bhaarelo agni - 3 in Gujarati Book Reviews by Rohiniba Raahi books and stories PDF | ભારેલો અગ્નિ - 3 - છેલ્લો ભાગ

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

ભારેલો અગ્નિ - 3 - છેલ્લો ભાગ

આગળ આપણે ખંડ - 2 સુધી જોયું. હવે આગળ...

ખંડ-૩ 'સિંહનું ભૂમિશયન' પણ અન્ય ખંડ ની જેમ નાના નાના કુલ આઠ પ્રકરણમાં વિભાજીત થયેલો છે. જેમાં પ્રથમ શહીદ મંગળના મૃત્યુ પછી અપક્વ બળવામાં રુદ્રદત્તનું અહિંસા પ્રગતાવતું પાત્ર અહીં દેખાઇ આવે છે. ગૌતમને બચાવવા ગયેલા રુદ્રદત્ત કલ્યાણી અને ત્ર્યમ્બકને પોતાનું અતીત બતાવતા શસ્ત્રભાંડરનો નાશ કરે છે. ત્યારબાદ અપક્વ બળવામાં શંકર ખલાસી તક મળતા રુદ્રદત્તને ગોળીથી વીંધી નાખે છે. અને ગોળી વાગતા જ 'ૐ' નું ઉચ્ચારણ કરતા રુદ્રદત્ત ઢળી પડે છે. આમ, તેઓ શંકરના હાથે મૃત્યુ પામે છે. ગૌતમ રુદ્રદત્તના અંતિમ સંસ્કારમાં પહોંચે છે. પોતાને તે ગુનેગાર માને છે કે પોતે રુદરદત્તને બચાવી શક્યો નહિ. રુદ્રદત્ત નાનાસાહેબના વકીલ તાત્યાટોપે, લક્ષ્મીબાઈ, મહાવીર જેવા અન્ય ઘણાં લાડવૈયાઓની વિપ્લવની કારીગરીનો વિરોધ કરીને અંતે અહિંસા અને સત્યના માર્ગે ચાલીને જીવે છે. 'સિંહનું ભૂમિશયન' રુદ્રદત્તના સિંહ જેવા વિરલ વ્યક્તિને પ્રત્યક્ષ કરતું દેખાય છે.

ખંડ-૪ 'જીવનની પાર' માં કુલ સાત નાના-નાના પ્રકરણ હેઠળ રુદ્રદત્તની મૃત્યુ પછીની વાતને વણી લેવામાં આવી છે. ગૌતમ માની શકતો નથી કે ગુરુજી તેમની વચ્ચે નથી રહ્યા. કલ્યાણી આ વાતમાં આ ત્ર્યમ્બક અને ગૌતમ કરતાં વધુ સ્વસ્થ જણાય છે. ગૌતમને જમાડવા કલ્યાણી બેસે છે ત્યારે ગૌતમ શસ્ત્રો ત્યાગવાની વાત કરે છે. ત્યારે કલ્યાણી તેની હિંમત વધારે છે અને યુદ્ધમાં જવા પ્રેરે છે.

આ યુદ્ધમાં જૅક્સન અધમરી હાલતમાં કણસતો હતો ત્યારે કલ્યાણીનવા શોધવા નીકળેલો ગૌતમ તેને પાણી પીવડાવીને બેઠો કરે છે અને એને રાહત આપે છે. પછી ગૌતમ જેવો ઊભો થઈને ચાલવા જાય છે ત્યારે ગૌતમને જૅકસન કપટથી પાછળથી છરીનો ઘા કરીને મારી નાંખે છે. ગૌતમ કાયમ માટે સુખ નિંદ્રામાં પોઢી ગયો હતો. અંતે કલ્યાનીનું રુદન જ માત્ર સંભળાતું હતું.

"ગૌતમ..... ગૌતમ..... !"

નવલકથાના અંતના પ્રકરણમાં 'સહગમન કે ભાવનાસિદ્ધિ?' પ્રશ્નસૂચક શીર્ષક સાથે કલ્યાણી અને ત્ર્યમ્બકના ઉમદા વ્યક્તિત્વનો પરિચય આપે છે. ગૌતમ સુખ નિંદ્રામાં પોઢે છે. એક યુદ્ધ એટલે લાખો માનવીની સૃષ્ટિનો ભંગ! ગૌતમને અંતિમસંસ્કારના અગ્નિમાં ત્ર્યમ્બકને માટે હમણાં કલ્યાનીની ચીસ અને લ્યુસીની અર્ધસ્પષ્ટ વાણી એ બેના જ ભણકારા અથડાવા લાગ્યા.

"પ્રેમ ભૂખ્યા જગતમાં આ હિંસા શી?"

ભડભડ બળતી ચિતા તરફ ત્ર્યમ્બક સ્થિર દ્રષ્ટિએ જોઈ રહ્યો.

"ગૌતમ, ગૌતમ!"

એક જ વખત જાગેલી એ કલ્યાણીની ચીસના ભણકારા ઓસર્યા જ નહીં.

'ભારેલો અગ્નિ' એ અર્થમાં યુદ્ધની નિરર્થકતા અને વિશ્વશાંતિ પ્રેમ તરફ પ્રયાણની અણીએ શાશ્વત ઉભી જોવા મળે છે. યુદ્ધ અને વિશ્વશાંતિના આદર્શને અહીં લેખકે એક જ ફલક પર આલેખ્યો છે.

◆સમાપ્ત◆

આ નવલકથા વ્યક્તિ માત્રને એક સંદેશ આપી જાય છે કે જો પ્રેમથી જીત મળતી હોય તો ત્યાં શસ્ત્રોની જરૂર શી? શસ્ત્રોની આ રમત જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી આ દુનિયામાં પ્રેમ ક્યારેય શાશ્વત રહી નહિ શકે. અહીં કલ્યાણી એ પ્રેમનું ઉત્તમ પ્રતીક બની રહે છે. જેણે ના તો દાદા રુદ્રદત્તની અહિંસાને અવગણી કે ના તો ગૌતમની દેશદાઝનો. રુદ્રદત્ત જો ત્ર્યમ્બકને પોતાની અહિંસા અને સત્યતાનો વારસો ના આપ્યો હોત તો કદાચ રુદ્રદત્ત ત્ર્યમ્બકને ખોઈ બેસશે જેમ ગૌતમને. આમ પ્રેમ, સત્ય અને અહિંસાને અનુસરનારા રુદ્રદત્ત માટે યુદ્ધનો વિરોધ તો સ્વભાવિક હતો. તો આ જ વાત સામાન્ય માણસ સમજી શકે તો પૃથ્વી પર ઘણું પરિવર્તન આવે જ. જે આ નવલકથા દ્વારા દરેક ભાવકને પ્રાપ્ત થાય છે. જેથી એક વાર આ નવલકથા વાંચવી એવો માત્ર આગ્રહ જ કરી શકું હું.

સંપૂર્ણ પુસ્તક સમીક્ષા વાંચવા બદલ આપ સૌ વાંચકગણનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને આ નવલકથા આપ જરૂર વાંચશો એવી આશા.🙏