The mystery of skeleton lake - 10 in Gujarati Fiction Stories by Parthiv Patel books and stories PDF | ધ મિસ્ટ્રી ઓફ સકેલેટન લેક (ભાગ ૧૦)

Featured Books
Categories
Share

ધ મિસ્ટ્રી ઓફ સકેલેટન લેક (ભાગ ૧૦)

બાબુડાની તબીયતમાં કોઈ સુધારો નહોતો . બસ એતો આરામ ફરમાવી રહ્યો હતો . જ્યારે પેલો પાગલ શૉક આપવાના કીધે બે-ત્રણ અસ્પષ્ટ શબ્દો ઉચારતો થયો હતો . સોનુ...નંદાદેવી...મંદિર..ખજાનો બસ આવા શબ્દો એક પછી એક બોલી રહ્યો હતો જેનો મતલબ ખબર નહોતી પડી રહી .પણ ડૉ.હેમાંજલીની આશામાં થોડો વધારો થયો હતો ,.જેમ મૃગલાને અભાષી જળ જોઈને આશા બંધાય તેમજ.... એમને ડૉ રોયને આના વિશે માહિતગાર કર્યા .
રાઘવકુમારે આપેલા અલ્ટીમેટના લીધે ખૂબ ઝડપી કામ થઈ રહ્યું હતું . જગતાપ રાઠોડ વિશેનો રિપોર્ટ તૈયાર થઈ રહ્યો હતો જેમાં એની આખી કુંડળી લખાઈ રહી હતી .કદાચ એને પોતને જ એની માહિતી નહીં હોય એટલી માહિતી ભેગી કરાઈ હતી. જન્મથી માંડીને પહેલી ચોરી-જે ધોરણ ૭ માં કરેલી , મારામારી- ધોરણ ૯, ૧૬ની ઉંમરમાં પહેલી લૂંટ અને ૧૭માં વર્ષમાં બેસતા જ પહેલું ખૂન . બધીજ માહિતી ભેગી થઈ રહી હતી . છ વર્ષ પહેલા ખૂનના કેસમાં પકડાયો હતો એની તપાસની ફાઇલ હાથમાં આવી હતી જે પોલીસ સ્ટેશનના રિપોર્ટ કરતા જુદી માહિતી ધરાવતી હતી.
આ રિપોર્ટ એક નિવૃત તપાસ અધિકારીનો હતો જેને આ કેસ પર ખૂબ રસપૂર્વક કામ કર્યું હતું .આ રેકોર્ડ મુજબ જગુને ૧૪ વર્ષની સજા થયેલી પરંતુ તે અકસ્માતમાં મરી ગયો એ વાત પર શંકા વ્યક્ત કરવામાં આવી હતી. તપાસના મુખ્ય અધિકારી ડી.જે. ઝાલા સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે એને (જગુને) ભગાડવા માટે જાણીજોઈને રચેલું ષડ્યંત હતું એ . આગળ તપાસ કરવા જતા હાઇ-કમાન્ડે એમને અટકાવ્યા હતા . આ વાત પર પ્રશ્ન ઉઠાવતા પોતાનું ટ્રાન્સફર અંતરિયાળ વિસ્તારમાં કરી દેવામાં આવ્યું હતું . એમનું તો ત્યાં સુધી કહેવું હતું કે આ કોઈ રાજકીય મામલો છે , જેમાં સરકાર પણ નથી ઇચ્છતી કે એ બહાર આવે . આમ અચાનક ૬ વર્ષ પહેલાનો મામલો બહાર આવતા તેઓ ચોંકી ગયા હતા . અને કોઈ પણ જાતની મદદ આપવા તૈયારી બતાવી હતી . જગુને સજા થઈ જતા આગળ કાર્યવાહી રોકી દેવામાં આવી હતી

ડી.જે. ઝાલાની ગુપ્ત તપાસમાં બહાર આવ્યું હતું કે જગુડાને એ ખૂન માટેની સોપારી મળી હતી જે લગભગ ૪૫ લાખની હતી . બળાત્કાર કરવાના લીધે એની બાકીની રકમ અટકાવી દેતા એ જાતે કરીને પકડાઈ ગયો હતો. ડી.જે. ઝાલા એમના આકાને પકડવાની તૈયારીમાં જ હતા ત્યાં એમનું ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું અને પેલા જગુડાના આકાએ પોતાની યોજના નિષ્ફળ જશે એવી બીકે જગુને છોડાવી દીધો હતો .
