જન્મ થી લઇ ને મૃત્યુ સુધી દરેક માનવી ને કોઈ ને કોઈ બાબત પર સંઘર્ષ કરવો જ પડે છે... બસ આવી જ કોઈ સંઘર્ષ ની કહાની લઈ ને આવી છું આજે.... આશા છે કે પસંદ આવશે તમને બધા ને....
તો વાત કરીયે મોનાલી ની... જન્મ થી જ સંઘર્ષ કરતા અને જીવન ગુજાર્યું છે. જન્મ થી જ લોકો ના પહેરેલા કપડાં પહેર્યા છે. એક વસ્તુ લેવા માટે પણ ૧ અઠવાડિયા ની રાહ જોવી પડતી કે કઈ પૈસા નું સેટિંગ થાય તો લેવાય... એના માતા પિતા પણ બઉ પ્રેમાળ હતા અને વિવશ પણ કે પોતાની એક ની એક છોકરી ની ઈચ્છા પૂરી નઈ કરી શકતા.
કોઈ પણ તહેવાર આવે મોનાલિ પણ એટલી સમજુ હતી કે કઈ માંગતી નઈ...
ભણવા માં ખૂબ જ હોશિયાર...ઘણી વાર એવું બને છે કે ગરીબ ઘર ના બાળકો ભણવા માં હોશિયાર હોય છે પણ પૈસા ની અછત એ કઈ કરી નઈ શકતા...
અહી પણ એમ જ બન્યું હતું મોનાલિ ને પૈસા ના કારણે પાછળ પડવું પડતું... અને એમાં પણ નિયમો બધા કે ઓપન કેટેગરી ના લોકો ને સ્કોલરશીપ પણ જલદી નઈ મળતી ... ૧૦ માં ધોરણ સુધી માંડ એના પપ્પા મમ્મી એ મહેનત કરી ને ભણાવી પછી મોનાલી એ હાર ના માંની અને ૧૦ માં ધોરણ માં સારા ટકા ના કારણે એને સ્કોલરશીપ મળી ગઈ..
પણ કહેવાય ને કે ભણવાનું તો મળ્યું સારી સ્કૂલ માં પણ બીજી જરૂરિયાત નું શું??
નાના છોકરાઓ ને બઉ નાની ઉંમરમાં ભણાવી ને પૈસા ભેગા કર્યા હતા એમાંથી કપડાં ચોપડા અને બીજી જરૂરિયાત પૂરી કરી શકી.. ૬ ધોરણ માં હતી ને મોનાલી એ કમાવાનું સાધન શોધી લીધું હતું જેથી આગળ જય ને પપ્પા મમ્મી ને વાંધો ના આવે... આ જાણી ને પપ્પા મમ્મી ના આખ માંથી પાણી આવી ગયા કે છોકરી મોટી થઈ ગઈ નાની ઉંમર માં જ... ગર્વ થતો માતા પિતાને આવા સંતાન પામીને...
મોનાલી આમ જ પોતાની જરૂરિયાતો ને મારી ને પરિવાર ની જરૂરિયાત માટે કમાતી રહી અને ભણતી રહી... નસીબ તો જુઓ એનું કોલેજ માં બેચલર ની ડીગ્રી તો મળી ગઈ પણ માસ્ટર કરવા માટે ફરી મુસીબત આવી... મુસીબત ના કહેવાય પણ સંજોગો એવા આવ્યા કે એ ફોર્મ ભરતા રહિ ગઈ...
