Black hole ni andar mrutyu - 1 in Gujarati Science-Fiction by પરમાર રોનક books and stories PDF | બ્લેક હોલ ની અંદર મૃત્યુ - 1

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

બ્લેક હોલ ની અંદર મૃત્યુ - 1

◆◆ જય શ્રી કૃષ્ણ મિત્રો , હું પરમાર રોનક. હું એક School boy છું. મને લખવું બહુ ગમે છે. મને Sci-fi (science fiction) Movies & Books વાંચવી પણ ગમે છે. મેં પહેલા પણ માતૃભારતી માં એક Sci-fi બુક લખી છે. જેનું નામ 'નેગ્યું નો માણસ' છે. જે એક time travel સ્ટોરી છે. તે બુક માતૃભારતીની Top 100 માં પણ આવે છે. 'નેગ્યું નો માણસ' બૂકને તમે માતૃભારતીમાં જ Free માં વાંચી શકો છે.
આ બુક એક Space Science Fiction બુક છે.
A-3 ને પ્રશ્ન હોય છે કે તે ભવિષ્યમાં મોટો થઈને શું બને ?? જ્યારે તે આ પ્રશ્ન પોતાના પિતા A-2 ને કહે છે ત્યારે તેના પિતા તેને સર એલેક્ઝાંડર (Alexander) પટેલની સાચી સ્ટોરી કહે છે. સર એલેક્ઝાંડર પટેલ બહુ હોશિયાર અને બહુ પૈસા વાળા છે. તે નાની ઉપરથી જ અંતરીક્ષના રહષ્યો ઉજાગર કરવાના સ્વપ્ન જુવે છે. તે એલિયન્સ વિશે જાણવા માંગે છે , તે બ્લેક હોલ વિશે જાણવા માંગે છે , તે જાણવા માંગે છે કે બ્લેકહોલ ની બીજી બાજુ શુ છે ??? એક દુર્ઘટનાનો કારણે તેનું જીવન બહુ લાંબુ ચાલી શકે તેવું નથી. તેથી સર એલેક્ઝાંડર પોતાની નાની ઉંમરના સ્વપ્નને પુરા કરવા માંગે છે. તે બ્લેકહોલ ની બીજી બાજુ શું છે એ જાણવા માટે એક રોકેટ બનાવે છે. જેમાં બેસીને સર એલેક્ઝાંડર બ્લેકહોલ ની અંદર જશે. તો શું તેઓ બ્લેકહોલની અંદર જઈ શકશે ? શું આપણે જાણવા મળશે કે બ્લેકહોલ ની બીજું બાજુ શુ છે ? , આ વચ્ચે કેવી કેવી મુશ્કેલીઓ આવશે અને સર એલેક્ઝાંડર તેનો સામનો કેવી રીતે કરશે ? , શું આ વચ્ચે સર એલેક્ઝાંડર નું મૃત્યુ થઈ જશે ? , કઈ એ દુર્ઘટના હતી જેના કારણે તેમનું જીવન કાળ ઓછું થઈ ગયુ ? અને A-2 પોતાના છોકરાને આ સાચી વાર્તા દ્વારા શું કહેવા માંગે છે ? આ પ્રશ્નોના જવાબ તમને આ બુકમાં જાણવા મળશે. તેથી એક નવી સ્ટોરી સાથે અને એક નવા સફર માટે તૈયાર થઈ જાવ !!
નોંધ : આ બૂકની સ્ટોરી 'નેગ્યું નો માણસ' બૂકથી જોડાયેલી છે. પણ જો તમે તે બુક ન વાંચી હોય તો પણ તમને આ બુક સરળ રીતે સમજાઈ જશે. અને જો તમે એ બુક પહેલાથી વાંચી છે તો તમને આ બુક વધુ સારી રીતે સમજશે. જો તમે એ બુક ન વાંચી હોય તો એક વાર જરૂર વાંચજો.
