prem no pagarav - 12 in Gujarati Motivational Stories by Jeet Gajjar books and stories PDF | પ્રેમ નો પગરવ - ભાગ ૧૨

Featured Books
Categories
Share

પ્રેમ નો પગરવ - ભાગ ૧૨

આપણે આગળ જોયુ કે બીજા દિવસે ભૂમિ ને કોલેજ માં રજા હતી છતાં પંકજ ભૂમિ ને તેની સાથે વાત કરવા બહાર લઈ જાય છે. રસ્તામાં પંકજ તેને તે યુવાન વિશે પૂછે છે પણ ભૂમિ સ્કુટી ઉભી રાખીને પંકજ પર ગુસ્સો કરવા લાગે છે અને આજ પછી મારી લાઇફ માં દખલગીરી ન કરવાની સલાહ આપી દે છે. હવે જોઈએ આગળ...

પંકજ સમજી ગયો કે જો બધું ભૂમિને કહેવામાં આવશે તો તે વધુ ગુસ્સે થશે તે કરતા જો તે જાતે કહેશે તો સારું રહેશે એમ માની ને પંકજ હવે ભૂમિ સામે કઈ બોલતો નથી બસ એટલું કહ્યું ચાલ...સ્કુટી ચલાવ ભૂમિ અને મને કોલેજ સુધી મૂકી જા.

ભૂમિ માટે એક ફરજ હતી કે પંકજ ને કોલેજ સુધી મૂકી આવવાનો એટલે તેણે સ્કુટી ચાલુ કરી અને પંકજ ને કોલેજ સુધી મૂકી આવે છે. અને આગળ કોઈ વાત કર્યા વગર તે ઘરે જતી રહે છે.

પંકજ ઘરે આવ્યો અને ભૂમિ પંકજ તરફ નું વર્તન સાવ બદલાઈ ગયું હતું એટલે પંકજ સમજી જ ગયો કે ભૂમિ તેના જીવન વિશે કઈજ નહિ કહે એટલે તેને તેના હાલ પર છોડી દેવી જોઈએ. તે તેના રૂમમાં જઈને વાંચન કરવા લાગ્યો.

સાંજ નું ભોજન બધા એક સાથે લઈ રહ્યા હતાં ત્યારે કિશોરભાઈ એ ભૂમિ અને પંકજ ના ઉદાસ ચહેરા જોઈને એટલું તો કહ્યું. બેટા કોઈ સમસ્યા હોય તો કહી દેવી. હજુ તમારા દુઃખ ના હરનારા બેઠા છીએ. પણ કિશોરભાઈ ને કોણ સમજાવે કે આ દુઃખ તો અમારે જ સોલ કરવાનું છે. જો તમને જાણ કરીશું તો તમને મોટો આઘાત લાગશે. મનમાં ભૂમિ બળવડી રહી હતી.

કિશોરભાઈ ના સવાલ ને પંકજ તેમની સામે મીઠી સ્માઇલ કરીને જવાબ આપે છે. અંકલ આતો અહી નો અભ્યાસ થોડો કઠિન રહ્યો એટલે સમજવામાં મુશ્કેલ પડે. એટલે નથી સમજાતો અભ્યાસક્રમ તેનું દુઃખ મને છે પણ ભૂમિ પણ મારી ચિંતા માં ઉદાચ છે.

બેટા મહેનત કરો એટલે પરિણામ સારું જ આવે. અને હંમેશા હિમ્મત થી કામ લેવાનું, આપવું કે ન આપવું તે ઉપરવાળાના હાથમાં છે. એટલે તે ચિંતા કરવી નહિ. ભૂમિ અને પંકજ ને સલાહ આપતા કિશોરભાઈ બોલ્યા.

એકસાથે બંને બોલ્યા. ભલે....આપ કહેશો તેમ કરીશું.

રાતનું ભોજન લઈને પંકજ તેના રૂમમાં જઈને વાંચન કરવા લાગ્યો. તેનો નિર્ધારિત સમય થઈ ગયો હતો મોડે સુધી વાંચવાનો એટલે તે મોડે સુધી વાંચતો રહ્યો. રાતના અગિયાર થયા હશે. બહાર ઠંડો પવન હતો એટલે પંકજે રૂમનો દરવાજો બંધ રાખ્યો હતો. પંકજ ને કોઈ દરવાજા પાસે ઉભુ હોય તેઓ ભાસ થયો. તેણે એક પડછાયો જોઈને અનુમાન લગાવ્યું કે કોઈક તો છે દરવાજા પાસે.

બુક બેડ પર મૂકીને તે દરવાજા પાસે જઈને ધીમે થી દરવાજો ખોલ્યો તો ભૂમિ ઉભી હતી. રાતના અગિયાર વાગ્યે તો બધા સૂઈ જતા હોય છે. એટલે ભૂમિ ને આ રીતે પંકજ પાસે આવવું પંકજ ને થોડી નવાઈ લાગી.

પંકજે તેને અંદર આવવા કહ્યું.
ભૂમિ રૂમમાં પ્રવેશી ને બેડ પર બેસીને રડવા લાગી.

શું થયું ભૂમિ કેમ રડે છે..? જે હોય તે મને કહી દે. હું તારી મદદ કરવા તત્પર છું. ભૂમિ ના હાથ પર હાથ મૂકી ને પંકજ બોલ્યો.

પંકજ નો વિશ્વાસ મળતા ભૂમિ આશુ લૂછતી બોલી. પંકજ આજે હું તને મારા જીવન વિશે બધી વાત કહેવા આવી છું. આજે મને ખબર પડી ગઈ કે તું સાચે મારો મદદગાર છે. અને મને વિશ્વાસ છે તું મારી મદદ જરૂર થી કરીશ.

બોલ...ભૂમિ હું તારા માટે બધું કરવા તૈયાર છું. પણ તું કઈ મારાથી ચૂપાવિશ નહિ.

ભૂમિ એ પોતાના જીવન વિશે બનેલી ઘટના વર્ણન કરવાનું શરૂ કર્યું.

કોલેજ શરૂ થઈ ને બસ થોડા દિવસ થયા હતા. આમ જોઈએ તો મારા કોઈ ખાસ મિત્રો બન્યા ન હતા પણ ક્લાસ માં બાજુની સીટ પર બેસતી મીરા સાથે થોડી દોસ્તી થઈ ગઈ હતી. મીરા મારી કરતા સ્વભાવે વધુ નટખટ હતી. તેને મસ્તી કરવી ખૂબ ગમતી. પછી ભલે કોઈ જાણીતું હોય કે અજાણ. બસ તેને આનંદ મળે એટલે મસ્તી કરી લે. તે મારી સાથે વધુ પડતી મસ્તી કરતી કેમ કે હું પણ તેની મસ્તી કરતી.

એક દિવસ સાલું ક્લાસમાં પટાવાળા દ્વારા કહેવડવામાં આવ્યું કે ભૂમિ અને મીરા ને અત્યારે ને અત્યારે પ્રિન્સિપાલ તેની ઓફિસમાં બોલાવે છે. અચાનક પ્રિન્સિપાલ નું બંને ને બોલાવવું બંને ને ટેન્શન નું કારણ બની ગયું.

પ્રિન્સિપાલ ક્યાં કારણ થી ભૂમિ અને મીરા ને તેમની પાસે બોલાવવા પટાવાળા ને ક્લાસ માં મોકલ્યો હતો. તે જોશું આગળના અંકમાં...

વધુ આવતા ભાગમાં...

ક્રમશ...