The Corporate Evil - 70 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-70

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-70

ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-70
માય ઇન્ડીયાનાં સર સંચાલય કોટનીશ અને મહારાષ્ટ્ના બની બેઠેલાં ભ્રષ્ટ મુખ્ય પ્રધાન અભ્યંકર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ અત્યારે કોટનીસને પહેલાં લાલચ આપી એનાંથી કોટનીસ એક નાં બે ના થયાં એટલે ધમકીઓ આપવી શરૂ કરી પણ કોટનીસ પણ વર્ષોથી આ લાઇનમાં હતાં સામાન્ય પત્રકારમાંથી આજે પોતાની ન્યૂઝ મીડીયા કંપની ઉભી કરી આગવી ચેનલ ચલાવતાં હતાં. એમની આખાં દેશ અને પરદેશમાં એટલી શાખ હતી કે બધાં એમનાં ન્યૂઝ પર ભરોસો મૂકતાં જેથી એમની ટી.આર.પી. પણ ઘણી સારી હતી.
મી.કોટનીસે નીલાંગને કહ્યું હું ઔપચારીક જાહેરાત કરી અને પછી તને લાઇવ તારે જે કહેવું રજૂ કરવુ હોય તને તક આપુ છું તારી પાસેનાં પુરાવા મેં ચેક કર્યા છે બધાં સાચાં અને જડબેસલાક છે તું લાઇવ રજૂઆત કર. સેન્ડ્રલ ગર્વમેન્ટ પાસેથી મેં પ્રોટેક્શન માટે મદદ માંગી છે રાજ્યના રાજ્યપાલ પાસે સીધી વાત કરી છે એમનો પૂરો સપોર્ટ છે તું હવે ચાલુ કર.
નીલાંગને નીલાંગીએ બેસ્ટલક કહીને ગાલે ચૂમી ભરીને કહ્યું મારાં નીલુ તારાં જીવનની આ શ્રેષ્ઠ તક છે તું શરૂ કર હું સ્ટુડીયોમાં જ છું મારુ કામ કરુ છું અને તને સ્પોર્ટમાં બીજો જે પુરાવા હશે તને..પછી અટકીને કહ્યું નીલુ લવ યુ કહીને એ પાછળ ખસી ગઇ.
નીલાંગે લાઇવ ન્યુઝ માટે તૈયારી કરી અને કેમેરાની સામે આવી ગયો એણે કેમેરા સામેજ લાઇવ પોતાની સરદારજીની વેશભૂષા દૂર કરવા માંડી. માથેથી પાઘડી, દાઢી, મૂછ બધુ દૂર કર્યુ અને એલાન કર્યુ કે હું નીલાંગ મ્હાત્રે ધ ઇવનીંગ સ્પોટ ન્યુઝ પેપરમાં પત્રકાર અને આસીસ્ટન્ટ એડીટર હું દેશ સામે સત્ય રજૂ કરવા હાજર થયો છું આજનાં મારા ન્યૂઝ-પુરાવા જે મેં કેટલીય મુશ્કેલી અને ખતરાઓ સામે ખેલીને ભેગાં કર્યા છે એમાં મારાં એડીટર કાંબલેસર અને ન્યૂઝ પેપરનાં માલિક મી. રાનડે સરનો સાથ સહકાર છે.
આજની ભ્રષ્ટ અભ્યંકર સરકારનાં પ્રપંચી, ભ્રષ્ટચારથી યુક્ત અને એમનાં વ્યભીચારી ગોરખધંધા આજે ખુલ્લા પાડી રહ્યો છું એણે ન્યૂઝની શરૂઆત અનુપ ઇન્ડસ્ટ્રીઝનાં માલિકનાં દીકરા અમોલની વાગદત્તા અનિસાનાં કહેવાતી આત્મહત્યા જે ખરેખર ખૂન થયેલ છે અને એ ગુનો દબાવી એને છાવરવા પાછળ અભ્યંકર સરકારનો હાથ છે આવો તો કેટલાય ગોરખધંધા પ્રપંચ આ સરકારે કર્યા છે એમ કહીને અભ્યંકરનાં ઘરે સીસીટીવીમાં કેદ થયેલાં રોકડ પૈસાનાં વ્યવહારની રેકર્ડ થયેલી મૂવીની ટેપ લાઇવ બતાવી. અભ્યંકરનાં પિતા કાકા સાહેબ રોકડા બેગમાં લે છે એમાં આ બધાનો ચાર્ટડ એકાઉન્ટન્ટ સુજોય શ્રોફ પણ સાથે સંડોવાયેલો છે એ બધાં પુરાવા રજૂ કર્યાં.