પેલી સ્ત્રી , ભાવના રેડ્ડી કે જેનું મર્ડર અને રેપ જગુડાએ કરેલું પાસે મળેલી ગાડીનો નંબર હતો " KL01 CN 1998 " ખૂન થયુ ત્યારે એજ ગાડી ચલાવી રહી હતી .જે કેરળના તિરુવંતપુરામનું પાસિંગ હતું . હવે આ કોન્સ્ટેબલની બીજી ટીમે (ટીમ-B) ભાવના રેડ્ડીનું ખૂન થયું એ તારીખની આજુબાજુ બનેલી અજીબ ઘટનાઓ વિશે તપાસ ચાલુ કરી .લાયબ્રેરી માંથી ૬ વર્ષ પહેલાના સડી ગયેલી રદ્દી જેવા છાપા ઉતરાવ્યાં . જેમાં કાઈ ખાસ ના મળ્યું . અચાનક એક એવી ઘટના હાથમાં આવી એને માત્ર ભારત દેશના લોકોનું નહીં પણ લગભગ આખા વિશ્વની પ્રજાતિનું ધ્યાન દોર્યું હતું . "શ્રી પદ્મનાભસ્વામી મંદિરના સાત દરવાજા માંથી એક દરવાજો સુપ્રીમ કોર્ટના આદેશ હેઠળ ખોલમાં આવ્યો , જેમાંથી બે લાખ કરોડથી વધુની કિંમતનું સોનુ , કિંમતી મૂર્તિઓ , હીરા-ઝવેરાત મળી આવ્યા " આ ઘટનાએ ઘણી સનસનાટી ફેલાવી દીધી હતી કે આ વાત કોઈના માન્યા માંજ આવતી નહોતી. ઘણાના મગજમાં આના માટે લાલચ જાગી હતી બધાની નજર કિંમતી ખજાના પર હતી . તેથી એની સુરક્ષાને ખાતર એની જવાબદારી એક ટ્રસ્ટને સોંપી બાકીના દરવાજા ખોલવા પર રોક લગાવી દીધી હતી . ધીમેધીમે આખી ઘટના સમજાઈ રહી હતી અને તપાસ યોગ્ય દિશામાં આગળ વધી રહી છે એવું જણાતું હતું .
થોડાદિવસ પછી ફરી ન્યૂઝપેપરમાં મંદિર વિશેની હેડલાઈન હતી . " પ્રખ્યાત ધનકુબેર મંદિર શ્રી પદ્મનાભસ્વામી મંદિરમાં ખજાના પર લોકોની દાનત ખરાબ - એક રહસ્યમય ધાર્મિક પુસ્તકની ચોરી " હવે આખી વાત સમજમાં આવી જાય એમ હતું . હવે આખી વાતનું રિપોર્ટિંગ રાઘવકુમારને આપવાનું હતું .
બંને કોન્સ્ટેબલની ટીમ, ટીમ-A (જે હોટેલ ગયેલી) અને ટીમ-B(નિવૃત અધિકારી પાસે ગયેલી) લગભગ સાથે જ પોલીસ સ્ટેશન પર પહોંચી . અને એમના કેબિનમાં પોતપોતાના રિપોર્ટ આપવા ગયા . કેબિનમાં રાઘવકુમાર , મહેન્દ્રરાય , સ્વાતિ ત્રણે હાજર હતા . પેલી બંને ટીમ અંદર પ્રવેશી અને સલામ આપતા પોતપોતાની તપાસ વિશે માહિતી આપતા રિપોર્ટ આપ્યા .
