Human nature on its Peak - 5 in Gujarati Motivational Stories by પ્રિયાંશી સથવારા આરિયા books and stories PDF | માનવસ્વભાવ - 5 - લોભ

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

માનવસ્વભાવ - 5 - લોભ

આજના છાપામાં બધે જ એન.એમ. ગ્રુપની ચર્ચા હતી. સવારથી જ એના 70% શેર હોલ્ડર નરેન મહેતા વિશે જાતજાતની હકીકતો મુકવામાં આવી હતી. માત્ર ગુજરાતી વર્તમાન પત્રો જ કેમ? નેશનલ ન્યૂઝ ચેનલ અને ન્યૂઝ પેપરમાં પણ આ જ ખબરો છવાઈ હતી. કોઈ જે નરેન મહેતાને જાણતું નહતું. તે પણ એને સારી રીતે ઓળખી ગયું હતું.
નરેન મહેતા - એન.એમ. ગ્રુપનો ફાઉન્ડર અને ચેરમેન. કંપની સ્થાપે 10 વર્ષથી ઓછો સમય થયો હતો, તેમ છતાં એની કંપની આસમાને હતી, કોઈ એની સામે બોલવાની હિંમત કરી શકતું નહિ. એની કંપની પ્લાસ્ટિક દાણા બનાવતી કંપની હતી. બાપ-દાદાની જાયદાદ તો હતી જ. પેઢીઓથી એ લોકો હીરાઉધોગ સાથે જોડાયેલ હતા. પણ 2010ની મંદી નરેનને પ્લાસ્ટિક ઉદ્યોગમાં લઈ આવી. અને બહુ ઓછા સમયમાં એ પોતાની કંપનીને ટોપ પર લઈ ગયો. લોકો બસ જોતા રહી ગયા અને નરેન ક્યાંનો ક્યાંય પહોંચી ગયો.

ન્યૂઝ પેપરના ફ્રન્ટ પેપર પર કંઈક આવા સમાચાર હતા, "એન. એમ. ગ્રૂપ - કંપની કે કૌભાંડ. નરેન મહેતા ગ્રુપના ચેરમેન હોવા છતાં માત્ર પોતાના ફાયદા અને લાભ વિશે વિચારતા 10 લોકો મોતને ઘાટ ઉતાર્યા. બધાના પરિવાર વચ્ચે શોકની લાગણી. પરિવારજનો નરેન મહેતા વિરુદ્ધ ફરિયાદ લખાવવા જતા એમને અજાણ્યા શખ્સો દ્વારા મૂઢ માર મરાયો. આ સંદર્ભે પ્રકાશ પાડતા જણાયું કે નરેન મહેતા વર્ષોથી પોતાની કંપનીને ઊંચાઈ પર પહોંચાડવા માંગતા હતા. જેના કારણે પ્લાસ્ટિક બિઝનેસના અને સેફટીના સામાન્ય નિયમો એમની કંપની દ્વારા અવગણાયા હતા. જેના કારણે પ્લાન્ટમાં યાંત્રિક ખોટ સર્જાતા ત્યાં કામ કરી રહેલ 10 કામદારોનું મૃત્યુ થયું. એમને હોસ્પિટલમાં ખસેડતા એમના પરિવારજનો દોડી આવ્યા અને કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પહેલા જ એમને અજાણ્યા શખશો દ્વારા માર મરાયો."

બીજા નંબરના પેજ પર કંપનીના અન્ય શેર હોલ્ડર્સનું નિવેદન હતું, જે લોકો નરેન મહેતાનો સાથ આપી રહ્યા હતા. એમના પ્રમાણે આ એક્સિડન્ટ કામદારોની લાપરવાહીને કારણે થયો હતો જેમાં નરેનનો કોઈ હાથ નથી.

ત્રીજા નંબરના પેજ પર એવી અટકળો લગાવવામાં આવી હતી કે જો નરેન મહેતા બેંકરપ્ટ થાય તો એને કેટલા હજારો કરોડોનું નુકસાન થઈ શકે છે. અને એનો પ્લાન્ટ બંધ થવાથી કેટલા લોકોનું ભલું થઈ શકે છે....

