Jeevan no sangath prem - 17 in Gujarati Love Stories by Surbhi Anand Gajjar books and stories PDF | જીવન નો સંગાથ પ્રેમ - 17

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

જીવન નો સંગાથ પ્રેમ - 17

જીવન નો સંગાથ પ્રેમ ભાગ -17
જય શ્રી કૃષ્ણ મિત્રો , આગળ નાં ભાગ માં આપણે જોયું કે રાહુલ અને સંજના એકબીજાને જોવે છે,અને એકબીજાને જોઈને જ બંને નું દિલ ત્યાં જ થંભી જાય છે..અને હ્રદય જોર-જોર થી ધડકવા લાગે છે.. સમજ માં નથી આવતું બંને ને કે શું કરીએ?બંને ઓટો માં બેસીને ગાર્ડન માં જવા નીકળે છે. હવે આગળ......
ગાર્ડન માં જઈને બંને એક બેન્ચ પર બેસે છે.. અને એકબીજાનો હાથ પકડીને રાખે છે. થોડી વાર બંને કાંઈ જ નથી બોલતા..બંને એકબીજાને જોવે છે અને હસે છે ... રાહુલ સંજના ને કહે છે ..સંજના તું જેટલી ફોટો માં નથી લાગતી ને એનાં કરતાં વધારે સુંદર લાગે છે..એમ કહીને રાહુલ સંજના ની એકદમ નજીક આવી જાય છે.. ને સંજના ની ધડકન વધી જાય છે.. અને રાહુલ સંજના ને પૂછે કે હું તને kiss કરું?સંજના કાંઇ જ નથી બોલતી ,ચૂપ થઈ જાય છે ....અને એની આંખો બંધ થઈ જાય છે, અને રાહુલ એને ગાલ પર kiss કરે છે....અને kiss કરતાં જ રાહુલ અને સંજના બંને ના શરીર માં કંપારી છૂટી જાય છે ... અને બંને એકબીજા ને જોર થી પકડી લે છે... અને પછી બંને એકબીજાને જોવા લાગે છે.. અને સંજના શરમાઇ જાય છે... અને રાહુલ સંજના ને એની બાહો માં સમાવી લે છે ...અને સંજના ને i love you કહે છે .... અને સંજના પણ રાહુલ ને કહે છે....કે i love you આ સાંભળીને રાહુલ વધારે romantic થઈ જાય છે...અને વધારે tight hug કરી લે છે... અને થોડી વાર આમ જ બંને બેસી રહે છે...
અચાનક વાત કરતાં કરતાં સંજના કાંઈક વિચાર માં પડી જાય છે....રાહુલ પૂછવા લાગે છે... કે સંજુ શું થયું તને ?શું વિચારવા લાગી છે? અચાનક જ સંજના કહવા લાગે છે..કે કાંઇ નહીં બસ આપણી ફૅમિલી નું વિચારું છું...રાહુલ કહે છે..શું વિચારે છે?તો સંજના કહે છે...કે આપણા લગ્ન માટે આપણો પરિવાર હા પાડશે કે નહીં? રાહુલ કહે છે ...હું તને કહું તો છું...કે મારી ફૅમિલી માની જશે પણ હું પોતે જ નથી જાણતો કે હા પાડશે કે નહીં... સંજના કહે છે...કે હા બસ એટલા માટે જ હું ચિંતા કરું છું...અને શા માટે ના કરું?તારાથી દૂર નથી થવું મારે....રાહુલ પણ કહે છે કે હું પણ નથી રહી શકતો તારા વગર મારે પણ તારા સાથે જ રહેવું છે.... નથી તારાથી દૂર રહેવું સહેલું ..બહુ અઘરું છે....સંજના આ સાંભળીને રડી દે છે.... અને રાહુલ કહે છે..અરે પાગલ ક્યાંય નથી જવાનો તને છોડીને કેમ આટલી બધી ચિંતા કરે છે?અને આમ કહેતાં કહેતાં એનાં આંસુ લૂછે છે....અને કહે છે કે આપણને કોઈ અલગ નહીં કરી શકે.....અને સંજના હા કહીને રાહુલ ને વળગી જાય છે....