ટીમ-A જે હોટેલમાં ગઈ હતી એનો સારાંશ સંભળાવતા કહ્યું કે એ બંને કોઈ પૈસાદાર માણસ માટે કામ કરે છે . એ પૈસાદાર માણસને પણ ઉપરથી ફન્ડીંગ થતું હતું જેમાં મોટામોટા રાજકારણી સહિત મોટમોટા નેતાઓ પણ સામેલ હોવાની સંભાવના છે . ટીમ-B જેને જગુ વિશે અને એ મર્ડર કમ બળાત્કાર કેસની આજુબાજુની ઘટના કહી સંભળાવી . સાથે જ પેલા નિવૃત અધિકારીની અંદરખાને કરેલી તપાસની કોપી પણ સોંપી .બંનેએ પોતાનું કર્યું ખૂબ ખંતપૂર્વક અને આપેલા સમયે પૂર્ણ કર્યું હતું .
૬ વર્ષ પહેલા મૃત્યુ પામેલી સ્ત્રી ભાવના રેડ્ડીની વિશે થોડી વધારે માહિતીની જરૂર હતી . તે કેરળ થી અહીં આવી હતી ... પરંતુ શા માટે ..!? માત્ર પ્રવાસ અર્થે કે કોઈ કામ કાજ અર્થે ..!? પ્રવાસીઓ ભાગ્યે જ એકલા આવતા હોય છે ....તેથી એ પ્રવાસી હોવાની શક્યતા નહિવત હતી. પેલા બંને માંથી કોઈ રિપોર્ટમ એ અંગે માહિતી નહોતા આપતા કે એ ભાવના રેડ્ડી કોણ હતી ..!? અને અહીંયા કેમ આવી હતી..!? એનો હેતુ શુ હતો..!? એ જાણવા માટે કેરળ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો .કેરળ પોલીસ દ્વારા મળેલી માહિતીમાં એક બીજી વાત પરથી પરદો ઉઠ્યો . આ ભાવના રેડ્ડી બીજું કોઈ નહીં પરંતુ ઓમકાર રેડ્ડીની પુત્રી હતી . ઓમકાર રેડ્ડી પેલા પદ્મનાભસ્વામી મંદિરના ખજાની જાળવણી માટેના ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી બનાવાયા હતા . રહસ્યમય ધાર્મિક પુસ્તકની ચોરી થતા એનો આરોપ ઓમકાર રેડ્ડી પર જ આવવાનો હતો . તેથી એ વાત બહાર આવે એ પહેલાં એમને એ પુસ્તક પાછું લાવવાની જવાબદારી પોતાની વિશ્વાસુ પુત્રી ભાવના રેડ્ડીને સોંપેલી .
જેમ પોલીસનું નેટવર્ક વિશાળ હોય છે એમ ચોરનું નેટવર્ક પણ વિશાળ હોય છે . કોઈ છોકરી ચોરાયેલા પુસ્તકને શોધે છે એ વાત બહાર આવતા એ છોકરીનું કાટલું કાઢવાની યોજના બનાવવામાં આવી જેના માટે જગતાપ રાઠોડ નામના રીઢા ગુનેગારને ૪૫ લાખની સોપારી અપાઈ હતી . પેલી છોકરીને જગતાપ દ્વારા ખોટી બાતમી આપવામાં આવી જેના આધારે એ પોળોના જંગલો સુધી પહોચી ગયેલી . જગુ દ્વારા રચાયેલો આ ટ્રેપ હતો જેમાં ભાવના રેડ્ડી ફસાઈ ગઈ . પરંતુ જગુની નજર બગડતા એને હત્યા કરતા પહેલા બળાત્કાર ગુજાર્યો અને બાકીના પૈસાના પડતા સામે ચાલીને પકડાઈ ગયાનો ડોળ કર્યો .
ઓમકાર રેડ્ડી પર ચોરીનો કૅસ ચાલ્યો ,આરોપ હતો કે ઓમકાર રેડ્ડીએ પોતાની પુત્રી સાથે મળીને પેલા પુસ્તકની ચોરી કરી છે અને પુત્રી ભાવના રેડ્ડીની વિદેશ મોકલી દીધી છે. વકીલ રોકવાના પણ પૈસાના હોવાથી અને પરિવારમાં પણ પુત્રી સિવાય કોઈ ના હોવાથી કોઈએ એનો વિરોધ ના કર્યો . બીજી તરફ પોતાની પુત્રી પાછી ફરવાની આશા રાખીને પિતા ઓમકાર બેઠા હતા , એમને ક્યાં ખબર હતી એમને ફૂલ જેવી કડી કોઈના હવસનો શિકાર બની ગઈ અને પોતાને આપેલા કામ પૂરું કરતા શહીદ થઈ ગઈ હતી.. !
