Snake Island - 2 in Gujarati Adventure Stories by Parixit Sutariya books and stories PDF | સર્પ ટાપુ - 2

Featured Books
  • જીવન પથ ભાગ-45

    જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૪૫         ‘જો નિષ્ફળતા તમને મજબૂત બન...

  • શિયાળાને પત્ર

    લેખ:- શિયાળાને પત્રલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીઓ મારા વ...

  • The Madness Towards Greatness - 11

    Part 11 :દિવ્ય સંત ના ગાયબ થયા બાદ મુખ્ય ચુનોતી તો એ હતી કે...

  • ડકેત - 2

    નંદલાલના કાનમાં હજી પણ બંદૂકની ગોળીઓ અને ડાકુઓની ચીસો ગુંજી...

  • સાત સમંદર પાર - ભાગ 4

    પ્રિયાંશીના ક્લાસમાં મિલાપ નામનો એક છોકરો ભણતો હતો. પોણા છ ફ...

Categories
Share

સર્પ ટાપુ - 2

અમે જેવા લાઈટ હાઉસ માં દાખલ થયા કે સાપો ની સ્મેલ આવવા લાગી..

હા અમે સાપો ની સ્મેલ ને ઓળખી સકતા હતા. ડેનિયલે લાઈટ ઉપર કરી તો ઉપર સાપો લટકેલા હતા ત્યાં સામે ની બાજુ એક બોર્ડ હતું જેમાં લાઈટ હાઉસ વિશે લખ્યું હતું કે લાઈટ હાઉસ નું નિર્માણ ૧૮૪૨ માં કરવામાં આવ્યું હતું અને આ ૧૨ મિટર ઊંચા લાઈટહાઉસ પરથી આખા ટાપુ નો નજરો જોવા મળતો હતો.

લગભગ અંદર ચાર સાપ હતા બહાર થી પીળા કલર ના અને સૌથી ખતરનાક સાપો માં ના એક ગોલ્ડન લાન્સહેડ !!


સર્પ ટાપુ પર ગોલ્ડન લાન્સહેડ નો દબદબો હતો જ્યાં નજર કરો ત્યાં બસ આ જ ઝેરીલા સાપો નજરે પડતા હતા બધા એ મળી ચારેય સાપો ને સર્પ લાકડી થી પકડી પાડ્યા.

સાંજ પડવા આવી હતી મને ખુબ ભય સતાવતો હતો . મેં બધા ને સાવચેત કર્યા અને બધા ને મારી સાથે આવવા કહ્યું અમે બધા પાછા જહાજ તરફ ગયા એના સિવાય મને કોઈ જગ્યા સુરક્ષિત નહોતી લાગી રહી.

પલ પલ ખતરો હતો આ સાપો સાંજે ખોરાક ની શોધ માં નીકળે તો અમારા ચારેય નું મૃત્યુ નક્કી હતું...

અમે જહાજમાં પહોંચી ને રિચર્ચ ચાલુ કર્યું મેં મારિયા ને ટેપપટ્ટી આપી સાઈઝ માપવા કહ્યું લગભગ ૩૧ સેમી ની લંબાઈ હતી. ૧૧ ગ્રામ જેટલું વજન હતું.

મેં ડેનિયલ ને ડબ્બી આપવા કહ્યું કે જેમાં ઉપર ની બાજુ પ્લાસ્ટિક હોય અને તે સ્પેશિયલ ઝેર ને સ્ટોર કરવા માટે બનાવવા માં આવતી.



બધું પત્યાં પછી ચારેય સાપો પર id લગાવી પાછા ટાપુ પર છોડી દીધા. મારિયા એ કહ્યું આપણું કામ તો પતી ગયું ચાલો હવે જઇયે અહીંયા ઘણો ખતરો છે આ સાપ ના કરડવા થી કલાક માં કામ તમામ થઈ જશે...

મેં કહ્યું ના હજુ ઘણું બધું રિચર્ચ કરવાનું બાકી છે..


