Only if it hurts then he stops – Divyesh Trivedi in Gujarati Science by Smita Trivedi books and stories PDF | ખટકે તો જ એ અટકે – દિવ્યેશ ત્રિવેદી

Featured Books
  • ભીતરમન - 59

    મુક્તારના જીવનમાં મારે લીધે આવેલ બદલાવ વિશે જાણીને હું ખુબ ખ...

  • ભાગવત રહસ્ય - 121

    ભાગવત રહસ્ય-૧૨૧   ધર્મ -પ્રકરણ પછી હવે -અર્થ -પ્રકરણ ચાલુ થા...

  • કૃતજ્ઞતા

      આ એ દિવસોની વાત છે જ્યારે માનવતા હજી જીવતી હતી. એક ગામમાં...

  • નિતુ - પ્રકરણ 53

    નિતુ : ૫૩ (ધ ગેમ ઇજ ઓન)નિતુને કૃતિ સાથે વાત કરવાની જરૂર લાગી...

  • સંઘર્ષ - પ્રકરણ 13

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

Categories
Share

ખટકે તો જ એ અટકે – દિવ્યેશ ત્રિવેદી

૧૭. કુદરતનાં એરકન્ડીશનર

17. Air conditioners of Nature

એક ઘટાદાર વૃક્ષ વાતાવરણમાં કેટલી ઠંડક પ્રસરાવતું હશે એનો અંદાજ છે?

એક ઘટાદાર વૃક્ષ દસ એરકન્ડીશનર મશીનો જેટલી ઠંડક હવામાં ઉમેરે છે.

અમદાવાદ જેવા શહેરોમાં ત્રણ ઋતુઓ હોય છે- ગરમીની, વધુ ગરમીની અને કાળઝાળ ગરમીની આવા શહેરમાં એક લાખ વૃક્ષો હોય તો શહેરને એક જ ઝાટકે દસ લાખ એર-કન્ડીશનર મશીનોની ઠંડક મળે!

ઠંડા દિમાગથી વિચારવા જેવી વાત નથી?

૧૮. ગીરનું ગૌરવ કયાં ગયું?

18. Where did Gir's pride go?

ગીરનાં જંગલો અને ગીરના સિંહોનું ગૌરવ લેવાનો હવે આપણને કોઈ જ અધિકાર નથી. માત્ર છેલ્લાં પચાસ વર્ષોમાં ગીરના જંગલનું કદ આપણે પા ભાગનું કરી નાખ્યું છે અને એને પરિણામે સિંહોની વસ્તી પણ ઘટી છે.

છેક બરડા ડુંગરો સુધી પથરાયેલા ગીરનાં જંગલને હવે એ બોડા ડુંગરા ઘૂરકિયા કરે છે.

હજુય ગીરને પહોંચતો ઘસારો ચાલુ જ છે. તો પછી આપણે શેનું ગૌરવ લઈને ફરીએ છીએ?

૧૯. અભયારણ્યો કેટલાં?

19. How many sanctuaries?

કુદરતે તો માનવી અને પ્રાણીઓનું સહ-અસ્તિત્વ જ ઝંખ્યું છે. પરંતુ અવિચારી માનવ પોતાના વિકૃત શોખ, પાશવી આનંદ અને મેલી ભૂખને પોષવા માટે થઈને નિર્દોષ પ્રાણીઓની બેફામ કતલ કરતો આવ્યો છે. પરિણામે દુનિયાના નકશા પરથી આજે કંઇક પ્રાણીઓનું અસ્તિત્વ જ ભૂંસાવા બેઠું છે!

થોડોક સધિયારો એ વાતે મળે છે કે હવે રહી રહીને લોકો જાગ્યા, સરકારોએ આળસ મરડી છે એને પરિણામે કેટલાંક અભયારણ્યો ઊભાં થાય છે. અભયારણ્યોની બાબતમાં આજકાલ આપણે ક્યાં ઊભા છીએ?