અને તમે મારી બ્લોગ વેબસાઈડ પણ જોઈ શકો છો :
didyouknow136.blogspot.com
parmarronak136.blogspot.com
(બ્લોગમાં આવેલ Gmailના વિકલ્પ દ્વારા તમે મારો સંપર્ક પણ કરી શકો છો.) ◆◆

(પ્રારંભ )

***
આ સમગ્ર બ્રહ્માંડમાં આપણે આપણી પૃથ્વી જેવો જ એક ગ્રહ શોધીએ છીએ. એક એવો ગ્રહ જેમાં આપણા જેવા જ જીવો હોય. એવા જીવો જે બુદ્ધિજીવીઓ હોય , જે ઓક્સિઝન (oxygen) લેતા હોય અને કાર્બન ડાયોક્સાઇડ (carbon dioxide) છોડતા હોય , જેનું શારીરિક બંધારણ આપણા જેવું જ હોય. પણ જરૂરિતો નથી કે આપણા જેવો જ જીવ તે બીજા ગ્રહમાં રહેતો હોય. તે આપણાથી અલગ પણ હોઈ શકે છે. હોઈ શકે છે કે તે ગ્રહ આપણા સૌરમંડળમાં જ હોય પણ તે આપણી સામે આવવા માંગતું ન હોય !!
વર્ષ 2180 , પૃથ્વી ઉપર એ તબહિના નિશાન હજુ ગયા નથી. તબાહી , જેના કારણે માનવજાતિ વિલુપ્ત થઈ શકતી હતી. પણ AP-II (AP-two) ગ્રહ માં અત્યારે વર્ષ 125 ચાલી રહ્યું છે. આપણા સૌરમંડળ નો સૌથી મોટો ગ્રહ 'ગુરુ' ગ્રહ છે અને AP-II ગ્રહ ગુરુ ગ્રહનો એક ચંદ્ર (Moon) છે. આપણું માનવાનું છે કે ગુરુ ગ્રહના કુલ 79 ચન્દ્રો (Moons) છે , પણ ખરેખરમાં ગુરુ ગ્રહના કુલ 80 ચન્દ્રો છે. જેમાંથી એક AP-ll ગ્રહ છે. ગુરુ ગ્રહનો ચંદ્ર હોવા છતાં તે પોતાને એક સ્વતંત્ર ગ્રહ માને છે. AP-II ગ્રહના જીવોનું કહેવાનું છે કે જો તેમનો ગ્રહ ચંદ્ર છે તો , સૂર્ય માટે તેની આસ-પાસ ફરતા ગ્રહો પણ સૂર્યના ચન્દ્રો જ કહેવાય અને મિલકીવય (Milky Way) ના વચ્ચે આવેલ સુપરમેસીવ બ્લેક હોલ (supermassive black hole ) જેનું નામ Sagittarius A* છે. તેની માટે સૂર્ય જેવા તારાઓ જે તેની આસ-પાસ ફરે છે તે પણ તેની માટે ચન્દ્રો જ કહેવાય. અને જો જે તારાઓ અને ગ્રહો ચન્દ્રો નથી તો તેમનો ગ્રહ પણ એક ચંદ્ર નથી. તેથી તે પોતાના ગ્રહને એક સ્વતંત્ર ગ્રહ માને છે. AP-II ગ્રહમાં રહેતા જીવોને વૈજ્ઞાનિક ભાષામાં Puralls (પુરલ્સ) કહેવામાં આવે છે.
Puralls માણસોથી ઘણા અલગ છે. જો કે Puralls નું શારીરિક બંધારણ માણસોથી મલતું છે પણ સાથોસાથ બન્ને વચ્ચે ઘણી ભિન્નતા પણ છે. માણસો અને Puralls વચ્ચે સમાનતા એ છે કે માણસોની જેમ જ Puralls ના બે હાથો છે, બે પગ છે, એક નાક છે, બે કાન છે, બે ફેફસાઓ છે, બે કિડની છે, એક દિલ છે, હાથો માં 5 આગળાઓ છે અને એક માથું છે વગેરે સમાન છે. જ્યારે માણસો અને Puralls માં ઘણી ભિન્નતા પણ છે જેમ કે Puralls પર્પલ (purple) રંગના હોય છે, તેમના ચહેરાની આસ-પાસ ચારેય બાજુ કાળા રંગના લાંબા વાળ હોય છે, તેમની આખો માણસો કરતા બહુ મોટી હોય છે, તેમની આખો સફેદ રંગની હોય છે અને તે બે આંખોની આસપાસ કેસરી રંગની બોડર લાઇન પણ હોય છે, તેમનું રક્ત લીલા રંગનું હોય છે. આ બધી વિશેષતાઓ Puralls ને માણસોથી ભિન્ન અને ઘણા ડરાવના પણ બનાવી દે છે.
