Point of view - 1 in Gujarati Motivational Stories by Kinjal Patel books and stories PDF | દ્રષ્ટિકોણ - 1 - સફળતા: મહેનત કે પછી ...

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

દ્રષ્ટિકોણ - 1 - સફળતા: મહેનત કે પછી ...

સફળતા એટલે શું? જો આ સવાલ એક પુરુષને પૂછવામાં આવે ત્યારે એનો જવાબ હોય “મહેનતનું ફળ” પણ જો આ જ સવાલ એક સ્ત્રીને પૂછવામાં આવે ત્યારે એ સવાલનો જવાબ બદલાઈ જતો હોય છે પછી ભલે સ્ત્રી ગમે તેટલી મહેનત કરે પણ સમાજ પાસે એનો એક જ જવાબ હોય છે “સુંદરતાનો પુરસ્કાર”.


જોવા જઈએ તો હાલના સમયમાં સ્ત્રીઓ પણ પુરુષ જેટલી જ મહેનત કરતી હોય છે અને જોવા જઈએ તો પુરુષ કરતા વધુ મહેનત કરતી હોય છે. ઓફિસમાં ઓફિસનું કામ અને ઘરે આવ્યા પછી ઘરકામ. જયારે આવી મહેનતને સુંદરતાના પુરસ્કારમાં ખપાવવામાં આવે ત્યારે ખરેખર મનને ઠેસ પહોંચે છે.


ચાલો આજે આપણે આ જ વિષય પાર વાત કરીએ જેથી ફરી ક્યારેય સ્ત્રીની સફળતા પર સવાલ ના ઉઠે.


* * *


સ્વસ્તિક ઈન્ફોટેકમાં આજનો દિવસ પણ રોજની જેમ જ શરુ થયો પણ જયારે નવા મેનેજરના નામની જાહેરાત થઇ ત્યારે બધાના ભવા તંગ થઇ ગયા અને એ નામ હતું “કિરણ શુકલા”.


થોડા જ સમયમાં આ વાત આખી ઓફિસમાં આગની જેમ ફેલાઈ ગઈ અને બધા પોત-પોતાના મંતવ્યો આપવા લાગ્યા.


નવા મેનેજરના નામની જાહેરાત બાદ એક મિટિંગ રાખવામાં આવી જેથી મહત્વના લોકો સાથે એમની ઓળખાણ કરાવી શકાય. ઓફિસમાં નવા મેનેજરનું આવવું સામાન્ય હતું પણ આ વખતે જે મેનેજર આવ્યા એમના વિષે ઓફિસમાં પહેલા જ ઘણી ચર્ચા થતી અને એનું કારણ હતું કે જયારે પણ કંપનીના માલિક મહત્વની મિટિંગ માટે જતા ત્યારે આ વ્યક્તિને સાથે જરૂર લઇ જતા.


થોડા જ સમયમાં પ્રમોશન અને મેનેજરની જગ્યા પોતાના નામે કરી હતી આ વ્યક્તિએ. હવે સવાલ એ હતો કે આ વ્યક્તિમાં એટલી પ્રતિભા હતી કે પછી કોઈક બીજું જ કારણ હતું. જોવા જઈએ તો નવા મેનેજરને આજ સુધી રૂબરૂ મળ્યું નહોતું પણ બધા પોત-પોતાના વિચારો વ્યક્ત કરી રહ્યા હતા. ત્યાંજ ઓફિસમાંથી એકે કહ્યું, “કોઈ પ્રતિભા જેવું નહિ હોય. આપણે આટલા સમયથી અહીં આટલી મજૂરી કરીએ છે પણ આપણને તો કોઈ પ્રમોશન ના મળ્યું. મને પાક્કું દાળમાં કંઈક કાળું લાગે છે.”


આટલું સાંભળતા જ બધા ના કાં ઊંચા થઇ ગયા અને પછી સત્યની સાથે અફવાઓ ભેળવી પીરસવામાં આવી. વાત પુરી થતા સુધીમાં બધા જ એક તાત્પર્ય પર આવ્યા કે આ જે પણ નવા મેનેજર છે એમને પાક્કું ટૂંકો રસ્તો અપનાવ્યો હશે મેનેજરની જગ્યા માટે અને માલિકને સુંદરતાની પાછળ પાગલ થયેલ ઘોષિત કરી દેવામાં આવ્યા.


આખરે એ પળ આવી જયારે નવા મેનેજરની મુલાકાત ઓફિસના બધા લોકો સાથે કરવામાં આવે. જયારે નવા મેનેજર મિટિંગ રૂમની બહાર આવ્યા ત્યારે બધાની આંખો પહોળી થઇ ગઈ.


આ વ્યક્તિ કોઈ જ પ્રકારે એવી નહોતી જેવી બધાએ ધારી હતી. પણ નવા મેનેજરને જોઈ આશ્ચર્યચકિત હતા કારણ કે કે વ્યક્તિને બધા સુંદરતાની મુરત સમજતા હતા એ અત્યારે સૂટમાં સજ્જ પુરુષ એમની સામે ઉભો હતો.


ફક્ત નામ સાંભળી ગેરસમજ ઉભી થયેલી અને ત્વરિત સફળતાની વાત સાંભળી એને સ્ત્રીની સુંદરતાના ફળ રૂપે જોવામાં આવી.


થોડા જરૂરી સૂચન બાદ બધા પોત-પોતાના કામે લાગ્યા. હવે કદાચ બધાને સમજી ગયું હશે કે પુરુષની સફળતા અને સ્ત્રીની સફળતા પાછળ એમની આકરી મહેનત હોય છે ના કે સફળતા મેળવવનો ટૂંકો રસ્તો. એટલા માટે જ ક્યારેય પણ કોઈની સફળતા જોઈને ખોટું અનુમાન ના લગાવવું. એ સફળતા મેળવવા માટે એ વ્યક્તિએ કેટલી મહેનત કરી હશે એ એ પોતે જ જાણતો હશે. તો આરોપ નહિ પણ પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરો.


  • કિંજલ પટેલ (કિરા )