Aliens no humnlo pruthvino vinash - 3 in Gujarati Human Science by Arbaz Mogal books and stories PDF | એલિયન્સનો હુમલો - પૃથ્વીનો વિનાશ - 3

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

એલિયન્સનો હુમલો - પૃથ્વીનો વિનાશ - 3

હાર્દિકને જાણવાની ઇરછા થાય છે કે આ દુર્ગંધ ક્યાંથી આવી રહી છે. એ જાણવા માટે ઘરની બહાર નીકળે છે. એનું ધ્યાન ધુમાડા ઉપર જાય છે. એ ધુમાડો ઘરના પાછળના ભાગમાંથી આવતો હતો. એ પાછળના ભાગમાં જાય છે. એ જોવે છે તો અમુલ જગ્યા જાણે બળી ગઈ હોય એટલા ભાગમાં રીતસરનો ખાડો પડી ગયો હતો. એ ગોળ આકારે જમીન પણ બળી ગઈ હોય એ રીતે કાળું કાળું થઈ ગયું હતું. ત્યાં ઘાસ ઉગેલો હતો એ પણ બળી ગયો હતો. હવે કાલ રાતની ઘટના હકીકતમાં ફરતી જાતી હતી.

એ આ જોઈને એના મિત્ર રિયલોને ફોન કરે છે. રિયલો સ્પેસ અજેન્સીમાં જોબ કરતો હતો. રિયલો પણ આ અંગે રિસર્ચ માટે ગોતી રહ્યો હતો. હાર્દિક રિયલોને ફોન કરે છે,સામે છેડેથી રિયલો ફોન ઉપાડે છે...

" બોલને હાર્દિક...! " રિયલો કહે છે

" હાર્દિક મારા ઘરની પાછળ જે જંગલ આવેલો છે. ત્યાં કાલ રાત્રે એક UFO ઉતર્યો હોય એવું લાગી રહ્યું છે. અને મેં પણ કાલ રાત્રે એલિયન્સને જોયા હતા. "

" શુ એલિયન્સને જોયા હતા? , જંગલમાં UFO ઉતર્યું હતું? "

" હા, રિયલો કાલ રાત્રે જ આવ્યો હશે?, તું ઝડપથી અહીં આવ જો UFO ઉતાર્યું એનુ નિશાન પણ બની ગયું છે એટલો ભાગ બળી ગયું છે. "

" ચાલ હું થોડીવારમાં તારા ઘરે આવું છું... "

એમ કહી રિયલો ફોન મૂકી દેય છે. રિયલો હાર્દિકના ઘરે જાવા માટે નીકળે છે ત્યાં સ્પેસ અજેન્સીમાંથી ફોન આવે છે. રિયલો ફોન ઉપાડે છે.

" હેલ્લો... " રિયલો બોલે છે.

" રિયલો હાલ અત્યારે કાલ રાત્રે જે એલિયન્સ અને UFO દેખાયા હતા એની માટે હાલમાં અગત્યની મિટિંગ રાખી છે. અત્યારે જ આવવુ પડશે... "

" હા, પણ... " રિયલો વચ્ચે જ અટકી જાય છે.

" પણ શું??? "

" કાલે રાત્રે એ એલિયન્સ આવ્યા હતા. એ મારા મિત્રની ઘરની પાછળ જે જંગલ આવ્યું હતું ત્યાં ઉતરયું એની તપાસ કરવા જઈ રહ્યો છું... "

" એ તપાસ તું પછી પણ કરી શકીય અત્યારે ખૂબ જ અગત્યની મિટિંગ રાખેલ છે. એમા તો તારે આવવું જ પડશે... "

" હા, ચાલો હું થોડી જ વારમાં આવું છું "

રિયલો એવું નક્કી કરે છે કે હું પહેલા મિટિંગમાં જઈને આવું અને ત્યારબાદ એની તપાસ કરું, એવું વિચારે છે. રિયલોનો પ્લાન હતું કે બીજા વૈજ્ઞાનિકોને પણ કહું કે આવી રીતે અહીં UFO ઉતાર્યું હતું. પરંતુ એ લોકો પોતે જ ક્રેડિટ લઈ જાશે એની કરતા હું પોતે જ મારી જાતે જ તપાસ કરું રિસર્ચ કરું...

