B. N. Rao in Gujarati Motivational Stories by Jay Dave books and stories PDF | બી. એન. રાવ

Featured Books
  • તલાશ 3 - ભાગ 39

    ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમ...

  • પરિવાર

    પરિવાર    "अयं निजः परो वेति गणना लघु चेतसाम् | उदारचरितानां...

  • જીવન પથ - ભાગ 15

    જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૧૫ ગતાંકથી આગળભાગ-૨ ઉત્થાનને યોગ્ય રી...

  • ગર્ભપાત - 5

    ગર્ભપાત - ૫(  ગર્ભપાતની એક ઘટના ઉપરથી એક સ્ટોરી લખવાનું વિચા...

  • લવ યુ કચ્છ - અદભૂત પુસ્તક

    પુસ્તક સમીક્ષાપુસ્તકનું નામ : Love You કચ્છ- રણમાં રોમેન્ટીક...

Categories
Share

બી. એન. રાવ

બંધારણના ઘડવૈયાઓ પૈકી એક ભૂલાયેલું પાત્ર – બી.એન. રાઉ (જેઓ એક સર્વશ્રેષ્ઠ બ્રાહ્મણ પણ હતા)

મિત્રો આપ સૌએ બંધારણ ના પિતા તરીકે આંબેડકર નું નામ તો બહુ સાંભળ્યું હશે. પરંતુ તમને ખબર છે કે બંધારણ ની રચના માં આંબેડકર થી પણ વધારે તેજસ્વી અને કાયદા ક્ષેત્રે એક વિદ્વાન બ્રાહ્મણ નું પણ અમૂલ્ય યોગદાન છે.
જેઓ હોદ્દા ની રૂહે બંધારણ સભા ના બંધારણીય સલાહકાર હતા અને તેઓ ના અમૂલ્ય માર્ગદર્શન વગર બંધારણ ની રચના કરવી લગભગ અશક્ય હતી ! તો ચાલો આજે જાણીયે એ મહાન વિભૂતિ વિષે.

શ્રી બી.એન.રાવ એ ના સિર્ફ ભારતીય બંધારણ નો પ્રથમ મુસદ્દો તૈયાર કર્યો હતો અપિતુ ભારત ની સાથે સાથે મ્યાનમાર ના બંધારણ નો ડ્રાફ્ટ પણ એમણે જ તૈયાર કરેલો હતો

એ ઉપરાંત બી.એન.રાવ, એ સંવિધાન સભા ના સદસ્ય ના હોવા છતાં પણ સંવિધાન સભા ના અભિન્ન હિસ્સો હતા કેમકે, આપણું બંધારણ એ 70% ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ, 1935 પર આધારિત છે અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ, 1935 તૈયાર કરનારા બી.એન. રાવ જ હતા....

ત્યારબાદ, આજે ભારત જે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ નું કાયમી સદસ્ય બનવા ઠનઠગી રહ્યું છે, બી.એન.રાવ એ સિક્યુરિટી કાઉન્સિલ ના 1950 માં પ્રેસિડેન્ટ રહી ચુક્યા હતા.

અને બી.એન.રાવ ની કાયદા ની અંદર પ્રકાંડ વિદ્વતા ને જોતા 1950 માં એમને આખા વિશ્વ્ ની કોર્ટ ગણાય એવી,
ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ ના સિનિયર જજ બનવાનું નિમંત્રણ પ્રાપ્ત થયું હતું અને તેઓ ICJ ના 2 વર્ષ સુધી સિનિયર જજ રહ્યા હતા..

તે ઉપરાંત, વર્ષ 1952 માં આખા વિશ્વ્ ની સંસદ ગણાય એવી United Nation General Assembly ના સેક્રેટરી જનરલ બનવાની ઈલેક્શન માં પણ તેઓ કેન્ડિડેટ તરીકે ઉભા રહ્યા હતા. પણ અફસોસ ઈલેક્શન થાય એ પહેલા જ તેમનું દેહાંત થઇ ગયું અન્યથા UNGA ના સ્થાપના ના માત્ર 7 વર્ષો માં જ સેક્રેટરી જનરલ બનવાનું શ્રેય એક ભારતીય ને જરૂર પ્રાપ્ત થાત...

રાવ ના પ્રસંશા માં આંબેડકર તારીફો ના પુલ બંધાતા કહે છે કે- મને જે શ્રેય આપવામાં આવે છે તે ખરેખર મારું નથી. એ શ્રેય બંધારણ સભાના બંધારણીય સલાહકાર સર બી.એન.રાઉને ફાળે જાય છે જેમણે બંધારણનો પ્રાથમિક મુસદ્દો તૈયાર કર્યો હતો, જેના ઉપર છેવટે મુસદ્દા સમિતિએ આગળ કામગીરી કરી હતી.” ડૉ. ભીમરાવ આંબેડકર.

આથી,
આજે ભારત આ મહારત્ન ને ભૂલી ગયું દુઃખ એ વાત નું નથી. પરંતુ, દુઃખ અને અફસોસ એ વાત નો છે કે આપડા દેશ માં જે મહાન લોકો નું વોટબેન્ક નથી હોતું એમને બી.એન.રાવ ના જેમ જ ભુલાવી દેવામાં આવે છે!


( ભારત નું બંધારણ એ ભારત નું અલૌકિક અને અમુલ્ય પાયો ગણાય છે, તેની પાછળ ઘણા બધા લોકો નું આગવું યોગદાન છે અને આવા ઘણા લોકો ને આપણે ભૂલી ને આગળ નીકળી ગયા છીએ, ડૉ આંબેડકર સાહેબ સિવાય શ્રી બી એન રાવ જેવા અનેક લોકો નો આ બંધારણ માં મહત્વનો ફાળો હસે, પણ નથી કોઈ જાણતું કે નથી કોઈ જણાવતુ, આ ઉપરાંત બંધારણ માં અમુક એવી પણ પ્રથા ઉમેરાય છે, જેની ઘણી સારી અને નરસી બને પ્રકારની અસર સમાજ પર થાય છે, અહીં એ બાબતે ચર્ચા ના કરતા, આંબેડકર જયંતિ નિમિત્તે આપણે આપણાં બંધારણ નિ પ્રશંસા કરી ને સાથે સાથે જે લોકો જેમનો બંધારણ નિ રચના માં અમૂલ્ય ફાળો છે,એમને યાદ કરી ને શ્રદ્ધાંજલિ આપીએ અને માનવતા નિ જોગવાઇ પર લડીને એકબીજા માટે ઉપયોગી બનીએ તો જ માનવ નો મૂળભૂત અધિકાર સાર્થક થશે....... 🙏🙏)