પી.એસ.આઇ રાઘવકુમાર બધા રિપોર્ટ્સ અને ઇન્ફોર્મેશન લઈને ચાલ્યા ગયા અને કહેતા ગયા કે " આજે હુ થોડા મહત્વપુર્ણ કામ માટે બહાર જઇ રહ્યો છુ , સીધો કાલે આવીશ " . સ્વાતિ અને મહેન્દ્રરાય પણ પોલીસ સ્ટેશનથી નીકળી હોસ્પિટલ પહોંચ્યા . પી.એસ.આઇ રાઘવકુમાર ઘરે જઈને પોતાના રૂમમાં ભરાઈ ગયા હતા . જેટલી ઇન્ફોર્મેશન એમની પાસે હતી બધી માહિતીનું ક્રોસ ચેકીંગ કરીને વેરીફાય કરવું અત્યંત જરૂરી હતું કારણ કે પોલીસ તાલીમમાં એમને શીખવેલું કે પોતાના પડછાયા પર પણ વિશ્વાસ ના કરવો જોઈએ . બધી ફાઈલો બે વાર વાંચી , એકબીજા સાથે સંબંધો ચકાસ્યા કે તમામ માહિતીમાં કેટલું તથ્ય છે ....!? ફાઈલોમાં રહેલી તમામ માહિતીને એક પછી એક ગોઠવીને એક ચાર્ટ તૈયાર કરાયો હતો . કઈ ઘટના ક્યારે બની એની અનુગામી ઘટના કઈ હતી અને પુરોગામી ઘટના કઇ હતી.. !? એના પછી શુ બન્યું હશે . !? તમામ માહિતીને એક પછી એક ગોઠવવામાં આવી જેનો સારાંશ નીચે મુજબ હતો .
લગભગ ૬ વર્ષ પહેલા કેરળના પ્રખ્યાત વિષ્ણુ મંદિર શ્રી પદ્મનાભસ્વામી મંદિરના ભોંયતળિયે આવેલા સાત દરવાજા પૈકી એક દરવાજો ખોલવામાં આવ્યો હતો જેમાંથી અબજો રૂપિયાનો ખજાનો નીકળ્યો હતો .જેના પર નાના-મોટા ઘણા ગુનેગારો , રાજકારણીઓ અને અન્ય ઘણાબધાની નજર બગડી હતી . એમાંથી કોઈ દ્વારા એક ષડયંત્ર રચાયું હતું , ધનકુબેર મંદિર માંથી કોઈ ટોળકી દ્વારા ચોંરી કરવામાં આવી હતી પરંતુ રૂપિયા કે સોનાની નહી માત્ર એક રહસ્યમય પુસ્તકની ...!!!? અહીં વિચારવાની વાત એ છે કે કોઈ આટલા વિશાળ ખજાનાને છોડીને કોઈ આ પુસ્તક કેમ ચોરે ...!? એવું તો શુ છે આ પુસ્તકમાં કે જેથી આ ખજાના કરતા પુસ્તક વધુ મહત્વનું હતું . હવે એ ચોરીની જાણ ઓમકાર રેડ્ડીને એટલે કે એના મુખ્ય ટ્રસ્ટીને થતા એ પુસ્તક ગોતવા માટેની જવાબદારી પોતાની પુત્રી ભાવના રેડ્ડીને અપાઇ હતી . પેલા ષડ્યંત્રના સૂત્રધારને આ વાતની જાણ થતા એને(ભાવના રેડ્ડીને) જાનથી મારી નાખવાની સોપારી જગુ અને રઘુ નામના રીઢા ગુનેગારને આપી હતી જેમને એક ટ્રેપ ગોઠવી ભાવના રેડ્ડીને ગુજરાતના અરવલ્લીના જંગલની આસપાસ બોલાવી હતી , જ્યાં તેના પર બળાત્કાર ગુજારી હત્યા કરવામાં આવી . બીજી તરફ પેલી ટોળકીએ એવા સમાચાર વહેતા કર્યા કે ઓમકાર રેડ્ડીએ પુસ્તકની ચોરી કરી અને પોતાની પુત્રીને પુસ્તક લઈને વિદેશ મોકલી દીધી છે .આ વાતની તપાસના કોઈ પુરાવા મળ્યા નહોતા , છતાં ઓમકાર રેડ્ડી પાસે વકીલ રોકવાના કે લાંચ આપવાના પૈસા ના હોવાથી ૫ વર્ષની સામાન્ય સજા અને ૨ લાખ રોકડાની સજા થઈ અને રૂપિયા ના ભરી શકે તો બીજા ૨ વર્ષની સજા કરવાની જોગવાઈ થઈ હતી.
