Vangi ma pageru - 1 in Gujarati Detective stories by Jaydeep Buch books and stories PDF | વાનગી માં પગેરું - ભાગ 1

Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

વાનગી માં પગેરું - ભાગ 1

*વાનગીમાં પગેરું*

સી આઈ ડી એસીપી પ્રદ્યુમ્ન મુંબઈ સી આઈ ડી મુખ્યાલય ની સામે આવેલ એક લોકલ ફેમસ ઢાબા ના નિયમિત મુલાકાતી છે. પંજાબી વાનગીઓ માટે પ્રખ્યાત એવો આ ઢાબા નો રસોયો બીજી અન્ય વાનગીઓ પણ ફક્કડ બનાવતો. કામકાજ ના બોજા ને લીધે એસીપી લગભગ ક્યારેય ઘેરેથી બપોરનું ખાણું મંગાવી ન શકતા. પણ ઢાબાની વાનગીઓનો સ્વાદ દાઢે એવો વળગ્યો કે એસીપી ને ઘરના ખાણાં ની ખોટ ન સાલતી. ક્યારેક ક્યારેક ઇન્સ્પેક્ટર દયા પણ એસીપી સાથે વાળું માટે જોડાતો. મૉટેભાગે તો તેઓ કામકાજ અંગે જ ચર્ચા કરતા. આજે પણ બપોરના જમણ માટે તેમ જ એક તાજી જ બનેલ હત્યા ની ઘટનાની ચર્ચા કરવા માટે એસીપી પ્રદ્યુમ્ન પોતાના મનગમતા ખૂણા ના ટેબલ માં ગોઠવાઈ ગયા અને પોતાનો ખાણા નો ઓર્ડર આપી ને ઇન્સ્પેક્ટર દયા ની રાહ જોતા બેઠા.

આજે આખા ઢાબામાં ફક્ત બીજો એક સરદારજી જ અન્ય ગ્રાહક હતો. એસીપી આ ખાઉધરા સરદારજીને જોયે ઓળખાતા અને ઘણી વાર તે બંને આ ઢાબામાં લગભગ આ સમયે જ ભેગા થઇ જતા. સરદારજી હંમેશા ભારે એકાગ્રતાથી અને રસપૂર્વક પોતાનું લંચ લેતો. આજે પણ સરદારજીનું સંપૂર્ણ ધ્યાન ચિકન સેન્ડવીચ ખાવામાં જ હતું.સરદારજી પોતાના ખાણાં વખતે જાણે કોઈ ધ્યાની કે સાધુ જેવી સ્થિરતા દાખવતો તેવું એસીપી એ નોંધ્યું. એસીપી પ્રદ્યુમ્નન ને કાયમ એક અફસોસ રહેતો કે કામકાજ ના બોજ અને વિચારો વચ્ચે તેઓ પોતાના ખાણાંને આ સરદારજી જેવો ન્યાય નથી આપી શકતા.

થોડીવારમાં ઈન્પેક્ટર દયા ઢાબા ઉપર આવી પહોંચ્યો. ખુરશી ખેંચીને એસીપી ની સામે બેઠો. એસીપી પ્રદ્યુમનને વિચારમાં ખોવાયેલા જોઈ રહ્યો. એસીપીએ દયા સામે જોયું.

“સાહેબ, સમાચાર સારા નથી.” દયા ભવા ચડાવીને બોલ્યો; “શ્રીદેવીને ખોરાકમાં સોમલ ઝેર આપવામાં આવેલું પણ હજુ સુધી આપણી ટીમ આગળ કશું ગોતી ………!”

“ઉભો રહે. મને ફરીથી આખો કેસ સમજાવ. હું હજુ તારા જેટલો આ કેસમાં ઊંડો ઉતર્યો નથી.” એસીપી બોલ્યા.

“જી સાહેબ.” દયા એ કહ્યું અને થોડીવાર વિચાર કરીને એને પોતાના માટે સલાડ બાઉલ મંગાવ્યો અને પોતાની નોંધપોથી માં જોયા વગર જ વાત આગળ ચલાવી. કેસની વિગતો જોવા માટે દયાને ક્યારેય નોંધપોથી જોવાની જરૂર ન પડતી.
“રાત્રી જમણ વખતે કદાચ સોમલ ઝેર ભેળવેલ ખોરાક ખાવાને લીધે શ્રીદેવીનું મૃત્યુ થયું છે. હાજર સાક્ષીઓના કહેવા પ્રમાણે શ્રીદેવીએ પોતે જે હોટેલ માં રોકાઈ હતી એ હોટેલ રૂમમાં જ એક નાનકડી ડિનર પાર્ટી રાખેલ. રાત્રીના ખાવાના ટાઈમે કુલ છ જણા શ્રીદેવી જ્યાં ઉતરી હતી તે હોટેલ ના એના રૂમમાં હાજર હતા. તેમાંથી ત્રણ મિત્રો તો લોકલ મુંબઈના જ છે અને બાકીના બે જણા એ જ હોટેલ માં રોકાયા હતા. શ્રીદેવીના ફિલમ દુનિયામાં પચીસ વરસ પુરા થયાની ખુશાલી મનાવવા આ બધા મિત્રો ભેગા થયેલા. હોટેલ નજીકના ‘કાકે દા ઢાબા’ માં થી એ લોકોએ ડિનર માટેની આઈટેમ્સ મંગાવી હતી.’કાકે દા ઢાબા’. જી, શ્રીદેવી અને એનો જૂનો સાથી અને ફિલ્મી હીરો અનિલ કપૂર એ બંને ઢાબા માંથી ખાવાનું લઈને હોટેલ રૂમે પરત ફર્યા હતા.”