ભારતમાં અત્યારે કુલ પ૩ રાષ્ટ્રીય ઉદ્યાનો અને નાનાં મોટાં ૨૪૭ અભયારણ્યો છે, જે માંડ એક લાખ ચોરસ ક્લિોમીટરના વિસ્તારને આવરી લે છે. આટલી જમીન કુલ ભૌગોલિક વિસ્તારનો માત્ર ૩ ટકા અને કુલ જંગલ વિસ્તારનો માત્ર ૧૨ ટકા ભાગ થાય છે.

આ પરિસ્થિતિથી આપણે સંતુષ્ટ છીએ ખરા?

૨૦. ખટકે તો જ એ અટકે!

20. Only if it hurts then he stops!

‘જીવો જીવસ્ય ભોજનમ્’ એ ભલે કુદરતનો ક્રમ હોય,પરંતુ જે જીવન બક્ષતું હોય, જીવનની રક્ષા કરતું હોય અને જીવનનું જતન કરતું હોય અને એવાં કુદરતી તત્ત્વોમાં પણ ઝેર ઘોળવાની વૃત્તિને તો કુદરતનો ક્રમ કઈ રીતે કહી રોકાય?

પાણી કુદરતની અણમોલ ભેટ છે. પાણી વિના કેવી હાલત થાય છે એ તો કોઈ રણમાં ભૂલા પડેલા કમભાગીને પૂછે તો ખબર પડે!

પૃથ્વીના ત્રણ ભાગ પર પાણી છે. છતાં આટલા મબલખ ખજાનાને આપણે જાળવી શકતા નથી. દરિયા જેવા દરિયાને પણ આપણે પ્રદૂષણના પાપમાંથી છોડ્યો નથી. દર વર્ષે ૨૫ કરોડ મેટ્રિક ટન જેટલા વિવિધ પદાર્થો દરિયામાં ભળે છે. એમાં ઘાતક અને ઝેરી રસાયણોનો તો કોઈ પાર નથી.

ડી.ડી.ટી.., ગેમેકસીન અને આલ્હીન જેવાં રસાયણો માછલીના પેટમાં થઇને માણસના પેટમાં પહોંચે છે. માતાનું દૂધ પણ ડી.ડી.ટી. ના દૂષણથી બાકાત રહ્યું નથી .

સમુદ્રની જીવસૃષ્ટિ સાથેના આ મારક ખેલ જ્યાં સુધી આપણી સંવેદનાને ખટકશે નહિ, ત્યાં સુધી એ અટકશે પણ નહિ!

૨૧. એક ખતરનાક આગાહી!

21. A dangerous prediction!

એક સમય હતો જ્યારે ઘરના આંગણાંમાં કે બારીની સાખ પર મેના -પોપટ કે ચકો-ચકી ગેલ કરતાં હોય એવાં દુર્લભ દ્રશ્યો જોવા મળતાં. ક્યારેક દેવ-ચકલી ઘરની અંદર આવીને નિર્ભયતાથી લટાર પણ મારી જતી.

પ્રગતિ તરફની આંધળી દોટમાં આપણે આપણી આસપાસની હવાના અણુએ અણુમાં ઠાંસી ઠાંસીને ધૂળ અને ધુમાડો ભરી દીધો છે.

ગ્રીષ્મમાં કોયલના ટહુકાર કે બે નિર્દોષ પંખીડાંની મસ્તીભરી ગેલ તો શહેરી સંસ્કૃતિનો સપનાં સાથેનો સંબંધ પણ તોડી ચૂકી છે. હવે આ દ્રશ્યો જોવા હોય તો પ્રાણી-સંગ્રહાલયમાં જ જવું પડે છે અને પંખીડાં મોજમાં આવે ત્યાં સુધી ઇંતેજાર કરવો પડે છે.

પર્યાવરણ પ્રેમીઓ એવી આગાહી કરે છે કે હજુય જો આપણે હવાના પ્રદૂષણને નહિ રોકીએ તો પ્રાણી સંગ્રહાલયમાં પણ પ્રાણીઓ અને પક્ષીઓ જીવી શકશે નહિ.

આ આગાહી કેટલી ખતરનાક છે એનો હજુ આપણને અંદાજ પણ આવતો નથી !