Something is not known in Gujarati Moral Stories by Tr.Anita Patel books and stories PDF | કંઇક ખબર નથી પડતી

Featured Books
Categories
Share

કંઇક ખબર નથી પડતી

"કંઇજ ખબર નથી પડતી...."
-@nugami.
આજના સમયે દરેક માતા પિતા એ ક્યાંકને ક્યાંક આ વાક્ય પોતાના સંતાન પાસે થી સાંભળવું પડે છે.
Because of generation gap.
આપણી વખતે પણ generation gap હતી પણ આડી આવતી નહોતી.અને કદાચ આવતી હશે,તો પણ આપણે હંમેશા સંબંધોને વધુ મહત્વ આપેલ છે. આપણા સમયમાં મા લાકડી,વેલણ,ઝાડુ જે હાથ માં આવે એ છુટ્ટું ફેક્તી અને આપણે ચૂપચાપ માર ખાઈ પણ લેતાં અને ક્યાંક એ વ્હાલ થી ફેંકાયેલી વસ્તુ લઈ ને ભાગી પણ જતાં.😅( જો ભાગવા મળતું તો...)
જમવા માં પણ કોઈ શાક બનાવ્યું હોય અને જો ના ભાવતું હોય તો પણ મા ની માર ખાઈ ને પાણી પી લેતા.કાંતો મા એ આપણા મોંમાં નાખેલો અણગમતો કોળિયો મોંમાં જ રાખી ને રાગડા તાણી તાણી ને રોતાં.અને જેમ વધારે રોઈએ એમ મા વધારે પ્રેમથી ટીપે.
મા બાપ ભણેલા વધુ નહોતા પણ આપણા પર અંકુશ એમનો ગજબ નો હતો.
મજા તો ત્યારે આવતી જ્યારે કોઈ મહેમાન આપણા ઘરે આવતા અને ત્યારે આપણો વટ બતાવવા ખૂબ મસ્તી કરતાં અને એમના ગયા પછી ફરી થી મા પ્રેમ થી ટીપી ને બોલતી," કોઈ આવે એટલે બસ પોતાની ચલાવવાની,ખબર નથી પડતી કે કોઈ આવે ઘરે તો શાંતિ થી બેસીએ એમની વાત સાંભળીએ,પણ ના આતો બસ તમારી જ ચલાવતા જવાનું,મારા હાથ ની એક પડશે ને તો સીધા દોર થઈ જશો".
પણ એ ભોળી મા ને કોણ સમજાવે કે,જ્યારે કોઈ આવે ત્યારે જ તો મસ્તી મન ભરી ને કરતાં....
બપોરાં કરી ને જો ઊંઘ ના આવે તો પણ પરાણે આંખ મીંચી ને સુઈ જ જવાનું.નહીતો મા મારી ને સુવડાવે.

વરસ માં ક્યાંક એકાદ વખત નવો ડ્રેસ કે ફ્રોક, ટીશર્ટ ને પેન્ટ મળતું.અને એ પણ મમ્મી ની કે પપ્પા ની પસંદ નું....
પહેરી લેવાનું કોઈપણ આનાકાની કર્યા વિના.
ભણવા માટે દફતર હોય કે ના હોય પણ પ્લાસ્ટિક ની થેલી માં ચોપડા ને વીંટાળી ને સ્કૂલ માં હાથ હલાવતા જતાં.

મિત્રો સાથે ધીંગા મસ્તી કરવાની ,નળ માંથી સીધુ હાથ માં ઝીલી પાણી પીવાનું,કોઈ ઝાડ નીચે બેસી ને બધા એ એક સાથે ભોજન કરવાનું, સાહેબ કે બેન જો લેશન ના કર્યું હોય,કે કોઈ કાંડ કર્યું હોય, તો એ પણ પ્રેમ થી ટીપી નાખતાં અને આપણે એમનું માન રાખી વ્હાલ થી ટીપાય પણ જતાં.કદાચ એટલે જ આજે આપણે આટલા નક્કોર છીએ.😅શાળા એ થી પાછા આવતા રસ્તા માં કોઈ માટી નું ઢેફું હોય કે નાનો પત્થર એને પગ થી ઉછાળી ઉછાળીને બિચારા ને અધમુવું કરી દેતા,આમેય એનામાં જીવ ક્યાં હતો.મા બાપા શિક્ષક હંધાય નું મન રાખતાં અને એમના સામે ઉચ્ચાર પણ ના કરતાં.