***
[ PART - 1 : પૃથ્વી ઉપર ]

● CHAPTER NO. : 01
● ONE QUESTION
રાત્રીનો સમય હોય છે. A-2 જે (એક Puralls છે અને જે) AP-II ગ્રહનો એક પ્રસિદ્ધ ભૌતિક વિજ્ઞાની છે. તે પોતાની રિસર્ચ લેબથી પોતાના ઘરે જાય છે. જયારે તેના ઘરે તેનો 8 વર્ષનો છોકરો A-3 (જે પણ એક Puralls છે તે) પોતાના પિતાની રાહ જુવે છે. A-3 ને જન્મ આપતી વખતે તેની માતાનું મૃત્યુ થઈ ગયું. ત્યારથી તેના પિતા A-2 તેની માટે મમ્મી અને પપ્પા બન્નેની ભૂમિકાઓ ભજવે છે.
સવારે પોતાની રિસર્ચ લેબ જવાની પહેલા A-2 નાસ્તો અને બપોરની જમવાનું બનાવીને જાય છે અને રિસર્ચ લેબમાં તે 'વાઈટ હોલ (white hole)' ની પોતાની થિયરી (theory) ઉપર કામ કરે. A-2 એ અત્યાર સુધી 2 મોટી થિયરીઓ આપી છે. જેનાથી તે બહુ પ્રસિદ્ધ થયો છે. અને 'વાઈટ હોલ' ની થિયરી તેની ત્રીજી થિયરી છે. આ તો વાત થઈ પિતાની.
જયારે A-2 પોતાની રિસર્ચ લેબમાં હોય છે ત્યારે તેનો છોકરો A-3 ઘરનું નાનું-મોટું કામ અને પોતાની study કરે. ત્યાર બાદ સાંજે જયારે તેના પિતા ઘરે આવે છે ત્યારે તે અને તેના પિતા બન્ને ઘણી મસ્તીઓ કરે. પણ આજે પિતાને રિસર્ચ લેબથી ઘરે આવવામાં મોડું થઈ ગયું છે. તેની છોકરો ક્યારનો તેના પિતાની રાહ જુવે છે.
જયારે પિતા ઘરે આવે છે ત્યારે છોકરો તેમને ભેટી પડે છે. ત્યાર બાદ પિતા અને છોકરો આરામથી સોફા ઉપર બેસે છે અને થોડી વાતો કરે છે. થોડી મસ્તી પણ કરે છે.
" આજે તે ," એ લાંબી વાત-ચિતમાં પિતાએ છોકરાથી પૂછે છે "શું શું ભણ્યું અને શું શું લેશન (Ham work) કર્યું ? "
"લેશનમાં ," છોકરાએ જવાબ આપ્યો "ટીચરે કુલ 4 પ્રશ્નો આપ્યા હતા. જેમાંથી બે પ્રશ્નો ગણિતના હતા, એક પ્રશ્ન વિજ્ઞાનનો હતો અને છેલ્લો એક પ્રશ્ન Self Understanding (સ્વયં સમજણ) નો હતો..."
" Self Understanding એટલે ? " પિતાએ આશ્ચય થી પૂછ્યું " આમાં શું ભણાવે ?"
" ટીચરે આ વિષય કાલે જ શરૂ કર્યો છે." છોકરાએ કહ્યું " ટીચરનું કહેવાનું છે કે આ નવા વિષયથી આપણને આપણા વિશે વધુ જાણવા મળે છે."
"આ તો એક સારો વિષય છે !" પિતાએ છોકરાની વાતમાં રસ લેતા કહ્યું.
" પેલા તો મને લાગ્યું કે આ વિષયમાં કઈ મહત્વનું અને નવું નહિ હોય." છોકરાએ પોતની વાત આગળ ચલાવી " કારણ કે હું મારા વિશે બધું જાણું છું પણ હું ખોટો હતો. આજે ટીચરે માત્ર એક જ પ્રશ્ન આપ્યો જેનો જવાબ મને હજુ સુધી મળ્યો નથી."
