my poems part 23 in Gujarati Poems by Hiren Manharlal Vora books and stories PDF | મારો કાવ્ય ઝરૂખો ભાગ : 23

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 23



મારો કાવ્ય ઝરૂખો ભાગ 23 માં બચાવો બાળપણ બાળકો નું, આવ્યો કેવો વિપરીત કાળ, તેમજ ચૈત્ર નવરાત્રી માટે માં અંબા માં ભવાની ગરબા જેવું કાવ્ય અને સ્તુતિ, ઠળતા સુરજ ની કથા એજ વૃધ્ધ ની કથા અને સાયકલ ઉપર કાવ્ય લખ્યાં છે....

તમારો અભિપ્રાય વ્યક્ત કરવાનું ભુલતા નહિ....

કાવ્ય 01

બચાવો બાળપણ... બાળકો નુ

માસૂમિયત, શૈતાનિયત, નિર્દોષતા,
તોફાન મસ્તી, ભોળપણ બિન્દાસપણું
મળે એકસાથે જોવા બાળકો નાં બાળપણ માં...

પરંતુ છીનવાઈ રહ્યું છે બાળકો નુ બાળપણ
આજકાલ હાઇફાઇ હરીફાઈ માં...

છીનવાઈ રહ્યું છે બાળકો નુ બાળપણ
આજકાલ મોટી મોટી ચોપડી ઓ પાછળ..??

છીનવાઈ રહ્યું છે બાળકો નુ બાળપણ
આજકાલ જુદાં જુદાં ક્લાસિસ પાછળ??

છીનવાઈ રહ્યું છે બાળકો નુ બાળપણ
આજકાલ ચુસ્ત ટાઇમ ટેબલ પાછળ??

છીનવાઈ રહ્યું છે બાળકો નુ બાળપણ
આજકાલ એક બે ત્રણ નંબર ની રેસ પાછળ??

છીનવાઈ રહ્યું છે બાળકો નુ બાળપણ
આજકાલ માં બાપ ની અપેક્ષાઓ પાછળ ??

યાદ કરજો એકવાર તમારું બાળપણ
બાંધી રાખ્યા હતા તમને તમારાં માં બાપે??

આપી હતી આઝાદી દરેક વાતની કે નહિ ??
આઝાદી થી તમે થયા છો નિષ્ફળ ??

તો પ્રશ્ન છે બાળકો નો
શુ તમને નથી અમારી કાબેલિયત ઉપર વિશ્વાસ ??

જીવવા દો અમને અમારું બાળપણ
ચડવા છે અમારે પણ ઉચા ઉંચા ચઢાણ...

ઊડવા તો આપો અમને એક્વાર ખુલ્લું આકાશ
ઉડીને બતાવીશું તમને આકાશ પાર..

બસ અરજ છે અમારી એટલી
જીવવા દો અમને પણ તમારાં જેવું
આઝાદી વાળું અમારું બાળપણ...

હિરેન વોરા

કાવ્ય 02

આવ્યો કેવો કાળ..

આવ્યો આ તે કેવો કોરોના કાળ
ખુલ્લા મોઢે શ્વાસ
લેવો થયો છે મુશ્કેલ

આવ્યો આ તે કેવો કોરોના કાળ
લાગી લાંબી લાંબી લાઈન
રીપોર્ટ કરાવવા તો ક્યાંક
હોસ્પિટલ માં ભર્તી થવા

આવ્યો આ તે કેવો કોરોના કાળ
બીમાર ની લાચારી ભૂલી
મનાવતા ને કોરાણે મૂકી
ઇન્જેકશન ના થયા કાળાબજાર

આવ્યો આ તે કેવો કોરોના કાળ
દર્દી ને ઓકિસજન પૂરો પાડવામાં
માણસ ની બધી વ્યવસ્થા ખોરવાઈ ...

આવ્યો આ તે કેવો કોરોના કાળ
દર્દી એ પ્રાણવાયુ ની અછતે
ગુમાવ્યા હોસ્પીટલ નાં પ્રાંગણ માં પ્રાણ

આવ્યો આ તે કેવો કોરોના કાળ
મૃત્યુ પછી પણ લખાઈ છે
લાશો નાં નશીબ માં લાઇન

આવ્યો આ તે કેવો કોરોના કાળ
માનવી ની માનસિકતા તોડી
લીધી કેવી પરીક્ષા અવનવી...