છેલ્લા ૬ વર્ષમાં આ પુસ્તક ઘણી જગ્યાએ ફર્યું હતું. પણ કદાચ આજસુધી એનો હેતુ સાકાર થયો નહોતો .એનો ઉપયોગ કરાયો નહોતો .એ રહસ્યમય રાત્રે આ પુસ્તક સાથે કશું થવાનું હતું ... કદાચ એની ચોરીનો હેતુ સાકાર થવાનો હતો , પરંતુ આ બાબુડા અને પેલા પાગલ માણસે બાજી બગાડી હતી . અહીંયા સુધી વાત સાફ થઈ ગઈ હતી .
7 .

હવે રાઘવકુમારની માત્ર બેજ પ્રાથમિકતા હતી .જેમ બને તેમ જલ્દી પેલા નિર્દોષ ઓમકાર રેડ્ડી જેલમાંથી મુક્ત કરાવવા અને બીજું કે પેલી પુસ્તકમાં શુ છે ..!? કે જેના લીધે એક સ્ત્રીનો બળાત્કાર અને હત્યા થઈ હતી, બીજો એક નિર્દોષ વ્યક્તિ ૬ વર્ષથી જેલ ભોગવી રહ્યો હતો . હવે એ રહસ્યમય ખૂની પુસ્તકમાં શુ છે એ જેમ બને એમ જલ્દી જાણવું જરૂરી હતું.
રાતના ૯ વાગી ગયા હતા હજી રાઘવકુમાર રૂમની બહાર આવ્યા નહોતા . જરૂરી દસ્તાવેજ સાથે લઈને રાઘવકુમાર સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર જવા નીકળી પડ્યા .નીકળ્યા ત્યારે ફોન પર જ સ્પાઇસજેટ પરથી તિરુવંતપુરમ માટેની ટિકીટ કઢાવી . રાત્રે ૧૦:૫૫ વાગ્યે ફ્લાઈટ ઉપડી જે ચેન્નાઇ હોલ્ટ કરીને લગભગ સવારે ૪:૨૫ તિરુવંતપુરમ લેન્ડ થવાની હતી. આખી મુસાફરી દરમિયાન રાઘવકુમાર એક જ વાત વિચારી રહ્યા હતા "ઓમકાર રેડ્ડીએ હાઇ કોર્ટમાં અરજી કેમ નહીં કરી હોય ...!? અથવા સરકારને કોઈ વકીલ માટે કેમ અરજી નહીં કરી હોય ...!? ખરેખર આ પુસ્તકની ચોરીમાં સીધી કે આડકચરી રીતે જોડાયેલા તો નહીં હોય ને....!? " હજારો પ્રશ્નો આ નાનકડા મગજમાં આકાર લઈ રહ્યા હતા અને તેના સંભવિત પરિણામ વિશે વિચારવા મનોમંથન કરી રહ્યા હતા . પરંતુ એક પણ સંભાવના ઓમકારના ચોર હોવાની વાતને સમર્થન નહોતી આપી રહી .

