Prem Pujaran - A Crime Story - Part 2 in Gujarati Crime Stories by Jeet Gajjar books and stories PDF | પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૪૨

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૪૨

જીનલ હવે એક પણ દિવસ જવા દેવા માંગતી ન હતી. તેતો અત્યારે જ વિક્રમ પાસે જઈને પોતાનો અધિકાર માંગવા અને તેની પત્ની હોવાનો હક ઝતાવવા જવાની હતી પણ પપ્પાને ખબર પડવાના ડર થી તેણે એક દિવસ જવા દીધો અને બીજા દિવસે જવાનો નિર્ણય કર્યો.

જીનલ ને હોશ આવી ગયો છે તે સમાચાર મળતાં વિક્રમ બેચેન બની ગયો. હજુ માંડ માંડ બધું શાંત પડી રહ્યું હતું ત્યાં ઉપર થી જીનલ નું હોશમાં આવવું મુખ્ય ચિંતા નો વિષય બની ગયો. વિક્રમ હવે જીનલ ને કાયમ માટે ભૂલવા માગતો હતો.

વિક્રમ ને ખબર પડી ગઈ કે જો જીનલ અહી આવીને કોઈ બબાલ કરશે તો ઘરના બધા સભ્યો ને ખબર પડી જશે કે હું જીનલ ના પેટમાં રહેલું બાળકનો પિતા પણ છું અને જીનલ નો પતિ પણ. જીનલ નું અહી આવવું એક મોટી મુશ્કેલી બની જશે. એટલે વિક્રમે તે રાત્રે પપ્પા પાસે બેસીને નવો બિઝનેસ શરૂ કરવાની વાત કરે છે.

પપ્પા હું છાયા ને સાથે રાખીને ફોરેન માં નવો બિઝનેસ શરૂ કરવા માંગુ છે. આ બિઝનેસ શરૂ કરવામાં મારો એક મિત્ર મને સહાય કરી રહ્યો છે. આપ મને પરવાનગી સાથે પૈસા ની મદદ કરશો તો હું તમારું નામ રોશન કરવા માંગુ છું.

દીકરા વિક્રમ ની વાત સાંભળી ને થોડી વાર તો થંભી ગયા. મારો દીકરો બિઝનેસ કરવા માંગે છે તે પણ ફોરેન માં...!
એમને થયું કદાચ છાયા ની સાથે રહીને તેનામાં પરિવર્તન આવ્યું હશે. અને આમ પણ તે સારું કરવા જઈ રહ્યો છે તે વિચાર થી વિક્રમના પપ્પા એ વિક્રમ ને પરવાનગી આપી અને પૈસા ની મદદ માટે તત્પરતા દર્શાવી.

પપ્પા ના સપોર્ટ મળતા વિક્રમ બહુ ખુશ થાય છે. અને પપ્પા ને ગળે વળગી જાય છે.
પપ્પા ને વિક્રમ ધીરે થી કહે છે.
પપ્પા હું કાલ સવાર ની ફ્લાઇટ માં અમેરિકા જવા માંગુ છું.

કાલે જ.. આશ્ચર્ય સાથે વિક્રમ ના પપ્પા બોલ્યા.
હા..પપ્પા સારા કાર્ય કરવા માટે મોડું શા માટે કરવું જોઈએ.

વાત કાપતાં વિક્રમના પપ્પા બોલ્યા. બેટા કાલે મુહર્ત સારું નથી. તમે પરમ દિવસે જજો. તમને તૈયારી કરવામાં એક દિવસ મળી જશે.

એક દિવસ તો આમ જ નીકળી જશે તે વિચાર થી વિક્રમે કહ્યું. ભલે પપ્પા અમે પરમ દિવસે જઈશું. ફરી વિક્રમે પપ્પા ના આશીર્વાદ લઈને તેના રૂમમાં ગયો.

તેના રૂમમાં પહોંચતા જ છાયા એ વિક્રમ ને સવાલ કરી દીધો.
વિક્રમ આમ અચાનક ફોરેન માં બિઝનેસ માટે જવાનું તે ગોઠવ્યું તે મને ખબર ન પડી.?

તું ખુશ નથી આપણે ફોરેન બિઝનેસ માટે જઈએ..? સામે સવાલ કરીને છાયા ને બોલતી બંધ કરી દીધી.

જીનલ જે સવાર ની રાહ જોઈ રહી હતી તે સવાર થઈ ગઈ હતી. એક મનમાં ઝુનુન અને હક લેવાના અધિકાર માટે તે હિમ્મત થી વિક્રમ ના ઘરે જવા તૈયાર થઈ. પપ્પા ના કામ પર જવાની રાહ જોઈને જીનલ બેઠી હતા. પપ્પા કામ પર નીકળે એટલે તરત વિક્રમ ની ઘરે પહોંચી જાવ. આ વિચાર થી તે પપ્પા ના બહાર જવાની રાહ જોઈ રહી હતી.

પપ્પા બહાર નીકળ્યા એટલે તેણે તેનો રૂમ બંધ કરી. તે વિક્રમ ના ઘરે જવા ઘરની બહાર નીકળે છે ત્યાં પોલીસ તેના ઘરે આવી જાય છે.

ડોક્ટર સાહેબે જ્યારે જીનલ ને હોસ્પિટલ માંથી રજા આપી હતી ત્યારે જ પોલીસ ને જાણ કરી દેવામાં આવી હતી, પણ ડૉક્ટર સાહેબે પોલીસ ને એક દિવસ પછી જીનલ ની પુછપરછ માટે જજો એવું કહ્યું હતું એટલે પોલીસ બીજે દિવસે જીનલ ના ઘરે પહોંચી હતી.

પોલીસ ને જીનલ પાસે પૂછવાના ત્રણ સવાલો હતાં.
પહેલો સવાલ...તારા પેટમાં રહેલું બાળક નો પિતા કોણ છે...?
બીજો સવાલ... તારું એક્સીડન્ટ થયું હતું કે કોઇએ કરાવ્યું હતું..?
ત્રીજો સવાલ...જ્યારે સાગર ગાયબ થયો હતો ત્યારે તું તેની સાથે ક્યાં ગઈ હતી.

પોલીસ જીનલ ને સામે મળતા પૂછ્યું.
જીનલ તું ક્યાં જઈ રહી છે. .?
થોડા સવાલો કરવા છે તો તું અહી જવાબ આપશે કે પોલીસ સ્ટેશનમાં આપીશ.

પોલીસ સ્ટેશનનું નામ સાંભળી ને જીનલ બોલી ના સાહેબ હું બહાર તો શાકભાજી લેવા જઈ રહી છું. પણ મારી પાસે તમારા સવાલ ના જવાબ હશે તો જરૂર થી આપીશ એમ કહી જીનલ પોલીસ ને તેના ઘર ની અંદર આવવા દે છે.

પોલીસ જીનલ ની સામે બેસીને આ ત્રણ સવાલો તેને કરે છે.

શું જીનલ બધા સવાલો ના જવાબ આપશે.? તે જોશું આગળના ભાગમાં...

વધુ આવતા ભાગમાં....

ક્રમશ ...