રિયલો સ્પેસ અજેન્સી જાવા માટે નીકળે છે. ત્યાં એને અગત્યની મિટિંગ એટેન્ડ કરવાની હતી. એને પણ એલિયન્સ અંગે ઘણી બધી રિસર્ચ કરવાની હતી. એ પણ વર્ષોથી સ્પેસ અજેન્સીમાં વૈજ્ઞાનિક હતો. એ પહોંચી જાય છે. મિટિંગ એટેન્ડ કરે છે. મિટિંગની અંદર ગઈ કાલ રાત્રે જે એલિયન્સ પૃથ્વી ઉપર આવ્યા હતા એના અંગેની હતી. અને જો એ હુમલો કરે તો આગળ શું કરી શકાય? હવે એલિયન્સ અંગે શુ તપાસ કરવામાં આવશે. એવા વિષયો ઉપર ચર્ચા થાય છે.

મિટિંગ પુરી થતા થતા સાંજ પડી જાય છે. સાંજે એ હાર્દિકના ઘરે જાવા માટે નીકળે છે. એ હાર્દિકના ઘરે પહોંચી જાય છે. હવે અંધારું પણ થઈ ગયું હતું. હાર્દિક વિચારે છે કે ભલે અંધારું થઈ ગયું પણ તપાસ તો અત્યારે જ કરવી છે. રિયલો હાર્દિકના ઘરનો દરવાજો ખખડાવે છે. હાર્દિક દરવાજો ખોલે છે રિયલોને જોઈને...

" રિયલો તને સવારે બોલાવ્યો હતો, કેમ તું ન આવ્યો? અને તને ક્યુનો ફોન કરતો હતો ફોન પણ સ્વીચ-ઓફ આવી રહ્યો હતો... "

" હા હું તને જણાવતા ભૂલી ગયો કે તારો ફોન મુક્યો ત્યાં મને ફોન આવે છે. કાલની જે ઘટના બની એની મિટિંગ હતી એટલે અરજન્ટ જવું પડે એમ હતું. હું ત્યાંથી જ ચાલ્યો આવું છું... મિટિંગ થોડીવાર પહેલા જ પુરી થઈ, ચાલ મને દેખાડ કઈ બાજુ એ ઉતર્યું હતું "

હાર્દિક અને રિયલો બને પાછળ જાય છે. પણ એ જોશે શેનાથી, એની માટે કઈ તો જોઈએ ને? રિયલો પાસે કઈ જ ન હતું અને રિયલો હાર્દિક પાસેથી એક ટોચ મંગાવે છે. હાર્દિક ટોચ લઈને આવે છે. જોવે છે તો UFO ખૂબ જ મોટું હતું. અને જ્યાં ઉતાર્યું હતું એ બધી જ જગ્યા બળી ગઈ હતી એની ઉપર ઉલકા પડે અને એ ભાગ કેવી રીતે બળી જાય એવું અહીં બન્યું હતું. આજુ બાજુનું ઘાસ પણ બલી ગયું અત્યારે પણ એમાંથી ધુમાડા નીકળતા હતાં.

" હાર્દિક તને કઈ રીતે ખબર પડી કે એલિયન્સ આવ્યા હતા? "

" ગઈ કાલ રાતની વાત છે હું સૂતો હતો ત્યાં એલિયન્સ મારી બારી માંથી પ્રવેશ કરે એ વાત કરી રહયા હતા. એના અવાજથી મારી આંખ ખુલી જાય છે. એક તો અંધારું હતું એટલે કઈ જ દેખાતું ન હતું. જોયું તો કોઈ વિચિત્ર વ્યક્તિ હતા. મને ઉઠેલો જોઈ એને મને પલંગથી નીચે પાડી દીધો. અને મારા મગજમાંથી કઈ લઈ રહ્યા હતા. "

રિયલોને આ સમજાતું ન હતું કે એલિયન્સ આવું કેમ કરે છે. એ માણસોના મગજમાંથી શુ લઈ રહ્યા છે. આવા અનેક પ્રશ્ન રિયલોને થતા હતા. હવે રાત પણ પડી ગઈ હતી એટલે રિયલો ઘરે જાવા માટે પોતાની કારમાં બેસે છે. કારમાં બેસીને ડ્રાયવિંગ કરી રહ્યો હતો. એ એના ઘર જવાના રસ્તા ઉપર હતો. આજુ બાજુ માત્રને માત્ર જંગલ જ હતું. ત્યાં આકાશમાંથી પ્રકાશ આવે છે રિયલો કારમાંથી બહાર જોવે છે તો UFO હતું.

ક્રમકઃ

હવે શું થશે તે જાણવા માટે વાંચતા રહો " એલિયન્સનો હુમલો- પૃથ્વીનો વિનાશ "