વહેલી સવારે આકાશમાં ગાઢ ધૂમમ્સ હતો , ચાર ડગલાં આગળ કોણ ઉભું છે એ જોવું પણ અઘરું પડે એમ હતું .હવે ચડતા શિયાળાના એંધાણ વર્તાવા લાગ્યા હતા . એવામાં વાદળો ચીરતું સ્પાઇસ જેટનું વિમાન થિરૂવંતપુરમ લેન્ડ થયું . ત્યાંના પી.આઇ અરવિંદ બાજવા પી.એસ.આઇ રાઘવકુમારને લેવા એરપોર્ટ પર હાજર જ હતા . રાઘવકુમારે ફોન પર પોતાના આવવાનું કારણ જણાવી દીધું હતું . દસ્તાવેજો સલામત રીતે પોતાની પાસે પહોંચે એમ ઈચ્છતા હોવાથી બાજવાએ રાઘવકુમારને અહીં બોલાવ્યા હતા. પેલા રિપોર્ટમાં ક્યાંય પેલા પુસ્તક મળ્યાનો ઉલ્લેખ કરાયો નહોતો . બસ ઓમકાર રેડ્ડી અને તેમની પુત્રી બંને નિર્દોષ હતા એના પુરાવા તરીકે ૬ વર્ષ પહેલાની ભાવના રેડ્ડીની રેપ એન્ડ મર્ડર કૅસની ફાઇલ કાફી હતી . હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી અને ગણતરીના સમયમાં તો એમની માફી માંગી છુટા કરી દેવામાં આવ્યા .
રાઘવકુમારે એમની પુત્રી પ્રત્યે દિલગીરી દાખવી અને આખી ઘટનાક્રમ મુજબ કહી સંભળાવી . પરંતુ એમના મોઢાની એક રેખા પણ ના બદલાઈ . આટલુ કીધા છતાં એમને કોઈ ચિંતા નહોતી , બધી વાત પત્યાં પછી કહ્યું
" જીસકા ડર થા , વહી હો રહા હૈ ...ઉસ પર નજર બીગાડને વાલા ભસ્મ હો જાયેગા ...!! "
રાઘવકુમાર કે ઇન્સપેક્ટર બાજવા બંને માંથી કોઈને કશુ સમજાયુ નહોતું .બંને એકબીજા સામે જોઈ રહ્યા હતા
" બાબા.... કુછ સમજ નહી આ રહા હૈ ... કુછ સમજ આયે વૈસા બોલોના..." રાઘવકુમારે કહ્યું
" લોભ ઇન્સાન કો હેવાન બના શકતા હૈ ... ઓર વહી હો રહા હૈ . બેચારી મેરી બેટી તો ચલ બસી... અબ વો સબ મારે જાયેંગે .... કોઈ નહીં બચેગા ....!!"
આટલું બોલતા પાળ બનીને રોકી રાખેલા આંશુડા મેઘ બની વરસવા લાગ્યા . એમના આશુમાં કદાચ પુત્રીના મૃત્યુ થી વધુ આવનાર સંકટ વિશેની ચિંતા હતી .ઓમકાર રેડ્ડી પુસ્તક વિશે ઘણુંબધું જાણતા હોય એવું લાગતું હતું .પરંતુ આ તેમને પૂછવાનો યોગ્ય સમય નહોતો , હાલતો એમને એમનો વલોપાત નીકળવા દેવો ખૂબ જરૂરી હતો .
રાઘવકુમાર ૬ વર્ષ પહેલાના કૅસ બાબતે કેરળ ગયા છે એ વાત વાયુવેગે આખા ડિપાર્ટમેન્ટમાં ફેલાઈ ગઈ . આજે રાઘવકુમાર આવ્યા એનો ત્રીજો દિવસ હતો ત્યાં અચાનક એમના પર એ.સી.પી વિજય ચાવડાનો ફોન આવ્યો અને ભડકી ઉઠ્યા .તાત્કાલિક પાછા આવી જવાનો ઓર્ડર આપ્યો .વિજય ચાવડા ખૂબ ગંભીર જણાતા હતા. આ સમયે પાછા જવું યોગ્ય સમજી તેઓ પાછા આવી ગયા. પાછા ફરતા તેમને ભાવના રેડ્ડી કેસ પર કામ ના કરવા માટે સ્પષ્ટ શબ્દોમાં મનાઈ ફરમાવવામાં આવી .
( ક્રમશ )

મિત્રો હું જોવું છું કે મારા વ્યુ લગાતાર વધે છે પરંતુ ડાઉનલોડ એના પ્રમાણે વધતા નથી . તો તમારો કિંમતી અભિપ્રાય આપો કે જેનાથી હું મારી વાર્તા વધુ સારી રીતે આપની સમક્ષ રજુ કરી શકું . ધન્યવાદ