સંજોગો કઈ એવા હતા કે મોનાલી ના નાનીમા નો અકસ્માત થયો હતો અને ગુટણ માં પ્લેટ મૂકવાની હતી એટલે નાની ને એના ઘરે લાવ્યા હતા... ઑપરેશન પછી એમની સારવાર માં ભૂલી ગઈ કે છેલ્લો દિવસ નીકળી ગયો ફોર્મ ભરવાનો.... એના બધા મિત્રો એ માસ્ટર કર્યું એને છોડી ને.... બઉ રડું આવ્યું રાતે એને ઓશીકું ભીનું થઈ ગયું એનું બસ... આજ હતું ને એની પાસે એ અને એનું ઓશીકું... દરેક સુખ દુઃખ ના સાથી... અરે એ તો એની મમ્મી ને કેતી કે મમ્મી હું લગ્ન કરીશ તો આ ઓશીકું લઈ ને જઈશ ... 😄 ને મમ્મી પાગલ કઈ ટપલી મારી દેતી....
મોનાલી ને ભલે માસ્ટર ના થયું પણ નોકરી બઉ સારી મળી હતી... પગાર પણ સારો હતો મહેનત કરી ને આગળ વધતી હતી... મઝા આવતી એને ત્યાં નવા મિત્રો બનાવ્યા એને અને બઉ મઝા કરી... આમ જ સરસ ચાલતી નોકરી ને નજર લાગી જ ગઈ કોઈની ..
કહેવાય છે ને કે હરીફ બઉ હોય સારા કામ માં એમ જ એના હેડ બીમાર પડ્યા સો એને હેડ બનાવા માં આવી અને આ એના બીજા હરીફ ને ના ગમ્યું એટલે એને એના પણ હેડ જોડે ખોટું બોલી ને વાત કરી એને કડાવા નો પ્રયત્ન ચાલુ કર્યા... મોનાલિ ના નસીબ નહોતા સરા એટલે એને જાતે જ કઈ સાંભળી ને જોબ છોડી દીધી.....
૨ દિવસ પછી જ્યારે એના હેડ નો કોલ આવ્યો કે શું થયું કેમ છોડી નોકરી.... ત્યારે એને બધું કહી સંભળાવ્યું કે પ્રાચી ને હું હેડ બની એ પસંદ ના પડ્યું એને બોસ ને કઈ ને કઈ ખોટું કર્યું અને મને કહ્યું કે બોસ કાડી મૂકવાના છે તને એટલે મે જ સામે થી જોબ છોડી દીધી....હેડ એ એને બઉ સમજાવી કે આઇ જા પાછી એ તારા વિરુદ્ધ ષડયંત્ર હતું પણ હું ના માંની.... અને છોડી દીધી જોબ.... મને મારો પગાર પણ આપી દિધો હતો એમને...
એ પછી બીજી ૨ જોબ બદલી અને પછી લગ્ન માટે માંગું આવ્યું.. ૨ માંગા આવ્યા પણ બરાબર નહોતા એટલે ના પડી પણ એ પછી લગ્ન નક્કી થઈ ગયા... પોતાના ઘર અને શહેર થી દુર હતું મારું સાસરું...પણ હા પાડી દીધી હતી .. બઉ જલ્દી લગ્ન થઈ ગયા કેહવાય ને ચટ મંગની પટ બ્યાહ બસ એમ જ કઈક..... દિલ માં એમ થતું કે બઉ જલદી નથી થતી બધું બરાબર તો હસે ને એમ??
પણ સારું જ હતું કદાચ બધું.... લગ્ન પછી ના અમુક સમય સારો ગયો... ધ્યાન રાખતા બધા મારું...લગ્ન થોડા ટાઈમ માં જ મને તાવ આવ્યો હતો સખત.... મિલન એ બઉ ધ્યાન રાખ્યું હતું. . આખી રાત જાગ્યા હતા એ... અરે લગ્ન પછી તરત તો બધા રાખે જ ધ્યાન... સારું પણ થઈ ગયું હતું .. અને એ પછી ના મહિને માસિક ચૂકી જતા ડોક્ટર ને બતાવ્યું તો હું માં બનવાની છું એમ કહ્યું હું ત્યાં જ ખુશી માં નાચી ઉથી હતી.... બેઉં બઉ જ ખુશ હતા... સાસુ સસરા ના આખ માંથી ખુશી ના આસુ આઇ ગયા હતા.. ૭ માં મહિને મમ્મી ના ઘરે ગઈ ત્યારે પણ પપાજી ના આખ માંથી આસુ આઇ ગયા હતા.... બઉ રાહ જોવડાવે આ ૯ મહિના બાપા...
