું મગજ ગણતરીઓ માંડતું હતું. અને… આખરે તેણે હાલાતને સ્વિકારી લેવાનું મન બનાવ્યું. જો અહી કોઈ પેરાનોર્મલ ઘટના ઘટતી હશે તો તેને એવી રીતે જ સ્વિકારને પૃથ્થકરણ કરવું જોઈએ જેનાથી આખરે છેલ્લે જે હશે એ સામે આવીને રહેશે. હવે તેને સ્પષ્ટ દિશા મળી હતી અને મનમાં ઉદભવેલી તમામ દુવિધાઓ દૂર થઈ હતી. “સૌથી પહેલા આપણે ઉપર જવું પડશે.” તેણે વનરાજને સંબોધીને કહ્યું. અને તે સામે… નાનકડી ટેકરી ઉપર દેખાતા મંદિર તરફ આગળ વધ્યો.

               “ઉપર…?” ભારે આઘાતથી વનરાજનું મોં ખૂલ્લુ જ રહી ગયું. તે તળાવે પહોંચવા અધીરો બન્યો હતો અને સાહેબ ઓચિંતા જ મંદિરે જવાનું કહેતા હતા. ટેકરીની ટોચે જવાના ખ્યાલથી જ તેનો જીવ મુંઝાવા લાગ્યો કારણ કે ત્યાનું વાતાવરણ ભયાનક હતું. “સાહેબ, આપણે તળાવ બાજું જવું જોઈએ. આ કારવાળા ચોક્કસ એ તરફ જ ગયા હશે.” 

                 “નહી વનરાજ, સમસ્યા એ તળાવ નથી. સમસ્યા સામે દેખાય છે એ મંદિર છે.” રાજડા બોલ્યો. વનરાજને સમજાયું નહી કે સાહેબ શું કહેવા માંગે છે.

                 “તને એક વાત કહું..? સાંભળ… મારું માનવું છે કે કોઈ પણ સમસ્યા કેમ ન હોય… એના મૂળનો ઈલાજ કરવો જોઈએ. ડાળખાઓને કાપવાથી કંઈ વળે નહી, એ તો ફરીથી ઉગે. પરંતુ જો મૂળ જ ખતમ થઈ જાય તો પછી સમસ્યા રહે જ નહી. આપણે તળાવે જઈશું તો કદાચ અત્યારે ત્યાં હશે એ લોકોને બચાવી લેશું પરંતુ ફરી પાછું બીજું કોઈ તેનો શીકાર નહી બને એની શું ખાતરી…? એના કરતા જ્યાથી આ શરૂ થયું છે તેનો જ ખાતમો કરી નાંખીએ તો કેમ..? એ ખતમ થયું તો ભવિષ્યમાં આવી પરિસ્થિતિ સર્જાશે જ નહી.” રાજડાએ વનરાજની મુંઝવણ દૂર કરી. વનરાજને પણ એ વાત મગજમાં ઉતરી. વર્ષોથી તેનું ગામ એક અભિશ્રાપનાં ભાર હેઠળ જીવતું હતું. ગામ લોકોને હંમેશા એક ફડક રહેતી હતી કે ક્યાંક તેમની સાથે કોઈ અનહોની ઘટના ન ઘટે. એ ડરથી તેમણે આખું ગામ જ અલગ જગ્યાએ વસાવી લીધું હતું. આજે વર્ષો બાદ એવું લાગતું હતું આ નવા આવેલા સાહેબ તેમનો ઉધ્ધાર કરશે. તેણે મૂંડી હલાવી. તેના હદયમાં હરખ છવાયો અને સાહેબની પાછળ તે ચાલી નિકળ્યો.

                                       @@@

              વાદળોનાં કડાકા-ભડાકા સમગ્ર વગડાને ખળભળાવી રહ્યાં હતા. આકાશ જાણે આજે જ વરસીને નિચોવાય જવાનું હોય એમ સાંબલેધાર વરસાદ ખાબકી રહ્યો હતો. બે હાથ દૂરનું દ્રશ્ય પણ માંડ દેખાતું હતું. રાજડાએ આંખો આગળ હાથનું નેજવું કર્યું અને ટેકરીનાં પગથીયે આવીને ઉભો રહ્યો. અંદરથી તેનો માંહ્યલો અહીથી જ પાછા વળી જવાની ચેતવણી આપી રહ્યો હતો. પરંતુ એમ હાર માની લે એટલો તે ડરપોક નહોતો. આખરે થઈ થઈને શું થશે…? કદાચ એવું દ્રશ્ય જોવા મળે જે તેણે આજ સુધી જોયું ન હોય ! અથવા તો કોઈ ભૂત, પલિત કે ચૂડેલનો સામનો કરવો પડે ! પોતાના જ વિચારોથી તેને હસવું આવ્યું. એવી બાબતોની આજ સુધી તેણે પરવા કરી નહોતી. અરે… કોઈ એવી વાતો કરતું તો પણ તેને તેની દયા આવતી કે ક્યાં આજે પણ લોકો અંધકાર યુગમાં જીવે છે! જો કે આજે વાત કંઈક અલગ હતી છતા તેનું મનોબળ મક્કમ હતું કે તે ગમે તેવી ભયંકર પરિસ્થિતિનો સામનો કરી લેશે. તેનાં જડબા આપસમાં સખતાઈથી ભિંસાયા. દાઢી નીચેથી દડદડતું પાણી તેણે પેહેરેલા શર્ટનાં ખૂલ્લા બટનમાં થઈને તેની છાતી ઉપર ખલાતું રહ્યું. માંડ ખૂલી શકતી આંખોથી તેણે ટેકરી ઉપર ફરફરતી મંદિરની ધજાને નિહારી. અને… તે પગથિયા ચડવા લાગ્યો.