રાહુલ એનાં બેગ માં થી એની ફાઇલ કાઢે છે...જેમાં એનાં બધાં important document હોય છે..સંજના પૂછે છે કે આ શું છે?રાહુલ કહે છે...કે મારા collage નાં important document છે....તો સંજના પૂછે છે...અહિયાં શું કામ લઈને આવ્યો?શું જરૂર પડી?રાહુલ કહેવા લાગે છે કે તને મારું proof આપવાં માટે કે હું એ જ છુ જેને તું પ્રેમ કરે છે...અને સાચા વ્યક્તિ ને જ પ્રેમ કરે છે...કોઈ ખોટા વ્યક્તિ સાથે તું નથી આવી ગઈ ...બસ એટલા માટે જ હું લઈને આવ્યો છું... સંજના એનાં બધાં જ document જોવે છે...અને રાહુલ ને કહે છે...તું આ લીધાં વગર આવ્યો હોતને તો પણ હું તારા પર ભરોસો કરત....જો તને વગર જોયે પ્રેમ કરી શકતી હોય તો આ તો બધું બહુ છે....આવું ક્યારેય નહીં વિચારવાનું ...ચલ ફાઇલ તારી મૂકી દે...બેગ માં એમ કહીને સંજના જાતે જ રાહુલ ની ફાઇલ મૂકી દે છે...ને સંજના નાં હાથ માં અચાનક કઇંક આવે છે....ને જોવે છે...તો એનાં હાથ માં ચોકલેટ આવે છે....ને બહું ખુશ થઈ જાય છે...ને રાહુલ ને કહે છે...લુચ્ચા તું ચોકલેટ લાવે છે...અને મને કહતો પણ નથી... રાહુલ કહે છે કે તારા હાથ માં તું જાતે લે એટલે જ અત્યાર સુધી કાઢી નહીં....અને સંજના ચોકલેટ ખાવા લાગે છે....ને બેઠાં બેઠાં એકલી જ ખાઈ જાય છે....રાહુલ કહેવાં લાગે છે...કે મારા કરતાં તો તું વધારે લુચ્ચી છે...ને ચોકલેટ એકલી ખાઈ ગઈ છે.... ને પછી મારી વાત કરે છે... ને સંજના થોડી આપે છે...એને કે લે ખાઈ લે.....
ચોકલેટ ખાઈને રાહુલ એનાં બેગ માંથી રેડ રોઝ કાઢે છે...અને સંજના ને આપે છે...એનાં પહેલાં
રાહુલ સંજના ની સામે ઘૂંટણ ટેકવીને બેસી જાય છે..અને સંજના ની સામે કહે છે...કે i love you શું તું મારા પ્રેમ નો સ્વીકાર કરીશ?સંજના બસ રાહુલ ને આમ જોયા જ કરે છે....
શું લાગે છે મિત્રો સંજના રાહુલ નાં પ્રેમ નો આ રીતે સ્વીકાર કરશે?એનું આપેલું રોઝ લેશે?જાણવા માટે વાંચતા રહો જીવન નો સંગાથ પ્રેમ...ધન્યવાદ તમારો અત્યાર સુધી સાથ આપવાં માટે વાંચકમિત્રો....માફ કરશો મિત્રો સમય નાં અભાવ નાં કારણે હું આટલું ઓછું લખી રહી છું...આશા છે કે તમે મારાં લેખન ને પસંદ કરશો..તમારાં પ્રતિભાવ મને માતૃભારતી માં ઇનબોક્સમાં comments માં આપી શકો છો....અને મને instragram પર પણ follow કરી શકો છો...surbhi.parmar.581 પર...