"એ કેવો પ્રશ્ન ?" પિતાએ પૂછ્યું.
" એ નવા વિષયનો પ્રશ્ન એ હતો કે - મારે ભવિષ્યમાં મોટું થઈને શું બનવું જોઈએ ?" છોકરાએ કહ્યું.
"મારા અંદાજન આ પ્રશ્ન માટે તમે હજુ નાના છો." પિતાએ શાંતિથી કહ્યું.
"ટીચરનું કહેવાનું છે કે, " છોકરાએ યાદ કરતા કરતા કહ્યું "જો મને અત્યારે જ ખબર પડી ગઈ કે મારે ભવિષ્યમાં શુ કરવાનું છે તો હું અત્યારથી જ તેમાં કામ કરવા લાગું."
"વાત તો સાચી છે.... તો તને શું લાગે છે તારે ભવિષ્યમાં મોટું થઈને શું બનવું જોઈએ ?" પિતાએ પૂછ્યું.
"મને નથી સમજાતું ! ક્યારેક એક વિચાર અને ક્યારેક બીજો વિચાર આવે. અને ક્યારેક વિચાર આવે કે હું જે બનવા માંગુ છું તેની માટે શું હું લાયક છું ? જો હું એ કામ માટે લાયક અથવા યોગ્ય નથી તો એ કામ કરવાનું કઈ કામનું નથી." છોકરાએ ખુલા મનથી કહ્યું. આ સાથે છોકરાની આંખો ભીણી પણ થઈ ગઈ.
"ઠીક છે, હું સમજુ છું" પિતાએ થોડું વિચારીને કહ્યું " જે રીતનું તારું ભૂતકાળ રહ્યું છે , તેની રીતે આવો પ્રશ્ન પોતાથી પૂછવો વાજબી છે. બીજો કોઈ પણ 8 વર્ષનો છોકરો આવો પ્રશ્ન ન પૂછે. હવે તે આ પ્રશ્ન પૂછ્યો જ છે તો તેનો જવાબ પણ મેળવવો જરૂરી બની જાય છે. મને લાગે છે કે તારે ભવિષ્યમાં એક અંતરિક્ષ યાત્રી બનવું જોઈએ. કારણ કે તને તેમાં ઘણો રસ છે."
"પણ પ્રશ્ન એ જ આવી જાય છે કે શું હું અંતરિક્ષ યાત્રી બનવાના લાયક છું ??" છોકરાએ પૂછ્યું.
"હા, પ્રશ્ન ત્યાં જ આવીને ઉભો રહી જાય છે." પિતાએ કહ્યું. થોડું વિચાર્યા બાદ પિતા એ છોકરાથી પૂછ્યું
"તે 'સર એલેક્ઝાંડર પટેલ' સાચી વાર્તા સાંભળી છે ?"
" નહિ , મેં તેમની વાર્તા નથી સાંભળી !" છોકરાએ જવાબ આપ્યો.
ત્યારે પિતા ઉભા થયા અને સ્ટોરરૂમ માંથી એક નાની લંબચોરસ મશીન લેતા આવ્યા અને સોફની સામેના ટેબલ ઉપર રાખી. આ મશીનમાં સર એલેક્ઝાંડર પટેલ ની જીવન યાત્રા તેમના જ અવાજ માં છે."
"એટલે આ એક વોઇસ રિકોડર મશીન છે ?" છોકરાએ પૂછ્યું.
" નહિ, આ એક વોઇસ મેસેજ મશીન છે. જે તારે અત્યારે સાંભળવી જોઈએ." આ કહીને પિતા રાતનું જમવાનું બનાવવામાં લાગી ગયા અને છોકરો એ વોઇસ મેસેજ સાંભળવામાં લાગી ગયો.
જમવાનું બનાવતા બનાવતા પિતા એ વોઇસ મેસેજ પણ સાંભળતા હતા. "હું એલેક્ઝાંડર પટેલ છું. હા , જેવી રીતે તમને ખબર છે કે હું પૃથ્વી થી ત્યાં આવ્યો હતો. હું અત્યારે...." એવું એ વોઇસ મેસેજમાં સંભળાતું હતું.
