12 મી યોજના દરમિયાન ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આયુષ વિભાગ દ્વારા રાષ્ટ્રીય આયુષ મિશન અભિયાનનો આરંભ કરવામાં આવ્યો હતો. જેનો અમલ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા કરવામાં આવશે. આ અભિયાનનો હેતુ આયુર્વેદ, યુનાની અને હોમિયોપેથીની દવાઓ તથા આ દવાઓ બનાવવા માટે નો કાચો માલ, ઔષધ ઉત્પાદકોને સરળતાથી મળી રહે અને લોકોને આ તમામ તબીબી શાખાઓની જરૂરી દવાઓ સરળતાથી મળી રહે તે માટે પ્રોત્સાહક વાતાવરણ ઊભું કરવાનો રહે છે. જેમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના તબીબો એ કમો ઉત્સાહપૂર્વક ભાગ લેશે એવી આશા રખાઇ છે. આ અભિયાન માટે કેન્દ્રમાં મુખ્ય વિભાગ શરૂ થશે. તેની શાખાઓ બધા રાજ્ય તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઉભી કરવામાં આવશે. સમગ્ર અભિયાનનું આયોજન અને અમલીકરણ સારી પેઠે પાર પાડી શકાય તેવી આશા છે. રાષ્ટ્રીય આયુષ મિશન લક્ષ્યાંક ઉપચાર અને સારવાર માટેની સવલતો આખા દેશમાં સરળતાથી અને સસ્તા દરે પુરી પાડવી. સમાજની આરોગ્ય અંગેની જરૂરિયાતો સંતોષવા માટે વિવિધ તબીબી શાખાઓ દ્વારા અસરકારક અને સંગઠિત પ્રયાસ કરવા તમામ તબીબી શાખામાં શિક્ષણ આપતી તબીબી કોલેજો અને શિક્ષણ સંસ્થા દ્વારા વ્યવસ્થિત શિક્ષણ અપાય તે માટે જરૂરી સુધારા કરવા , ઔષધોનાં ઉત્પાદન માટે જરૂરી કાચોમાલ સરળતાથી મળી રહે તે જોવું.
રાષ્ટ્રીય આયુષ મિશનનાં હેતુ આ મુજબ છે: બધી તબીબી શાખાઓ માટે જરૂરી દવાઓ હોસ્પિટલ, સરકારી દવાખાના, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક, સામુદાયિક આરોગ્ય કેન્દ્ર અને જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં વ્યાજબી ભાવે લોકોને મળવી જોઈએ એવી તબીબી શાખામાં શિક્ષણ આપતી સંસ્થાઓ માં સુવિધાઓ વધારવી જોઈએ. ફાર્મસી તેમજ યુનાની ગુણવત્તાની તપાસ કરતી પ્રયોગશાળા અને ઔષધ નિયમન તંત્રની કામગીરી અને સુધારા ઔષધીય વનસ્પતિ અને જડીબુટ્ટીઓનું વાવેતર વધારવા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે જરૂરી માર્ગદર્શન અને યોગ્ય જાળવણી પદ્ધતિ સમજાવી. ઔષધ નિર્માણ વ્યવસાયમાં જોડયેલ ખેડૂતોને નિયમિત દવાઓ અને પરિવાર માટે યોગ્ય સવલતો અને પ્રોત્સાહન પૂરું પાડવા.
