Rhea - Shyam Ni or Vedani 3 friends triangular - 34 in Gujarati Philosophy by Shailesh Joshi books and stories PDF | રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય - 34

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય - 34

રીયા - શ્યામની કે વેદની ?  

પ્રકરણ એકનો અંતીમભાગ - 34 

શેઠ રમણીકલાલના કહ્યા પ્રમાણે, બે વર્ષ માટે હોટલ મેનેજમેન્ટનો કોર્ષ કરવા,  શ્યામ અને અજય આજે વિદેશ જઈ રહ્યા છે. 

એટલે 

શ્યામ અને અજયને એરપોટ પર મૂકવા માટે બધાજ લોકો આવ્યા છે. 

ધીરજભાઈની પત્નીએ કરેલ, લાંબા ગાળાના દેશી ઉપચારથી રીયાની મમ્મી પણ બિલકુલ સ્વસ્થ થઈ ગયા છે.

એટલે,

શ્યામ અને અજયને મુકવા માટે, આજે એરપોર્ટ પર 

ધીરજભાઈ તેમના પત્ની, સાથે વેદ અને રીયા તેમના દિકરા  સાથે.

રમણીકભાઈ શેઠ તેમની પત્ની સાથે. 

રીયાના બેંક મેનેજર પપ્પા RK,  તેમના પત્ની સાથે. 

તેમજ 

પંકજભાઈ તેમજ ખબરી રઘુ પણ. 

ખબરી રઘુ, કે જેને શેઠ રમણીકભાઈએ પોતાની હોટલમાં નોકરી આપી હોય છે, બધા જ એરપોર્ટ પર આવી ગયા છે. આજે બધાના ચહેરા પર એક અનેરો આનંદ અને ખુશી જોવા મળી રહી છે. 

બસ ખાલી પંકજભાઈ 

અંદરથી થોડા ઉદાસ હોય, અને ઉપર ઉપરથી ખુશ રહેવાની કોશીશ કરતા હોય એવું લાગી રહ્યું છે. 

પંકજભાઈનું આજનું દુઃખ સમજી ગયેલ વેદ, રીયાએ તેડેલ પોતાના દીકરાને લઈને,

પંકજભાઈની પાસે જાય છે, અને પંકજભાઈને તેમની ઉદાસીનું કારણ પૂછે છે. 

ત્યારે થોડીવાર માટે તો, પંકજભાઈ કંઈ બોલતા નથી. 

પરંતુ 

વેદના વધારે પૂછવાથી, ના-છુટકે વેદની સામે પંકજભાઈ પોતાનુ મૌન તોડે છે, ને વેદને જણાવે છે કે, 

પંકજભાઈ :- બેટા વેદ, ભગવાનની દયાથી આપણાં સૌનું બધું જ સારું થઇ ગયું છે, અને આગળ પણ સારુ થઈ રહ્યુ છે.

આતો, આજ સુધી હું તારી કાકીના અવસાન પછી, એકમાત્ર શ્યામના સહારે મારી એકલતા દુર કરી લેતો, અને આજે શ્યામ મારાથી દુર જઈ રહ્યો છે, એટલે....

બસ, મને ખાલી દુઃખ મારી એકલતાનું છે.  

આ બે વર્ષ, હું એકલો થઈ જઈશ. 

ત્યારે વેદ પંકજભાઈને,

વેદ :- અંકલ, એકવાર તમે મને  કહેતા હતા ને, કે તમે તમારુ એકલાપણું, તમારુ ઘડપણ શ્યામના બાળક સાથે વિતાવવા માંગો છો ? 

એમ કહીને વેદ પોતાનું બાળક પંકજભાઈના હાથમાં આપે છે. 

બાળકને તેડી પંકજભાઈ અચરજ પામતા, અને વેદની વાતનો મતલબ નહીં સમજતા, એક પ્રશ્નાર્થ ભરી નજર વેદ સામે નાંખે છે. 

ત્યારે વેદ પણ વધું સમય નહીં બગાડતા, પંકજભાઈને જણાવે છે કે, 

વેદ :-  અંકલ મારી સામે શું જુઓ છો ? 

પંકજભાઈ :- કંઈ નહીં. 

વેદ :-  અંકલ, એક વાત કહું ? 

પંકજભાઈ :- હા બોલ બેટા. 

વેદ પંકજભાઈએ તેળેલ પોતાના દીકરાને માથે હળવો હાથ ફેરવતા કહે છે કે.... 

વેદ :-  અંકલ, આ તમારો "વંશ" તો નહીં, પરંતુ "અંશ" જરૂર છે. 

એમ કહી, વેદ પંકજભાઈને આગળ બનેલી પૂરી વાત વિગતવાર જણાવે છે. 

વેદની વાત સાંભળી પંકજભાઈ, ખુશ થઈને વેદના દીકરાને ચુમી લે છે, અને તુરંત વેદને પૂછે છે, 

પંકજભાઈ :- બેટા આનું નામ શું રાખ્યું છે ? 

ત્યારે વેદ પંકજભાઈને કહે છે કે,   

વેદ :- અંકલ, બીજા બધા માટે તો આનું નામ આકાશ છે, પરંતુ 

મે અને રીયાએ આનું નામ, અલગ રાખ્યું છે. 

પંકજભાઈ થોડા ઉત્સાહિત થતા...

પંકજભાઈ :- એમ ? શું વાત છે ? 

તે અને રીયાએ આનું શું નામ રાખ્યું છે ? 

વેદ :- અંકલ, મે અને રીયાએ આનું નામ, "શ્યામવેદ" રાખ્યું છે.

ઉપર આકાશમાં, અજય અને શ્યામનું પ્લેન જઈ રહ્યુ છે, અને નીચે આ બધા જ લોકો ખુશખુશાલ મુદ્રામાં પ્લેન સામે જોઇને બાય-બાય રહ્યા છે.

પંકજભાઈ પણ "શ્યામવેદ"નો નાનો હાથ પકડી પ્લેનમાં બેઠેલ શ્યામને બાય-બાય કરાવી રહ્યાં છે.

વાચક મિત્રો, આ વાર્તાનું પ્રકરણ એક અહી પુરુ થાય છે, ફરી ક્યારેક આ વાર્તાને આપણે આગળ માણીશું.

પ્રકરણ એકને તમારો અદભુત સહકાર આપવા બદલ, તમામ વાચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર.

આ વાર્તા તમને કેવી લાગી, પ્લીઝ, પ્રતિભાવ આપશો.