latest love in Gujarati Love Stories by Indra Parmar books and stories PDF | લેટેસ્ટ લવ

Featured Books
  • ભાગવત રહસ્ય - 270

    ભાગવત રહસ્ય -૨૭૦   ત્રીજી ગોપી કહે છે-કે-મા તમને હું શું કહુ...

  • પ્રેમ અને વિચાર

    પ્રેમ અને વિચાર प्रेमं विवशतः प्रयुञ्जीत निर्विघ्नेन चेतसा।...

  • રૂડો દરબાર

    ભાવસિંહ સરવૈયા (વડલી)ની આ રચના ખરેખર ખૂબ જ સુંદર અને જોમવાળી...

  • ભાગવત રહસ્ય - 269

    ભાગવત રહસ્ય -૨૬૯  યશોદાજી ગોપીને પૂછે છે કે-અરી,સખી,કનૈયો તા...

  • અભિનેત્રી - ભાગ 34

    અભિનેત્રી 34*                             સાત વાગે શર્મિલાની...

Categories
Share

લેટેસ્ટ લવ

અલી એક જોરદાર ન્યૂઝ છે, તને તો આજે કરંટ લાગશે ૪૪૦ નો જોજે...

તું પાગલ થઈ છે કે શું રિયા સવાર સવારમાં..

અરે પાગલ તો તું થવાની છું મારી વાત સાંભળી ને

હવે બોલ ચલ ફટાફટ કેમ કોલ કર્યો તે..

આજે કેમ ના આવી કોલેજ એ‌ બોલ ને પેલા

અરે આજે મુડ નતો છોડ ને તું એ કે કોલ કેમ કર્યો

અરે પેલો રાહુલ..

કયો રાહુલ

અરે તને હવે રાહુલ નથી ખબર

પેલો ક ક ક કિરણ વાળો રાહુલ

અરે આપણી કોલેજની વાત કરું છું કોલેજ માં છે જ કેટલા રાહુલ તે તું પુછતી હશે તું

અરે તુ મગજ ના ખરાબ કર યાર રિયા મને શું ખબર તું કોની વાત કરે છે.
અને આમ મને ગોળગોળ ગુમાવ્યાં વગર મુદ્દા ની વાત બોલ ને બેન

અરે પેલો તારો આશિક રાહુલ.. રાહુલ કપુર તારી જાન

હવે આ જાન બાન છોડ તું.. બઉ મોટી જાન વાળી
અને તારી વાત પતી હોય તો મુકું હું ફોન

અરે સોરી સોરી કોમલ...
બઉ ગુસ્સે ના થા યાર..

હવે તું વાત એવી કરે છે તો શું આરતી ઉતારું તારી.

અરે શું થયું બકા.. રાહુલ જોડે ઝઘડો થયો કે શું ?
કંઈ કિધું કે શું એને કે તું બાઝી પાછી..

તે ચાલું કર્યું પાછું તારું..

અરે ના ના
હું તને કહું છું સાંભળ..

હાં બોલ તો જલ્દી બહાર જવાનું છે મારે..

અરે પેલી શ્રુતિ...

હાં તો શું શ્રુતિ નું ..

અરે રાહુલ એ પ્રપોઝ કર્યું આજે એને.. અને પાછું આખાં ક્લાસ વચ્ચે જ.
અને ખબર એ પણ ખુશ થઈ ને આઈ લવ યુ કેવા માંડી.
મને તો તારો વિચાર આવતો હતો કે તારું શું હવે..
મને એમ કે કંઈ થયું તમારી વચ્ચે ને એટલે જ નઈ આવી તું કોલેજ ને રડતી હશે ક્યાંક ખૂણામાં બેઠી બેઠી..

હાં હાં હાં હાં
ચલો બઉ સારું થયું.
અને મેં શું કામ રડું વળી ?

લે હવે તું એકલી થઈ ગઈ તે શું કરે
અને આ પાગલ જ થઈ ગઈ લાગે મારી વાત સાંભળી ને તો બાકી આમ હસે કોઈ છોડી ને જાય તો..
મને ખબર જ હતી આવું કંઈ થાશે એટલે જ નતી કેવાની મેં તને..

અરે અરે રિયા બસ બસ હવે..
કંઈ પાગલ નથી થઈ મેં જેવી હતી એવી જ છું.
અને એ રાહુલ માં કંઈ મજા હતી નહીં. જ્યારે હોય ત્યારે પાછળ પડ્યો રે.
એક નંબર નો હરામી.. આખો દિવસ બગાડે ફાલતું ની બકબક કરીને..

અરે મેતો સાંભળ્યું કે તમે મેરેજ કરવા ના હતા કોલેજ પતે એટલે‌‌..

જાને હવે મેરેજ વાળી..
એ ઢોર સાથે તો કંઈ મેરેજ થતાં હશે..

તો તને કંઈ અફસોસ નથી થતો ..

અફસોસ સેનો એમાં

અરે તો હવે તો તું એકલી પડી ગઈ.. રાહુલ વિના

ના રે ના ..
તને કિધું તો ખરી મેં બહાર જાવ છું

એટલે ?

અરે એને શ્રુતિ ને કર્યું પ્રપોઝ તો મારી પાછળ તો એવા લાખ રાહુલ પડ્યાં છે..
ચલ છોડ બધું ને મુક ફોન મેં જાવ છું બાય..




આજકાલ આવો જ પ્રેમ જોવા મળી રહ્યો છે ને આપણી આસપાસ..

આવું જ કંઈક થઈ રહ્યું છે પ્રેમની લાગણી ભૂંસાઈ રહી છે. પવિત્ર પ્રેમનું નામ‌ પણ બદનામ થઈ રહ્યું છે. મતલબ કે આજકાલ બસ એક રમત બની ને રહી ગયો છે આ પ્રેમ