એક કલાક બાદ એ વોઇસ મેસેજ પૂરો થઈ ગયો અને જમવાનું પણ બની ગયું. જયારે એ વોઇસ મેસેજ પૂરો થયો ત્યારે પિતાએ પૂછ્યું " સમજાણુ કઈક ?..."
"નહિ !" છોકરાએ કહ્યું. "મને ખરેખરમાં કઈ પણ સમજાણુ નથી. આ વોઇસ મેસેજ ઘણું ગુંચવણ વારુ હતું."
"હા , એ તો છે. કારણ કે આ વોઇસ મેસેજની પહેલા શું શું થયું હતું તે તને ખબર જ નથી." પિતાએ થોડું વિચાર્યું અને પછી ઉમેર્યું " તને સર એલેક્ઝાંડર ની જીવન યાત્રાને એક વાર્તાની રીતે જ કહેવું પડશે. ત્યારે જ તને મજા આવશે અને તને આ વાર્તા સમજાશે પણ ખરા. પણ એ વાર્તા હું તને જમ્યા બાદ કહીશ. "
ત્યાર બાદ બન્ને બાપ-દીકરાએ જમ્યુ અને પિતાએ પોતાની વાઈટ હોલ ની થિયરી વિશે છોકરાને કહ્યું. છોકરો પણ વાઈટ હોલની થિયરી માટે ઉત્સાહી છે. જમ્યા બાદ બન્ને ફરીથી સોફા ઉપર બેઠા.
"જો , આ વાર્તા સર એલેક્ઝાંડર પટેલ ની છે. જે પૃથ્વીથી આપણા ગ્રહમાં આવ્યા હતા." પિતાએ કહ્યું. " અને વાર્તાની વચ્ચે કઈ પણ પ્રશ્ન હોય તો તે પૂછી લે જે. ઠીક છે ?"
"ઠીક છે !" છોકરાએ જવાબ આપ્યો.
"સર એલેક્ઝાંડર પટેલ ની વાર્તા ને 3 ભાગોમાં વેચી શકાય છે. વોઇસ મેસેજ માં પણ સર એલેક્ઝાંડરે આવી રીતે જ પોતાની જીવન યાત્રા કહી હતી. જેમાં ભાગ - 1 છે 'પૃથ્વી ઉપર'." પિતાએ એક કાગળ ઉપર ભાગ એક નું નામ લખ્યું.
"તો , વાર્તાની શરૂઆત થાય છે 'બ્લેક હોલ' ની સામે." પિતાએ એક ઊંડો શ્વાસ લીધો અને વાર્તાની શરુઆત કરી. "સર એલેક્ઝાંડર પટેલનું રોકેટ જેમાં સર એલેક્ઝાંડર બેઠા હતા. તેમનું રોકેટ મિલકીવય (Milky Way) ના વચ્ચે આવેલા સુપરમેસીવ બ્લેકહોલની સામે હતું. તે રોકેટ બ્લેકહોલ થી એટલું દૂર હતું કે બ્લેકહોલ તેને ખેંચી ન શકે. આજે આખરે તેમનું સ્વપ્ન પૂરું થવાનું હતું. પણ તેઓ એક ગુંચવણ માં હતા. તેમની પાસે બે વિકલ્પો હતા. પહેલો વિકલ્પ એ હતો કે તેઓ બ્લેકહોલ ની અંદર ચાલ્યા જાય , જે તેમનું બાળપણનું સ્વપ્ન હતું કે પછી બીજો વિકપન પસંદ કરે. બીજો વિકલ્પ એ હતો કે ....."
પિતા વાર્તા કહેતા કહેતા ચૂપ બેસી ગયા અને કંઈક વિચારવા લાગ્યા.
"નહિ ," અચાનક પિતાએ કહ્યું "આ ખોટી શરૂઆત છે. જો આપણને આ વાર્તા બરાબર સમજવી હોય તો આપણને આ વાર્તાને પહેલાંથી શરૂ કરવી જોઈએ. તેથી આપણે શરૂથી શરૂઆત કરીએ."

(ક્રમશ)