Baal Bodhkathao - 1 in Gujarati Children Stories by Yuvrajsinh jadeja books and stories PDF | બાળ બોધકથાઓ - 1

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

બાળ બોધકથાઓ - 1

નાનપણથી નાની નાની બોધવાર્તાઓ ખૂબ ગમતી . પછી ભલે એ પંચતંત્રની વાર્તાઓ હોય કે અકબર બીરબલની વાર્તાઓ . કે દાદા-દાદી ની હળવી ફુલ વાર્તા હોય . મનમાં વીચાર આવ્યો કે આવી જ નવી બોધવાર્તાઓ લખીએ તો ? અને આ એક નાનકડો પ્રયાસ ચાલુ કર્યો અને નામ આપ્યું "બાળ બોધકથાઓ" . નામ તો બાળ બોધકથાઓ છે પણ આ વાર્તાઓ હરેક ઉંમરની વ્યક્તિઓ ને ખૂબ કામની છે . કેમકે સારી વાત સાંભળવાની કે શીખવાની કોઈ ઉંમર હોતી નથી . બસ બાળકોની શીખવાની ક્ષમતા પ્રૌઢ વ્યક્તિઓ કરતાં વધુ હોય છે કદાચ એટલેજ વાર્તાઓ ને બાળવાર્તાઓ કહેતા હશે . અને જો મનોરંજન માટે આવું ઉત્તમ માધ્યમ મળે તો એનાથી વધુ સારું શું હોય શકે ? તો આવી જ વાર્તાઓ સાથે મળતા રહેશું .

###############################

શેઠજી અને ગધેડો

રામવડ નામનું એક નાનું સરખું ગામ હતું . ત્યાં રહે એક ધનીક શેઠ , માણેકચંદ શેઠ એમનુ નામ . ચાંદીની ચમચી સાથે જન્મેલા આ શેઠને આમ તો કંઈ દુઃખ ન્હોતું . પરંતુ એમને ક્યારેય કોઈ સકારાત્મક વીચાર ના આવે . એમને હરેક વસ્તુમાં ને વ્યક્તિમાં કંઈક ને કંઈક ખામીઓ દેખાયા જ કરે . અને બધા સાથે તકરાર થયા જ કરે . શેઠજીના આવા વલણથી શેઠાણી અને એમનો પુત્ર રૂપલ બંન્ને દુખી રહેતા . રૂપલ ખુબ ડાહ્યો દિકરો પપ્પાને સમજાવવા મથે પણ એની કોઈ કારી ફાવે નહીં .

આમ જ દિવસો જતાં હતા ને એક દિવસ રામવડ ગામમાં એક ખૂબ મોટા સંતશ્રી આવ્યા . ગામમાં એમના ધામધૂમથી સામૈયા થયા ગામના મંદિરમાં એમને ઉતારો અઆપવામાં આવ્યો . સંતશ્રી રોજ સત્સંગ કરે , ગામ લોકો પોત પોતાની તકલીફો સંતશ્રી ને કહે .સંતશ્રી એમને સમસ્યાઓ ના સમાધાન આપે . રૂપલને વીચાર આવ્યો કે સંતશ્રી જરૂર પપ્પાને સમજાવી શકશે . રૂપલે સંતશ્રી ને બધી વાત કહી સંભળાવી . સંતશ્રી કહ્યું કે તારા પપ્પાને કાલે સવારે મારી પાસે લાવજે .

બીજા દિવસે રૂપલ શેઠજીને લઈ સંતશ્રી પાસે પહોંચ્યો . શેઠજીએ સંતશ્રી ને વંદન કર્યા . સંતશ્રી એ ત્યાં ગામના કુંભાર ભુરા ને ગધેડા સાથે બોલાવી રાખ્યો હતો . ભુરો ખુબ સજ્જન માણસ મહેનત નું ખાય ને ખુશ રહે . હવે સંતશ્રી એ શેઠજીને પુછ્યું શેઠ તમને આ ગધેડામાં કોઈ સારા ગુણો દેખાય છે . હવે શેઠજીને તો માણસો માં પણ ભૂલો દેખાતી હતી ગધેડાની તો શું વાત કરવી . આવા સવાલથી શેઠજી અકળાઈ ઉઠ્યા ને કહ્યું ગધેડામાં શું સારા ગુણ હોય એ તો મૂર્ખ પ્રાણી છે . હવે સંતશ્રી એ ભુરાને પુછ્યું , ભુરા તને આ ગધેડામાં કંઈ સારા ગુણો દેખાય છે ? ભુરા એ કહ્યું હા મહાત્મા આ ગધેડો તો બોવ મહેનતુ પ્રાણી છે . મારી બધી માટી પીઠ પર ઉંચકી મારી આજીવિકા રળવામાં મારી મદદ કરે છે . ખૂબ સોજો છે ક્યારેય મને હેરાન નથી કરતો . શેઠજી તો આ બધું સાંભળતા જ રહી ગ્યા . એમને ક્યારેય ગધેડા વીશે આ દ્રષ્ટિકોણ થી વીચારેલુ જ નહીં .

હવે સંતશ્રી એ ભુરાને રજા આપી અને શેઠજીને પુછ્યું બોલો શેઠજી તમને ગધેડામાં કોઈ સદગુણ ના દેખાયો ને ભુરાને તો ઘણા બધા સદગુણો દેખાયા તો તમારા બંન્ને માં વધુ ગુણી કોણ ? જો ગધેડામાં આટલા સદગુણો હોય તો વ્યક્તિઓ માં નહીં હોય ? શેઠજી એ કાનની બૂટ પકડી કહ્યું મહાત્મા હું સમજી ગયો મારો દ્રષ્ટિકોણ જ બરાબર ન્હોતો હું હંમેશા પરિસ્થિતિઓ અને વ્યક્તિઓની ભૂલો જ જોતો રહ્યો . પણ આજે મને ખબર પડી હરેક વ્યક્તિ માં કોઈક ને કોઈક સદગુણ હોય છે બસ આપણે સકારાત્મક થવાની જરૂર છે . શેઠજી અને રૂપલે સંતશ્રી ને વંદન કરી વીદાય લીધી . આમ એક ગધેડાએ શેઠજીની તકલીફ દૂર કરી....