CANIS the dog - 18 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | CANIS the dog - 18

Featured Books
  • فطرت

    خزاں   خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ...

  • زندگی ایک کھلونا ہے

    زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ...

  • سدا بہار جشن

    میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا...

  • دکھوں کی سرگوشیاں

        دکھوں کی سرگوشیاںتحریر  شے امین فون کے الارم کی کرخت اور...

  • نیا راگ

    والدین کا سایہ ہمیشہ بچوں کے ساتھ رہتا ہے۔ اس کی برکت سے زند...

Categories
Share

CANIS the dog - 18

સીતા એક ચીફ લેબ આસિસ્ટન્ટ છે અને ચેર પર્સન ના ઓલ ટાઈમ હોમલી કનેક્શન મા રહેનાર વ્યક્તિ છે. એટલે સીતા જેવી વ્યક્તિ કંઈ પણ ઉચ્ચારણ કરે છે તો તે વાત કોઈ લિસ્ટેડ talk થી કમ ના હોઈ શકે . અને આ જ વાત એક હાયર પ્રોફેશનલ આર્નોલ્ડ બાખૂબી સમજી શકતો હતો કે સીતા ડોક્ટર બૉરીસ ક્લાર્ક ની લેબ આસિસ્ટન્ટ છે. એ જે કંઈપણ બોલે , મે બી કે તે ડોક્ટર બૉરીસ ના બીહાફ માં પણ હોઈ શકે છે, no doubt.
અને તે પણ સત્ય જ છે કે સીતા પાસે આ બધી જ ઇન્ફોર્મેશન વેરી ઑબ્વીએસ કે ડોક્ટર બૉરીસ થ્રુ જ આવી હોય. નો ડાઉટ. એક યા બીજી રીતે.


આ રીતે અંતે આર્નોલ્ડ જીનેટીક જગતની સિક્કાની બીજી બાજુ ડોક્ટર બૉરીશ અને સીતા ગોગી પાસેથી જાણીને દંગ રહી જાય છે. આર્નોલ્ડ ના મંતવ્ય આ આખી વાત ભયાનકતાથી પણ અધિક ભયાનક હતી અર્થાત્ સંપૂર્ણપણે અસંતુલિત. અને એટલે જ આર્નોલ્ડે આખી વાત ને તેના વ્યવસાય વાદ સાથે જોડી દીધી, જેથી કરીને માનસિક અશાંતિ ઉભી થવાનો પ્રશ્ન ન થાય,અને સંતુલિત બનીને 120 ડિગ્રી ટેમ્પરેચર થી પણ અધિક ઉબલતો આર્ટીકલ તેણે એડિટર ફરગુસન સામે મૂક્યો.
એડિટર ફરગુસન ને પણ આર્ટીકલ વાંચીને એમ જ લાગ્યું કે આર્નોલ્ડ કોઈક જન્મનું ખુન્નસ મારા પર ઉતારી રહ્યો છે,આ આર્ટીકલ લખીને જેથી કરીને મારું માન્ચેસ્ટર times બંધ થઈ જાય. પરંતુ બે સેકન્ડ પછી એડિટર ફર્ગ્યુસન ને પણ સમજમાં તો આવે જ છે કે સત્ય સદાય કડવુ જ ના હોવું જોઈએ, તે ક્યારેક સિઝલિંગ પણ હોવું જોઈએ.
પરંતુ ઘટનાનો એ પ્રકોપ પણ હતો જ કે જ્યારે આર્નોલ્ડે તેનો આર્ટીકલ પૂરો કર્યો હતો ત્યાં સુધીમાં મોસ્ટ પ્રોવિન્સ united states અને સાઉથર્ન અમેરિકા મા થઈને કુલ પોઝિટિવ કેસ ની સંખ્યા 12000 ને પણ પાર કરી ગયી હતી અને એડીટર ફરગુસનને આર્નોલ્ડ માટે માન ઉપજ્યુ.