આટલાં ન્યૂઝ લાઇવ ચાલુ હતાં અને આખા દેશમાં હોહાપોહ થઇ ગયો બધા ટીવીમાં માત્ર માય ઇન્ડીયા ચેનલનાં ન્યૂઝ ચાલુ હતાં. માય ઇન્ડીયા સ્ટુડીયોનાં બધાં ફોનમાં એક સાથે રીંગ આવવા લાગી ચારેબાજુ ચૌરે ને ચોંટે બસ આજ વાતો ચાલુ થઇ ગઇ.
બીજાં મીડીયાનાં માણસો એમનાં પત્રકારો -મીડીયાહાઉસ વાળા બધાં અભ્યંકરની ઓફીસ અને ઘરે એમનું સ્પષ્ટીકરણ અને જવાબ લેવાં એમનાં પ્રતિભાવ મેળવવા દોડાદોડી કરવા લાગ્યાં અમુક સંવેદનશીલ વિસ્તારોમાં તોફાન ફાટી નીકળ્યાં. પોલીસ કુમક બંદોબસ્ત માટે દોડાદોડી કરવા માંડી.
મી. કોટનીસ સ્ટુડીયોમાં નીલાંગને બધી માહીતી અને પુરાવા લાઇવ આપતો જોઇ રહેલાં. એમનાં મોબાઇલ તથા અન્ય ફોન પર અનેક ફોન આવવા લાગ્યાં.
મી.કોટનીસની ઓફીસ-સ્ટુડીયોને સેન્ટ્રલ પોલીસ દળોએ પ્રોટેક્શન આપવા પોઝીશન લઇ લીધી. એમનાં સ્ટુડીયો સામેજ સેંકડો હજારોની સંખ્યામાં લોકો આવવા લાગ્યાં અને નીલાંગનો રીપોર્ટ વધાવી રહ્યાં હતાં.
મી.કોટનીસનાં મોબાઇલ પર ડાયરેક્ટર હોટ લાઇન પર પ્રાઈમ મીનીસ્ટરનો અને હોમ મીનીસ્ટરનો ફોન આવી ગયો અને એમણે આશ્વાસન આપતાં કહ્યું જે જે સાચી માહીતી અને પુરાવા હોય નિર્ભય બનીને રજૂ કરો.
વિરોધી પાર્ટીઓએ અભ્યંકર અને રાજ્યનાં હોમ મીનીસ્ટરનાં રાજીનામા માંગવા હલ્લો મચાવ્યો સરકાર તૂટી પડવાની અણી પર આવી ગઇ.
પોલીસ કમીશ્નર સિધ્ધાર્થ પોતાનાં સ્ટાફ તથા રાજ્યની ચોકી પર આદેશ આપી દીધાં કે પરિસ્થિતિ વધુ સ્ફોટક બને એવી શક્યતા છે એટલે બધાંજ પોલીસ દળોને ફરજ પર હાજર થવાં ફરમાન કરી દીધું.
નીલાંગ ટીવી પર લાઇવ વીડીયો અને પુરાવા રજૂ કરી એણે ત્યાં અચાનક ટીવી પ્રસારણ બંધ થઇ ગયું એકદમ ડાર્ક સ્ક્રીન થઇ ગયો મી.કોટનીસ નીલાંગ બધાં ટેકનીશીયન અચંબામાં પડી ગયાં કે આ શું થઇ ગયું બધા ડીવાઇસ બરાબર ચાલુ છે લાઇટ પાવર બધુ છે તો પ્રસારણ કેમ અટકી ગયું ? હજી એ લોકો કંઇ વિચાર કરે ઉપાય કરે પહેલાંજ પાછું પ્રસારણ ચાલુ થઇ ગયું ત્યાં કોઇ બીજીજ ટેપ ચાલુ થઇ ગઇ.
બધાંના આશ્ચર્ય વચ્ચે અમોલ અને અનિસાનો લાઇવ વીડીયો હોય એ ચાલુ થઇ ગયો. અમોલનો બંગલો અને એમાં એનો બેડરૂમનો સીન.. અમોલને અનિસા કહી રહી હતી કે અમોલ મેં તને પસંદ કરેલો તારાં જેવો શોખીન અને સ્માર્ટ યુવાનને મેં પ્રેમ કરેલો હજી પરણીને આપણે તારાં ઘરે આવ્યાં હજી 24 કલાક થયાં નથી અને આવો અનુભવ ?
અમોલ કહે છે કેમ શું થયું ? મેં પણ તને પ્રેમ કર્યો છે અનિસાએ કહ્યું પ્રેમ તેં કર્યો છે અને સુહાગરાત મારે તારાં બાપ સાથે મનાવવાની છે ? યું કાવર્ડ તું મને તારાં બાપનાં હવાલે કરીને બાયલા ક્યાં સંતાય છે ?