                                       @@@

               એ નજરો અલૌકિક હતો. રાજડા સ્તબ્ધ બનીને ફાટી આંખોએ સામે દેખાતું દ્રશ્ય જોઈ રહ્યો. તે હમણાં જ પગથિયા ચડીને ઉપર પહોચ્યો હતો અને એકાએક જ એક ઘેરી સ્તબ્ધતામાં તે સરી પડયો હતો. તેની નજરો સામે… અનરાધાર વરસાદમાં પલળતું લગભગ ખંડેર થવાની હાલતમાં પહોંચેલુ મંદિર દ્રશ્યમાન હતું. મંદિરનાં નૈપથ્યમાં કાળા ઘનઘોર વાદળોથી છવાયેલું આકાશ એ દ્રશ્યની ભયાવહતા ઓર વધારી રહ્યું હતું. મંદિરની અંદર ઝગતા દિવાઓનો ઝળાહળ પ્રકાશ બહાર પરીસરમાં પથરાતો હતો અને ચારેકોર પ્રસરેલા અંધકારમાં કંઈક અજીબ અનુભૂતી કરાવી રહ્યો હતો. ન ચાહવા છતાં રાજડાનાં હદયની ધડકનો વધી ગઈ. તેની પાછળ પગથિયા ચડતો વનરાજ તો ત્યાં જ ધરબાય ગયો હતો. તેની આંખોમાં દૂનિયાભરનો ખૌફ તરી આવ્યો. આગળ વધીને તેણે રાજડાની બાંહ પકડી લીધી. ભયાનક ડરનાં માર્યા તેના પગ થરથર ધ્રૂજતા હતા. એક વખત તો  થયું કે તેણે સાહેબ સાથે અહી સુધી આવીને મોટી ભૂલ કરી નાંખી છે. હવે ખબર નહી તેનું શું થશે…! 

              “સાહેબ… ચાલો અહીથી.” માંડમાંડ તેના ગળામાંથી શબ્દો સર્યા. 

              “નહી વનરાજ, હવે નહી. આજે મારી પણ કસોટી છે. જો આજે અહીથી હું પાછો વળી ગયો ને… તો જીવનભર એ બાબતનો મલાલ રહેશે કે જે દૂન્યવી શક્તિઓને હું મજાક સમજતો આવ્યો છું એની સચ્ચાઈ મારી નજરો સામે હતી છતાં તેની ખાતરી કરી શકયો નહી. આવો મોકો ફરી નહી મળે. હવે તો જે થશે એ જોયું જશે. આટલે સુધી આવ્યાં છીએ તો પછી પાછા પગલા ભરવાનો કોઈ મતલબ નથી. મને લાગે છે કે કુદરત જ આપણને અહી સુધી લઈ આવી છે.” રાજડામાં એકાએક જ જોમ ઉભર્યું હતું. કોઈ અજબ ટ્રાન્સમાં આવીને બોલતો હોય એવી તેની છટા હતી. ઘણી વખત એવું બનતું હોય છે કે માણસ પોતે કંઈક કરવાનું મન બનાવી લે પછી તેનો આત્મવિશ્વાસ પર્વતની ટોચ જેટલો ઉંચે પહોંચી જતો હોય છે. રાજડાનાં શરીરમાં પણ એવા જ ફેરફાર થયા હતા. વનોને સમજણ પડતી નહોતી કે તેણે શું કરવું જોઈએ..! અહીથી તે ભાગી જવા માંગતો હતો, સાથોસાથ સાહેબનો સાથ છોડતા પણ તેનો જીવ નહોતો ચાલતો. ભયાનક ડરથી ધોધમાર વરસાદમાં પણ તેના કપાળે પરસેવો ઉભરાઈ આવ્યો અને ગળામાં સોસ પડયો. તે રાજડાની પાછળ…પડખે દબાયો.   

              અને… તેઓ હજું કંઈ સમજે એ પહેલા એકાએક જ ઢોલ-નગારા વાગતાં બંધ થયા. ઝાલરોનો નાદ સ્તબ્ધ શાંતીમાં ફેરવાયો. મંદિરમાં ફડફડતાં દિવાઓની જ્યોત સ્થિર થઈને ઉંચે ઉઠી. અને… એક સફેદ ઝગ દાઢીધારી પુરુષ મંદિરનાં ગર્ભ-ગૃહમાંથી બહાર આવ્યો. અંકુશ રાજડા અને વનરાજ સોલંકી ફાટી આંખે તેને જોઈ રહ્યાં. એ દ્રશ્ય ભલભલાનાં હાજા ગગડાવી નાંખવા પૂરતું હતું. 

(ક્રમશઃ)