બીજા જ દિવસે નરેન મહેતા વિશે ડિટેઇલ સ્ટડી મુકનાર અને એમની કંપનીમાં કામ કરનાર કામદારોના પરિવાર વિશે જે પેપરમાં સમાચાર હતા, એ પ્રેસમાં આગ લાગી ગઈ અને એના ન્યૂઝ બીજા પેપરોમાં છપાયા હતા.
સાથે એ ન્યૂઝપેપરમાં એ પણ છપાયું હતું, "નરેન મહેતાની પ્લાન્ટમાં ઇન્સ્પેકશન દરમિયાન અધિકારીઓને પ્લાન્ટમાં સેફટી મેઝર્સ નિર્ધારિત સીમા અનુસાર મળ્યા. કામદારોના મૃત્યુ એમની પોતાની ભૂલ-ચૂકને કારણે થયા હતા." એ સાથે જ નરેન મહેતાના બેંકરપ્ટ થવાની અટકળો શમી ગઈ અને એની કંપનીના શેરના ભાવો ઊંચકાઈ ગયા. આ ઘટનાના ત્રીજે જ દિવસે આ ખબરોએ ન્યૂઝ પેપરોનો હવાલો સંભાળી લીધો. અને એ 10 લોકોના મૃત્યુ અને પ્રેસના બરબાદીના ન્યૂઝ કાગળ અને લોકોના મન બંનેમાંથી ભૂંસાઈ ગયા.

મહિના પછી શહેરથી દૂર એક હાઈ કલાસ ફાર્મ હાઉસમાં, સાંજના સમયે.....
"ઓયે નરેન મહેતાનું ફાર્મ હાઉસ આ જ છે...."
"જી સર..." વોચમેને ટૂંકમાં જવાબ આપ્યો.
અને એ ફોર્ચ્યુનર ગાડી અંદર બંગલાના પર્કિંગમાં જઈ ઉભી રહી. એ સાથે જ બીજી 10 થી 15 મોંઘી-મોંઘી ગાડીઓ આ જ પાર્કિંગમાં ઉભી જ હતી. એ શખસના અંદર જતા જ એણે જોયું કે અંદર ખૂબ સારી એવી મહેફિલ જામી હતી. દારૂ અને અન્ય વસ્તુઓ અહીં ખૂબ સારી રીતે બધાનું મનોરંજન કરી રહી હતી. અહીં અત્યારે ઇન્સ્પેકશન ઓફિસર્સ, મોટા ભાગના પ્રેસના માલિક, અમુક પોલિટિશિયન્સ અને કંપનીના એકજ્યુક્યુટિવ ઓફિસર હાજર હતા. નરેન મહેતા આ પાર્ટીનું મુખ્ય આકર્ષણ હતો. એણે કંપની બચાવવા અને શાખ બચાવવા આમાંના બધાની સાથે પૈસા અથવા શેરથી સેટલમેન્ટ કર્યું હતું. અને એ બધાને ખુશ રાખવા માટે નરેન મહેતાએ આ પાર્ટી રાખી હતી.
નરેન મહેતા હજી પોતાના મહેમાનોને આવકારી જ રહ્યો હતો, ત્યાં એના પર્સનલ ફોન પર એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો, એણે આ ફોન ઉપાડ્યો.
"હેલો, મેં આઈ સ્પીક ટુ નરેન મહેતા..."
"યસ"
"સર, તમારી વાઈફ અને દીકરીનો પ્રહલાદનગરમાં એક્સિડન્ટ થયો છે. મને કહેતા ખૂબ દુઃખ થાય છે કે એ આ એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા છે....."

આટલું સાંભળતા જ નરેન મહેતાના હાથમાંથી ફોન પડી ગયો અને એ પોતાની સુધબુધ ખોઈ ફસડાઈ પડ્યો.
બીજા દિવસની હેડલાઇન કંઈક આવી હતી, "પ્લાસ્ટિક કિંગના પ્લાસ્ટિકને કારણે એના જ પરિવારનું મૃત્યુ. લોડિંગ ટ્રકની બ્રેક ફેઈલ થતા ગાડી સાથે અથડાયો. નરેન મહેતા વિશે કોઈ જાણકારી મળી નથી......."

(કોઈનો લાભ અને કોઈનું નુકસાન. આ કહેવત હંમેશા સાચી પડતી નથી. લાભ મળનારને છેવટે કોઈને કોઈ એવું નુકસાન થાય છે જે એનું જીવન બેકાર બનાવી દે છે.)

ટૂંકીવાર્તાઓ