બધું પત્યાં પછી ચારેય સાપો પર id લગાવી પાછા ટાપુ પર છોડી દીધા. મારિયા એ કહ્યું આપણું કામ તો પતી ગયું ચાલો હવે જઇયે અહીંયા ઘણો ખતરો છે આ સાપ ના કરડવા થી કલાક માં કામ તમામ થઈ જશે...

મેં કહ્યું ના હજુ ઘણું બધું રિચર્ચ કરવાનું બાકી છે..

મારે હજુ ઊંડાણ માં માહિતી જોઈતી હતી કે આ ગોલ્ડન લાન્સહેડ નો ખોરાક શુ હતો ? આટલી બધી સંખ્યા માં તે જીવી કેવી રીતે શકે ?

અમે આખી રાત જહાજ માં વિતાવી અચાનક જહાજ માં કશુંક ટકરાયા નો અવાજ આવ્યો એટલે અમે બધા જાગી ગયા. મારી બાજુમાં ફિલિપ હલકા નસકોરા બોલાવતો હતો જ્યારે ડેનિયલ અવાજ સાંભળી જાગી ઉઠ્યો. ડેનિયલ ને હું બેવ એકસાથે બોલી ઉઠ્યા "મારિયા !!!".

અમે બેવ દોડતા ઉપર આવ્યા અને મારિયા ને ત્યાં જોઈ પછી હાશકારો થયો. તે બોલી ઊંઘ નથી આવતી સાપ ના સપના આવ્યા કરે છે, ડેનિયલ હસતો હસતો ફરી નીચે જતો રહ્યો.

હું મારિયા ની નજીક ગયો ત્યાં તે બોલી ટોમી કાલે આપડે જતા રહીએ મને અહીંયા ખૂબ ડર લાગે છે. મારિયા કૉલેજ ટાઈમ થી મારી સાથે હતી અમે ઘણા બધા રિસર્ચ પ્રોજેક્ટ સાથે કર્યા છે છતાં ખબર નહીં અહીંની વાત જ અલગ હતી દર સ્ક્વેર ફૂટ પર ૧-૫ સાપ દેખાય અને સૌથી ખતરનાક સાપો માનો એક હતો. !! મેં મારિયા સામે જોયું અને આશ્વાસન આપતા કહ્યું કશુ નહીં થાય આપણે ઘણા આનાથી પણ ખતરનાક સાપો ને પકડ્યા છે !!

મારિયા રાત ના ચન્દ્ર ના પ્રકાશ માં ખૂબસૂરત લાગતી હતી, હું થોડી થોડી વારે બસ તેને જ જોયા કરતો એનું ધ્યાન થોડી વાર જંગલ તરફ જતું તો થોડી વાર મને તાકી રહેતી આમ જોત જોતામાં સવાર પડી ગયી !

અમે અંદાજો લગાડ્યો હતો કે લગભગ ૪ થી ૫ હજાર જેટલા સાપો હતા બીજી પ્રજાતિ ના સાપો પણ હતા પણ ત્યાં હાજર બધા સાપો માં સૌથી ઝેરી સાપ આ પીળો જોકર હતો !!

અમે સવાર પડી એટલે ફરી શોધખોળ કરવા નીકળી પડ્યા દરિયા કિનારે પોતાના બેગ લઇ ફરી ટાપુ પર કુચ કરી..

ફિલિપ હજુ દરિયા માંથી પાણી ના છબછબિયાં કરતો આવતો હતો અમે ત્રણ થોડા આગળ હતા ફિલિપ ખબર નહિ એની જ મસ્તી માં ખોવાયેલો હતો.

ત્યાં થોડીજ વાર માં દૂર થી દરિયાઈ સાપ નું ટોળું આવી પહોંચ્યું


આ પિટ વાઈપર કે સ્નેક ઇસલેન્ડ માં જ જોવા મળે છે પાણી માં ખૂબ ફાસ્ટ તરવા માટે જાણીતા આ સાપો એ ફિલિપ પર હુમલો જ કરી દીધો. ફિલિપ એ જોરથી બૂમ પાડી એન્ટોનિયો, ડેનિયલ, મારિયા..