ત્યાં વીડીયો આગળ ચાલે છે એમાં અનુપસિંહને બતાવે છે અનુપસિંહ અનિસાને કહે છે એય છોકરી અમોલ પરણ્યો પણ તું ઘરવાળી અમારાં બંન્નેની પહેલાં હું તને ભોગવીશ સુહાગરાત હું મનાવીશ પછી અમોલ પાસે જજે.... અનુપસિહનાં એક હાથમાં વ્હીસકી અને બીજા હાથે અનિસાને પકડવા જતો હતો એવું દેખાયુ અનિસાએ અનુપસિંહને ધક્કો મારી રૂમની બહાર નીકળી ગઇ અમોલ એની પાછળ દોડીને બોલ્યો પાપા કહે એમજ કરવાનું છે તારે પાછી આવ પહેલો ભોગ મારાં પાપાને ઘરવાવાનો છે આટલી મોટી ઇન્ડ્સ્ટીઝની તને માલિકણ બનાવી છે એ મફતમાં નથી બનાવી અહીં આવ અમોલ એને પકડવા બાલ્કની તરફ ઘસે છે અને અનિસાએ કહ્યું આટલેથી અટકી જા હું મોડલ છું વેશ્યા નથી સાલા સુવ્વર આઘો રહે મારે અહીંથી જતા રહેવું છે અને અનુપ એની પાસે જઇને જોરથી પકડી પણ અનિસાએ છૂટવા માટે ધમપછાડા કર્યા.
ત્યાં પાછળથી અનુપસિંહ આવ્યો એણે અનિસાને પકડવાનો પ્રયત્ન કર્યો. અનિસા અમોલનાં હાથમાંથી છટકીને બાલ્કનીની પાળી પર ચઢી ગઇ ત્યાં અનુપસિંહે અનિસા પર ગ્લાસમાંથી વ્હીસકી છાંટી અનીસા પાળી પકડી બેઠી હતી ચહેરાં પર વ્હીસ્કી પડતાં એનાથી પાળી છૂટી ગઇ અને એણે એનાં શરીર પરનો કાબૂ ગુમાવ્યો અને ઉપરથી સીધી નીચે પડી ગઇ છેક ઉપરનાં માળેથી અનિસા પડી છેક નીચે ભોંયતળીયે ગાર્ડનમાં પડી. પડી એવી એનાં માથામાં ગાર્ડનની બેંચ અથડાઇ અને એનું માથું ફાટી ગયુ. અનુપસિંહ અને અમોલ બંન્ને જણાં ઉપરથી નીચે પડેલી અનિસાને જોઇ રહેલાં.
આ આખો એક વીડીયો પુરો થયો બધાં આ ખૂનનાં આઘાતમાંથી બહાર નહોતાં નીકળ્યાં અને પાછળને પાછળ બીજો વીડીયો ચાલુ થયો. ફાઇવસ્ટાર હોટલનો સ્વીમીંગ પુલ એમાં નેન્સી સ્વીમીંગ કરી રહેલી ત્યાં અનુપસિંહ આવે છે અનુપસિંહની સેક્રેટરી નેન્સી અનુપસિંહને જોઇને સ્વીમીંગપુલમાંથી બહાર નીકળે છે.
નેન્સી અનુપસિંહને જોઇને એનાં ગળે વળગે છે અનુપસિંહ પણ એને ચુંબન કરીને એજ હોટલનાં લકઝરીયસ સ્પુટમાં લઇ જાય છે ત્યાં બંન્ને જણાં સંભોગ કરે છે પછી સ્યુટમાંજ જમવાનું મંગાવે છે સાથે જમે છે. અનુપસિંહ ટેન્ડરની વિગતો માંગે છે પ્રોફેશનલ માહિતી લઇને બંન્ને નીચે જાય છે. નેન્સી અને અનુપસિંહ ગાર્ડનમાં જાય છે ત્યાં બીયર પીવે છે એજ સમયે અનુપસિંહની વાઇફ ત્યાં કીટી પાર્ટી માટે આવી હોય છે નેન્સી એમને જુએ છે અને ઇર્ષ્યથી બળે છે એ ત્યાં જાય છે અને બીયર વાળો ગ્લાસ ફેકે છે બંન્ને વચ્ચે તું તા થાય છે અનુપસિંહની પત્નિ એને રખાત કહે છે એમાં મામલો બિચકે છે ત્યાં અનુપસિંહ ઘસી આવે છે નેન્સી ગુસ્સામાં એમની વાઇફને મારવા જાય છે અને અનુપસિંહ નેન્સીને અટકાવવા એને લાફો મારી દે છે. ધુંઆપુઆં પીધેલી નેન્સી અનુપસિંહને ગાળો આપીને ધમકી આપે છે બધી સીક્રેટ તારી મારી પાસે છે જો હવે હું તને કોડીનો કરી નાંખુ છું કહી હોટલનાં રૂમમાં જાય છે અનુપસીંહ એની વાઇફને ધમકાવી નેન્સીની પાછળ દોડે છે અને ત્યાં સ્યુટનોદરવાજો ખખડાવે છે પછી....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-71