એનાથી તદ્દન ઉલટું આજે જોવા મળે છે.
બાળક ને પોઢાડતા પોઢાડતા મા પોતે જ સૂઈ જાય છે,
ભણવા માટે પણ નખરા ઓછા નથી હોતાં,
બાળક ને જે જોઈએ એ પહેલાં હાજર થઈ જાય છે,
મા બાપ દ્વારા બાળક ને બધી જ સુખસુવિધા પહેલાથી જ આપી દેવા માં આવે છે,એટલે બાળક ને મા બાપ ના સંઘર્ષ ની જાણ હોતી નથી.
મા બાપ ને થાય છે કે આકાશ ના બધા જ તારા તોડી ને મારા બાળક ને આપી દઉં.
થાય... સ્વાભાવિક છે.લાડ હોય ,પણ વધારે ના હોવા જોઈએ.
અતિ ની ગતિ વિનાશ કરે છે.
વધારે લાડકોડ કે વધારે પડતું અંકુશ બાળક ને ખરાબ બનાવવા માં મહત્વનો ભાગ ભજવે છે.
બાળક ને ઉછેરવાં માં બધી જ બાબતો માં સ્થિરતા હોવી જરૂરી છે.
બધું જ જરૂરી છે,પણ માપ માં,
બાળક ને ઔપચારિક ભણતર કરતાં અનૌપચારિક ગણતર જીવનમાં વધુ કામ આવે છે,જે આજની પેઢી માં ઓછું જોવા મળે છે.
કારણકે મા બાપ બાળક ને બાહ્ય ભપકાથી વધુ પરિચિત કરાવે છે,દા.ત. cartoon,game,t.v,laptop વગેરે સાધનોમાં જકડી રાખે છે.કારણ એમને જ્યારે કામ હોય ત્યારે બાળક મસ્તી કરે નહિ અને એમનું કામ શાંતિ થી પતી જાય.એટલે એ હાથમાં પકડાવી દે.એમાં નુકસાન બાળક ને તો છે જ સાથે સાથે માવતર ને પણ.
કારણ માવતર જેટલો જડ વસ્તુ નો ઉપયોગ બાળક ને કરવા આપશે,એટલો જ બાળક પણ જડ થશે.લાગણી તો એક બાજુ રહી,પણ બાળક પર મા બાપ ની લાગણી અને પ્રેમ ની પણ કોઈ અસર થશે નહિ.

એ અસર ને જીવંત રાખવા બાળક ને કુદરત સાથે જોડાઇ ને રાખવું પડશે.એને મન ભરી ને માટી માં રમવા દેવું પડશે,કપડાં ને ગંદા કરશે એ ચિંતા કાર્ય વિના .
મન ભરી મનગમતી રમતો રમવા દેવી પડશે.આ tv ના cartoon જોવડાવ્યા કરતા શેરી ના ગલુડિયાઓ સાથે રમશે તો પ્રાણીઓ પ્રત્યે પ્રેમ સહાનુભૂતિ પામશે.laptop પર કે mobile માં game રમે એના કરતાં બધા મિત્રો ભેગા થઈ ને લંગડી, પકડાપકડી, છુપાછૂપી,જેવી ઘણી રમતો છે જે એક બીજા પ્રત્યે પ્રેમ ની સાંકળ રચવા મદદગાર થશે.
આજકાલ ના સંતાન મા બાપ ને કહેશે," રહેવા દો તમને કંઇ ખબર નહિ પડે.તમે તો બોલો જ નહિ.તમને શું ખબર પડે."
સમય સાથે આજ ના બાળક સાથે દરેક માવતરે update થવું પડે છે.પણ એટલું પણ ના થવું જોઈએ કે બાળક એ ભૂલી જાય જેણે એને મોટા કાર્ય છે એનાથી પણ એ વધારે મોટો બની બેસે.

બાળક ને ઘર માં આવતી ચીજવસ્તુ કેવી રીતે આવે છે,એનો ઉપયોગ યોગ્ય રીતે કેવી રીતે કરવો ? બીજા ને માન કેમ આપવું જોઈએ? ભગવાન ને પ્રાર્થના કેમ કરવી જોઈએ? પૈસા નો વપરાશ કેવી રીતે કરવો જોઈએ? બીજા ને મદદ કેમ કરવી જોઈએ? આવી ઘણી અનૌપચારિક બાબતો છે જે અભ્યાસક્રમમાં નથી આવતી પણ જીવન માં ઉતારવા જેવી બાબતો માત્ર માવતર જ શીખવી શકે.
જ્યારે બાળક એમ કહેવા લાગે કે," તમને કંઈ જ ખબર નથી પડતી,તો સમજજો કે એનું બાળપણ ઘડવા માં માવતર કાચા પડ્યા છે."
બાળક ને એના જીવન માં થતી બધી જ ગતિવિધિ ની જાણ હોવી જરૂરી છે જે માવતરે એના જીવન ઘડતર માટે કરી હોય.
જીવન ના દરેક દુઃખ અને જીવન ના દરેક સુખ થી બાળક ને પરિચય કરાવવો જરૂરી છે.
ઘણાં મા બાપ દુઃખ ની વાતો બાળક સામે નહિ કરે,એમ કહેશે," ના કરાય,બિચારા પર કેવી ખરાબ અસર થાય?"
પણ શા માટે ના કરાય? શું એ બાળક મોટું થશે તો એને તકલીફો નથી આવાની? શુ એને તકલીફો નો ઉકેલ કાઢવો નહિ પડે? જીવન ની દરેક ચડતી અને પડતી માં બાળક ને સાથે રાખી ને જ જીવન જીવવું જોઈએ જેથી આગળ જતા બાળક ને માવતરે કરેલા સંઘર્ષ ની કદર થાય. એમના પડખે ઊભો રહે.બાળકને માત્ર સુખ જ નથી બતાવવાનું,દુઃખ આવે તો કેવી રીતે એનો સામનો કરવાનો એ પણ શીખવાડવું જ રહ્યું.
અને જે બાળક સુખ અને દુઃખ બંને માં પગ સરખા રાખી ને ચાલ્યો હશે એ બાળક આગળ જતાં સાચા અર્થમાં જીવન નું મહત્વ સમજશે અને સાચા માર્ગે ચાલવા પ્રયત્ન કરશે.
અને એના મોંમાં પોતાના માવતર માટે ક્યારેય આ વાક્ય નહિ આવે,"તમને કંઈ જ ખબર નથી પડતી."
અને એ જ માવતર ને એમના જીવનમાં મળેલી મોટી ઉપાધિ હશે......
-@nugami.