31 Decemberni te raat - 4 in Gujarati Detective stories by Urvil Gor books and stories PDF | 31 ડિસેમ્બરની તે રાત - 4

Featured Books
Categories
Share

31 ડિસેમ્બરની તે રાત - 4

લગભગ સાંજના 7:30 થતા હશે.

"ચુરાઉંગા લુંટકર ભી તેરી બદન કી ડાલી કો....લહુ જીગર કા દૂંગા હસી લબો કી લાલી કો...!" જૈમિન કાર ચલાવતા ચલાવતા બાજુની સીટ પર બેઠી રિંકુંની આંખમાં આંખ મિલાવીને રેડિયો પર ચાલતા ગીતની સાથે ગાતા કહ્યું.જાણે તે પોતાની રીયલ લાઇફની "જિન્નત અમાન" માટે ગાતો હોય.

'અરે આ બધું દીવ જઈને કરી લેજો તમે બંને, પહેલાં ક્યાંક હોટેલ કે ધાબા પર ઊભી રાખ દબાઈને ભૂખ લાગી છે.' પાછળ ની સીટમાં બેઠેલા કેશવે કાંચની બાહર જોતા જોતા કહ્યું.

એક ધાબા પર જમીને બધા દીવ પહોંચી ગયા.

રાતે દીવમાં એક હોટેલમાં પોતપોતાના રૂમ બુક કરાવીને બધા આરામ કરવા જતાં રહ્યાં.

એક રૂમમાં જૈમિન અને રિંકું,એક રૂમમાં અવધ અને નિશા.જ્યારે એક અલગ અલગ રૂમમાં કેશવ અને રચના.

'સર જ્યાં કેશવ નો રૂમ હતો એની બાજુ માં જ એક છોકરી નો રૂમ હતો. અમે વારંવાર કેશવ ને ચીડવતા હતા કે એ છોકરી તેના રૂમ માં હોવી જોઈએ.' જૈમિન જે પોલીસ સ્ટેશનમાં સવાલ ના જવાબ આપી રહ્યો હતો તેણે વિરલ સાહેબ ને કહેતા કહ્યું.

'અચ્છા.... આવી રીતે તમારી મિત્રતા ગાઢ બની... આઇ સી..!' પણ આમા ક્યાં કોઈ ગર્લફ્રેન્ડ કે કોઈની સાથે દુશ્મની હોય તેવું આવ્યું નહિ. કોઈની સાથે નાની મોટી ટકરાર ના થઈ હોય એવું ના બને.' વિરલ સાહેબે જૈમિને હજુ વધારે હકીકત જણાવવી પડશે તેમ કહેતા કહ્યું.

જૈમિને ભૂતકાળ ની વાતો આગળ વધારતા કહેવાનું શરૂ કર્યું.

******************************************

'કેશવ તારી બાજુ નાં રૂમમાં પેલી છોકરી.... નિશા ના હોત ને તો ...!' અવધે નિશા સામે જોતા જોતા બ્રેક ફાસ્ટ કરી રહેલા બધા મિત્રો ને હસતા હસતા કહ્યું.

'જતો રે જા બઉ એટલું જ હોય તો ' નિશા જે અવધ ની બાજુમાં બેઠી હતી તેણે અવધ ના ખભા પર કોણી મારતા કહ્યું.

એટલામાં ત્યાં પેલી છોકરી આવી જેની આ લોકો વાત કરી રહ્યા હતા.

'અરે ત્રિશા... ' યુ વના ડ્રિંક કૉકોનટ વોટર? ' પાછળ થી પેલી છોકરી ના એક મિત્ર એ તેનું નામ દેતા પૂછ્યું.

'મારા બેટા... દીવ કૉકોનટ વોટર પીવા આવ્યા છે ' અવધે ધીમા અવાજે તે લોકો ની ખીલ્લી ઉડાડતા કહ્યું અને બધા હસવા લાગ્યા.

બ્રેક ફાસ્ટ કર્યા બાદ બધા દીવ ફરવા નું ચાલુ કર્યું લગભગ સાંજ ના 6:30 થતા હશે.