હિરેન વોરા

કાવ્ય 03

માં અંબા... માં ભવાની....

સહસ્ત્ર રૂપધારીણી
તું છો જગ જનની..
માં અંબા... માં ભવાની..

કષ્ટ હરનારી
તું છો તારણહારી
માં અંબા ... માં ભવાની...

શસ્ત્રધારી
અનિષ્ટ ને હરનારી
માં અંબા... માં ભવાની....

રક્ષા કર
દુઃખ હરનારી
માં અંબા ... માં ભવાની....

શસ્ત્રો ધારણ કર
કોરોના નો વિનાશ કર
માં અંબા ... માં ભવાની....

ચૈત્ર નવરાત્ર થી
સુખ ભરપુર કર...
માં અંબા... માં ભવાની....
માં અંબા... માં ભવાની....

હિરેન વોરા...


કાવ્ય 04

કયાંથી ખબર પડે...

જીત ની કીમત
બાજી હાર્યા વગર
કયાંથી ખબર પડે

કોણ છે અંગત જીવન માં
મૂશ્કેલી વીના
કયાંથી ખબર પડે

દુઃખ ના ખારા આસુ પીધા વગર
સુખ ની કિંમત
ક્યાંથી ખબર પડે

ગાઢ અંધકાર અનુભવ્યા વગર
પ્રકાશ નું મૂલ્ય
ક્યાંથી ખબર પડે

અહીંયા દાનવ વગર દેવ ને પુજે કોણ
દુશ્મન વગર મિત્ર ની કદર
ક્યાંથી ખબર પડે

એક કાળી અંધારી રાત વગર
સુર્યોદય ની કિંમત
ક્યાંથી ખબર પડે.....

હિરેન વોરા


કાવ્ય 05

ઢળતા સૂરજ ની વ્યથા.... વૃધ્ધ ની કથા...

સૂરજ ઊગે દરરોજ સવારે ઉગમણે
કુકડો છડી પોકારી શાહી સ્વાગત કરે

ઉગતા સુરજ ને તો સૌ કોઈ પુજે
આથમતા સુરજ ને અહી કોણ પૂછે ???

સૂરજ હોઈ મધ્યાને
આંખ ઊંચી કરી ને તો કોઈ જુવે ???
આથમતા સૂરજ ની સામે સૌ ઘુરકિયા કરી જુવે

સંઘ્યાએ આથમવું અહી કોને ગમે ??
આથમવા નો ડર તો સૂરજ ને પણ પજવે

આથમવા ની વ્યથા જેમ સૂરજ જાણે
તેમ એકલતા ની વ્યથા વૃધ્ધ જ જાણે..

જે છે આથમતા સૂરજ ની વ્યથા ..
એજ છે વૃધ્ધ ની કથા ....

હિરેન વોરા


કાવ્ય 06

For Cycle Lovers....

સાયકલ....

ટ્રીન...ટ્રીન...
વાગે સાયકલ ની રીંગ....ટ્રીન...ટ્રીન..
પેડલ મારતા ચાલે સાયકલ...ટ્રીન...ટ્રીન..

સાયકલ નાં ફાયદા છે અગણિત
ઇંધણ વગર દોડે, ના કરે વાતાવરણ માં પ્રદૂષણ
પર્યાવરણનો હરિયાળો સાથી છે સાયકલ

પવન જોડે બને પવનવેગી થઈ માણકી
તો સામા પવને કરાવે મહેનત
થોડું જોર પેડલ ઉપર લગાવી

હૃદય ને ફેફસાં કરે નાના મોટા ના મજબુત
તો પેડલ મારતા સાથ દે પગ જીવનભર
સાયકલ સૌને રાખે તંદુરસ્ત અલમસ્ત

ઠાઠ સમજતા સાયકલ ચલાવવાનો નાનપણ માં
હવે નાનપ અનુભવીએ સાયકલ ચલાવવા માં

સાયકલ ચલાવવા ની
જે મજા આવતી હતી નાનપણ માં,
તેવી મજા આજે ક્યાં આવે છે
એસીવાળી મોટરકાર માં...

શહેરીકરણ થતા વઘ્યા સ્થળ ના અંતર
સાયકલ બની હવે લોકો માટે કસરત નુ સાધન

ફાયદા તો અઢળક છે સાયકલ ચલાવવા નાં
અફસોસ સાયકલ ગણાય ગરીબો નું વાહન.....

હિરેન વોરા