“પંજાબી ખાવાનું એમ!...હમ્મ..બધાએ વહેચીને ખાધું હતું?”

“કેટલાક લોકોએ એમ કર્યું અને કેટલાક લોકોએ નહિ. સાહેબ, તમને લાગે છે એ વિગત માં વધુ પડવાથી કઈ વળશે…? કારણ કે કોણે શું અને કેટલું ખાધું એ એક પેચીદી બાબત…….”

“દયા, હાલ તો ખાલી તારૂ અનુમાન જ મને જણાવ. અને પછી તારી સ્ટાઇલ ના નિષ્કર્ષ ઉપર આવ તો કેવું સારું?”

“ જી સાહેબ, એક અનિલ સિવાય તમામ લોકોએ ‘દાલમખની અને ‘પનીર ટિક્કા’ અંદરોઅંદર વહેંચ્યા હતા. અનિલના જણાવ્યા પ્રમાણે એને પંજાબી સ્ટાઇલ દાલમખની અને સ્મોક્ડ પનીર ભાવતું નથી. એણે તો વેજ હાંડી અને ગાર્લિક નાન સાથે ઈયર મશરૂમ હોટ એન્ડ સાવર સૂપ થી શરૂઆત કરી. ટીના મુનીમે પનીરટિક્કા માંથી પનીર આઘા કાઢી ને ખાલી બાકીનો સલાડ જ ખાધેલ. માધુરીએ અંડા રોલ નોહતા ખાધા. ટીનાએ આઘા કાઢેલ પનીરટિક્કા શક્તિકપૂર નામનો જૂનો ફિલ્મી ખલનાયક અને વિદુષક ખાઈ ગયો. માધુરી અને ટીના એ બન્ને શ્રીદેવીની સમકાલીન પણ હાલ નિવૃત એવી ફિલ્મી નટીઓ છે. જીતેન્દ્ર નામના બીજો એક માણસે ઈયર મશરૂમ્સ વાળો હૉટ એન્ડ સાવર સૂપ નોહ્તો મંગાવ્યો. બાકીના તમામે પોતપોતાનો સૂપ ઓર્ડર કરેલ. બસ, આ એક અંડા રોલ અને સૂપ બે આઈટેમ્સ એવી છે કે જે શ્રીદેવીએ સંપૂર્ણ આખી ડીશ ખાધેલ. આ બંને ડીશો કોઈ પણ વ્યક્તિએ બીજા કોઈ વ્યક્તિ સાથે વંહેચી નોહતી.”

“ ડખો ઈયર મશરૂમ્સ વાળા હૉટ એન્ડ સાવર સૂપમાં તો નથી ને!” એસીપી એ શંકાસ્પદ રીતે બોલ્યા.

“ બરાબર છે કે પ્રથમદર્શી એવું લાગે પણ..” દયા બોલતાં બોલતાં થોડો અટક્યો. એસીપી પ્રદ્યુમ્નને નોંધ્યું કે વિગતમાં કંઈક બીજો વળાંક આવે છે. એસીપી ને લાગ્યું કે દયાને હજુ બોલવા દેવો જોઈએ. દયાએ એક લાંબો શ્વાસ ખેંચ્યો અને વાત આગળ ચલાવી, “મેં ખાસ વાત એ નોંધી કે શ્રીદેવીએ ફક્ત અડધો જ મશરૂમ હોટ એન્ડ સાવર સૂપ ખતમ કરેલ. મને લાગ્યું કે તેને મશરૂમ ની એલર્જી હશે. સૂપ બાઉલમાં મોટાભાગના મશરૂમ્સ એમ ને એમ જ ખાધા વગરના જ પડી રહેલા તેથી મને એવું લાગ્યું. એ પેલા ખાસ ‘ઈયર મશરૂમ્સ જે થોડા થોડા નાના બાળકના નાજુક કાન જેવા દેખાય છે ને તેવા હતા.”

“નાના બાળકના કાન જેવા?” ઝાડ ઉપર થતા ઈયર મશરુમ તો નહીંને?

“પણ શ્રીદેવીનું મોત તો સોમલ ઝેરને લીધે થયું છે.”
“હા એ ખરું. મશરૂમથી એલેર્જી થાય અને મશરૂમ ઝેરી હોય એ સાચું પણ અહીંયા તો સોમલ ઝેર જ મોત નું મુખ્ય કારણ છે.”

“અને શું હું માની લઉં કે સૂપમાં થોડું પણ સોમલ ભળેલું ન હતું?”

“જરાય નહિ. એક ટીંપા માં પણ નહિ.” દયાએ થોડી નિરાશા સાથે જણાવ્યું. આખા રૂમમાં ક્યાંય પણ ઝેરનો અંશ પણ મળ્યો નથી. સૂપમાં નહિ, અંડા રોલ માં પણ નહિ. અમે કચરામાં પડેલા નાના નાના સોસ ના પડીકાઓ પણ તપાસ્યા. એમાં પણ કઈ ભાળ નહિ. (ક્રમશ:)