પાલતું જાનવરો ની ઘેલછા મા માનવી એ એજ જાનવરોના વક્ર અને કુરુપ માસો ઓહીયા કરવા લાગ્યા અને તેની તેને જ જાણ ના થઈ.
કોઈપણ વસ્તુનો અતિરેક વિવશતા તો આપી જ દેવાની તેમાંના નહીં.

ડિમાન્ડ અને સપ્લાય આ બંને બરાબર રીતે ચાલે ત્યાં સુધી વાંધો નથી.
પરંતુ, જો માત્ર આપણી અજરૂરિયાતો વાળી ઘેલછા ઓ જાગવા લાગે તો પછી અનિષ્ટો પર બૂમો ન નીકળવી જોઈએ.
યા તો આવી બૂમો બંધ કરી દો અથવા તો આવી ડિમાંડો. ધેટ્સ ઇટ.

સીતા ના ઉદ્ગારેલા વાક્યો કે જેમાં સુષુપ્તિ અને એફ આઈ આર ની વાત હતી તે વાત આર્નોલ્ડ ના મગજમાં ઘર કરી ગઇ હતી અને તેણે હર હાલતમાં એક યા બીજી રીતે જાગૃતિ લાવવી જ હતી.

Venezuela માંથી જ ફર્સ્ટ એફ.આઇ.આર દર્જ થાય છે. કે જે હાઇબ્રાઈડ નો ગઢ કહેવાય છે. અર્થાત હાઇબ્રાઈડ વેનેઝુએલા ની જ કંપની છે. આરનોલ્ડે વેર પુમા , હાઇબ્રાઈડ ઇત્યાદિ દર્ઝન કંપનીઓના નામ તેના આર્ટિકલમાં openly લખેલા હતા અને કદાચ એટલે જ પરિણામ આટલું જલ્દી આવ્યું હતું.

પરિણામ સ્વરૂપ એ હતું કે દુનિયાની સૌથી પહેલી ugli meat પર ની એફ આઈ આર નો સીધો જ રિપોર્ટ સાઉથ અમેરિકા પ્રેસિડન્ટ મિસ્ટર રસેલ એડમ ના ટેબલ પર પહોંચે છે અને અફકોર્સ તે 12000 પોઝિટિવ કેસો નો પણ કે જેનો સીધો સંબંધ ugli meat સાથે હતો.
જે રીતે સીતાએ જણાવ્યું હતું તે જ રીતે હજુ પણ રિકવરી રેટ zero percent જ છે અર્થાત્ તે બારે બાર હજાર ના મૃત્યુ થયા હતા.
અને તત્કાલ સાઉથર્ન અમેરિકા ની તે બધી જ જીનેટીક લેબો પર દરોડા કાર્યવાહી શરૂ થાય છે.
પ્રાથમિક કદની લેબોરેટરીઓ ઉંઘતી ઝડપાય છે અને તે વાત સાબિત થાય છે કે ફેલીયોર બ્રિડ્સ ને ફોરેસ્ટ અથવા એબીટ્યોર મા સપ્લાય કરવામાં આવે છે.
વાત એટલેથી જ નથી અટકતી, કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું હતું કે આ પેઈન. જંગલી જાનવરો ને પણ થવા લાગ્યો છે. અને તેમનો મૃતાંક પણ આ જ સરખો છે.
આર્નોલ્ડ ના આર્ટીકલે પ્રશાસનને કંપારી છોડાવી દીધી હતી અને આખરે તે સફાળે જાગી ગયું હતું.
પરંતુ આ આખી ઘટનામાં થી હાઇબ્રીડ ઇત્યાદિ મોટા માથાઓ છટકી જાય છે. કેમકે તેમને પહેલેથી જ માહિતી મળી ગઈ હતી.
પરંતુ જે હોય તે એક વાત સાબિત તો થઈ જ ગઈ હતી કે આવું કશુક બની જરૂર રહ્યું છે.