પૂરા દિવસે ઑપરેશન થી એક સુંદર દીકરા ને જન્મ આપ્યો મે... ખુશ હતા બધા... બસ આમ j દિવસ જતા હતા કલ્પ ને મોટો થતાં જોતા અને અમારું બાળપણ યાદ કરતા....
૧૦ મહિના નો હતો કલ્પ અને મે નોકરી ચાલુ કરી હતી... બધું કામ ઘર નું પૂરું કરી ને જતી અને આઇ ને સાંજ નું પણ કરતી રાતે મિલન ને મદદ કરવા દુકાન પર જતી...
( માફ કરશો કેહવાનું રહી ગયું મિલન ને પોતાની દુકાન છે પ્રોવિઝન સ્ટોર ) બસ ત્યાં જ જતી હું.. થાકી જતી બઉ જ આમ જ ચાલ્યું રોજ નું....... હવે કોઈ ને કઈ જ પડી નથી મારી.... બધા ની બર્થડે લગ્ન ની તારીખ બધું હું જાતે કેક બનાવી ઉજવતી પણ મારી જ બર્થડે પર મે ખીચડી બનાવી છે દરેક વખતે... બસ ઓશિકા ભીના થયા છે રાતે મારા... હું અને મારું ઓશીકું જ સાચા સાથી હતા...
થોડા ટાઈમ એટલે કે ૫ વષૅ પછી બીજા બાળક ને જન્મ આપ્યો મે... માંગી હતી છોકરી પણ ક્યાં માગ્યું ભગવાન આપે છે એટલે આપ્યો છોકરો.... એનું નામ આરવ રાખ્યું ....
એ પછી પણ તકલીફો આજ ચાલુ કઈ પણ કરો કોઈ ને મારી કઈ j ફિકર નથી ના કઈ પડી હતી.. બઉ કહીએ એટલે હસવા માં નીકળી જતું . શું લગ્ન પછી ની જિંદગી ની વાત કરવી એ જ નથી સમજતું.... પતિદેવ સવારે ૭ વાગે જાય ઘરે થી તે રાતે ૧૨ વાગે આવે આજ રોજ નું રૂટિન હતું એમનું.... નવા લગ્ન કે જૂના લગ્ન... રાતે ૧૨ વાગે મને પણ થાક લાગે પણ શું કરવું જમવાનું આપવું n વાતો કરો એમની જોડે રાતે રોજ. આ નિયમ હતો આખા દિવસ ની વાતો રાતે કરતા અમે.. ૧.૩૦ વાગે સૂતા રોજ હજુ પણ આજ રૂટિન છે.
પણ શું મેરીડ લાઇફ એટલે બસ પોતાના અને છોકરાઓ માટે પૈસા કમાવો એજ??? બસ બીજું કઈ ના આવ કે આમાં?? રાતે મોડા તમારી ઈચ્છા પૂરી કરવાની અને સુઈ જવાનું આ લાઇફ કોને પસંદ હોય?? પણ શું કરવું બાળકો માટે પણ જીવવું પડ્યું સાહેબ... મારા પછી એમનું કોણ? શું જવાબદારી કે મારા બાળકો નું ધ્યાન એ જ રીતે રાખશે..??
.બસ આ જ કારણો ના લીધે જીવું છું હાર હાલ માં.... બસ બાળકો માટે અને જેમ ચાલે છે એમ ચાલવા દઈ પતિ માટે....
શું ગુનો કર્યો એ તો ભગવાન જ જાણે કે કેમ આમ મળ્યું મને??
બસ હું અને મારું ઓશીકું સાચું સાથી .....