My Poetry Window Part: 32 in Gujarati Poems by Hiren Manharlal Vora books and stories PDF | મારો કાવ્ય ઝરૂખો ભાગ : 32

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 32

ફાધર્સ ડે, યોગા ડે તેમજ વર્ષા ઋતુ ઉપર ની કવિતા ઓ તમારી સમક્ષ મરોવકાવ્ય ઝરૂખો ભાગ 32 સ્વરૂપે પ્રસ્તુત કરું છું

કાવ્ય 01

Happy Father's Day...

એક ઘેઘૂર પીપળો જોયો
તડકો ખમી આપે છાયો

એક લીમડો જોયો
કડવો ને રોગ થી બચાવતો

એક મોટો વડલો જોયો
એની વડવાઈ એ લટકે બાળકો

આંબા ને માર્યો પથ્થર
હસીને આપતો મીઠી કેરીઓ

બાપ ને વૃક્ષ માં સામ્યતા ઘણી
બંને તાપ ખમી આપે છાયડો

બાપ અને વૃક્ષ બન્ને પ્રેમ વરસાવે
મૂંગા મોઢે કશું જતાવ્યા વગર

વૃક્ષ ને બાપ ફળ આપે જિંદગી ભર
કોઈ પણ આશા રાખ્યા વગર

વૃક્ષ આપે જગ ને પ્રાણવાયુ
તો બાપ છે ઘર ના પ્રાણ વાયુ

સંતાનો ની ખૂશી માટે
બધું ન્યોચ્છાવર કરે બાપ...

સંતાનો નાં સ્વપ્નો પૂરા કરવા
રાત દિવસ જોયાં વગર કરે કામ

બાપ નો તાપ હોય સુરજ જેવો
સુરજ ને બાપ થી જ છે
દુનિયા માં અજવાળું

Happy Father's Day

કાવ્ય 02

યોગ..

સંસ્કૃત નાં યુજ શબ્દ ઉપર થી પડ્યું યોગ નામ
પાંચ હજાર વર્ષ જૂની વ્યાયામ શૈલી છે યોગ

યોગ નાં પ્રકાર છ: રાજ યોગ, જ્ઞાન યોગ,
કર્મ યોગ,ભક્તિ યોગ,હઠ યોગ, લય યોગ

રાજ યોગ તણાવ દૂર કરી મન ને આપે શાંતી,
જ્ઞાન યોગ કરે ચિંતા દૂર વધારે યાદશક્તિ

કર્મ યોગ મોહ માયા દૂર કરી પરમેશ્વરમાં કરે લીન
ભક્તિયોગથી મનુષ્ય વળે ઈશ્વરીય માર્ગ તરફ

હઠ યોગ રાખે શરીર ની નાડી ઓ ને બરાબર
લય યોગ થી મગજ ઉપર કાબૂ રહે સરસ

યોગ થી ઊર્જામય બની રહે શરીર,
યોગ માનસિક તનાવ દૂર કરી નિખારે ચહેરો

યોગ કરવા થી શરીર બને લચીલું
યોગ વધારે રોગ પ્રતિકારક શક્તિ

યોગ નાં ફાયદા છે ઘણા નથી કોઈ નુકશાન
યાદ રાખજો યોગ નથી કોઈ એક ધર્મ નો

રહેવુ હોઇ મસ્ત તો કરતાં રહેવું યોગ
નીરોગી,તંદુરસ્ત ને ચુસ્ત રહેવા જરૂરી છે યોગ

કાવ્ય 03

આવી મેઘરાજા....ની સવારી

ગ્રીષ્મઋતુ ની ગરમી નો છવાયો ચારેકોર પ્રકોપ
ગર્મી થી ત્રાસી, ધરા ની આંખ માંથી સર્યા આસુ
આંસુ ની વરાળ બની બન્યાં એનાં વાદળાં

ધરા નું દુઃખ જોઈ જોડે રડી પડ્યા મોરલા
કળા કરી મોરે કર્યા મેઘરાજા ને પધારવા ટહુકા

સાંભળી મોર નાં મીઠા ટહુકા
મેઘરાજા એ કર્યો સળવળાટ

ઘેરાયા ઘનઘોર વાદળાં નૈઋત્ય નાં આકાશ માં
ઊંઘમાંથી જાગી મેઘરાજા એ કર્યો ગડગડાટ

બદલાયું વાતાવરણ ને છવાયો અંધકાર
મેઘરાજા વરસ્યાં મનમૂકી કર્યો અમી છટકાવ

મેઘરાજાની સવારીથી ધરા ના તનને વળી ટાઢક
વરુણદેવ નો ધરા એ માન્યો દિલથી આભાર

મેઘરાજાની સવારીથી
સંભળાયું પંખીઓ નું સુમધુર સંગીત
દેખાયું સપ્તરંગી મેઘધનુષ ઊંચે ગગન માં

મેઘરાજા નાં આગમન થી
ધરા એ ઓઢી લીલી ચાદર ની ઓઢણી
હાશ..ગ્રીષ્મ ની ગરમી થી થયો છૂટકારો....