ત્રિશા તેના મિત્રો સાથે દરિયા કિનારે બેઠી હતી અને ફોટોઝ ક્લિક કરાવતી હતી ત્યાંજ કેમેરામાં કંઇક લોચો પડ્યો.

કેશવ અને બાકીના મિત્રો પણ ત્યાંજ બેઠા બેઠા દરિયા કિનારા ની ઠંડી હવા લઈ રહ્યા હતા.

નિશા : કેશવ... જો પેલાનો કેમેરો ખરાબ થઇ ગયો લાગે છે જા આપડો કેમેરો લઈ જા. ફોટા પાડીને પ્રયાસ કર.

બધાં એ કેશવ ને ફોર્સ કરતા કરતા કેમેરો હાથમાં પકડાવી મોકલ્યો.

'હેય... શું હું તમારી મદદ કરી શકું.' કેશવ તેનો કેમેરો જાણી જોઈને ઉપર કરતા પૂછ્યું.

'હાં આ કેમેરો કદાચ ખરાબ થઈ ગયો છે.શું તમે થોડી ફોટોઝ ક્લિક કરી શકો.' ત્રિશા એ કેશવ ને એક પોઝ આપતા કહ્યું.

'વાય નોટ..શ્યોર!' કેશવ પહેલો ફોટો ક્લિક કરતા કહ્યું.

' કપલ? ' કેશવ જાણી જોઈને પૂછતા કહ્યું.

'હા..હા..નો નો આ તો કૉલેજ ના ફ્રેન્ડ સાથે આવ્યા છીએ.' ત્રિશા એ હસતાં હસતાં જવાબ આપતા કહ્યું.

ધીરે ધીરે કરીને કેશવ બધી જાણકારી મેળવી લીધી કે તેનું નામ ત્રિશા અને બાજુમાં જે ફોટો લઈ રહ્યો હતો તે રાકેશ.

આ પણ અહમદાબાદ થી જ આવ્યા હતા એ પણ તેમની કૉલેજ ની નજીક ની કૉલેજ એવી " J.J મહેતા કૉલેજ માંથી.

કેશવે પણ પોતાની જાણકારી આપી.

લગભગ રાત ના 9:45 થતા હશે.

જૈમિન અને બાકીના લોકો તે હોટેલ ના નીચે થી જમીને પોતપોતાના રૂમમાં જઈ રહ્યા હતા ત્યારે જ ત્રિશા અને રાકેશ સામેથી આવ્યા .

'અરે...કેશવ અમને હમણાંજ પેલા ફોટા જોઈશે ' રાકેશે કેશવ ને કહ્યું.

'કેમ શું થયું?...તમે તો હજુ 2 દિવસ ફરવાના હતા ને? ' કેશવે રાકેશ અને ત્રિશા ની સામે જોતા કહ્યું .

'હાં... બટ અમારા ગ્રુપ ના એક ફ્રેન્ડ ના પિતા ની તબિયત વધારે ખરાબ થઇ ગઈ છે તો અમે બસ નીકળી જ રહ્યાં છીએ' ત્રિશા એ જવાબ આપતા કહ્યું.

'પણ...એવું છે ત્રિશા ફોટોઝ ટ્રાન્સફર કરવામાં વાર લાગશે થોડીક. બટ એક આઈડિયા છે તમે હાલ ઘરે જાઓ અમે અહમદાબાદ આવીને તને કોલ કરીશું તો હું તને આપીશ દઈશ બધા ફોટોઝ.' કેશવ ત્રિશા અને રાકેશ ને એક આઈડિયા આપતા કહ્યું.

એમ કરીને કેશવે ત્રિશા સાથે નંબર એક્સચેન્જ કર્યો.

'ત્રિશા અને રાકેશ આ મારા મિત્રો.' કેશવ બંને ને તેના મિત્રો ને મળાવતા કહ્યું.

રાકેશ : હાઈ.. આઇ એમ રાકેશ

'આઈ એમ રચના...!' રચના એ મીઠી હળવી હસી સાથે રાકેશ સાથે હાથ મિલાવવા કહ્યું.

ત્રિશા અને રાકેશ ફટાફટ મળીને અહમદાબાદ જવા નીકળી ગયા.

