રોહન પોતાની જાનની પરવા કર્યા વગર ખીણમાં કૂદી પડે છે.પેલી છોકરી પર્વતનાં ટૂકડા પર લટકી રહે છે.જ્યારે રોહન તે છોકરીને તેનો હાથ પકડવાનો કહે છે ત્યારે પેલી છોકરી તેનો હાથ પકડતી નથી. કારણ કે તે છોકરીને અંદરથી ભય હતો કે જો મેં તેનો હાથ પકડ્યો અને ભૂલમાંથી મારો હાથ છટકી ગયો તો........ મારું મૃત્યું થઈ જશે.
               રોહન તે છોકરીને ત્રણ,ચાર વખત હાથ લંબાવીને તેને પકડવાની કોશિશ કરે છે પણ તેનો હાથ પહોંચી શક્યો નહિ.છેવટે પેલી છોકરીએ રોહનનો હાથ પકડ્યો. રોહને દુપટ્ટાને થોડોક ખેંચ્યો.રોહનના મિત્રોને ખબર પડી ગઈ કે રોહને પેલી છોકરીને પકડી લીધી છે.તેથી રોહનના મિત્રોએ દુપટ્ટો ખેંચીને રોહન અને પેલી છોકરીને ઉપર લાવી દીધા.
               પેલી છોકરીએ રોહન અને તેનાં મિત્રોનો આભાર માન્યો અને ખાસ રોહનનો.
               આ ઘટના બાદ શરૂ થાય છે પ્રણયનું પહેલું પગથિયું.
               પ્રોફેસર તેને પાણી પીવા કહે છે.તે છોકરી થોડુક પાણી પીવે છે છતાંપણ તે ગભરાયેલી હોય છે.ચાલો, આપણે તે છોકરી વિશે થોડીક જાણકારી લઈએ.
               તે છોકરીનું નામ પૂજા હતું.તે સ્વભાવમાં સ્થિર હતી.કોઈના પર વધારે ગુસ્સો પણ ન હતી કરતી.પૂજા ભણવામાં પણ એકદમ હોંશિયાર હતી.તેનાં વાળ સિલ્કી હતાં.તેનાં ગુલાબી ગુલાબી હોઠ અને ગાલ રોહનને ખૂબ પ્રિય હતા.તેનું રૂપ જોઈને તો એવું લાગે જાણે સ્વર્ગથી અપસરા ઉતરી હોય અને તેની આંખોએ તો રોહનને ઘાયલ કરી નાખ્યો.
               તે બધા વિદ્યાર્થીઓ અને પ્રોફેસર સનસેટ પોઈન્ટ પર પહોંચી ગયા.સૂરજની અસ્ત થવાની ઘટના ખૂબ જ સુંદર હતી.કોઈકે તો કેમેરામાં પણ તે ઘટના રિકોર્ડ કરી નાખી.તે ઘટના ખરેખર જોવાલાયક છે.ખરેખર તમે સનસેટ પોઈન્ટ ની મુલાકાત લેવા જજો.તે બધા હોટલે ડિનર કરવા પાછા નીકળી ગયા.
               તે બધાએ હોટલે ડિનર કરવા ગયા.હા....., હું તમને એક વાત કહેવાનું ભૂલું છું કે રોહન નક્કી લેકમાં જે છોકરીનો ફોટો જોયો હતો તે આજ છોકરી છે.રોહન આજે તો એવી રીતે સ્થાન લે છે કે પૂજા તેની સામે જ દેખાય.બંને એક - બીજાના પ્રેમમાં પડી ગયા હતા.બંને ડિનર કરતાં કરતાં પોતાની આંખોથી વાતો કરતા હતાં.ડિનર પૂર્ણ કરી પછી બધા પોત પોતાના રૂમમાં સુવા ચાલ્યા જાય છે.
                બીજા દિવસે બધા વિદ્યાર્થીઓ વહેલા તૈયાર થઈને લકઝરીમાં બેસી જાય છે.હવે, પ્રવાસ પૂર્ણ થાય છે.તેઓ પોતાની કોલેજ તરફ પરત નીકળે છે.તેઓ કોલેજ પહોંચી ગયા હતાં.ત્યાંથી બધા વિદ્યાર્થીઓ પોત પોતાના ઘરે જાય છે અને જે હોસ્ટેલમાં રહેતા હતા તે હોસ્ટેલમાં જાય છે.રોહન એક તાજગીનો અનુભવ કરતો ઘરે પહોંચે છે.
               રોહન તેનાં ઘરે આવીને તરત જ તેનાં મમ્મી - પપ્પાને ભેટી પડે છે.પછી રોહન તેની ખરીદેલ વસ્તુઓ તેનાં  મમ્મી - પપ્પાને બતાવે છે.પછી રોહન તેનાં રૂમમાં સુવા ચાલ્યો જાય છે.રોહનને પ્રવાસમાં થયેલા રોમાંચક ઘટના તેનાં સપનામાં આવે છે.આ બાજુ પૂજાને પણ તેનાં પ્રવાસમાં થયેલા રોમાંચક ઘટના સ્વપ્નમાં આવે છે.ભલે, તે બધા અંતરથી દૂર હોય પણ મનથી તો એકદમ નજીક જ હતાં.બંને એક - બીજાનાં ખયાલોમાં સરકી જાય છે.
                             ******** - - - - - - - - - ********
               બીજા દિવસની સવારે રોહન તાજગી ભર્યું અનુભવીને જાગે છે.તે  રોજની જેમ કોલેજ જવા તૈયાર થાય છે.જ્યારે રોહન નીચે ટેબલ પર નાસ્તો કરવા આવે છે.ત્યારે રોહનના પપ્પા રોહનને કહે છે બેટા હવે બહુ ફરી લીધું હવે ભવિષ્ય માટે વિચાર કર દીકરા.....રોહન બોલ્યો પપ્પા હું કઈ સમજ્યો નહિ?રોહનના પપ્પા બોલ્યા તારા લગ્ન માટે કહ્યુ છું.
               
               એટલે આપણે બે - ત્રણ દિવસમાં છોકરી જોવા જઈશું.રોહનને ધ્રાસકો પડે છે.રોહન તેનાં પપ્પાને કહે છે પપ્પા માટે હમણાં લગ્ન નથી કરવાં.મારે હજુ ખૂબ આગળ વધવું છે.તેનાં પપ્પા બોલ્યા આજના યુવનોની આ જ સમસ્યા છે. મારે તારી કોઈ પણ વાત સાંભળવી નથી તેનાં પપ્પા ગુસ્સામાં બોલીને ત્યાંથી પોતાના રૂમમાં ચાલ્યા ગયાં.
               એક બાજુ રોહન પૂજાના પ્રેમમાં છે અને બીજી બાજુ રોહનના પપ્પા તેનાં માટે છોકરી જોવા જાય છે.શું રોહન તેનાં પપ્પાએ પસંદ કરેલી છોકરી પસંદ કરશે કે તેનાં પ્રેમમાં પડેલી પૂજાને......તે જાણવા માટે વાંચતા રહો પ્રણયનું પહેલું પગથિયું ભાગ - 5.
ક્રમશ:
                                                                            ~ written by Nihar