કાવ્ય 04

આવ્યો મેહુલિયો..

વાતાવરણે લીધો પલટો
ઘનઘોર ઘેરાયા વાદળાં
થયા વીજળી નાં કડાકા
ચમકારા દેખાયા આભ માં

વાદળો એ કર્યો ગડગડાટ
મોરલા એ કર્યા ટહુકા
અંધારું છવાયું ઘડીભર માં
દિવસ ફેરવાયો રાત માં

પવને બોલાવ્યા સૂસવાટા
ઝાડવા લાગ્યા ડોલવા
ધરતી એ કર્યો પોકાર
આવ મેહુલિયા જલ્દી આવ

વાદળાં ને પણ લાગ્યો
હવે પાણી નો ભાર
વરસી પડ્યા મન મૂકી
ફરી વળી ટાઢક વરસાદ થી

સોડમ મહેકી ઉઠી ભીની માટી ની
વરસાદ માં ઝાડવા નાહી ને થયાં તૈયાર
લાગે પહેર્યા લીલા લીલા નવા કપડા
વરસાદ થી ખુશી ફેલાઈ ચારેકોર

કાવ્ય 05

વર્ષાઋતુ...

ગરમી થી કંટાળી વાતાવરણે લીધી અંગડાઇ
વર્ષાઋતુ નું હાર્દિક સ્વાગત કરવા કરી તૈયારી

ગરમી થી થઇ જતાં પરસેવે રેબઝેબ
વર્ષાઋતુ નાં આગમન થી ઠંડી પ્રસરાઈ

વર્ષા ઋતુ છે ઋતુ ચક્ર ની મહારાણી
વર્ષા નાં આગમન થી પૃથ્વી લાગે હરિયાળી

નીકળવું નહોતું ગમતું ઘર ની બહાર
હવે બહાર ફરવા જવા મન કરે થનગનાટ

પહાડો ખૂંદવા, નદી કિનારે જવા,
ઝરણાં માં નહાવા જવા મન કરે ઉતાવળ

ઝરમર ઝરમર વરસતા વરસાદે
પલળવા મન પરાણે તન ને દોરી જાય

પાણી ઉડાડવા અને કાગળ ની હોડી બનાવી
બાળપણ ઉજાગર કરવાની મજા પડી જાય

વર્ષા ઋતુ છે ઋતુ ચક્ર ની મહારાણી
વર્ષા નાં આગમન થી ખુશી લહેરાઈ

કાવ્ય 06

વરસાદ....

ઝરમર ઝરમર વરસ્યો વરસાદ
યાદ તાજી થઈ ગઈ કોલેજ ના દિવસો ની

ઉડાડતા પાણી ને લેતા મજા ન્હાવા ની
તરાવતા કાગળ ની હોડી બાદશાહ સમજી

છત્રી હોય હાથ માં ને થતી કાગડો પવન માં
તારી જોડે આવતી ભીંજાવા ની મજા વરસાદ માં

તારી જોડે ચાલતા રસ્તો લાગતો ટુંકો
ખૂટતી નહોતી આપણી વાતો વરસાદ માં

આજે ખબર રહી નહી ને ભીંજાઇ ગઈ આંખો
આવી ગઈ તારી યાદ વરસાદ જોઈ

એક અનરાધાર વર્ષે વરસાદ બહાર
તારી યાદ મા વર્ષે બીજો વરસાદ મારી ભીતર

મન થતું નથી હવે વરસાદ માં ભીંજાવા નું
ભૂલવા ઘણુ મથું છતાં આવી જાય છે યાદ તારી

કાવ્ય 07

કુદરતી પ્રેમ કહાની .....

ટપ....ટપ ...ટપા.. ટપ... ઝીણો ઝીણો
ઝરમર ઝરમર વરસ્યો મેઘ રાતભર

પર્ણે બુંદો ઝીલી ઝરમર વરસાદ ની
પાંદડા હરખાયા પાણી ની બુંદો ઝીલી

બુંદો ને પર્ણ જોડે બંધાયો સંબધ
જાણે લખાઈ પાંદડા ઉપર પ્રેમભરી ગઝલ

પાણી ની બુંદો ગોઠવાઈ પર્ણ ઉપર પ્રેમ થી
રાતભર જાગી કરી પ્રેમ ભરી ગોષ્ઠી

સૂર્ય કિરણ થી રચાયું મેઘધનુષ્ય પર્ણ ઉપર
ને પાણીની બુંદો ચમકી સાચા મોતી જેમ

સૂરજદેવ તમે આવજો આજે મોડા
માણવા દેજો પાણી ની બુંદો ને પ્રેમજીવન

ભીની ભીની લાગણી નો કુદરતી પ્રેમ
જોયો મે આજ પાંદડા ઉપર...