'શું લાલા... કેટલી વાર લાગે ફોટોઝ ટ્રાન્સફર કરતા? ' અવધે કેશવ ના ખભા પર હાથ લટકાવતા કહ્યું જેમ એક પાક્કા મિત્રો ચાલે.

'3 મિનિટ....' કેશવ જવાબ આપ્યો અને બધા હસવા લાગ્યા.

'કેશવ તારા સેન્સ ઓફ હ્યુમર અને આઇક્યું ની દાત દેવી પડે ખરેખર તું પોતાનો માર્ગ જડપ થી શોધી કાઢે છે. ' રચના એ કેશવ ની વાહ.. વાહ..કરતા કહ્યું.

'તારી નજરો ની પણ દાત દેવી પડે .. પેલો રાકેશ પણ ડૂબી ગયો હતો તારી આંખમાં.' કેશવ હસતાં હસતાં રચના ની રાકેશ સાથે ની પહેલી મુલાકાત યાદ કરાવતા કહ્યું.

' જા તારો રૂમ આઈ ગયો બેઠો બેઠો આખી રાત કેમેરા માં પેલી બોયકટ વાળ વાળી ત્રિશા ના ફોટા જો ' રચના એ જમણા હાથની મુઠ્ઠી વાળી કેશવ ના ખભા પર એક રમૂજ રીતે ફેંટ મારતા કહ્યું.

'સર આ રીતે કેશવ અને ત્રિશા એકબીજાની નજીક આવતા ગયા. જો દુશ્મની કે ટકરાવની વાત કરું તો ત્રિશા સાથે 2-3 વર્ષ પહેલાં તેના સંબંધ બગડ્યા હતા.' જૈમિને વિરલ સાહેબ ને એમના સવાલ નો જવાબ આપતા કહ્યું.

'બહુ યંગ એજ માં પ્રેમી પંખીડા બની ગયા હતા તમે બધા '
વિરલ સાહેબે ખુરશી માંથી ઊભા થઈને ટેપ રેકોર્ડરની સ્વિચ બંધ કરતા કહ્યું.

જૈમિન પણ ખુરશીમાંથી ઉભો થઇ ગયો અને ત્યાં ટેબલ પર પાણી નો ગ્લાસ એકજ ઘૂંટે ખાલી કરી દીધો.

'તમે જઈ શકો છો જૈમિન પણ યાદ રાખજો જ્યાં સુધી આ કેસ પુરે પૂરો બંધ ના થાય ત્યાં સુધી તમારા માંથી કોઈ પણ અમારી મંજૂરી સિવાય અહમદાબાદ ની બહાર નઈ જાય. ' વિરલ સાહેબે જૈમિને વોર્ન કરતા કહ્યું.

'બટ સર ધિસ ઇસ ઓપન એન્ડ શટ કેસ. વાય યુ ઇન્ટરોગેટ વીથ અસ?' જૈમિને વિરલ સાહેબ ને આમ બધાંની પૂછપરછ પર સવાલ ઉઠાવતા કહ્યું.

'અમે ગાંડા નથી કે આત્મહત્યાવાળા કેસમાં પૂછપરછ એક મર્ડર કેસ ના જેમ કરીશું...!બાકી તમે સમજદાર છો અને હાં.. આ સવાલ ના જવાબ જે તમે આપ્યા એ કોઈ મિત્ર સાથે શૅર ના કરતા તમારા સંબધ બગડશે.' વિરલ સાહેબે તે રૂમના દરવાજા પાસે પહોંચતા પહોંચતા જૈમિન ને કીધું.

' ત્રિશા તમે ચાલો મારી સાથે અને બાકીનાં બધાં હાલ જઈ શકો છો જ્યારે તમારી સાથે પૂછપરછ કરવાનો સમય આવશે ત્યારે કોલ કરીને બોલાવીશું ' વિરલ સાહેબે ત્રિશા ને ઇન્ટરોગેશન રૂમમાં બોલાવતા કહ્યું.

આપણે કેશવ અને તેના મિત્રોની ભૂતકાળ ની બાબતો અલગ અલગ દરેકનાં મોંઢેથી સાંભળી શું.જેથી રહસ્ય તેમજ રોમાંચ કંટાળાજનકના લાગે.


(ક્રમશ: )
- Urvil Gor