CANIS the dog - 22 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | CANIS the dog - 22

Featured Books
  • فطرت

    خزاں   خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ...

  • زندگی ایک کھلونا ہے

    زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ...

  • سدا بہار جشن

    میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا...

  • دکھوں کی سرگوشیاں

        دکھوں کی سرگوشیاںتحریر  شے امین فون کے الارم کی کرخت اور...

  • نیا راگ

    والدین کا سایہ ہمیشہ بچوں کے ساتھ رہتا ہے۔ اس کی برکت سے زند...

Categories
Share

CANIS the dog - 22

એબ નોર્મલ સાઈઝના બુટેડ સ્ટેપ્સ એક સાથે સ્ટોપ્ડ થાય છે અને આર્નોલ્ડ એ અસામાન્ય બુટ ને જુએ છે.
સીતાએ આર્નોલ્ડ નો હાથ કસ્સી ને પકડી લીધો જેમાં થોડી કપ કપાહટ હતી અને આર્નોલ્ડે તે વ્યક્તિ ને જોઈ.
આર્નોલ્ડે જોયુંં કે તે વ્યક્તિ કમસે કમ પોણા સાત ફુટ ની હતી. અને તેણેે સીતા ને કહ્યું ,હેલો મિસ ગોગી હાઉ આર યુ!
સીતાએ આર્નોલ્ડ ની સામે નીર્ભયતા ના કૃત્રિમ હાવભાવથી જોયું અને પેલી વ્યક્તિ ને કહ્યું થેંક્યુ વેરી મચ,આઈ એમ ફાઈન એન્ડ એપ્સુલ્યુટલી ફાઈન મિસ્ટર એસ્ટ્રો.
આર્નોલ્ડે સીતા ની સામે જોયું અને સીતા બોલી i mean મિસ્ટર બેબીલોનીયા.
બીજી જ સેકન્ડે ઝાડની એક ડાળી દાતો થી ફાટવા નો અવાજ આવે છે અને આર્નોલ્ડે બેબીલોન ની સામે જોયું તો તેે બંનેની સામે હસતો હસતો તે ઝાડ ના પત્તા ચાવી રહ્યો હતો.
બેબીલોને પત્તાનો ડચુરો ગળેથી નીચે ઉતાર્યો અને સીતા ને હવસ ના હાવ ભાવ થી કહ્યું વેલકમ ટુ અવર શો મિસ ગોગી.
સીતા ઉચ્છલ કટાક્ષ મા બોલી,ઓહ અવર!!
અને આર્નોલ્ડે પણ પીછો છોડાવવા વાળા કટાક્ષમાં કહ્યું એઈટ અવર્સ એન્ડ ફોરટી મીનીટ્સ, નાવ પ્લીસ excuse us જેન્ટલમેન. અને આર્નોલ્ડ અને સીતા બંન્ને ચાલવા લાગ્યા. પરંતુ બેબીલોને તે બંને ને મજાકમાં રોકવાવાળું થોડુંક નૃત્ય કર્યું અને તો પણ સીતા અને આર્નોલ્ડ ત્યાંથી નીકળી જ ગયા.
તે બંનેના નીકળી ગયા પછી બેબીલોને સીતાપર હસવાનું ચાલુ કર્યું અને તેના મોહ ના ફ્લેટ ટીથ દેખાડવા લાગ્યો.
થોડી જ વારમાં તેના અટહાસ્ય ના પડઘમ ચારે બાજુ સંભળાવવા લાગ્યા.
સીતાએ હોલ નો એન્ટ્રન્સ open કર્યો તેની સાથે જ સ્ટેજ પર આતશબાજી નો એક સાઇલેન્ટ વિસ્ફોટ સંભળાયો અને આર્નોલ્ડે એન્ટ્રન્સ બંધ કર્યો.અને હેવી મેટલ મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ ના સાઉન્ડ આખા હોલમાં સંભળાવવા લાગ્યા.
રાઉન્ડ રેમ્પ ઉપર 14 ડોગ્સ લોહાની ઝંઝીરોથી બંધાયેલા દેખાઈ રહ્યા છે અને તેમના મોંમાંથી માનવ રક્તની પિપાસા સ્વરૂપ લાર ટપકી રહી છે.
આર્નોલ્ડ અને સીતા v.v.i.p. રોમાં જઈને બેસી જાય છે. અને આર્નોલ્ડે ડૉગસ ના દાંત જોઈ ને જ અંદાજો લગાવી દીધો કે ડોક્ટર બૉરીસ વૉસ એપ્સુલ્યુટલી right. અને તેણે તેના ટ્રાઉઝર ની પાછળ સહેજ હાથ નાખીને ખાતરી કરી લીધી કે હથિયાર બરાબર છે.
સીતાએ જોયું કે વેરપુમા જેને હાઇબ્રીડ કહેતી હતી તે આ ડોગસ ની બોડી લેંગ્વેજ માંથી ખાના બદોશી સાફ ઝલકી રહી હતી. અને આર્નોલ્ડે સીતા નુ મગજ વાંચી લીધું.
આર્નોલ્ડે કહ્યું nice ડૉગસ અને સીતાએ તેને આંગળીના ઇશારાથી ચુપ રહેવાનું કહ્યું.
આશરે ૨૫,૦૦૦ ની જનમેદની ગોળાકારમાં બેઠેલી હતી અને જૉકી એન્ડ ટ્રેઇનર રેમ્પ ની બરોબર મધ્યમાં જઈને ઊભો રહી ગયો. અને બધાનું અભિવાદન ઝીલવા લાગ્યો.
આખા હોલમાં ખુશીની ચિચિયારીઓ વાગવા લાગે છે અને ગભરાયેલા dogs એ થોડુંક બર્કિંગ શરુ કર્યું.
jockey ગેલમાં આવી ગયો અને રેમ્પ પર આમ તેમ દોડવા લાગ્યો અને લોકોનું અભિવાદન ઝીલવા લાગ્યો.
એક ડોગે જૉકી ને તેના લોન્ગ કોટ થી પાછળથી પકડી લીધો અને રીતસર તેને ઘસીટવા લાગ્યો.
ટ્રેઈનર નો આખો શૂટ ફાટી ને ફુરચો થઈ ગયો.
જનમેદની ચિંતાતુર થી શાંત થઈ ગઈ .
પરંતુ સદ્નસીબ હતા કે ડોગ ખુટે થી બંધાયેલો હતો.
પરંતુ આ જ અરસામાં ડોગ ને માનવ રક્ત ની ગંધ અનુભવાઈ ગઈ અને તેજ અનુસરણ ચૌદે ચૌદ ડોગ્સ માં ફેલાઈ ગયું.
ફરીથી માનવમેદની માંથી ચિચિયારીઓ પડવા લાગી અને ડોગસ કન્ફર્મ થયા તેમની રણનીતિ અંગે.
આર્નોલ્ડ હસી પડ્યો અને સીતાએ તેની ગભરાહટ થી આર્નોલ્ડ ની સામે સ્માઇલ કરી અને આર્નોલ્ડે તરત જ ગંભીર થઈને તેની સાવધાની સીતાને દેખાડી.
સીતા પાછું એનું મગજ ચલાવવા લાગી.