અમે અવાજ સાંભળી પાછું જોયું કે તરત દોડતા આવ્યા મેં ડેનિયલ ને અલ્ટ્રાસોનિક મશીન કાઢવા કહ્યું અમે ફિલિપ ની આજુ બાજુ આ મશીન લગાવી દીધા.


આ મશીન થી સાપો બધા દૂર જતા રહ્યા આ એક અલ્ટ્રાસોનિક અવાજ અને આસપાસ ના વિસ્તાર માં કંપન ઉતપન્ન કરે જેનાથી સાપો બધા દૂર જતા રહયા

ફિલિપે જિન્સ નું પેન્ટ પહેર્યું હતું મેં સીધું એના પેન્ટ માં હાથ નાખી બટન ખોલી પેન્ટ ઉતારવા ગયો ત્યાં ફિલિપ મને જોઈ ધીમેથી બોલ્યો મારિયા જોવે છે... મેં વળતા જવાબ માં કહ્યું તારો સામાન તો સુરક્ષિત ઢાંકેલો છે ને ?

ફિલિપ નું પેન્ટ કાઢી તેને જમીન પર સુવડાવી દીધો અને પગ માં લગભગ ૩ સાપો એ ડંખ માર્યા હતા..તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને ખૂબ દર્દ થતું હતું મેં મારિયા ને ઈશારો કર્યો તેને બેગ માંથી એન્ટી વેનોમ લઇ ૧૦ ml જેટલું આપ્યું થોડીવાર પાછું ફરી ૧૦ ml આમ ૪-૫ કલાક ચાલ્યું પછી ફિલિપ ને રાહત થઈ મારિયા તો આ બધું જોઈ ને ડરી જ ગઈ હતી અમે બધા ફિલિપ ને ઊંચકી ફરી જહાજ માં લઇ ગયા.

અમે ૩-૪ દિવસ નું ચાલે એટલો સામાન સાથે લઈ ને જ આવ્યા હતા સાથે મુસીબત સમય ની પણ જરૂરી બધી વસ્તુ ઓ સાથે લાવ્યા હતા.

આખો દિવસ અમે જો અહી જ રહીએ તો રિચર્ચ માટે નો એક દિવસ ઓછો થઈ જાય એના માટે મેં મારિયા ને મનાવી કે તું અને ફિલિપ અહીંયા જહાજ માં જ રહો હું ને ડેનિયલ ટાપુ પર જઈએ છીએ. મારિયા એ તરત ના પાડી હું તો તમારી સાથે જ આવીશ ડેનિયલ ને અહીં રહેવાનું કરો બાકી હું અહીં ફિલિપ જોડે નથી રહેવાની.

ફિલિપ ઊંઘી ગયો હતો જો એ સાંભળતો તો જરૂર એને આઘાત લાગતો ખબર નહીં કેમ પણ મેં પણ એને પૂછવાની હિંમત ન કરી ફિલિપ દેખાવડો પણ હતો છતાં એવું તો શું હતું કે તેના જોડે રહેવા તૈયાર ન થઈ ખેર જે હોય તે પછી ડેનિયલ તૈયાર થયો એ બોલ્યો કોઈ વાંધો નહિ હું ને ફિલિપ અહીંયા છીએ તમે બન્ને જાવ, મારી સામે જોઈ વધારા માં બોલ્યો, મારિયા નું ધ્યાન રાખજે ગઈ વખત જેવું ના કરતો..

મેં હકાર માં માથું હલાવ્યુ અમને એ પણ ખબર ન હતી કે અમે પાછા ફરશુ કે નહીં બસ મારિયા સાથે હતી એટલે હું પણ થોડી મર્દાનગી દેખાડવા મારિયા ને લઈ ત્યાંથી નીકળી પડ્યો.