આ અભિયાનના આવશ્યક ઘટકો:: આયુષ સેવાઓ, આયુષ તબીબી સંસ્થાઓ,વિવિધ દવાઓ ની ગુણવત્તા નિયંત્રણ અને ઔષધીય વનસ્પતિ ઉત્પાદન છે. અભિયાનનું માળખું વ્યવસ્થિત રીતે ગોઠવાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સ્તરે અભિયાન વ્યવસ્થાપક એકમો સ્થાપવા, જરૂરી સહાય આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે.આ એકમો માટે તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા તેમજ ટેકનિકલ ક્ષેત્રે નિષ્ણાતો અધિકારીઓને કરારબદ્ધ કરવામાં આવે છે. અથવા આવી સેવા પૂરી પાડનારી સંસ્થાઓનો સહયોગ લેવામાં આવે છે. આ અભિયાન કાર્યક્રમ દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સ્તરે વ્યવસ્થાપન અને પ્રશાસન સેવાઓ પૂરી પાડવા કર્મચારી તથા આવી સેવા પૂરી પાડનાર સંસ્થાઓને નિયમ અનુસાર વેતન ચૂકવવામાં આવે છે. રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સ્થપાયેલા એકમો અને તેમના કર્મચારીઓના વેતનમાં ઉપરાંત અન્ય વહીવટી ખર્ચ માટે નાણા સહાય કેન્દ્ર સરકાર દ્વારા અપાશે. જેનો ઉપયોગ કર્મચારીના વેતન ખર્ચ ઉપરાંત મુસાફરી ખર્ચ વગેરે માટે કરવામાં આવે છે. આયુષ્યની સેવાઓ માટે તબીબી શિક્ષણ સંસ્થાઓ તેમજ આયુર્વેદ સિધ્ધ યુનાની દવા અને અન્ય તેથી જેવી ઉપચાર પદ્ધતિની દવાઓની ગુણવત્તા સુધારવા જરૂરી ઉપાય કરાશે. હિમાચલ ઉત્તરાખંડમાં અને જમ્મુ-કાશ્મીરના 3 પર્વતીય રાજ્યો અને પૂર્વોત્તર ભારતના રાજ્યો માટે ગ્રાન્ટ ઈન એડ નો કેન્દ્ર સરકારનો ફાળો ૯૦ ટકા રહે છે જ્યારે બાકીના રાજ્યો માટે ૧૦ ટકા ફાળો જે તે રાજ્યના રહેશે દેશના અન્ય રાજ્યો માટે તથા કેન્દ્રશાસિત પ્રદેશો માટે કેન્દ્રના ૭૫ ટકા અને રાજ્યના ૨૫ ટકા મુજબ અભિયાનના ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. રાજસ્થાન અને પૂર્વ ઉત્તર ભારતના રાજ્યો આ અભિયાન અને ભારત સરકારનો ફાળો આ માપદંડ અનુસાર મળવાપાત્ર રહે છે.
રાષ્ટ્રીય આયુષ્ અભિયાન ની કેટલીક પ્રવૃત્તિઓ આવશ્યક છે જ્યારે બીજી કેટલીક અનુકૂળતાએ હાથ ધરી શકાશે આવશ્યક પ્રવૃત્તિ માટે રાજ્ય દ્વારા પૂરા પાડવામાં આવતા ખર્ચ્ચના 80 ટકા ભાગ ખર્ચી શકશે બાકીનું 20% પુરક પ્રવૃત્તિ માં ઉપયોગ કરી શકાય છે.જે દ્વારા યોગ.નેચરોપથી,સ્વાસ્થ્ય જાળવા નાર એકમોનો વિકાસ, ટેલી મેડીસીન,ખેલાડીઓ માટે ઔષધિ વગેરેનો સમાવેશ થાય છે. તાજેતરમાં વડાપ્રધાનન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં રાષ્ટ્રીય આયુષ મિશનને 2026 સુધી જારી રાખવાનો અગત્યનો નિર્ણય લેવાયો છે. બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે રાષ્ટ્રીય આયુષ મિશનને 1 એપ્રિલ 20 21થી 31મી માર્ચ ૨૦૨૬ સુધી જાળવી રાખવાનો નિર્ણય લેવાયો છે. જેમાં કુલ 4607 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે દેશભરમાં 12077 આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સ્થાપિત કરવામાં આવશે. છ આયુષ કોલેજ અને 12 આયુષ પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ નું નિર્માણ કરવામાં આવશે. 10 અંડરગ્રેજ્યુએટ સંસ્થાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ કરવામાં આવશે. આ પગલાંથી વૈશ્વિક બજારોમાં નિકાસ ને ઉત્તેજન મળશે.